Inaugurates pilot Project of the 'World's Largest Grain Storage Plan in Cooperative Sector' in 11 PACS of 11 states
Lays foundation stone for additional 500 PACS across the country for construction of godowns & other agri infrastructure
Inaugurates project for computerization in 18,000 PACS across the country
“Cooperative sector is instrumental in shaping a resilient economy and propelling the development of rural areas”
“Cooperatives have the potential to convert an ordinary system related to daily life into a huge industry system, and is a proven way of changing the face of the rural and agricultural economy”
“A large number of women are involved in agriculture and dairy cooperatives”
“Modernization of agriculture systems is a must for Viksit Bharat”
“Viksit Bharat is not possible without creating an Aatmnirbhar Bharat”

દેશનાં ગૃહ અને સહકારી ક્ષેત્રનાં મંત્રી શ્રીમાન અમિત શાહ, મંત્રીમંડળમાં મારાં સાથીદાર અર્જુન મુંડા, શ્રીમાન પિયૂષ ગોયલજી, રાષ્ટ્રીય સહકારી સમિતિઓનાં પદાધિકારો, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો!

અત્યારે ‘ભારત મંડપમ્’ વિકસિત ભારતની અમૃત યાત્રામાં અન્ય એક મોટી ઉપલબ્ધિનું સાક્ષી બની રહ્યો છે. ‘સહકારથી સમૃદ્ધિ’નો જે સંકલ્પ દેશે લીધો છે, તેને સાકાર કરવાની દિશામાં અત્યારે આપણે વધારે આગેકૂચ કરી રહ્યાં છીએ. કૃષિ અને ખેતીવાડીનો પાયો મજબૂત કરવામાં સહકારીની શક્તિની બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ જ વિચાર સાથે અમે અલગ સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. અને હવે આ જ વિચાર સાથે આજનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અત્યારે અમે આપણાં ખેડૂતો માટે દુનિયાની સૌથી મોટી સંગ્રહ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત દેશનાં ખૂણેખૂણે હજારો વેરહાઉસ બનાવવામાં આવશે, હજારો ગોદામ બનાવવામાં આવશે. અત્યારે 18 હજાર પેક્સના કમ્પ્યુટરાઇઝેશનનું મોટું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. આ તમામ કામ દેશમાં કૃષિ માળખાગત ક્ષેત્રને એક નવો વિસ્તાર આપશે, કૃષિને આધુનિક ટેકનોલોજી સાથે જોડીશું. મેં તમને બધાને આ મહત્વપૂર્ણ અને દૂરગામી પરિણામ લાવતા કાર્યક્રમો માટે બહુ શુભેચ્છા આપું છું. અનેક-અનેક શુભકામનાઓ આપું છું.

 

સાથીદારો,

સહકારી ક્ષેત્ર – ભારત માટે આ બહુ પ્રાચીન વ્યવસ્થા છે. આપણાં શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે –

