પ્રધાનમંત્રી મોદીએ મહિલા દિવસે ‘શી ઇન્સ્પાયર્સ અસ’ અભિયાન અંતર્ગત મહિલાઓને તેમના સોશિયલ એકાઉન્ટ્સનું સંચાલન સોંપ્યા પછી, કલ્પના રમેશે જળ સંરક્ષણ અને જળ સંચય જેવા મહત્વના મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
‘જળ યોદ્ધા’ તરીકે ઓળખાતા કલ્પના, આપણા સંતાનોના ભાવિ માટે જળસ્રોતોને બચાવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે. તેઓ માને છે કે, નાના નાના પ્રયાસોની પણ મોટી અસર જોવા મળે છે.
પ્રધાનમંત્રી મોદીના ટ્વીટર હેન્ડલ પર તેમણે લખ્યું હતું કે, “પાણી એ આપણને મળેલો અમૂલ્ય વારસો છે. ચાલો આપણી આવનારી પેઢીને તેનાથી વંચિત થતા રોકીએ. પાણીનો સમજદારીથી ઉપયોગ કરવામાં તેમજ વરસાદી પાણીનો સંચય કરવામાં, તળાવો બચાવવામાં, વપરાયેલા પાણીના રિસાઇકલિંગમાં અને આ અંગે જનજાગૃતિ ફેલાવવામાં સહયોગ આપો.”
કલ્પના જણાવે છે કે, તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમના તળાવમાં તેઓ પક્ષીઓનું પુનરાગમન કરી શકશે અથવા પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ટ્વીટ કરવાની તક મેળવશે. તેમણે જણાવ્યું કે, દૃઢ સંકલ્પ સાથે, અશક્ય પણ શક્ય થઇ શકે છે અને જળ સ્રોતોનું કેવી રીતે વ્યવસ્થાપન કરવું તે અંગે આપણે સહિયારા પ્રયાસોથી સમુદાયોમાં પરિવર્તન લાવી શકીએ છીએ. કલ્પનાએ જણાવ્યું હતું કે, “ચાલો સમસ્યાના ઉકેલ લાવનાર બનીએ.”
Be a warrior but of a different kind!
— Narendra Modi (@narendramodi) March 8, 2020
Be a water warrior.
Have you ever thought about water scarcity? Each one of us can collectively act to create a water secure future for our children
Here is how I am doing my bit. @kalpana_designs pic.twitter.com/wgQLqmdEEC


