His Excellency President Hollande एवं उपस्थित मीडिया के सभी प्रतिनिधि,

10 PM Modi with France President Hollande at the Press Statement (3)

आज यहां फ्रांस आकर मुझे बहुत खुशी हुई है। मैं राष्‍ट्रपति जी का और फ्रांस की जनता का मेरे स्‍वागत और सम्‍मान के लिए हार्दिक अभिनंदन करता हूं। यूरोप की मेरी यह पहली यात्रा है। लेकिन पहली यात्रा मैं फ्रांस से शुरू कर रहा हूं। यह इस बात का प्रतीक है कि भारत और फ्रांस के संबंध कितने गहरे हैं, कितने पुराने हैं, कितने महत्‍वपूर्ण हैं और भविष्‍य में इनका क्या महत्‍व है। फ्रांस भारत के सबसे घनिष्‍ठ मित्रों और विश्‍वसनीय Partners में से एक है। जैसा कि राष्‍ट्रपति जी ने बताया कि हम कई बातों में साझी परंपराओं को ले करके आगे बढ़ रहे हैं। अच्‍छे समय और चुनौती भरे समय में दोनों में फ्रांस भारत के साथ खड़ा रहा है। फ्रांस सदैव भारत के प्रति संवेदनशील रहा है और अंतर्राष्‍ट्रीय मंच पर फ्रांस ने खुलेआम भारत का साथ दिया है और भारत का समर्थन किया है। हम दो बड़े लोकतंत्र देश हैं। हमारे मूल्‍य एक जैसे हैं हमारे हित कई मायने में एक दूसरे के साथ जुड़े हुए हैं, एक दूसरे के पूरक हैं। हमारे संबंध व्‍यापक हैं, जमीन से आसमान तक, सागर से अंतरिक्ष तक और अब साइबर क्षेत्र में भी हम सहयोग कर रहे हैं। आज ऐसा कोई क्षेत्र नहीं है जिसमें फ्रांस और भारत की साझेदारी न हो। आज मेरी और राष्‍ट्रपति ओलौन्द की बहुत अच्‍छी बातचीत हुई। हमारे रक्षा क्षेत्र के संबंध पुराने और गहन हैं। Defense Equipment और Technology में फ्रांस हमेशा एक भरोसेमंद Supplier रहा है। Fighter Jet से लेकर Submarines तक हमारे सहयोग उत्‍तम रहे हैं। भारत में Fighter Air Craft की Critical operational necessity को ध्‍यान में रखते हुए मैंने राष्‍ट्रपति जी से 36 Rafael Jets Flyaway Condition में जल्‍द से जल्‍द दोनों सरकारों के समझौतों के माध्‍यम से खरीदने की बात की है। हम दोनों ने निर्णय किया है कि भारत के लिए यह अलग प्रक्रिया में दिए गए that the terms and conditions would be modified for this purpose, साथ ही साथ राष्‍ट्रपति जी ने Defense क्षेत्र में Make In India का पूरा समर्थन किया है और Make In India सिर्फ Project नहीं बल्कि एक Ambition के रूप में आपने उसकी सराहना की है।

10 PM Modi with France President Hollande at the Press Statement (2) भारत और फ्रांस की कं‍पनियां मिलकर भारत में रक्षा उपकरण बनाएंगी और साथ ही साथ रक्षा तकनीकों का विकास भी करेंगी। इस संदर्भ में आज मेरी फ्रांस की डिफेंस कंपनियों से काफी विस्‍तार से बातें हुई हैं। आज हम भारत और फ्रांस की रक्षा साझेदारी को एक नए स्‍तर पर ले गए हैं। Nuclear Power के क्षेत्र में फ्रांस भारत के प्रमुख साझेदारों में से एक है। मुझे खुशी है कि जैतापुर में Six Nuclear plant बनाने पर हमने प्रगति की है। बिजली बनाने की कीमत को कम करने के संदर्भ में और अधिक तकनीकी क्षमता और Study करने के लिए दोनों पक्षों ने आज समझौता किया है। विशेषकर आज AREVA और L & T के बीच भारत में Forgings बनाने के लिए समझौता हुआ है और मैं मानता हूं कि यह समझौता बहुत ही महत्‍वपूर्ण है। Make In India का यह उत्‍तम उदाहरण होगा और भारत को Advanced Technology के क्षेत्र में एक नई जगह मिलेगी।

