પ્રધાનમંત્રી મોદીએ મહિલા દિવસે શી ઇન્સ્પાયર્સ અસ અભિયાન અંતર્ગત મહિલાઓને તેમના સોશિયલ એકાઉન્ટ્સનું સંચાલન સોંપ્યા પછી, કલ્પના રમેશે જળ સંરક્ષણ અને જળ સંચય જેવા મહત્વના મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

 ‘જળ યોદ્ધા તરીકે ઓળખાતા કલ્પના, આપણા સંતાનોના ભાવિ માટે જળસ્રોતોને બચાવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે. તેઓ માને છે કે, નાના નાના પ્રયાસોની પણ મોટી અસર જોવા મળે છે.

પ્રધાનમંત્રી મોદીના ટ્વીટર હેન્ડલ પર તેમણે લખ્યું હતું કે, પાણી એ આપણને મળેલો અમૂલ્ય વારસો છે. ચાલો આપણી આવનારી પેઢીને તેનાથી વંચિત થતા રોકીએ. પાણીનો સમજદારીથી ઉપયોગ કરવામાં તેમજ વરસાદી પાણીનો સંચય કરવામાં, તળાવો બચાવવામાં, વપરાયેલા પાણીના રિસાઇકલિંગમાં અને આ અંગે જનજાગૃતિ ફેલાવવામાં સહયોગ આપો.

કલ્પના જણાવે છે કે, તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમના તળાવમાં તેઓ પક્ષીઓનું પુનરાગમન કરી શકશે અથવા પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ટ્વીટ કરવાની તક મેળવશે. તેમણે જણાવ્યું કે, દૃઢ સંકલ્પ સાથે, અશક્ય પણ શક્ય થઇ શકે છે અને જળ સ્રોતોનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું તે અંગે આપણે સહિયારા પ્રયાસોથી સમુદાયોમાં પરિવર્તન લાવી શકીએ છીએ. કલ્પનાએ જણાવ્યું હતું કે, ચાલો સમસ્યાના ઉકેલ લાવનાર બનીએ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Government's foodgrain stocks hit 604 lakh tonnes, nearly three times buffer requirement

Media Coverage

Government's foodgrain stocks hit 604 lakh tonnes, nearly three times buffer requirement
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 મે 2026
May 07, 2026

Justice Delivered Under PM Modi: How Operation Sindoor Redefined India’s Response to Terror

Aatmanirbhar Bharat in Action: Record Exports, Defence Exports, Food Security & Green Mobility Under the Leadership of PM Modi