For the last four years, efforts are being made to develop Kashi in accordance with the requirements of the 21st century: PM
New Banaras - a blend of spirituality and modernity - is being developed, for a New India: PM Modi
Kashi is emerging as an important international tourist destination, says PM Modi
Work is in full swing for an Integrated Command and Control Centre, that would make Varanasi a Smart City: PM
Smart City Initiative is not just a mission to improve infrastructure in cities, but also a mission to give India a new identity: PM Modi

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ શ્રી રામ નાઈકજી, અહીંનાં ઓજસ્વી, તેજસ્વી, પરિશ્રમી, યશસ્વી મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારી સાથી શ્રી મનોજ સિંહાજી, સંસદમાં મારાં સાથી અને મારાં બહુ જૂનાં મિત્ર અને ભારતીય જનતા પક્ષનાં પ્રદેશપ્રમુખ શ્રી મહેન્દ્રનાથ પાંડે, જાપાન રાજદૂતનાં ચાર્જ ધ અફેર શ્રી હિરેકા અસારીજી તથા બનારસનાં મારાં ભાઈઓ અને બહેનો.

હું સૌપ્રથમ દેશનું ગૌરવ વધારનારી એક દિકરીની પ્રશંસા કરવા ઇચ્છું છું. તમે લોકોએ જોયું હશે કે આસમનાં નવગાંવ જિલ્લાનાં ડીનગામની એક નાની દિકરી હિમા દાસે કમાલ કરી દીધો છે. જેમણે ટીવી પર જોયું હશે તેમને આ ઘટનાની જાણ હશે. મેં આજે એક વિશેષ ટ્વીટ કર્યું હતું. સ્ટેડિયમમાં બેઠેલ કમેન્ટેટેર પણ ચોંકી ગયા હતા, તેને આશ્ચર્ય થયું હતું કે, વિશ્વ ચેમ્પિયનોને પાછળ રાખીને હિંદુસ્તાનની એક દિકરી દરેક સેકન્ડથી આગળ નીકળી ગઈ. તેમનાં માટે પણ આ ચમત્કાર હતો કે, હિંદુસ્તાનની એક દિકરીએ આંતરરાષ્ટ્રીય દિગ્ગજોને પાછળ રાખી દીધા. કમેન્ટેટર જે રોમાંચ સાથે બોલતાં હતાં. તેને સાંભળીને દરેક હિંદુસ્તાનીની છાતી ગર્વથી ફુલાઈ જાય. હિમા દાસે બહુ મોટું કામ પાર પાડ્યું હતું, ભારતનું નામ રોશન કર્યું હતું અને તેનો વિજય નક્કી થયા પછી તે પોતાનો  હાથ ઊંચો કરીને એ તિરંગા ઝંડાની રાહ જોતી દોડી રહી હતી અને જેવો તિરંગો ઝંડો આવ્યો એવો તેણે લહેરાવ્યો. તે આપણાં રાષ્ટ્રધ્વજની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરતી હતી. બીજું, તેણે જીતનો દ્રઢ નિર્ધાર કર્યો હતો. તે પોતાનો અસમિયો ગમછો પણ ગળામાં નાંખવાનું ભૂલી નહોતી. જ્યારે તેને મેડલ મળ્યું, તે ઊભી હતી, હિંદુસ્તાનનો રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો, ત્યારે જન-ગણ-મન શરૂ થયું. તમે જોયું હશે કે, 18 વર્ષની હિમા દાસની આંખોમાંથી ગંગા-જમના વહેતી હતી. તે માં ભારતીને સમર્પિત હતી. આ દ્રશ્ય સવા સો કરોડ હિંદુસ્તાનીઓને એક નવી પ્રેરણા અને ઊર્જા આપે છે. નાનાં ગામમાં ચોખાની ખેતી કરનારા ખેડૂત પરિવારની દિકરી 18 મહિના પહેલા જિલ્લામાં રમતી હતી, ક્યારેય રાજ્યમાં પણ રમી નહોતી, એ અત્યારે 18 મહિનાની અંદર દુનિયામાં હિંદુસ્તાનનું નામ રોશન કરીને આવી ગઈ. હું હિમા દાસને ખૂબ અભિનંદન પાઠવું છું, તમને પણ કહું છું કે, તાળીઓ વગાડીને હિમા દાસનું ગૌરવ ગાન કરો. આપણી એ આસમની દિકરીએ દેશનું નામ રોશન કર્યું છે. ખૂબ-ખૂબ અભિનંદન.

ભાઈઓ અને બહેનો, બાબા ભોલેનાથનો પ્રિય શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. થોડાં દિવસોમાં કાશીમાં દેશ અને દુનિયાભરમાંથી શિવભક્તોનો મેળો જામશે. આ ઉત્સવની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ભાઈઓ અને બહેનો, અત્યારે જ્યારે આપણે ઉત્સવની તૈયારીમાં લાગ્યાં છીએ, ત્યારે સૌપ્રથમ હું એ પરિવારોની પીડા તમારી સાથે વહેંચવા ઇચ્છું છું, જેમણે થોડાં દિવસો અગાઉ થયેલી દુર્ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવ્યાં છે. બનારસમાં જે દુર્ઘટના થઈ, તેમાં અમૂલ્ય જીવ ગુમાવવા પડ્યાં હતાં. આ ખૂબ દુઃખદ ઘટના હતી. તેમાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનાર તમામ પીડિત પરિવારો પ્રત્યે મને લાગણી છે. બીજાની પીડાને વહેંચવી, તેમને સાથ સહકાર આપવો અને સૌહાર્દની ભાવના રાખવી – આ જ કાશીની વિશેષ ઓળખ છે. ભોલેબાબા જેવું ભોળપણ દરેકનાં દુઃખ દર્દને પોતાનામાં સમાવતી ગંગા મૈયા જેવો સ્વભાવ બનારસની ઓળખ છે. દેશ અને દુનિયામાં બનારસી ગમે ત્યાં રહે, પણ તે આ સંસ્કારોને ક્યારેય ભૂલતો નથી. સાથિઓ, સદીઓથી બનારસ અસ્તિત્વમાં છે અને તેની પરંપરાઓમાં રચેલું વસેલું છે. તેની પૌરાણિક ઓળખને ઊંચાઈ પર પહોંચાડવા, કાશીને એકવીસમી સદીની જરૂરિયાત મુજબ વિકસાવવાનો પ્રયાસ છેલ્લાં ચાર વર્ષથી સતત ચાલુ છે. નવા ભારત માટે નવાં બનારસનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો આત્મા પ્રાચીન જ હશે, પણ કાયા આધુનિક હશે. તેની રજે રજમાં સંસ્કૃતિ અને સંસ્કાર હશે, પણ વ્યવસ્થાઓ સ્માર્ટ સિસ્ટમ સાથે સજ્જ હશે. પરિવર્તનનાં માર્ગે અગ્રેસર બનારસની આ તસવીર અત્યારે ચારે તરફ દેખાઈ રહી છે.