10 PM Modi with France President Hollande at the Press Statement (4)International Export Control Regime में सदस्‍यता के लिए भारत फ्रांस के ठोस समर्थन के लिए बहुत आभारी है। अंतरिक्ष सहयोग में भारत और फ्रांस ने 50 वर्ष पूर्ण किए हैं। मुझे खुशी है कि आज राष्‍ट्रपति जी और मैंने भारत और फ्रांस का एक संयुक्‍त Postal Stamp जारी किया है। हमने साथ मिलकर Satellite के निर्माण और Launch में सहयोग को आगे बढ़ाने का निर्णय लिया है। भारत के मंगलयान मिशन के बाद हम अब मिल करके Planetary Exploration में भी सहयोग करेंगे। आज भारत में विश्‍व में सबसे तेज गति से आर्थिक वृद्धि हो रही है। भारत के विकास में फ्रांस बड़ा योगदान दे सकता है और उसका यहां पर भी आर्थिक लाभ होगा। आज सुबह मैं Infrastructure के क्षेत्र में फ्रांस की Industries से मिला था। राष्‍ट्रपति और मैं अभी CEO Forum से भी मिलें। मेरा विश्‍वास बढ़ा है कि फ्रांस की कंपनियां भारत में निवेश बढ़ाएंगी। भारत के Railway Infrastructure के नवीनीकरण में भी हम सहयोग करेंगे। मेरी सरकार की अन्‍य पहलें जैसे Skill Development, Renewable Energy, Energy Efficiency, Smart Cities, Digital India क्षेत्रों में हम फ्रांस के साथ मिलकर आगे बढ़ेंगे। Science and technology हमारे संबंधों का अहम स्‍तम्‍भ है। आज दो महत्‍वपूर्ण समझौते हुए हैं। मैं Ocean Economy का Sustainable विकास यानी कि Blue Revolution पर बहुत बल देता हूं। इस संदर्भ में आज Marine Biology के क्षेत्र में समझौते का विशेष स्‍वागत करता हूं। मुझे बहुत खुशी है कि फ्रांस हमारे साथ मिलकर Urban Heritage और Tourism Promotion में आगे बढ़ेगा। इस क्षेत्र में फ्रांस की क्षमता से सभी परिचित हैं। मुझे राष्‍ट्रपति जी को यह बताते हुए बहुत प्रसन्‍नता हुई कि फ्रांस के नागरिकों को Electronic Travel Authorization के माध्‍यम से आसानी से भारत आने की सुविधा दी जाएगी, जो संबंधों को तो बनाते हैं साथ ही Tourism के लिए भी सरलता पैदा करते हैं। आज हमने समझौता किया है कि दोनों देशों में पढ़ाई के बाद हमारे छात्र देश में और समय रहकर Professional Training कर सकते हैं। जिससे उनको रोजगार मिलने की क्षमता बढ़ेगी। आज विश्‍व में एक चुनौतीपूर्ण माहौल है। कई क्षेत्रों में उथल-पुथल हो रही है। जिससेसभी प्रभावित हैं। बदलती दुनिया में स्थिरता के बारे में कई अनिश्चित प्रश्‍न हैं।