अल्पानाम् अपि वस्तुनाम्, संहतिः कार्य साधिका ॥

કહેવાનો અર્થ છે કે, નાની નાની વસ્તુઓ, થોડાં થોડાં સંસાધન પણ જોડી દેવામાં આવે તો બહુ મોટાં મોટાં કાર્યો પૂર્ણ કરી શકાય છે. પ્રાચીન ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સહકારની આ જ સ્વયં સ્ફૂર્ત વ્યવસ્થા કામ કરી રહી છે. સહકાર જ આપણા આત્મનિર્ભર સમાજનો આધાર હતો. સહકારી ક્ષેત્ર ફક્ત એક વ્યવસ્થા નથી. સહકાર હકીકતમાં એક ભાવના છે, આ એક જુસ્સો છે. સહકારનો આ જુસ્સો અનેક વાર વ્યવસ્થાઓ અને સંસાધનોની મર્યાદાઓથી પર થઈને આશ્ચર્યજનક પરિણામો આપે છે. સહકાર, આજીવિકા સાથે જોડાયેલી એક સામાન્ય વ્યવસ્થાને મોટી ઔદ્યોગિક ક્ષમતામાં બદલી શકે છે. આ દેશની અર્થવ્યવસ્થા, ખાસ કરીને ગ્રામીણ અને કૃષિ સાથે સંબંધિત અર્થવ્યવસ્થાની કાયાકલ્પ કરવાની એક પ્રામાણિક રીત છે. એક અલગ મંત્રાલય દ્વારા અમે દેશનાં આ સામર્થ્યને અને કૃષિ ક્ષેત્રની વેરવિખેર થયેલી આ ક્ષમતાને જ એકત્ર કરવાનો પણ આ ભગીરથ પ્રયાસ છે. ખેડૂત ઉત્પાદન સંઘ - FPOsનું એક બહુ મહત્વપૂર્ણ ઉદાહરણ આપણી સામે છે. FPOsનાં માધ્યમથી અત્યારે ગામડાનાં નાનાં ખેડૂત પણ ઉદ્યોગસાહસિક બની રહ્યાં છે, પોતાનાં ઉત્પાદનોને વિદેશો સુધી નિકાસ કરી રહ્યાં છે. અમે દેશમાં 10 હજાર FPOs બનાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું હતું. એક અલગ સહકાર મંત્રાલય એનું જ પરિણામ છે. આ મંત્રાલય અંતર્ગત અત્યાર સુધી દેશમાં 8 હજાર FPOsની સ્થાપના થઈ ગઈ છે, આ સંઘ કાર્યરત થઈ ગયા છે. ઘણાં FPOsની સફળતાની ગાથાની ચર્ચા અત્યારે દેશની બહાર પણ થઈ રહી છે. આ જ રીતે એક વધુ સંતોષજનક પરિવર્તન એ આવ્યું છે કે સહકારી ક્ષેત્રનો લાભ હવે પશુપાલકો અને માછીમારો સુધી પણ પહોંચી રહ્યો છે. મત્સ્યપાલનમાં અત્યારે 25 હજારથી વધારે સહકારી એકમો કામ કરી રહ્યાં છે. આગામી 5 વર્ષમાં સરકારનું લક્ષ્યાંક 2 લાખ સહકારી સમિતિઓ બનાવવાનું છે. અને તેમાં એક મોટી સંખ્યા મત્સ્યપાલન ક્ષેત્રની સહકારી સમિતિઓની પણ છે.

સાથીદારો,

સહકારી ક્ષેત્ર શું તાકાત ધરાવે છે એનો અનુભવ મેં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે મેળવ્યો છે. ગુજરાતમાં અમૂલની સફળતાની ગાથા આજે આખી દુનિયા જાણે છો. આપણે બધા દુનિયાભરનાં બજારમાં પહોંચેલા લિજ્જત બ્રાન્ડનાં પાપડ વિશે પણ જાણીએ છીએ. આ તમામ આંદોલનોનું નેતૃત્વ મુખ્યત્વે દેશની મહિલાઓએ કર્યું છે, તેમાં કરોડોની સંખ્યામાં મહિલાઓ જ સામેલ રહી છે. મહિલાઓનાં આ જ સામર્થ્યને જોઈને સરકારે પણ સહકાર સાથે સંબંધિત નીતિઓમાં તેમને પ્રાથમિકતા આપી છે. તમે જાણો છો કે, તાજેતરમાં બહુરાજ્ય સહકારી મંડળી ધારામાં એક સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત બહુરાજ્ય સહકારી મંડળીનાં મંડળમાં મહિલા નિર્દેશકો હોવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આપણાં દેશની સંસદમાં નારી શક્તિ વંદન ધારો પસાર થાય છે, ત્યારે બહુ ચર્ચા થાય છે. પણ એટલી જ શક્તિ ધરાવતો અન્ય એક મહત્વપૂર્ણ કાયદો અમે બનાવ્યો છે. પણ એની બહુ ઓછા લોકો ચર્ચા કરી રહ્યાં છે.

