
વિદ્યાર્થીકાળમાં મને શિક્ષકદિનની ઉજવણીમાં ઘણો જ આનંદ આવતો. વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષક બનવાની તક આપવામાં આવતી. શિક્ષકની ભુમિકા અદા કરવા માટે હું મારા મિત્રો સાથે અઠવાડિયાઓ સુધી પૂર્વતૈયારીઓ કરતો. અમે શિક્ષકનાં વ્યવહારનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા. સ્વશિક્ષણનો અવસર આપનારા એ દિવસોને હું આજે પણ યાદ કરું છું. શિક્ષકના વ્યવહારનું નિરીક્ષણ કરવાને લીધે અમને અમારા જીવન ઘડતરની તાલીમ મળી.
મુખ્યમંત્રી બન્યા બાદ મને બે પ્રબળ ઈચ્છાઓ હતી. એક તો એ કે ઘણો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હું મારા બાળપણનાં મિત્રોને મળી શક્યો નહોતો કે તેમની સાથે વાતચીત કરી શક્યો નહોતો. બાળપણનાં મિત્રોને મળ્યે ૩૫ વર્ષનો સમય વીતી ગયો હતો. ત્યારબાદ સગાવ્હાલાઓની મદદથી મેં મિત્રોની શોધ ચલાવી. ૨૫ જેટલા મિત્રોની યાદી તૈયાર થઈ. મેં તેમને ઘેર આમંત્રણ આપ્યું. તેમનો દેખાવ તો ઓળખાય નહિ એટલો બદલાઈ ચૂક્યો હતો. છતાંય એ મુલાકાત મારા માટે ઘણા આનંદની બની રહી. મારા વ્યક્તિગત જીવન માટે પણ એ મુલાકાત મદદરૂપ બની રહી. તેમની સાથેની વાતચીતો દરમ્યાન હું મુખ્યમંત્રી છું એ ખ્યાલ સાવ ઓગળી ગયો. આનંદની આ પળો સંસ્કારયજ્ઞ સમાન બની રહી. બાળપણમાં હતો એવો જ હું કાયમ માટે બની રહું તો કેવી મજા આવે એવો વિચાર મને થઈ આવ્યો. મુખ્યમંત્રીનું પદ મારા માથે સવાર ન થઈ જવું જોઈએ એ બાબત પણ હું શીખી શક્યો.
મુખ્યમંત્રી બન્યા બાદ મારી બીજી પ્રબળ ઈચ્છા હતી કે મારા દરેક શિક્ષકને ઘરે બોલાવું, તેમનાં પ્રત્યે આદરપ્રેમ જતાવું અને મારા જીવનઘડતરમાં તેમનાં પ્રદાન બદલ તેમનો ઋણસ્વીકાર કરું.
૧૭ નવેમ્બર ૨૦૦૫ નાં રોજ મને આ અવસર મળ્યો. મારા પુસ્તક ‘કેળવે તે કેળવણી’ નાં વિમોચન કાર્યક્રમ વખતે મેં મારા દરેક શિક્ષકોને આમંત્રણ આપ્યું. જાહેરમાં તેમનો ચરણસ્પર્શ કરીને આદર વ્યક્ત કર્યો. આ પળોએ મારું હૈયું આનંદથી ભરાઈ આવ્યું.
આ પ્રસંગે મારા ૯૦ વર્ષનાં એક શિક્ષક સહિત ૩૫ શિક્ષકોએ મને અંતરથી આશિષ આપ્યા. દરેક શિક્ષકે એક કે બીજી રીતે મારા જીવનનાં ઘડતરમાં ફાળો આપ્યો હતો. વિદ્યાર્થીકાળની મધુર યાદોને વાગોળવાનો આ પ્રસંગ બની રહ્યો.
The release of the book “Kelave te Kelavani” on November 27, 2005
આ પુસ્તક ઈ-બુક સ્વરૂપે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. નીચે આપેલી લિન્ક પરથી તમે આ પુસ્તક વાંચી શકશો.
The Yoga of Education (English), Kelave te Kelavani (Gujarati), Kelave te Kelavani (Tamil)
મને ખાત્રી છે કે ગુજરાતમાં શિક્ષણનાં ક્ષેત્રે કેવા પગલાં લેવાઈ રહ્યા છે તે જાણવું શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો તથા અન્ય સૌ કોઈને ગમશે. વિતેલાં એક દશક દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઘણી નવીન પહેલો કરવામાં આવી અને નવા સિમાચિન્હો સર કરવામાં આવ્યા.
તમામ બાળકો, ખાસ કરીને કન્યાઓ, શાળામાં પ્રવેશ લે એ બાબતને અમે સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું. રાજ્યનાં લોકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ પેદા કરવા રાજ્ય સરકાર દ્વારા જુન ૨૦૦૩-૦૪ થી પ્રત્યેક વર્ષે શાળાપ્રવેશોત્સ્વ અને કન્યા કેળવણી જેવા અભિયાનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળાપ્રવેશોત્સ્વ અભિયાનમાં સમગ્ર વહીવટીતંત્ર જોડાય છે અને રાજ્યનાં પ્રત્યેક તાલુકાની શાળાઓની મુલાકાત લે છે.