10 PM Modi with France President Hollande at the Press Statement (6)

समुद्री, साइबर और अंतरिक्ष सुरक्षा सभी के लिए चिंता का कारण है। आतंक फैल रहा है और नए-नए स्‍वरूप ले रहा है। विश्‍व के अनेक क्षेत्रों और शहरों में इस चुनौती का सामना किया जा रहा है। चाहे पेरिस हो या मुंबई, भारत और फ्रांस ने एक-दूसरे के दर्द को सहा है और समझा है। इस वैश्विक चुनौती के लिए व्‍यापक वैश्विक Strategy की आवश्‍यकता है। इसमें हर देश का यह दायित्‍व है कि आतंक के विरोध लड़ाई में पूरा समर्थन दें और आतंक समूहों को पनाह लेने न दें और आतंकवादियों को जल्‍द से जल्‍द सजा दें। भारत और फ्रांस इन चुनौतियों को कई मायने में एक तरह से देखते हैं और इस कारण हम अपने सुरक्षा सहयोग को और घनिष्‍ठ करेंगे। इस संदर्भ में हम Indian Ocean के बारे में विचारों का आदान-प्रदान करेंगे। UN Security Council के Reforms हम दोनों का संयुक्‍त दायित्‍व है। भारत की Security Council की Permanent Membership के लिए समर्थन के लिए मैं फ्रांस का बहुत आभारी हूं| मुझे पूरा विश्‍वास है कि इस वर्ष के अंत में पेरिस में होने वाले Cop-21 सम्‍मेलन में फ्रांस के नेतृत्‍व में विश्‍व के लिए एक नया Roadmap बनेगा। भारत और फ्रांस मिलकर Climate Change और ऊर्जा के ‍विषयों पर अपना सहयोग आगे बढ़ाएंगे। अंत में, मैं फिर से राष्‍ट्रपति जी को धन्‍यवाद देता हूं | मुझे विश्‍वास है कि हमारी Strategic Partnership आज एक नई ऊंचाई पर पहुंची है जो दोनों देशों के नागरिकों के भविष्‍य को उज्ज्वल करने में और विश्‍व में शांति, सुरक्षा और समृद्धि को साकार करने में योगदान देगी।

बहुत-बहुत धन्‍यवाद।

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's chip dreams get a Rs 1.25 lakh crore push with Semiconductor Mission 2.0

Media Coverage

India's chip dreams get a Rs 1.25 lakh crore push with Semiconductor Mission 2.0
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

મહામહિમ, માનનીય શ્રીમતી અઝારેલ અર્નેસ્ટા, નેશનલ એસેમ્બલીના સ્પીકર (અધ્યક્ષ), માનનીય શ્રીમતી સિલ્વાન લેમિયેલ, સરકારી વ્યવસાયના નેતા, માનનીય શ્રી બેનોઇટ જ્યોર્જ, વિરોધ પક્ષના નેતા, નેશનલ એસેમ્બલીના માનનીય સભ્યો, અને મારા વહાલા બહેનો અને ભાઈઓ, નમસ્કાર! બોન એપ્રેમિડી!

આ નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી તરીકે તમારી સમક્ષ ઊભા રહેવું એ એક વિશેષ સન્માનની વાત છે. માનનીય સ્પીકર મહાશયા, તમારા ઉષ્માભર્યા શબ્દો માટે હું તમારો આભાર માનું છું.

આજે વહેલાં જ મને ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ સન્માનથી નવાજવા બદલ હું રાષ્ટ્રપતિ એર્મિની અને સેશેલ્સના લોકોનો પણ આભાર માનું છું. આ સન્માન પર્યાવરણ સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહેલા તમામ લોકોને પ્રોત્સાહિત કરશે. હું મારી સાથે ભારતના 140 કરોડ લોકોની ઉષ્માભરી શુભેચ્છાઓ અને મંગલકામનાઓ લઈને આવ્યો છું.

પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.

 

અને તમે જ્યારે તમારી સ્વતંત્રતાના 50 વર્ષની ઉજવણી કરી રહ્યા છો ત્યારે તમારી સાથે જોડાતા મને ખૂબ જ આનંદ થાય છે. આ વિશેષ અવસર પર તમને અને સેશેલ્સના લોકોને ખૂબ ખૂબ અભિનંદન.

માનનીય સભ્યો,

આ નેશનલ એસેમ્બલીને સંબોધિત કરવી એ એક દુર્લભ લાવો છે. આ વિશેષ સન્માન માટે આપનો આભાર. 8મી નેશનલ એસેમ્બલીના નવા ચૂંટાયેલા સભ્યોને અભિનંદન આપવાની હું આ તક ઝડપી લઉં છું. આ પ્રતિષ્ઠિત ગૃહના પ્રથમ મહિલા સ્પીકર બનવા બદલ, માનનીય સ્પીકર મહાશયા, હું તમને પણ અભિનંદન પાઠવું છું.