 

સાથીદારો,

સહકારી ક્ષેત્ર ખેડૂતોની વ્યક્તિગત સમસ્યાઓનું સમાધાન કેવી રીતે સામૂહિક શક્તિ સાથે કરે છે એનું એક બહુ મોટું ઉદાહરણ છે – સંગ્રહ. આપણે ત્યાં સંગ્રહ સાથે સંબંધિત માળખાગત સુવિધાનાં અભાવમાં ખેડૂતોને બહુ નુકસાન જતું હતું. અગાઉની સરકારોએ પણ આ જરૂરિયાત પર ક્યારેય ધ્યાન આપ્યું નહોતું. પણ અત્યારે સહકારી સમિતિઓ મારફતે આ સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે. આ ખરેખર મોટી વાત છે – દુનિયાની સૌથી મોટી સંગ્રહ યોજના અંતર્ગત આગામી 5 વર્ષ દરમિયાન 700 લાખ મેટ્રિક ટન સંગ્રહની ક્ષમતા તૈયાર થઈ જશે. આ અભિયાનમાં સવા લાખ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ આવશે. આ યોજના પૂર્ણ થતાં આપણાં ખેડૂતો પોતાનાં ઉત્પાદનોને પોતાની જરૂરિયાત મુજબ સંગ્રહમાં રાખીને સ્ટોર કરી શકશે. તેમને બેંકોમાંથી લોન લેવાની પણ સરળતા મળશે. અને તેઓ ઉચિત સમયે, તેમને બરોબર લાગશે, ત્યારે તેમનો માલ વેચી શકશે. યોગ્ય સમયે પોતાનાં ઉત્પાદન બજારમાં પ્રસ્તુત કરીને વેચી પણ શકશે.

સાથીદારો,

વિકસિત ભારત માટે ભારતની કૃષિ વ્યવસ્થાઓનું આધુનિકીકરણ પણ એટલું જ જરૂરી છે. આપણે કૃષિ ક્ષેત્રમાં નવી વ્યવસ્થાઓ બનાવવાની સાથે જ પેક્સ જેવી સહકારી સંસ્થાઓને નવી ભૂમિકાઓ માટે તૈયાર કરી રહ્યાં છીએ. આ સમિતિઓ હવે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રનું પણ કામ કરી રહી છે. આનાં દ્વારા હજારો પ્રધાનમંત્રી ખેડૂત સમૃદ્ધિ કેન્દ્ર પણ સંચાલિત થઈ રહ્યાં છે. અમે સહકારી સમિતિઓને પેટ્રોલ અને ડિઝલનાં રિટેલ આઉટલેટમાં પણ બદલ્યાં છે. ઘણી સમિતિઓ પર LPG સિલિન્ડર પણ મળી રહ્યાં છે. અનેક ગામડાંઓમાં પેક્સ પાણી સમિતિઓની પણ ભૂમિકા પણ અદા કરી રહી છે. એટલે કે પેક્સની, ઋણ સમિતિઓની ઉપયોગિતા પણ વધી રહી છે, તેમની આવકનાં સાધન પણ વધી રહ્યાં છે. એટલું જ નહીં, સહકારી સમિતિઓ હવે કૉમન સર્વિસ સેન્ટર (સામાન્ય સેવા કેન્દ્ર) સ્વરૂપે ગામડાંઓમાં સેંકડો સરકારી સુવિધાઓ પણ આપી રહી છે. હવે કમ્પ્યુટર મારફતે આ સમિતિઓ ટેકનોલોજી અને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડાયેલી તકોને મોટા પાયે ખેડૂતો સુધી પહોંચાડશે. એનાથી ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન પણ થશે.