અત્યારે મીડિયામાં, સોશિયલ મીડિયામાં કાશીનાં માર્ગો, ચાર રસ્તાઓ, શેરીઓ, ઘાટો અને તળાવોની તસવીરો જે પણ જુએ છે, તેમનું મન આનંદિત થાય છે. માથા પર લટકતાં વીજળીનાં તાર હવે જોવા મળતાં નથી. માર્ગો પર પ્રકાશ પથરાયેલો છે. રંગબેરંગી રોશની વચ્ચે ફુવારાનાં દ્રશ્યો મનને સ્પર્શી જાય છે. સાથિઓ, છેલ્લાં ચાર વર્ષ દરમિયાન બનારસમાં હજારો કરોડો રૂપિયાનું રોકાણ થઈ ગયું છે અને આ ક્રમ સતત ચાલી રહ્યો છે. વર્ષ 2014 પછી અમારી સામે અનેક પડકારો હતાં. અગાઉની સરકારો પાસેથી કાશીનાં વિકાસ માટે બહુ સહયોગ મળ્યો નહોતો. સહયોગ મળવાની વાત તો એક બાજુએ રહી, અમારાં કામમાં અવરોધો ઊભા કરવામાં આવતાં હતાં. પણ જ્યારે તમે જંગી બહુમતી સાથે લખનૌમાં ભાજપની સરકારનું સમર્થન કર્યું છે, ત્યારે સંપૂર્ણ ઉત્તરપ્રદેશમાં કાશીનાં વિકાસને વેગ મળ્યો છે. આજ ક્રમને જાળવી હજુ હમણાં મેં લગભગ એક હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં કુલ 30થી વધારે પ્રોજેક્ટ અહીંનાં માર્ગો, પરિવહન, પાણી પુરવઠા, સુએજ, રાંધણ ગેસ, સ્વચ્છતા અને આ શહેરને સુંદર બનાવવા સાથે સંબંધિત છે. ઉપરાંત આવકવેરા ન્યાયપંચની સર્કિટ બેન્ચની તથા કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ માટે સીજીએચએસ વેલનેસ સેન્ટરની સુવિધાથી પણ અહીંનાં લોકોને બહુ મોટી અનુકૂળતા મળવાની છે.

ભાઈઓ અને બહેનો, બનારસમાં જે પરિવર્તન થઈ રહ્યું છે, તેનો લાભ આસપાસનાં ગામડાઓને પણ મળી રહ્યો છે. આ ગામડાઓમાં પીવાનાં પાણી સાથે જોડાયેલી અનેક યોજનાઓનું પણ આજે લોકાર્પણ થયું છે. અહીં જે ખેડૂત ભાઈઓ-બહેનો આવ્યાં છે, તેમને હું સવિશેષ અભિનંદન આપવા માગું છું. આ સભાસ્થળની પાસે જ પેરિશેબલ કારગો છે, જે અત્યારે બનીને તૈયાર થઈ ગયો છે. તેનો શિલાન્યાસ કરવાની તક મને મળી હતી અને આજે લોકાર્પણ કરવાની પણ તક મળી છે એ મારું સૌભાગ્ય છે. સાથિઓ, કાર્ગો સેન્ટર અહીંનાં ખેડૂતો માટે મોટું વરદાન સાબિત થવાનું છે. બટાટાં, વટાણાં, ટમાટાં જેવી શાકભાજીઓ બહુ ઓછા સમયમાં બગડી જાય છે, તેમનો સંગ્રહ કરવાની ઉચિત વ્યવસ્થા અહીં તૈયાર કરવામાં  આવી છે. હવે તમારે ફળફળાદિ અને શાકભાજીઓને સડવા-બગડવાથી નુકસાની નહીં વેઠવી પડે. રેલવે સ્ટેશન પણ દૂર નથી. તેમાંથી હવે શાકભાજીઓ અને ફળફળાદિ બીજા શહેરોમાં મોકલવામાં પણ તમને સરળતા રહેશે.

ભાઈઓ અને બહેનો, ટ્રાન્સપોર્ટેશનથી ટ્રાન્સફોર્મેશન એટલે કે પરિવહનથી પરિવર્તનનાં આ માર્ગ પર આ સરકાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને દેશનાં પૂર્વીય વિસ્તારો પર અમે સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. થોડાં સમય અગાઉ આઝમગઢમાં દેશનાં સૌથી લાંબા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ પણ આ જ દ્રષ્ટિકોણનો ભાગ છે.