માનનીય સભ્યો,

આજે એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે આપણી મિત્રતા 50 વર્ષ પહેલાં આપણા રાજદ્વારી સંબંધોની સ્થાપના સાથે શરૂ નહોતી થઈ. તે ઘણો સમય પહેલાં શરૂ થઈ હતી. ઓગસ્ટ 1770 માં, સેન્ટ એન ટાપુ પર 'ધ થેલેમાક' જહાજ પર સવાર થઈને આવેલા લોકોમાં પાંચ ભારતીયો સામેલ હતા. તે દરિયાઈ સફરે તે પછી આવેલા અન્ય ઘણા લોકોને રસ્તો બતાવ્યો. સમય જતાં, તેમની વાર્તાઓ આધુનિક સેશેલ્સની વાર્તાનો એક ભાગ બની ગઈ.

તે આપણને યાદ અપાવે છે કે આપણી વચ્ચેના સંબંધો સરકારો દ્વારા બનાવવામાં આવ્યા નથી. આ સંબંધો લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે, પરિવારો દ્વારા પોષવામાં આવ્યા છે અને પેઢીઓ દ્વારા ટકાવી રાખવામાં આવ્યા છે. હિંદ મહાસાગરે આ શક્ય બનાવ્યું છે. હિંદ મહાસાગર ભારત અને સેશેલ્સને અલગ નથી કરતો, તે આપણને જોડે છે. એટલા માટે આપણે અજાણ્યા તરીકે નથી મળતા, આપણે જૂના મિત્રો તરીકે મળીએ છીએ.

માનનીય સભ્યો,

સેશેલ્સની સૌથી મોટી તાકાત તેના લોકો છે. પેઢીઓથી, વિશ્વના તમામ ભાગોમાંથી લોકો અહીં આવ્યા છે. તેઓ પોતાની સાથે વિવિધ ભાષાઓ, રીત-રિવાજો, માન્યતાઓ અને પરંપરાઓ લાવ્યા છે. અને બધાએ મળીને એક સહિયારી ઓળખ ઊભી કરી છે જે ગર્વથી સેશેલોઈઝ (સેશેલ્સના નાગરિક) તરીકે ઓળખાય છે.

આ નેશનલ એસેમ્બલીનું સૂત્ર કહે છે તેમ - વિવિધતામાં એકતા. તે ક્રેઓલ સંગીતની સુરાવલીઓમાં સાંભળી શકાય છે. તે મુત્યા નૃત્યની લયમાં જોઈ શકાય છે. તે ફેસ્ટિવલ ક્રેઓલ દરમિયાન અનુભવી શકાય છે.

જ્યારે કોઈ રાષ્ટ્ર તેના વારસાની સમૃદ્ધિની ઉજવણી કરે છે, ત્યારે આપણી સંસ્કૃતિઓ વચ્ચેના જોડાણો રોજિંદા જીવનમાં પણ દેખાય છે. તે કરી કોકો, સમોસા અને ચટણીના સ્વાદમાં અનુભવી શકાય છે. તે દીપાવલી, થાઈ પોંગલ અને નવરાત્રિ દરમિયાન ગરબા નૃત્યની ઉજવણીમાં મળી શકે છે. આ તે ક્રેઓલ ભાવના છે જે આપણને આપણી મિત્રતાના ભવિષ્યમાં ભારે આત્મવિશ્વાસ આપે છે.

 

માનનીય સભ્યો,

સમુદ્રી પડોશીઓ તરીકે, આપણે સ્વીકારીએ છીએ કે એકની સુરક્ષા બીજાની સુરક્ષામાં વધારો કરે છે. એકની સમૃદ્ધિ બીજાની સમૃદ્ધિમાં યોગદાન આપે છે. અને આ ક્ષેત્રની સ્થિરતાથી આપણા બધાને ફાયદો થાય છે.

આ વર્ષ આપણી ભાગીદારીની ઊંડાઈનું એક શક્તિશાળી રીમાઇન્ડર (સ્મરણ) આપે છે. 50 વર્ષ પહેલાં, તમારી સ્વતંત્રતાની પરોઢિયે, ભારતનું નૌકાદળનું જહાજ, આઈએનએસ નિલગિરી, મિત્રતા અને એકતાના પ્રતીક તરીકે પોર્ટ વિક્ટોરિયામાં હાજર હતું. અને આજે, તમારી સાથે ગોલ્ડન જુબલી (સુવર્ણ જયંતિ) ઉજવવા માટે આઈએનએસ તર્કશ અને આઈએનએસ ઇક્ષક પોર્ટ વિક્ટોરિયામાં લંગારેલા છે.