 

સાથીદારો,

વિકસિત ભારતનાં સંકલ્પની સિદ્ધિ – આ માટે હું તમારા બધાની ભૂમિકા, સહકારી સંસ્થાઓની ભૂમિકાનું મહત્વ ઘણું વધારે છે એ વાતને સારી રીતે સમજું છું. એટલે તમારી બધા પાસે મારી અપેક્ષાઓ થોડી વધારે છે. અને છેવટે અપેક્ષાઓ જે લોકો કામ કરે છે એની પાસે હોય છે, જે લોકો કશું કરતાં નથી તેમની પાસે અપેક્ષા ન હોય. આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં તમે જેટલું વધારે અને સક્રિય યોગદાન આપશો, આપણે એટલી ઝડપથી લક્ષ્યાંકને પ્રાપ્ત કરીશું. આત્મનિર્ભર ભારતનું નિર્માણ કર્યા વિના વિકસિત ભારતનું નિર્માણ સંભવ નથી. તમારું સામર્થ્ય, તમારી સંગઠનક્ષમતાને જોઈને મનમાં અનેક સૂચનોનો વિચાર આવે છે. આ તમામ સૂચનો હાલ એકસાથે જણાવી નહીં શકું. પણ થોડાં સંકેતો આપવા ઇચ્છું છું. જેમ કે, મારું સૂચન છે કે, આપણી સહકારી સંસ્થાઓની એક યાદી બનાવીએ અને આપણે વિદેશોમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ એની પણ એક યાદી બનાવીએ. પછી આપણે નિર્ધાર કરીએ કે આપણે હવે એની આયાત નહીં કરીએ. સહકારી ક્ષેત્ર તેમાં શું કરી શકે છે. તેમનાં માટે આપણે દેશમાં જ એક સપોર્ટ સિસ્ટમ બનાવવાની છે. આ જવાબદારીઓ સહકારી સંસ્થાઓ બહુ સરળતાપૂર્વક લઈ શકે છે. હવે ભારત ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખાય જ છે, પણ સાથે સાથે સચ્ચાઈ એ છે કે કૃષિપ્રધાન દેશ સ્વરૂપે આપણે છેલ્લાં 75 વર્ષથી ગર્વ લઈએ છીએ. પણ કમનસીબી એ વાતની છે કે, હજારો કરોડો રૂપિયા રૂપિયાનું ખાદ્ય તેલ દર વર્ષે આયાત કરીએ છીએ. આપણે ખાદ્ય તેલમાં આત્મનિર્ભર કેવી રીતે થઈ શકીએ, આ જ માટીમાં પેદા થતાં તેલીબિયા, તેમાંથી નીકળતું તેલ આપણાં નાગરિકોનાં જીવનને વધારે તાકાત આપી શકે છે. અને આ માટે જો મારાં સહકારી ક્ષેત્રનાં સાથીદારો કામ નહીં કરે તો કોણ કરશે? હું સાચું કહું છું કે નહીં, તમે જ કરશો ને, કરવું જોઈએ ને. આપણે ખાદ્ય તેલ પણ બહારથી મંગાવીએ છીએ અને ઊર્જા માટે તે ઇંધણ જોઈએ, કાર ચલાવવા, ટ્રેક્ટર ચલાવવા માટે પેટ્રોલ, ડિઝલ – આ તમામ ઇંધણ સાથે સંબંધિત આપણાં દેશનું આયાત બિલ પણ – એને પણ આપણે ઓછું કરવાનું છે. આ માટે આપણે ઇથેનોલને લઈને આજે બહુ મોટું કામ કરી રહ્યાં છીએ. છેલ્લાં 10 વર્ષ દરમિયાન ઇથેનોલનું ઉત્પાદન, ખરીદી અને મિશ્રણ – આ ત્રણેયમાં અનેકગણો વધારો થયો છે. અત્યારે આ કામ મોટા ભાગને ખાંડની મિલો કરી રહી છે અને સરકારી કંપનીઓ તેમની પાસેથી ઇથેનોલ ખરીદે છે. શું તેમાં સહકારી સમિતિઓ સામેલ ન થઈ શકે? જેટલી વધારે સામેલ થશે, એટલી જ એનો સ્કેલ વધશે. દાળોની આયાત ઓછી કરવા, તમે જુઓ કૃષિપ્રધાન દેશ દાળની આયાત કરીને ખાય છે. દાળોની આયાતને ઓછી કરવાની બાબતમાં પણ મારાં સહકારી ક્ષેત્રનાં લોકો બહુ મોટું કામ કરી શકે છે, મોખરાની ભૂમિકા અદા કરી શકે છે. ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલી પણ અનેક નાની-નાની ચીજવસ્તુઓ છે, જેની આયાત આપણે બધા કરીએ છીએ, પણ સહકારી ક્ષેત્રની મદદ સાથે આપણે તેમને દેશમાં જ બનાવી શકીએ છીએ.