સાથિઓ, કાશી નગરી હંમેશા મોક્ષદાયિની રહી છે અને જીવનનાં સત્યની શોધમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. પણ અત્યારે કાશી જીવનમાં આવતાં સંકટોને તબીબી વિજ્ઞાનનાં માધ્યમથી ઓછું કરવાનું કેન્દ્ર પણ બની રહી છે. તમારાં સાથ-સહકારથી બનારસ પૂર્વીય ભારતનાં એક આરોગ્ય કેન્દ્ર સ્વરૂપે વિકસવા લાગ્યું છે. શૈક્ષણિક ક્ષેત્રમાં જાણીતી આપણી બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) અત્યારે ચિકિત્સાનાં ક્ષેત્રમાં જગપ્રસિદ્ધ છે. તમને જાણીને આનંદ થશે કે, હજુ થોડાં સમય અગાઉ બીએચયુએ એઈમ્સ સાથે વૈશ્વિક સ્તરની આરોગ્ય સંસ્થા બનાવવા માટે સમજૂતી કરી છે. આ રીતે કાશીને આરોગ્યનું કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઝડપથી તેનાં પરિણામો તમને જોવા મળશે. આવા સમયમાં બનારસમાં રહેતા લોકોની સાથે અહીં અવરજવર કરનાર લોકો માટે પણ જોડાણ બહુ મહત્ત્વપૂર્ણ છે. આ માટે રેલવે હોય કે રોડ હોય – અનેક સુવિધાઓ આજે કાશીને મળી રહી છે. આ જ દિશામાં અહીં કેન્ટ રેલવે સ્ટેશનને નવા રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. વારાણસીથી અલ્હાબાદ અને છપરા સાથે જોડનાર ટ્રેકના ડબલિંગનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. વારાણસીથી બલિયા સુધી વિદ્યુતીકરણનું કામ પણ પૂરું થઈ ગયું છે અને અત્યારે આ સેક્શન પર મેમું ટ્રેન પણ ચાલી રહી છે. આજે મેં લીલી ઝંડી આપીને એ ટ્રેનને વિદાય આપી છે. આજે સવારે આ ટ્રેનથી બલિયા અને ગાઝીપુરનાં લોકો અહીં આવશે અને પછી પોતાનું કામ કરીને સાંજે આ જ ટ્રેનમાં પરત ફરશે. હવે લાંબા અંતરની ટ્રેનોની ભીડમાંથી અહીંનાં લોકોને રાહત મળશે.

સાથિઓ, અહીં કાશીમાં ભક્તોને, શ્રદ્ધાળુઓને શ્રેષ્ઠ સુવિધા આપવાનો પ્રયાસ ચાલુ છે. દેશ અને દુનિયામાં બાબા ભોલેનાં જે ભક્તો છે, જેઓ કાશી આવે છે, તેમને અવર-જવરમાં મુશ્કેલી ન પડે એની વ્યવસ્થા કરવામાં આવે છે. પંચકોશી માર્ગને પહોળો કરવાનું કામ પણ આજથી શરૂ થઈ ગયું છે. સાથે-સાથે આસ્થા અને સાંસ્કૃતિક મહત્ત્વનાં જેટલાં સ્થળો કાશીમાં છે તેમને જોડતાં બે ડઝન માર્ગોને સુધારવામાં આવ્યાં છે અથવા નવેસરથી તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. થોડાં સમય અગાઉ આ માર્ગોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ભાઈઓ અને બહેનો, કાશી પર્યટનનાં આંતરરાષ્ટ્રીય નકશાં પર મુખ્ય કેન્દ્ર સ્વરૂપે વિકસી રહ્યું છે. આજે અહીં આંતરરાષ્ટ્રીય સંમેલન સેન્ટર રુદ્રાક્ષનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. બે વર્ષ અગાઉ જાપાનનાં પ્રધાનમંત્રી અને મારાં પરમ મિત્ર શિન્જો આબેજી મારી સાથે કાશી આવ્યાં હતાં અને આ મુલાકાત દરમિયાન તેમણે આ ભેટ ભારતને, કાશીવાસીઓને આપી હતી. આગામી દોઢથી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો છે. બધા કાશીવાસીઓ તરફથી, દેશવાસીઓ તરફથી હું આ ભેટ બદલ જાપાનનાં પ્રધાનમંત્રી શ્રી શિન્જો આબેજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

સાથિઓ, મને ખુશી છે કે કાશી જ નહીં, પણ સમગ્ર ઉત્તરપ્રદેશમાં પર્યટનને યોગીજી અને તેમની ટીમ પ્રોત્સાહન આપે છે. આ માટે સ્વચ્છતા અને સ્મારકોને સુંદર બનાવવાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ખાસ કરીને સ્વચ્છતા પર, સ્વચ્છ ભારત અભિયાનને તમે બધા, ઉત્તરપ્રદેશની જનતાએ આગળ વધાર્યું છે, એ કામગીરી પ્રશંસનીય છે. સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ ભારત માટે તમારું યોગદાન પ્રશંસનીય છે. સાથિઓ, કાશીની મહાનતા, તેની ઐતિહાસિકતા જાળવી રાખવા માટે તમે જે કરી રહ્યાં છો એની તુલના થઈ શકે તેમ નથી.