પચાસ વર્ષના સમયગાળાએ ઘણી વસ્તુઓ બદલી નાખી છે. પરંતુ તે એકબીજા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને બદલી શક્યો નથી. દાયકાઓથી, આપણા સંરક્ષણ દળો, કોસ્ટ ગાર્ડ (તટરક્ષક દળો) અને દરિયાઈ એજન્સીઓએ સાથે મળીને તાલીમ લીધી છે અને નજીકથી કામ કર્યું છે. ભારત સેશેલ્સ સંરક્ષણ દળો અને સેશેલ્સ કોસ્ટ ગાર્ડની વ્યાવસાયિકતા અને સમર્પણને ખૂબ મહત્વ આપે છે. તેઓ તમારા પોતાના વિશાળ સમુદ્રી ક્ષેત્ર તેમજ વ્યાપક હિંદ મહાસાગર ક્ષેત્રની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરિયાઈ સુરક્ષા, ક્ષમતા નિર્માણ, હાઈડ્રોગ્રાફી અને મેરીટાઇમ ડોમેન અવેરનેસ (સમુદ્રી ક્ષેત્રની જાગૃતિ) માં આપણો સહયોગ સુરક્ષિત અને વધુ સલામત ક્ષેત્ર પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

હું આજે સવારે રાષ્ટ્રપતિ હર્મિની - ટોન પેટ - ને મળ્યો અને આપણી ભાગીદારીમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી. અમે ભવિષ્ય માટેના અમારા સહિયારા વિઝન વિશે પણ ચર્ચા કરી. અમારું વિઝન 'મહાસાગર' (MAHASAGAR) - તમામ ક્ષેત્રોમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને સર્વગ્રાહી પ્રગતિના વિચારમાં સમાવિષ્ટ છે.

આ વિઝન સ્વીકારે છે કે આપણું ભવિષ્ય પરસ્પર જોડાયેલું અને એકબીજા પર નિર્ભર છે. અને, આપણે સુરક્ષિત અને વધુ સલામત હિંદ મહાસાગર ક્ષેત્ર માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

માનનીય સભ્યો,

જ્યારે લોકો નકશો જુએ છે, ત્યારે તેઓ સેશેલ્સને હિંદ મહાસાગરમાં ટાપુઓના સમૂહ તરીકે જોઈ શકે છે. પરંતુ આપણે કંઈક ઘણું મોટું જોઈએ છીએ. આપણે એક એવું રાષ્ટ્ર જોઈએ છીએ જેની ક્ષિતિજો તેના કિનારાઓથી ઘણી આગળ વિસ્તરેલી છે. તમારું સમુદ્રી ક્ષેત્ર લગભગ 14 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.

આ સેશેલ્સને એક નાનો ટાપુ દેશ નહીં - પરંતુ એક વિશાળ મહાસાગરીય દેશ (લાર્જ ઓશન કન્ટ્રી) બનાવે છે. બ્લુ ઇકોનોમી (સમુદ્ર આધારિત અર્થતંત્ર) વૈશ્વિક ચર્ચાઓનો ભાગ બની તેના ઘણા સમય પહેલાથી જ સેશેલ્સ આ દિશામાં નેતૃત્વ કરી રહ્યું હતું. દરિયાઈ ઇકોસિસ્ટમનું રક્ષણ કરવાનું હોય કે બ્લુ બોન્ડ્સ જેવી નવીનતાઓને આગળ વધારવાની હોય, તમારા દેશે મહત્વપૂર્ણ વૈશ્વિક ચર્ચાઓને આકાર આપવામાં મદદ કરી છે. આપણે સાથે મળીને મત્સ્યઉદ્યોગ, દરિયાઈ વિજ્ઞાન, દરિયાકાંઠાના વ્યવસ્થાપન, નવીનીકરણીય ઊર્જા અને ટકાઉ પ્રવાસનમાં ભાગીદારી બનાવી શકીએ છીએ.