સાથીદારો,

અત્યારે આપણે સજીવ ખેતી પર બહુ ભાર મૂકીએ છીએ. તેમાં પણ સહકારી ક્ષેત્ર બહુ મોટી ભૂમિકા ભજવી શકે છે. અન્નદાતાને ઊર્જાદાતા અને અન્નદાતાને ખાતરદાતા બનાવવામાં પણ સહકારી ક્ષેત્રની મોટી ભૂમિકા છે. જો સહકારી ક્ષેત્ર તેમાં સામેલ થઈ જાય, તો બહુ ઝડપથી પરિણામ મળશે. હવે જુઓ રુફ ટોપ સોલર હોય કે પછી ખેતરમાં નાની નાની સોલર પેનલ લગાવવાની હોય, તેમાં 50થી 60 ખેડૂત એકત્ર થઈને એક સહકારી સંસ્થા બનાવી દે, સોલર પેનલ લગાવી દે અને તે સહકારી સંસ્થા વીજળી પેદા કરે, વીજળીનું વેચાણ કરીએ, ખેડૂતોને પણ વેચે, સરકારને પણ વેચે, આ રીતે સરળતાપૂર્વક સહકારી સંસ્થા કામ કરી શકે છે આજકાલ આપણે જોઈ રહ્યાં છીએ કે ગોબરધન યોજનામાં મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ આવી રહી છે. આ ઊર્જાનો બહુ મોટો સ્ત્રોત બનશે. શું સહકારી ક્ષેત્ર તેમાં પાછળ કેમ રહી જવી જોઈએ? વેસ્ટ ટૂ વેલ્થ (કથિરમાંથી કંચન)નું કામ હોય, ગોબરમાંથી બાયો-સીએનજી બનાવવાનું હોય, જૈવિક ખાતર બનાવવાનું હોય – આ તમામમાં સહકારી સંસ્થાઓનું વિસ્તરણ થઈ શકે છે. એનાથી દેશનું ખાતર સાથે સંલગ્ન આયાત બિલ પણ ઓછું થઈ જશે. આપણાં ખેડૂતો, નાનાં ઉદ્યોગસાહસોનાં ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડિંગનાં કામમાં પણ તમારે આગળ આવવું જોઈએ. હવે જુઓ અગાઉ ગુજરાતમાં અગાઉ જે ડેરીઓ હતી તે બધી અલગ-અલગ નામો સાથે કામ કરતી હતી. જ્યારથી અમૂલ એક બ્રાન્ડ બની ગઈ છે, ડેરી બહુ છે, અલગ-અલગ છે. પણ અમૂલ એક બ્રાન્ડ બની ગઈ છે. અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એનો અવાજ સંભળાય છે. આજે પણ આપણે અલગ-અલગ ઉત્પાદનની એક કોમન બ્રાન્ડ બનાવી શકીએ છીએ. આપણે આપણાં જાડાં અનાજો કે મિલેટ્સ એટલે કે શ્રી અન્ન આ બ્રાન્ડને દુનિયાને દરેક ડાઇનિંગ ટેબલ પર પહોંચાડવાનો, દુનિયાનાં દરેક ખૂણે આ બ્રાન્ડને પહોંચાડવાનો આપણો લક્ષ્યાંક હોવો જોઈએ. આ માટે સહકારી ક્ષેત્રને એક વ્યાપક કાર્યયોજના બનાવવા આગળ આવવું જોઈએ.