પણ આપણે ચાર વર્ષ અગાઉનો સમય ન ભૂલવો જોઈએ. ચાર વર્ષ અગાઉ વારાસણીની વ્યવસ્થા સંકટમાં હતી. દરેક તરફ કચરો, ગંદકી, અતિ નબળી સ્થિતિમાં હૉલ-પાર્ક, ખરાબ માર્ગો, ઓવરફ્લો થતી ગટર, થાંભલા પર લટકતાં વીજળીનાં તાર, ટ્રાફિકનાં જામથી પરેશાન આખું શહેર, બાબદપુરા એરપોર્ટ સાથે શહેરને જોડતાં એ માર્ગને પણ તમારે ભૂલ્યાં નહીં હોય, જેનાં પર તમે નિર્ભર રહેતાં હતાં. ખબર નહીં કેટલાં લોકોએ પરેશાની વેઠી હશે, કેટલાં લોકો વિમાન ચુકી ગયા હશે. સ્થિતિ એવી હતી કે, પરેશાનીથી બચવા માટે લોકો એરપોર્ટને બદલે રેલવે સ્ટેશન જવાનું પસંદ કરતાં હતાં. ગંગામૈયાની, તેનાં જુદાં-જુદાં ઘાટની શું સ્થિતિ હતી, એનાથી પણ કોઈ અજાણ નથી. કઈ રીતે સંપૂર્ણ શહેર અને ગામની ગંદકી, કચરાથી ગંગાજીને અસર થઈ રહી હતી અને અગાઉની સરકારો આ તમામ બાબતોથી વાકેફ હોવા છતાં તેને કોઈ પરવા નહોતી. ગંગામૈયાનાં નામે કેટલાં રૂપિયા પાણીમાં વહી ગયા એનો કોઈ હિસાબ નથી. એક તરફ ગંગામૈયાનાં પ્રવાહ પર સંકટ હતું, ગંગાનાં પાણીની શુદ્ધતા પર જોખમ હતું, તો બીજી તરફ લોકોની તિજોરીઓ ભરાતી હતી. આ સ્થિતિમાં અમે ગંગામૈયાને સ્વચ્છ કરવાનું બીડું ઝડપ્યું હતું. અત્યારે ગંગામૈયાને નિર્મળ કરવાનું અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. ફક્ત બનારસ જ નહીં, પણ ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી એકસાથે પ્રયાસ ચાલી રહ્યાં છે. ફક્ત સાફસફાઈ નહીં, પણ શહેરોની ગંદકી ગંગામાં ન આવે, તેની વ્યવસ્થા પણ થઈ રહી છે. આ માટે અત્યાર સુધી લગભગ રૂ. 21,000 કરોડનાં મૂલ્યની 200થી વધારે યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. થોડાં સમય અગાઉ સુએઝ સાથે જોડાયેલા ઘણાં પ્રોજેક્ટનું શિલારોપણ અને લોકાર્પણ અહીં પણ કરવામાં આવ્યું છે. સાથિઓ, સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે, જે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવે, એ બરોબર ચાલે, સારી રીતે ચાલે, કારણ કે અગાઉની સરકારોની આ કાર્યસંસ્કૃતિ રહી છે કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો બનાવવામાં આવતાં હતાં, પણ તેઓ પોતાની ક્ષમતા મુજબ કામ કરતાં નહોતાં કે પછી લાંબા સમય સુધી કાર્યરત રહેતાં નહોતાં. અત્યારે જે પણ પ્લાન્ટ બનાવવામાં આવે છે તેની સાથે-સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, તે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી ચાલવા જોઈએ. એટલે અમે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર બનાવવાની સાથે સાથે તેને ચલાવવા પર પણ ભાર મૂકીએ છીએ. તેમાં સમય અને શ્રમ વધારે લાગે છે, પણ એક સ્થાયી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આગામી સમયમાં તેનું પરિણામ બનારસનાં લોકોને પણ દેખાશે.

ભાઈઓ અને બહેનો, અત્યારે જે કામ થઈ રહ્યું છે, તે બનારસને ‘સ્માર્ટ સિટી’માં પરિવર્તિત કરશે. અહીં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. સંપૂર્ણ દેશનાં વહીવટનું, સરકારી સુવિધાઓનું નિયંત્રણથી અહીં જ થવાનું છે. અત્યારે આવા લગભગ 10 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સાથિઓ, ‘સ્માર્ટ સિટી’ ફક્ત શહેરનાં માળખાને સુધારવાનું અભિયાન નથી, પણ દેશને એક નવી ઓળખ આપવાનું મિશન છે. આ યુવા ભારતનુ, નવા ભારતનું પ્રતીક છે. આ જ રીતે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાન સામાન્ય લોકોનાં જીવનને સુગમ અને સરળ બનાવવાનું કામ કરી રહ્યાં છે. તેમાં આપણું ઉત્તરપ્રદેશ પણ અગ્રણી ભૂમિકા અદા કરી રહ્યું છે. હું યોગીજી અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું કે તમે જે ઉદ્યોગ નીતિ બનાવી છે, રોકાણ માટે જે વાતાવરણ ઊભું કર્યું છે તેનાં પરિણામ અત્યારે સામે આવી રહ્યાં છે. થોડાં દિવસ અગાઉ નોઈડામાં સેમસંગનાં ફોન બનાવતી દુનિયાની સૌથી મોટી ફેક્ટરીનું લોકાર્પણ કરવાની તક મને મળી. તેનાથી રોજગારીની હજારો તકોનું સર્જન થશે. તમને એ જાણીને ગર્વ થશે કે છેલ્લાં ચાર વર્ષમાં મોબાઇલ ફેક્ટરીઓ, મોબાઇલ ફોન બનાવતી ફેક્ટરીઓની સંખ્યા 2થી વધીને 120 થઈ ગઈ છે, જેમાંથી 50થી વધારે ફેક્ટરી આપણાં ઉત્તરપ્રદેશમાં છે. આ ફેક્ટરીઓ ચાર લાખથી વધારે નવ યુવાનોને અત્યારે રોજગારી આપે છે.

સાથિઓ, ‘મેક ઇન ઇન્ડિયા’ની સાથે-સાથે ડિજિટલ ઇન્ડિયા પણ રોજગારીનું સશક્ત માધ્યમ સાબિત થઈ રહ્યું છે. આ કડીમાં અત્યારે અહીં ટાટા કન્સલ્ટેન્સી સર્વિસ એટલે કે ટીસીએસનાં બીપીઓની શરૂઆત થઈ છે. આ કેન્દ્ર બનારસનાં યુવાનો માટે રોજગારની નવી તકો લઈને આવ્યું છે. ભાઈઓ અને બહેનો, જ્યારે રોજગારીની વાત આવે છે, ત્યારે અહીં પણ માતાઓ અને બહેનો પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી છે. સ્વ-રોજગારી માટે મુદ્રા યોજનાનાં માધ્યમથી ગેરેન્ટી વિના લોન કે પછી એલપીજીનું મફત સિલેન્ડર મેળવે છે. ગરીબ માતાઓ અને બહેનોનાં જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે. સ્વચ્છ અને આરોગ્યપ્રદ ઇંધણ બધા સુધી પહોંચે એ માટે અહીં કાશીમાં બહુ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આજે શહેર ગેસ વિતરણ વ્યવસ્થાનું લોકાર્પણ પણ તેનો જ ભાગ છે. આ માટે અલ્હાબાદથી બનારસ સુધી પાઇપલાઇન પાથરવામાં આવી છે. મને ખુશી છે કે, અત્યાર સુધી બનારસમાં 8,000 ઘરોમાં પાઇપ મારફતે ગેસનું કનેક્શન પહોંચી ગયું છે અને ભવિષ્યમાં તેને 40,000થી વધારે ઘરો સુધી પહોંચાડવા માટે કામ ચાલી રહ્યું છે. સાથિઓ, આ ફક્ત ઇંધણ સાથે જોડાયેલી વ્યવસ્થા નથી, પણ સમગ્ર શહેરની સંપૂર્ણ પ્રણાલીને બદલવાનું અભિયાન છે. પીએનજી  હોય કે સીએનજી – આ માળખાગત સુવિધાથી શહેરનાં પ્રદૂષણમાં ઘટાડો થશે. તમે વિચારો, જ્યારે બનારસની બસો, કારો અને ઓટો સીએનજીથી ચાલશે, તો તેનાથી કેટલાં લોકોને રોજગારી મળશે.

