શેર
 
Comments

નમસ્કાર જી,

કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, શ્રી સંજય ઘોત્રેજી, આઈઆઈટી ખડગપુરના ચેરમેન શ્રી સંજીવ ગોયન્કાજી, ડાયરેક્ટર શ્રી વી. કે. તિવારીજી, અન્ય ફૅકલ્ટી મૅમ્બર્સ, તમામ કર્મચારી સાથી, પૅરેન્ટ્સ અને મારા યુવા સાથીઓ!! આજનો દિવસ આઇઆઇટી ખડગપુરના માત્ર એ વિદ્યાર્થીઓ માટે જ મહત્ત્વનો નથી જેમને ડિગ્રી મળી રહી છે. આજનો દિવસ નવા ભારતના નિર્માણ માટે પણ એટલો જ મહત્ત્વનો છે. આપ સૌ સાથે આપના માતા-પિતા અને આપના પ્રોફેસર્સની જ આશાઓ નથી જોડાયેલી પણ આપ 130 કરોડ ભારતવાસીઓની આકાંક્ષાઓનાં પણ પ્રતિનિધિ છો. એટલે આ સંસ્થાનથી દેશને 21મી સદી માટે આત્મનિર્ભર ભારતમાં બની રહેલી નવી ઈકોસિસ્ટમ માટે નવી લીડરશિપની પણ આશાઓ છે. નવી ઈકોસિસ્ટમ, આપણા સ્ટાર્ટઅપ્સની દુનિયામાં, નવી ઈકોસિસ્ટમ આપણા ઈનોવેશન રિસર્ચના વિશ્વમાં, નવી ઈકોસિસ્ટમ આપણા કૉર્પોરેટ વર્લ્ડમાં, અને નવી ઈકોસિસ્ટમ, દેશની વહીવટી વ્યવસ્થામાં, આ કૅમ્પસમાંથી નીકળીને આપે તમારું નવું જીવન જ સ્ટાર્ટ નથી કરવાનું પણ દેશના કરોડો લોકોના જીવનમાં પરિવર્તન લાવતા સ્વયંમાં એક સ્ટાર્ટ અપ પણ બનવાનું છે. એટલે આ જે ડિગ્રી, આ જે મેડલ આપના હાથમાં છે એ એક રીતે કરોડો આશાઓનો આકાંક્ષા પત્ર છે, જે તમારે પૂર્ણ કરવાની છે. તમે વર્તમાન પર નજર રાખીને ફ્યુચરને પણ એન્ટીસિપેટ કરો. આપણી આજની જરૂરિયાતો શું છે અને 10 વર્ષો બાદ જરૂરિયાતો શું હશે એને માટે આજે કામ કરશો તો, કાલના Innovations ભારત આજે બનાવશે.

સાથીઓ,

એન્જિનિયર હોવાના કારણે એક ક્ષમતા આપનામાં સહજરૂપે વિક્સિત થયેલી હોય છે અને એ છે કે વસ્તુઓને Pattern થી Patent લઈ જવાની ક્ષમતા. એટલે કે એક રીતે આપનામાં વિષયોને વધારે વિસ્તારથી જોવાની, એક નવા visionની પણ ક્ષમતા હોય છે. એટલે આજે આપણી આસપાસ informationનો જે ભંડાર છે એમાંથી પ્રોબ્લેમ્સ અને એની પેટર્નને આપ બહુ બારીકાઇથી જોઈ શકો છો. દરેક problemની સાથે patterns સંકળાયેલ હોય છે. સમસ્યાઓના Patternsઅની સમજ આપણને એના long term solutions તરફ લઈ જાય છે. આ સમજ ભવિષ્યમાં નવી discoveries, નવા breakthroughs એનો એક આધાર બને છે. તમે વિચારો, જો તમે પેટર્નને સમજો અને સમજીને સમાધાન શોધો તો તમે કેટલા જીવનમાં ફેરફાર આણી શકો છો, કેટલાં જીવન બચાવી શકો છો, દેશના સંસાધનોને બચાવી શકો છો, અને એ વાતની પૂરી શક્યતા છે કે ભવિષ્યમાં આ સમાધાન આપને commercial success પણ અપાવે.

સાથીઓ,

જીવના જે માર્ગે આપ આગળ વધી રહ્યા છો એમાં ચોક્કસપણે આપની સામે ઘણા સવાલો પણ આવશે. આ માર્ગ સાચો છે કે ખોટો, નુક્સાન તો નહીં થાય ને, સમય બરબાદ તો નહીં થાય ને? આવા ઘણાં સવાલ આપના દિલોદિમાગને જકડી લેશે. આ સવાલોના ઉત્તર છે- Self Three. હું સેલ્ફીની વાત નથી કરતો, Self Three. એટલે Self-awareness, Self-confidence અને જે સૌથી મોટી તાકાત હોય છે એ છે Selfless-ness. તમે તમારા સામર્થ્યને ઓળખીને આગળ વધો, પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો અને નિ:સ્વાર્થભાવથી આગળ વધો. આપણે ત્યાં કહેવાયું છે –