 

સાથીદારો,

ગામડાંની આવક વધારવામાં સહકારી ક્ષેત્રનું બહુ મોટું પ્રદાન હોઈ શકે છે. અમે તો ડેરી ક્ષેત્રમાં એક સ્પષ્ટ પરિવર્તન થતાં જોયું છે. હજુ છેલ્લાં 30 દિવસ દરમિયાન હું કોઈને કોઈ જગ્યાએ સહકારી ક્ષેત્રનાં કાર્યક્રમમાં જ રહ્યો છું. અગાઉ અમદાવાદમાં અમૂલનાં 50 વર્ષ થયા એ કાર્યક્રમમાં સામેલ થયો. પછી કાલે બનારમાં હતો, કાશીમાં, ત્યાં બનારસ ડેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. બનારસનો અનુભવ છે કે, ત્યાં ડેરી સહકારી ક્ષેત્રનું આગમન થવાથી બહેનો પશુપાલકોની આવક એકાએક ઝડપથી વધી રહી છે. સહકારી ક્ષેત્રનું વિસ્તરણ થવાથી અન્ય એક ક્ષેત્રમાં પણ સહકારી ક્ષેત્ર કાર્યરત થયું છે, તેમાં તેનો પ્રવેશ થયો છે. મેં ગુજરાતનાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કર્યો હતો કે તમે મધની દુનિયામાં પ્રવેશ કરો. આપણે શ્વેત ક્રાંતિ કરી છે, હવે આપણે મીઠી ક્રાંતિ કરીએ. અને મધનાં ક્ષેત્રમાં આપણા લોકો આગળ આવ્યાં છે. મધ ક્ષેત્રનાં ખેડૂત અત્યારે કેટલો લાભ ઉઠાવી રહ્યાં છે. તે એ પણ જાણો છો કે, છેલ્લાં 10 વર્ષ દરમિયાન મધનું ઉત્પાદન 75 હજાર મેટ્રિક ટનથી વધીને હવે લગભગ દોઢ લાખ મેટ્રિક ટન પહોંચી ગયું છે. મધની નિકાસમાં પણ 28 હજાર મેટ્રિક ટનથી 80 હજાર ટનની વૃદ્ધિ થઈ છે, 80 હજાર મેટ્રિક ટનની. તેમાં NAFED (નાફેડ) અને TRIFED (ટ્રાઈફેડ)ની સાથે સાથે રાજ્યોની સહકારી સંસ્થાઓએ પણ મોટી ભૂમિકા અદા કરી છે. આ દાયરામાં આપણે વધારે આગળ વધવાનું છે.

સાથીદારો,

ગુજરાતમાં અમે જોયું કે, જ્યારે દૂધનાં રૂપિયા સીધા બહેનોનાં બેંક ખાતાઓમાં જમા થવાની શરૂઆત થઈ છે, ત્યારે તેનું એક સાર્થક સામાજિક પરિવર્તન આવ્યું. હવે તો સહકારી સમિતિઓ, આપણાં પેક્સ કમ્પ્યુટરાઇઝ થઈ ગયા છે. એટલે હવે એ સુનિશ્ચિત થવું જોઈએ કે જે પણ કામ થયું હોય, જે પણ ચુકવણી થઈ હોય એ ડિજિટલી થાય. ખાસ કરીને સહકારી બેંકોને ડિજિટલ ટેકનોલોજી આત્મસાત કરવા માટે ઝડપથી કામ કરવું જોઈએ. અન્ય એક વિષય સોઈલ હેલ્થ કાર્ડનો છે. અમે માટીની ગુણવત્તા તપાસવા માટે જમીનનું પરીક્ષણ કરવા આટલો મોટો કાર્યક્રમ બનાવ્યો છે. મારો સહકારી સંસ્થાઓને, PACS સાથે આગ્રહ છે કે, તમે જમીનનું પરીક્ષણ કરવા નાની-નાની પ્રયોગશાળાઓ પોતાનાં વિસ્તારોમાં બનાવો. ખેડૂતોને ટેવ પાડો કે તેઓ સતત પોતાની જમીનની ગુણવત્તા પર ધ્યાન રાખે, માટીની ગુણવત્તા પર નજર રાખતાં રહીએ. જમીનનું પરીક્ષણ કરવા માટે નેટવર્ક બનાવીએ.