સાથિઓ, જ્યારે હું જાપાનનાં પ્રધાનમંત્રીને મળું છું કે કોઈ પણ હિંદુસ્તાની જાપાનનાં પ્રધાનમંત્રીને મળે છે અને જ્યાં પણ જાપાનનાં પ્રધાનમંત્રીને મોકો મળે છે, ત્યાં તેઓ કાશીમાં તેમને આતિથ્યસત્કારનો જે અનુભવ થયો હતો તેનાં વિશે વાત કરે છે. આવું હું સતત જોઈ રહ્યો છું. તેઓ કાશી અને અહીનાં નાગરિકોની પ્રશંસા કરે છે. અગાઉ ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મારી સાથે અહીં આવ્યાં હતાં અને કાશીવાસીઓએ ફ્રાંસનાં રાષ્ટ્રપતિનો જે સત્કાર કર્યો હતો, જે મહેમાનનવાઝી કરી, તેની વાત આખું ફ્રાંસ ગૌરવ સાથે કરે છે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ગર્વ સાથે તેનો ઉલ્લેખ કરે છે. આ કાશીની પરંપરા છે, આ કાશીનું પોતીકાપણું છે, પારકાને પોતાનાં બનાવી લેવાની કળા છે. કાશીએ દુનિયામાં પોતાની સુગંધ પ્રસરાવી છે. કાશીનો આ પ્રેમ, આ સ્નેહ અદભૂત છે. કાશીનાં મારાં ભાઈઓ અને બહેનો, તમને દુનિયાને તમારી મહેમાનનવાઝી દેખાડવાનો, તમારું પોતીકાપણું પ્રદર્શિત કરવાની તક મળી છે. તમે પૂરી તૈયારી કરશો ને? શાનદાર સ્વાગત કરશો ને? કાશીનું નામ રોશન કરશો ને? એક-એક મહેમાનનું આતિથ્યસત્કાર કરશો ને? પાક્કું? પાક્કું, પ્રોમિસ?જુઓ, કાશીમાં 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી પ્રવાસી ભારતીય દિવસનું આયોજન થવાનું છે. દુનિયાભરમાંથી ભારતીય લોકો આ પ્રવાસી ભારતીય દિવસમાં અતિથિ બનવાના છે. દુનિયાભરમાંથી ભારતીય મૂળનાં ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, સરકારી અધિકારીઓ – આ તમામ લોકો 21 થી 23 જાન્યુઆરી સુધી કાશીમાં આવશે. કેટલાંક લોકો તો એવા હશે, જેમનાં પૂર્વજો ત્રણ કે ચાર પેઢી અગાઉ વિદેશ ચાલ્યાં ગયાં હતાં. પછી ક્યારેય પરત ફર્યા નથી. આ પ્રકારનાં લોકોનાં સંતાનો પણ પહેલી વાર ભારતની માટીની મહેંક માણશે, તેનાં દર્શન કરશે. મને જણાવો કે આટલી મોટી ઘટના કાશી માટે પ્રતિષ્ઠાપાત્ર છે કે નહીં? આ લોકોનાં સ્વાગતની તૈયારી આપણે કરવી જોઈએ કે નહીં? દરેક વિસ્તારમાં આ દુનિયામાં આવતાં લોકોની મહેમાન નવાઝીનું વાતાવરણ બનવું જોઈએ કે ન બનવું જોઈએ? દુનિયામાં કાશીની વાહવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ. અત્યારથી તૈયારીમાં લાગી જાવ અને 21 થી 23 તેઓ અહીં રહેશે. અહીંથી તમામ મહેમાનો 24 તારીખે પ્રયાગરાજ કુંભનાં દર્શન કરવા જશે અને 26 જાન્યુઆરીનાં રોજ દિલ્હી પહોંચશે. મારો મારી કાશીવાસીઓને મહેમાન નવાઝી માટે આગ્રહ છે. હું પણ એક કાશીવાસીની જેમ તમારી સાથે ખભે ખભો મિલાવીને એ 21 તારીખે તમારી વચ્ચે રહીશ. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સંપૂર્ણ વિશ્વમાંથી ભારતનાં લોકો આવી રહ્યાં છે. બહુ મોટી અને મહત્ત્વપૂર્ણ ઘટના છે તથા એટલે તમને બધાને હું સ્વાગતની તૈયારી કરવા માટે આમંત્રણ આપું છું.

કાશીનાં મારાં ભાઈઓ અને બહેનો, આજે મને તમારી વચ્ચે આવવાની તક મળી છે. તમને બધાને અનેક યોજનાઓ આજે સમર્પિત કરવાની, શિલાન્યાસ કરવાની તક મળી છે. તમારાં સાંસદ સ્વરૂપે આ મારી જવાબદારી બને છે કે હું તમને જેટલો કામ આવી શકું, જેટલી મહેનત તમારાં માટે કરી શકું એટલી કરતો રહીશ એની ખાતરી આપું છું. હું એક વાર ફરી મારાં કાશીવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મારી સાથે જોરથી બોલો – હર-હર મહાદેવ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature

Media Coverage

IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of Prime Minister addresses the Indian Community in Paris
June 18, 2026

नमस्ते!

बों जू!