ગઈકાલે, મને અહીંના પ્રતીક સમાન 'કોકો ડી મેર' વૃક્ષનો છોડ રોપવાનું સન્માન મળ્યું હતું. સેશેલ્સની જેમ જ - તે અનોખું, અમૂલ્ય છે અને વિશ્વમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. આ કુદરતી અજાયબીનું રક્ષણ કરવા અને તેને સાચવવા માટે તમારા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો એક વ્યાપક ફિલસૂફી દર્શાવે છે - કે માનવતાએ પ્રકૃતિ સાથે સુમેળમાં જીવવું જોઈએ.

 

આ ભાવના ભારતમાં પણ ઊંડાણપૂર્વક ગુંજે છે. ચાલો આપણે એ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીએ કે આપણી ભાવિ પેઢીઓને એવા મહાસાગરો વારસામાં મળે જે આજે આપણે માણી રહ્યા છીએ તેના કરતાં વધુ સ્વસ્થ, સુરક્ષિત અને વધુ સમૃદ્ધ હોય.

માનનીય સભ્યો,

ગ્લોબલ સાઉથ, અને ખાસ કરીને ટાપુ રાષ્ટ્રો આબોહવા પરિવર્તનથી સૌથી વધુ પ્રભાવિત છે. તેની અસરો આપણા દરિયાકાંઠા પર, દરિયાઈ ઇકોસિસ્ટમમાં, હવામાનની પેટર્નમાં અને આપણા સમુદાયોમાં પહેલેથી જ દેખાઈ રહી છે. આપણે બંને દ્રઢપણે માનીએ છીએ કે જે લોકોએ આબોહવા પરિવર્તનમાં સૌથી ઓછો ફાળો આપ્યો છે તેમણે તેના પરિણામોનો સૌથી મોટો બોજ સહન ન કરવો જોઈએ.

આબોહવાની કાર્યવાહી નિષ્પક્ષતા, જવાબદારી અને સમાનતા દ્વારા માર્ગદર્શિત હોવી જોઈએ. આજ ક્લાઇમેટ જસ્ટિસ (આબોહવા ન્યાય) નો સાર છે.

ભારતે ઉદાહરણ પૂરું પાડીને નેતૃત્વ કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્લા એક દાયકામાં, અમે નવીનીકરણીય ઊર્જાનો વિશ્વનો સૌથી મોટો વિસ્તાર કર્યો છે. અમે મિશન લાઇફ (Mission LiFE) - પર્યાવરણ માટેની જીવનશૈલી દ્વારા ટકાઉ જીવનશૈલીની વકીલાત કરી છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન), કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ અને 'એક પેડ મા કે નામ' - માતા માટે એક વૃક્ષ જેવી અમારી પહેલો દ્વારા, અમે હરિત સંક્રમણને વેગ આપવા માટે ભાગીદાર દેશો સાથે કામ કર્યું છે.

અને ભારત સેશેલ્સ સાથે કામ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે જેથી નાના દ્વીપ વિકાસશીલ દેશોની ચિંતાઓને યોગ્ય ધ્યાન મળે.

માનનીય સભ્યો,

સેશેલ્સ અને ભારત બંને એક એવું વિશ્વ ઈચ્છે છે જ્યાં વિકાસ વધુ સર્વસમાવેશી હોય. આપણે બંને એક એવું વિશ્વ ઈચ્છે છે જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. અમારું માનવું છે કે આપણું સહિયારું ભવિષ્ય સામૂહિક રીતે, સર્વસમાવેશી રીતે અને ન્યાયી રીતે ઘડાવું જોઈએ.

આ માન્યતાએ જ આપણી જી-20 અધ્યક્ષતા દરમિયાન ભારતના પ્રયાસોને માર્ગદર્શન આપ્યું હતું. આ જ ભાવનાથી અમે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આંતરરાષ્ટ્રીય ચર્ચાઓના કેન્દ્રમાં રાખવા માટે કામ કર્યું હતું. અને આ જ ભાવના સાથે અમે આફ્રિકન યુનિયનને જી-20 ના કાયમી સભ્ય તરીકે આવકાર્યું હતું. આ એ ભાવના છે જે ગ્લોબલ સાઉથને એક કરે છે. અને આ જ વિઝન છે જેને ભારત અને સેશેલ્સ સાથે મળીને આગળ વધારતા રહેશે.