 

સાથીદારો,

સહકારી ક્ષેત્રમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી કેવી રીતે વધે, એને લઈને પણ આપણે આપણાં પ્રયાસો વધારવા પડશે. અને હું તો ખેડૂતો જોડાયેલા છે એ સહકારી ક્ષેત્રમાં તેઓ કામ કરી શકે છે. સાથે હું તેમને કહી શકું છું કે, તમને જે ડિવિડન્ડ વગેરે મળે છે એ હવે તમને મફતમાં તમારી સંસ્થા તરફથી જમીનનું પરીક્ષણ કરીને આપવામાં આવશે. તેમને શીખવવામાં આવશે કે ભાઈ તમે જમીનનાં પરીક્ષણનાં અનુભવને આધારે પોતાનાં પાક પર ધ્યાન કેન્દ્રિત કરો.

સાથીદારો,

એનાથી સહકારી ક્ષેત્રમાં નવીનતા આવશે, એક નવી ઊર્જા મળશે સહકારી ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસની, તાલીમની, જાગૃતિ વધારવાની પણ બહુ વધારે જરૂર છે. ઘણું પરિવર્તન થઈ ગયું છે, અને ઘણી ચીજોનું દસ્તાવેજીકરણ થવું જોઈએ. વાતો કરવી અને એને આધારે કામ કરવું એ જમાનો પસાર થઈ ગયો છે. આ માટે તાલીમ આપવી બહુ જરૂરી છે અને આ માટે પ્રયાસ થવો જોઈએ. PACSને, સહકારી સમિતિઓને એકબીજા પાસેથી શીખવું પણ પડશે. અનેક સહકારી સંસ્થાઓ નવીન અભિગમ સાથે કામ કરી રહી છે. ઘણી પહેલો ભરી રહી છે. દેશનાં અન્ય વિસ્તારોમાં આ અંગે જાણકારી હોતી નથી. શું આપણે સારામાં સારી રીત એકબીજા સાથે વહેંચવા માટે કોઈ સામાન્ય પોર્ટલ બનાવી શકીએ. અને તમામ લોકો પોતપોતાનાં નવા અનુભવ, નવી-નવી રીતો એના પર અપલોડ કરતાં જાય. આ શ્રેષ્ઠ રીતોને આગળ કેવી રીતે વધારવામાં આવે એ માટે ઓનલાઇન તાલીમની વ્યવસ્થા હોય, કોઈ મોડ્યુલ બને. તમે જાણો છો કે, આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, આકાંક્ષી જિલ્લાઓનું અભિયાન આ કાર્યક્રમમાં એની એક વિશેષતા છે. સ્વસ્થ સ્પર્ધા, તંદુરસ્ત સ્પર્ધાનું, રેકિંગની એક સિસ્ટમ બનાવી છે. અને દિવસમાં દસ વાર રેન્કિંગમાં વધઘટ થતી રહી છે. દરેક અધિકારી વિચારે છે કે, મારો જિલ્લો આગળ નીકળી જાય. શું આપણે સહકારી ક્ષેત્રનાં અલગ-અલગ વર્ટિકલ બનાવવા ન જોઈએ. એક પ્રકારની સહકારી સંસ્થાઓનું એક વર્ટિકલ, બીજા પ્રકારની સહકારી સંસ્થાઓનું બીજું વર્ટિકલ અને એક એવી વ્યવસ્થા બનાવીએ કે તેમાં પણ સતત સ્વસ્થ સ્પર્ધા ચાલતી હોય. સહકારી સંસ્થાઓમાં આ સ્પર્ધા થાય. તેમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને ઈનામની વ્યવસ્થા હોય. આ પ્રકારની સહકારી સંસ્થાઓમાંથી એક નવી બાબત બહાર આવે. એક બહુ મોટું આંદોલન, જેને સરકાર અને સહકારી સંસ્થાઓ મળીને તેને એક નવું સ્વરૂપ, એક નવો રંગ આપી શકે છે.