ऐसा लग रहा है, आप सब छुट्टी के मूड में हैं।

साथियों,

ये पेरिस शहर, Lights का शहर है, रंगों का शहर है, यहां Art है, Ideas हैं, और innovation की प्रेरणा भी है। इस शहर को भारत के अलग-अलग राज्यों से आए आप सभी लोग और भी खूबसूरत बना देते हैं। नए नए रंगों से भर देते हैं।

कोई तमिल है, कोई पंजाबी है, कोई गुजराती है, तो कोई मराठी है, और कोई बंगाली है। भारत के हर कोने का प्रतिनिधित्व यहां दिखाई देता है।

साथियों,

मैं जब 14 जून को नीस पहुंचा था तो सबसे पहले भारत इनोवेट्स कार्यक्रम में शामिल हुआ था। आज जब मैं फ्रांस से वापसी की तैयारी में हूं तो लग रहा है जैसे भारत कनेक्ट्स कार्यक्रम में आ गया हूं।

फ्रांस में रहने वाले आप लोगों ने 21वीं सदी के भारत-फ्रांस रिश्तों को जिस तरह कनेक्ट किया है, वो हमारी Strategic Partnership की बहुत बड़ी ताकत बन रही है। मैं आप सभी के लिए भारत से 140 करोड़ देशवासियों की शुभकामनाएं लेकर आया हूं। इस आत्मीय स्वागत के लिए, मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं। चुने हुए प्रधानमंत्री के रूप निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चायवाले को यहां तक पहुंचा दिया।

साथियों,

बीते 12 वर्ष, 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का GDP दोगुना हुआ है। Airports की संख्या दोगुनी हुई है। Universities की संख्या भी दोगुनी हो गई है। Highway Construction की स्पीड तीन गुना बढ़ गई। और Metro Network, चार गुणा बड़ा हो गया है।

मैं आपको कुछ और फैक्ट्स दूंगा, उससे आप अंदाजा लगा पाएंगे कि भारत किस स्पीड और कितने बड़े स्केल पर काम कर रहा है। पिछले 12 वर्षों में भारत का Defence Export 35 गुणा यानि Thirty Five Times बढ़ गया है।

औऱ एक फैक्ट सुनिए भारत में मोबाइल मैन्यूफैक्टरिंग यूनिट्स में, 100 गुणा की बढ़ोतरी हुई है। 100 times. भारत अब दुनिया का दूसरा सबसे बड़ा mobile phone manufacturer है। इसी गति, इसी प्रगति का नतीजा है कि आज भारत दुनिया की Fastest Growing Major Economy है।

साथियों,

आज भारत की कहानी सिर्फ Economic Progress की कहानी नहीं है। सिर्फ यहाँ अटक नहीं जाती है। ये Social Transformation की भी कहानी है।

पिछले 12 साल में देश में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानि एक ऐसी प्रगति जिसका लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। फ्रांस में जितने घर हैं, उससे भी अधिक पक्के घर बीते 12 वर्ष में हमने जरूरतमंदों के लिए बनाए हैं।

अब हर परिवार के पास, गरीब से गरीब क्यों न हो, Bank Account है। Financial Inclusion एक सरकारी कार्यक्रम नहीं, बल्कि सामाजिक परिवर्तन का अभियान बना है।

साथियों,

इन 12 वर्षों की उपलब्धियों में, एक उपलब्धि ऐसी भी है जिसे किसी आंकड़े से, या अंकों से, नहीं मापा जा सकता। वह है 140 करोड़ भारतीयों का आत्मविश्वास।

आज का भारत और आज के भारत का युवा बहुत बड़े सपने देख रहा है। भारत का किसान नई संभावनाओं के साथ आगे बढ़ रहा है। भारत की महिलाएं नए नेतृत्व का परिचय दे रही हैं। इसलिए ये सिर्फ Achievements के 12 साल नहीं हैं, ये भारत की एस्पिरेशन्स को नई बुलंदी देने का कालखंड रहा है।

साथियों,

एक समय था जब दूर-दराज के गांवों तक आधुनिक सुविधाएं पहुंचाना वाकई बहुत मुश्किल भरा था। आज उन्हीं गांवों में बिजली भी है, इंटरनेट भी है, और डिजिटल सेवाओं की पूरी दुनिया भी है। आज एक क्लिक पर, कभी भी, कहीं भी बैंकिंग सेवाएं उपलब्ध हैं।

आज मोबाइल फोन, भारत के नागरिकों को अनेक सुविधाओं से कनेक्ट कर रहा है। हमारे किसान, हमारे मछुआरे, हमारे dairy farmers, हमारी महिलाएं, हमारे स्टूडेंट्स, सभी टेक्नोलॉजी के माध्यम से सशक्त हो रहे हैं, और अपने लिए नए अवसर बना रहे हैं।

साथियों,

आपने 125 करोड़ से अधिक Aadhaar IDs के बारे में सुना है। लेकिन आज भारत सिर्फ पहचान को डिजिटल नहीं बना रहा। आज करीब 90 करोड़ भारतीयों की Unique Digital Health IDs बनाई जा चुकी हैं। जिससे मेडिकल रिकॉर्ड सुरक्षित और accessible बन गए हैं। इससे हेल्थकेयर डिलीवरी और अधिक आसान और efficient हो रही है।

साथियों,

इन उपलब्धियों की सबसे बड़ी विशेषता यह है कि इनमें से अधिकांश चीजें कुछ वर्ष पहले तक कल्पना जैसी लगती थीं। कौन सोच सकता था कि गांव-गांव तक हाई-स्पीड इंटरनेट पहुंचेगा ? कौन सोच सकता था कि दूर-सुदूर के गांवों में भी QR code जीवन का हिस्सा बन जायेगा ? गांव में कोई बहन, ड्रोन से खेती करने में मदद करेगी, ये भी असंभव लगता था।

लेकिन आज यह सब, भारत के करोड़ों लोगों के जीवन का सामान्य हिस्सा बनता जा रहा है। और आपको गर्व होगा साथियों, यही नए भारत की पहचान है।