પ્રાથમિક શિક્ષણનો પ્રશ્ન શિક્ષણની ગુણવત્તા સાથે પણ સંકળાયેલો છે. શાળાની કામગીરીનું મુલ્યાંકન કરવા માટે અમે 'ગુણોત્સ્વ' કાર્યક્રમનું આયોજન કર્યું છે જે અંતર્ગત શાળાની કામગીરીનું મુલ્યાંકન કરીને તેને ગ્રેડ આપવામાં આવે છે. શાળાઓમાં આંતરમાળમાકિય સુવિધાઓમાં સુધાર આવે અને ઉત્તમ શિક્ષકો મળી રહે તે માટે અમે વિશેષ ધ્યાન રાખ્યું છે. પ્રાથમિક શિક્ષણ ઉપરાંત ગુજરાતે ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. અહીં બ્લોગમાં આ અંગેની વિસ્તૃત માહિતી આપવી તો શક્ય નથી પણ અહીં નીચે હું સરકારનાં વિવિધ પગલાઓ અને તેના પરિણામોની આછી ઝલક આપને આપી રહ્યો છું.
* ૨૦૦૧ માં સાક્ષરતા દર ૬૯.૧૪% હતો જે વધીને ૨૦૧૧માં ૭૯.૩૧% થયો, જે ૧૦.૧૭%નો વધારો સૂચવે છે.

* સ્ત્રીસાક્ષરતા દર જે ૨૦૦૧ માં ૫૭.૮૦% હતો તે આશરે ૧૩% ની વૃધ્ધિ સાથે ૨૦૧૧ માં ૭૦.૭૩% થયો.

ધોરણ ૧ થી ૫ માં સ્કુલ ડ્રોપઆઉટ દર વર્ષ ૨૦૦૦-૦૧ માં ૨૦.૯૩% હતો જે નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને ૨૦૧૦માં ૨.૦૯% જેટલો થયો.
- રાજ્યનાં તમામ વર્ગનાં લોકોને શિક્ષણ મળે તેવી નેમ સાથે પાછલા નવ વર્ષ દરમ્યાન ૧.૨ લાખ જેટલા શિક્ષકગણની ભરતી કરવામાં આવી અને આ અઠવાડિયે હજી બીજા ૧૩,૦૦૦ ની ભરતી કરવામાં આવશે. ધોરણ-૮ ને પ્રાથમિક શિક્ષણમાં સમાવ્યા બાદ ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી.
- કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સ્વ જેવા કાર્યક્રમોનાં પરિણામસ્વરૂપ પ્રવેશપાત્ર ઉંમર ધરાવતા લગભગ તમામ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો.
- ૬૪,૦૦૦ જેટલા નવા વર્ગખંડો અને ૪૩,૫૦૦ જેટલા વધારાનાં સ્વચ્છતા-સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું.
- સ્ત્રીસાક્ષરતા દર અંગેનાં તમામ સૂચકોમાં આદિજાતિ વિસ્તારોમાં નોંધપાત્ર વિકાસ જોવા મળ્યો.
- પ્રાથમિક દ્રષ્ટિએ એક એવું અનુમાન લગાવી શકાય કે ૨૦૦૧ બાદ જન્મેલા મોટાભાગનાં બાળકો શિક્ષિત છે.
- વ્યાસાયિક ઈજનેરી કોર્સીસમાં આશરે ૬૫,૦૦૦ જેટલી બેઠકો વધારવામાં આવી.
- તાજેતરનાં વર્ષોમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી, ચીલ્ડ્રન્સ યુનિવર્સિટી, ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ લૉ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન), પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી સહિતની વિશિષ્ટ યુનિવર્સિટીઓની રચના કરવામાં આવી.
વાંચકમિત્રો, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનાં આમંત્રણથી મને આપની નજીક આવવાનો અવસર મળ્યો. હું ટી.ઓ.આઈ. નો આભારી છું. અહીં આપણે અવારનવાર હલકી-ફુલકી વાતો કરીશું. આજે જ્યારે દેશ શિક્ષકદિનની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આવનારી પેઢી 'ટીચીંગ' ને બદલે 'લર્નીંગ' ની પ્રક્રિયા અપનાવે એની ખાસ જરૂર છે.
ડો. રાધાક્રિષ્નને શિક્ષકદિન અંગે આ પ્રકારે નોંધ કરેલી: Instead of celebrating my birthday separately it would be my proud privilege if SEPTEMBER 5 is celebrated as Techers' Day, honoring the efforts put by teachers across the country.
શિક્ષકદિનનાં અવસરે હું આપને ગણેશ ચતુર્થી, રમઝાન ઈદ અને પર્યુષણ પર્વની શુભેચ્છાઓ પાઠવું છું.
જૈન પરપંરામાં પર્યુષણ પર્વે 'મિચ્છામિ દુક્કડમ' કહેવાની પ્રથા છે. મિચ્છામિ દુક્કડમનો અર્થ છે કે 'મન,વચન અને કર્મથી જાણે કે અજાણે જો મેં આપનું દિલ દુભાવ્યું હોય કે ઠેસ પહોંચાડી હોય તો હું આપની ક્ષમા ચાહું છું'.
આપ સૌને મિચ્છામિ દુક્કડમ.
Friends I keep in touch with you through the internet ― Facebook, Twitter, Blog. You can also interact with me at: Interact
The Original Article at TIMES OF INDIA