 

સાથીદારો,

એક બાબત સહકારી સંસ્થાઓ સાથે એક પ્રશ્રાર્થ લઈને ચાલી રહી છે. સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પારદર્શકતા લાવવી બહુ જરૂરી છે. એનાથી લોકોનો વિશ્વાસ વધશે. મહત્તમ લોકો જોડાશે.

સાથીદારો,

સહકારી સમિતિઓને સમૃદ્ધિનો આધાર બનાવવા માટે અમારી સરકાર તેમની સામે ઉપસ્થિત થઈ રહેલાં પડકારોને પણ ઓછા કરી રહી છે. તમને યાદ હશે, આપણે ત્યાં કંપનીઓ પર સેસ ઓછો લાગતો હતો, પણ સહકારી સમિતિઓને વધારે સેસ આપવો પડતો હતો. અમે 1 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીની આવક ધરાવતી સહકારી સમિતિઓ પર લાગુ સેસને 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો છે. એનાથી સમિતિઓની પાસે કામ કરવા માટે મૂડી પણ વધી રહી છે. તેમના માટે એક કંપનીની જેમ આગેકૂચ કરવાનો માર્ગ મોકળો થયો છે. સહકારી સમિતિઓ અને કંપનીઓ વચ્ચે વૈકલ્પિક કરવેરામાં પણ અગાઉ ફરક હતો. અમે સમિતિઓ માટે લઘુતમ વૈકલ્પિક કરવેરાને સાડા 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરી દીધો છે. અને કોર્પોરેટ દુનિયાની હરોળમાં એને બરોબર લાવીને મૂકી દીધી. એક મુશ્કેલી એ પણ હતી કે, સહકારી સમિતિઓને 1 કરોડથી વધારે ઉપાડ પર TDS ચુકવવો પડતો હતો. અમે આ ઉપાડની મર્યાદા વધારીને વર્ષે 3 કરોડ રૂપિયા કરી દીધી છે. આ લાભનો ઉપયોગ હવે સભ્યોનાં હિતમાં થઈ શકશે. મને વિશ્વાસ છે કે, સહકારની દિશામાં આપણાં આ સહિયારા પ્રયાસો દેશનાં સામૂહિક સામર્થ્યથી વિકાસની તમામ સંભાવનાઓને ખોલશે.

આ જ કામના સાથે, તમારો બધાનો હું બહુ આભાર માનું છું! અને મને અમિતભાઈએ જણાવ્યું છે કે લાખો લોકો આજે અલગ-અલગ કેન્દ્રોમાં એકત્ર થયા છે. હું તેમનો પણ એટલાં જ ઉત્સાહ અને ઉમંગ સાથે આજની આ મહત્વપૂર્ણ પહેલમાં સામેલ થવા બદલ તેમનો પણ આભાર માનું છું અને તેમને પણ હું શુભેચ્છાઓ આપું છું. આવો, આપણે ખરાં અર્થમાં સહકારની ભાવનાને લઈને ખભેખભો મિલાવીને વિકસિત ભારતનાં લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે નીકળી પડીએ, એક સાથે ચાલીએ, એક દિશામાં ચાલીએ અને આપણે પરિમાણ પ્રાપ્ત કરતાં રહીશું. બહુ આભાર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Female-powered literacy surge in rural India: Government highlights key initiatives and challenges

Media Coverage

Female-powered literacy surge in rural India: Government highlights key initiatives and challenges
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Madhya Pradesh meets Prime Minister
December 10, 2024