जो कभी सपना था, वह आज सच्चाई है। जो कभी नामुमकिन लगता था, वो आज मुमकिन हुआ है, औऱ ये करने के पीछे सबसे बड़ी ताकत क्या है? किसकी वजह से ये सब संभव हुआ है? यह मोदी के कारण नहीं, वो ताकत है- भारत का लोकतंत्र, भारत की डेमोक्रेसी। इस डेमोक्रेसी में सबका साथ है, सबका विकास है।

साथियों,

आज से 50 या 100 साल बाद जब भारत के इस कालखंड की समीक्षा होगी, तो ये बात उभरकर सामने आएगी कि इस कालखंड को भारत की Aspirations ने ड्राइव किया। यह भारत के एस्पिरेशन्स का नया युग है।

जहां बिजली पहुंची है, वहां लोग सिर्फ बिजली नहीं चाहते, वे Smart Living चाहते हैं। जहां ट्रेन पहुंची है, वहां लोग High-Speed Connectivity चाहते हैं। जहां हाईवे बने हैं, वहां लोग World-Class Expressways चाहते हैं। जहां इंटरनेट पहुंचा है, वहां लोग AI और Digital Innovation में नेतृत्व चाहते हैं।

यानि आज भारत के लोग अपने जीवन को भी Next Level पर ले जाना चाहते हैं, और भारत को भी Next Level पर ले जाना उनका मकसद है, उनका संकल्प है, उनके सपने है।

और साथियों,

यही Aspirations आज भारत की विकास यात्रा की सबसे बड़ी शक्ति हैं। मैं आपको भारत की Space Journey का उदाहरण दूंगा।

भारत ने चंद्रयान को चंद्रमा के South Pole पर उतारा। दुनिया ने इसे एक बहुत बड़ी उपलब्धि माना। लेकिन भारत इसे अपनी मंजिल मानकर रुका नहीं। आज देश गगनयान की तैयारी कर रहा है। भारत अंतरिक्ष में अपना Space Station बनाने की दिशा में आगे बढ़ रहा है।

हमारे Space Startups Global Space Economy में अपनी जगह बनाने के लिए पुरजोश काम कर रहे हैं, आगे बढ़ रहे हैं।

साथियों,

Green Energy के क्षेत्र में भी भारत की यही एस्पिरेशंस दिखाई देती है। Solar Power में भारत की उपलब्धियों की दुनिया भर में लगातार चर्चा हो रही हैं। लेकिन भारत अगली छलांग की तैयारी कर रहा है।

Green Hydrogen में बड़े निवेश हो रहे हैं। Advanced Nuclear Energy पर तेजी से काम हो रहा है। आपने भारत के Fast Breeder nuclear Reactor से जुड़ी प्रोग्रेस के बारे में भी सुना ज़रूर होगा। ये भारत के न्यूक्लियर एनर्जी लैंडस्केप में क्रांतिकारी परिवर्तन करने का बहुत बड़ा अचीवमेंट हमारे सीसेन्टिस्टों ने किया है।

साथियों,

आज का भारत भविष्य का पूरा Ecosystem बना रहा है। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है, जो आने वाले दशकों की दिशा तय करेगा।

अभी आपने कुछ दिन पहले ही देखा है नीस में भारत इनोवेट्स का एक आयोजन किया। ये इवेंट भारत के डीप टेक सामर्थ्य को दुनिया तक पहुंचाने का एक और माध्यम था। इसमें भारत के 120 Deep-Tech Startups उपस्थित थे। Bharat Innovates में करीब एक हजार चार सौ B2B Meetings हुईं है। कई Startups के लिए Investment Commitments आगे बढ़ीं, Commercial Orders के लिए रास्ते खुले। French और European Universities तथा Incubators के साथ Engagements बढ़ रही हैं।

Student Exchanges, Joint Research, और Innovation Support के नए रास्ते बने। इसलिए Bharat Innovates सिर्फ एक Summit नहीं रहा। यह Innovation Diplomacy का एक नया मॉडल बना है।

और आज ही पेरिस में VivaTech इवेंट के जरिए, इस यात्रा को हमने और आगे बढ़ाया। नीस में हमने Ideas को Capital से जोड़ा और पेरिस में Indian Innovation को Global Scale से जोड़ा। आज दुनिया देख रही है भारत केवल भविष्य के लिए तैयार नहीं हो रहा है। भारत भविष्य को आकार दे रहा है।

साथियों,

एक समय था, जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे। आज व्यापार के साथ-साथ Trust यानि भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है।

हर देश Reliable Supply Chains चाहता है। हर देश Stable Partnerships चाहता है। हर देश ऐसे साथियों की तलाश में है, जिन पर लंबे समय तक भरोसा किया जा सके। और ऐसे समय में, भारत विश्व में एक Trusted Partner के रूप में उभर रहा है।

एवियां में G7 बैठक के दौरान मैंने trust based partnerships बनाने पर ज़ोर दिया। ग्लोबल साउथ के देशों के साथ equal पार्टनर्स के रूप में आगे बढ़ने का आह्वान किया। भारत का G7 समिट में संदेश था Global Governance तभी प्रभावी होगी जब वह Inclusive होगी। Global Growth तभी Sustainable होगी जब वह शेयर्ड होगी। और Global Technology तभी मानवता के लिए उपयोगी होगी जब वह Trusted होगी।

साथियों,

भारत और दुनिया के बीच व्यापारिक रिश्तों में नई ऊर्जा नज़र आ रही है। फ्रांस के साथ भारत का ट्रेड लगतार बढ़ रहा है। पिछले कुछ वर्षों में भारत ने दुनिया के अनेक देशों के साथ Free Trade Agreements किए हैं। यूरोपियन यूनियन हो, यूनाइटेड किंगडम हो दुनिया के हर देश, हर रीजन के साथ भारत समझौते कर रहा है।

अगले महीने से भारत और UK के बीच ट्रेड एग्रीमेंट भी लागू हो जाएगा। यह एग्रीमेंट भारत के farmers, workers और innovators को अनेक नए अवसर प्रदान करेगा।

साथियों,

आज दुनिया Uncertainty और Disruption के दौर से गुजर रही है। ऐसे समय में भारत और फ्रांस की साझेदारी विश्वास, स्थिरता और सहयोग का एक मजबूत स्तंभ बन रहा है।