માનનીય સભ્યો,

આપણે ભૂતકાળના 50 વર્ષની સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ ત્યારે આપણે ભવિષ્ય તરફ પણ જોવું જોઈએ. સેશેલ્સનું ભવિષ્ય તેના યુવાનો દ્વારા ઘડાશે. આપણને ગર્વ છે કે સેશેલ્સના વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, અધિકારીઓ અને સુરક્ષા દળો દાયકાઓથી ભારતમાં તાલીમ અને અભ્યાસ મેળવી રહ્યા છે.

 

વાસ્તવમાં, એવું કહેવાય છે કે સેશેલ્સમાં દર પચાસ વ્યક્તિમાંથી એક વ્યક્તિએ ભારતમાં કોઈને કોઈ તાલીમ લીધી છે. તેઓ કૌશલ્ય, મિત્રતા અને અનુભવો સાથે સ્વદેશ પરત ફર્યા છે જે આજે પણ આપણી ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

યુવાનો માટે ઇન્ટર્નશિપ પૂરી પાડવાની તમારી 'ઇગ્નાઇટ' (IGNITE) પહેલ વિશે જાણીને મને ખૂબ આનંદ થયો. આ એક ઉત્તમ માળખું છે, અને આપણે આ ક્ષેત્રમાં સહયોગ માટે નવા માર્ગો શોધી શકીએ છીએ.

આવા સહયોગ માટેનું એક મુખ્ય કેન્દ્રિત ક્ષેત્ર ડિજિટલ ઇનોવેશન (ડિજિટલ નવીનતા) હોઈ શકે છે. ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) એ દર્શાવ્યું છે કે કેવી રીતે ટેકનોલોજી તકોનો વિસ્તાર કરી શકે છે, શાસન સુધારી શકે છે, નાણાકીય સમાવેશને વેગ આપી શકે છે અને કરોડો લોકો સુધી સેવાઓ પહોંચાડી શકે છે.

તમે જ્યારે તમારું પોતાનું ડિજિટલ પરિવર્તન કરી રહ્યા છો ત્યારે અમને અમારા અનુભવો અને કુશળતા શેર (વહેંચવામાં) કરવામાં આનંદ થશે. મને પૂરો વિશ્વાસ છે કે સેશેલ્સના યુવાનો આ તકોને તે જ દ્રઢ સંકલ્પ સાથે અપનાવશે જેણે સ્વતંત્રતાના પ્રથમ પચાસ વર્ષોમાં માર્ગદર્શન આપ્યું હતું.

માનનીય સભ્યો,

આજે, આ ઐતિહાસિક સુવર્ણ જયંતિ વર્ષમાં જ્યારે હું તમારી સમક્ષ ઊભો છું, ત્યારે આપણા લોકો અઢી સદી કરતાં પણ વધુ જૂની મિત્રતાની ઉજવણી કરી રહ્યા છે. ખૂબ જ ઓછા સંબંધો આવા મજબૂત પાયા પર બનેલા હોય છે. અને બહુ ઓછી ભાગીદારી આવી ઉષ્મા, વિશ્વાસ અને સદ્ભાવના સાથે વિકસી હોય છે.

આપણે આગળ વધીએ ત્યારે, ચાલો આ પાયા પર નિર્માણ કરવાનું ચાલુ રાખીએ. ભારત તમારો ભરોસાપાત્ર ભાગીદાર રહેશે. અમે તમારી સિદ્ધિઓની ઉજવણી કરીશું. અમે તમારી આકાંક્ષાઓને સમર્થન આપીશું. અને અમે મિત્રો તરીકે તમારી પડખે ઊભા રહીશું.

છેલ્લા 50 વર્ષ અદ્ભુત રહ્યા છે. પરંતુ હું દ્રઢપણે માનું છું કે સેશેલ્સની વાર્તાના શ્રેષ્ઠ પ્રકરણો હજુ લખવાના બાકી છે. અને આપણી મિત્રતાનો શ્રેષ્ઠ સમય હજુ આવવાનો બાકી છે.

ખૂબ ખૂબ આભાર.