इस वर्ष हमने भारत और फ्रांस के संबंधों को Special Global Strategic Partnership का दर्जा दिया था। नीस में मेरे मित्र President Macron और मैंने हमारे संबंधों को force for global good बनाने पर चर्चा की। Defence से लेकर space और नुक्लियर तक AI और क्रिटीकल मिनरल्स से लेकर high speed railway तक, हर क्षेत्र में हम मिलकर आगे बढ़ेंगे।

साथियों,

Solar energy हो, या AI के क्षेत्र में सहयोग हो, भारत और फ्रांस मिलकर ऐसे समाधान विकसित कर रहे हैं जो पूरी मानवता के हित में हैं। पिछले वर्ष पेरिस में और इस वर्ष दिल्ली में हमने AI Summit को Co-chair किया।

अब हम साथ मिलकर अगले वर्ष “तृष्णा” satellite को लॉन्च करने जा रहें हैं। यह “तृष्णा” satellite जो विश्व में फूड और वाटर सिक्युरिटी सुनिश्चित करने में योगदान देगा।

और साथियों,

यह सभी गवर्नमेंट टू गवर्नमेंट पहलो में आप सभी का योगदान बहुत महत्वपूर्ण है। ये आप हैं जो भारत और यूरोप के बीच सबसे मजबूत सेतु हैं। आप दोनों समाजों को समझते हैं। दोनों बाजारों को समझते हैं। आने वाले समय में Talent, Trade, Technology, Tourism और Investment के नए अवसरों को आगे बढ़ाने में आपकी भूमिका लगातार बढ़ने वाली हैं।

साथियों,

भारत और फ्रांस के रिश्तों को साझा इतिहास, साझा मूल्यों और साझा विश्वास ने आगे बढ़ाया है। विश्व युद्धों के दौरान फ्रांस की धरती पर बलिदान देने वाले भारतीय सैनिकों की स्मृतियां आज भी हमें जोड़ती हैं।

मुझे पहले नव शापेल में श्रद्धांजलि देने का अवसर मिला, पिछले वर्ष प्रेसिडेंट मैक्रों के साथ मार्सेय के वॉर मेमोरियल जाने का अवसर भी मिला। ये हमारी साझा विरासत है।

फ्रांस, भारतीयों के योगदान को संजोता भी है और सराहता भी है। भारतीय मूल की नूर इनायत खान हों, जिन्होंने फ्रांस की Resistance के लिए अपना जीवन बलिदान किया, या महाराजा रणजीत सिंह के साथ काम करने वाले जनरल जां फ्रांस्वा अलार हों ये सभी भारत और फ्रांस की साझा विरासत के प्रतीक हैं।

भारत के राज्य पुडुचेरी में भी फ्रेंच विरासत की झलक दिखाई देती है। वहां का Architecture, वहां की कला-संस्कृति और खान-पान सभी में हमारे संबंधों की महेक है।

साथियों,

इस समय फ्रांस समेत पूरी दुनिया में International Yoga Day की तैयारी भी चल रही है। इस अवसर पर मैं, फ्रांस में योग को आगे बढ़ाने वाले श्रीमान महेश घाट्राड्याल जी को भी आदरपूर्वक श्रद्धांजलि देता हूं। मैं पद्म पुरस्कार से सम्मानित, शार्लोत शोपां जी को भी प्रणाम करता हूं। जिन्होंने सौ वर्ष की आयु में भी, योग के माध्यम से फ़्रांस को भारत की विरासत से जोड़ा है। उनका जीवन यह सिद्ध करता है: Yoga does not add years to life, it adds life to years.

साथियों,

मैं फ्रेद नेग्री जी को भी आदरपूर्वक श्रद्धापूर्वक याद करता हूं। भारतीय विरासत को संरक्षित करने में उनका योगदान अतुल्य रहा है।

साथियों,

भारत और फ्रांस को कनेक्ट करने वाली एक और चीज है, और वो है फुटबॉल। इस वक्त यहां फुटबॉल फीवर पूरे जोर पर है। फ्रांस में इसकी दीवानगी, चप्पे-चप्पे पर दिखती है। लेकिन भारत में भी फुटबॉल का क्रेज़ सिर चढ़कर बोलता है।

खासतौर पर फ्रांस की टीम के फैन्स भारत में बहुत अधिक हैं। फ़्रांस ने इस वर्ल्ड कप की शुरुआत एक जोरदार जीत से शुरू की है। मैं फ्रांस की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

साथियों,

जाने से पहले, आप सभी के लिए कुछ और अच्छी खबरें भी लेकर के आया हूँ। वो आपके लिए हैं। पिछले वर्ष, मार्सेय में कॉन्सुलेट खोला गया, इससे काफी अधिक सुविधा मिल रही है। कुछ हफ्ते पहले, Indian Nationals के लिए French Airports पर Visa-free Transit की व्यवस्था शुरू हो गई है।

Students और Professionals की Mobility बढ़ाना हो, या Educational Qualifications की Mutual Recognition की बात हो, या फिर French Universities के भारत में Campus खोलना हो, इन सभी पर हम मिलकर आगे बढ़ रहें हैं।

अब फ्रांस में UPI के उपयोग का दायरा भी और बढ़ने जा रहा है। यानि भारत-फ्रांस कनेक्ट भी Instant और आपसी Payment भी Instant!

साथियों,

इन सभी पहलों से, हम भारत और फ़्रांस को और करीब ला रहें हैं। और मैं फिर कहूंगा इस साझेदारी की नींव, इस रिश्ते की असली ताकत आप सभी हैं। आप सब मेरे देशवासी हैं।

आज जब भारत तेज़ी से विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहा है, तो मैं आप सभी से भारत के साथ और गहराई से जुडने का आग्रह करूंगा। इससे भारत की विकास यात्रा को नई शक्ति मिलेगी, और आपको अपनी पुरखों की धरती की सेवा करने का अवसर भी मिलेगा।

इन्हीं शब्दों के साथ आप सभी के प्रेम आपके उत्साह और इस आत्मीय स्वागत के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं।

भारत माता की जय!

बहुत बहुत धन्यवाद।