શનૈ: પંથા: શનૈ: કન્થા શનૈ: પર્વતલંઘનમ્।

શનૈર્વિદ્યા શનિર્વિત્તં પશ્ચતાનિ શનૈ: શનૈ: ॥

એટલે જ્યારે માર્ગ લાંબો હોય, ચાદરની સિલાઈ હોય, પહાડની ચઢાઈ હોય કે જીવન માટે કમાણી હોય, આ બધા માટે ધૈર્ય બતાવવું પડે, ધીરજ રાખવી પડે. વિજ્ઞાનને સેંકડો વર્ષ અગાઉની આ સમસ્યાઓને આજે ઘણી સરળ કરી દીધી છે પણ નૉલેજ અને સાયન્નસના પ્રયોગ, એને લઈને આ કહેવત ધીરે ધીરે ધીરજ સે, એ કહેવત આજે પણ એટલી જ શાશ્વત છે. આપ સૌ સાયન્સ, ટેકનોલૉજી અને ઈનોવેશના જે માર્ગે આગળ ચાલો છેઓ ત્યાં ઉતાવળ માટે કોઇ સ્થાન નથી.આપે જે વિચાર્યું છે, આપ જે ઈનોવેશન પર કામ કરી રહ્યા છો, શક્ય છે એમાં આપને પૂરી સફળતા ન પણ મળે. પણ આપની એ અસફળતાને પણ સફળતા જ માનવામાં આવશે કેમ કે આપ એમાંથી પણ કઈ શીખશો. આપે યાદ રાખવાનું છે કે દરેક વૈજ્ઞાનિક અને ટેકનોલૉજિકલ અસફળતામાંથી જ એક નવો માર્ગ નીકળે છે. હું આપને સફળતાના માર્ગે જતા જોવા માગું છું. આ વિફળતા જ સફળતાનો આપનો રસ્તો બની શકે છે.

 

સાથીઓ,

21મી સદીના ભારતની સ્થિતિ પણ બદલાઈ ગઈ છે, જરૂરિયાતો પણ બદલાઈ ગઈ છે અને Aspirations પણ બદલાઈ ગઈ છે. હવે IITsને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ્સ ઑફ ટેકનૉલોજી જ નહીં, Institutes of Indigenous Technologiesના મામલે પણ Next Level પર લઈ જવાની જરૂર છે. આપણી IITs જેટલું વધારે ભારતના પડકારો દૂર કરવા માટે રિસર્ચ કરશે, ભારત માટે સમાધાન તૈયાર કરશે એટલી જ તે Global Applicationનું પણ માધ્યમ બનશે. આટલી મોટી વસ્તી વચ્ચે આપના જે એક્સપરિમેન્ટ સફળ થઇને નીકળશે એ દુનિયામાં ક્યાંય પણ અસફળ નહીં થાય.

સાથીઓ,

આપ એ જાણો છો કે એવા સમયે જ્યારે વિશ્વ ક્લાઇમેટ ચૅન્જના પડકારો સામે ઝઝૂમે છે, ભારતે International Solar Alliance- ISAનો વિચાર દુનિયા સામે મૂક્યો અને એને નક્કર સ્વરૂપ આપ્યું. આજે દુનિયાના અનેક દેશો, ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. આજે આપણા પર જવાબદારી છે કે આપણે આ અભિયાનને વધારે આગળ લઈ જઈએ. શું આપણે દુનિયાને સસ્તી, ઍફોર્ડેબલ, એન્વાયર્ન્મેન્ટ ફ્રેન્ડલી ટૅકનોલોજી આપી શકીએ જે ભારતની આ પહેલને વધારે આગળ લઈ જાય, ભારતની ઓળખને વધારે મજબૂત કરે. આજે ભારત એ દેશોમાં છે જ્યાં સોલાર પાવરની કિમત પ્રતિ યુનિટ બહુ ઓછી છે પણ ઘર-ઘર સુધી સોલાર પાવર પહોંચાડવા માટે હજીય ઘણાં પડકારો છે. મેં તો એક વાર કહ્યું પણ હતું કે આઇઆઇટીના સ્ટુડેન્ટ્સ સમક્ષ ચોક્કસ કહીશ કે ધારો કે આપણે ક્લિન કૂકિંગની movement ચલાવીએ અને સોલારના આધારે જ ઘરમાં ચૂલો સળગે અને સોલારના આધારે જ ઘર માટે આવશ્યક એનર્જી સ્ટૉરેજની બૅટરીની વ્યવસ્થા આપણે બનાવી શકીએ છીએ? આપ જુઓ, હિંદુસ્તાનમાં 25 કરોડ ચૂલા છે, 25 કરોડ ઘરોમાં ચૂલા છે. 25 કરોડનું માર્કેટ છે. જો એમાં સફળતા મળી ગઈ તો જે ઇલેક્ટ્રૉનિક વ્હીકલો માટે સસ્તી બેટરીની જે શોધ થઈ રહી છે એ એને ક્રૉસ સબસિડાઈઝ્ડ કરી દેશે. હવે આ કામ આઇ આઇ ટીના નવયુવાનોથી વધારે સારું કોણ કરી શકે છે. ભારતને એવી ટૅકનોલૉજી જોઇએ જે એનવાયર્નમેન્ટને ઓછમાં ઓછું નુક્સાન કરે, ડ્યુરેબલ હોય અને લોકો વધારે સરળતાથી એનો ઉપયોગ કરી શકે.

 

સાથીઓ,

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ એક એવો વિષય છે જેના પર ભારતે દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે. મોટા ડિઝાસ્ટરમાં જિંદગીની સાથે સૌથી વધારે નુક્સાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થાય છે. આને સમજીને ભારતે બે વર્ષ અગાઉ સંયુક્ત રાષ્ટ્રમાં Coalition for Disaster Resilient Infrastructure- CDRIનું આહ્વાન કર્યું હતું, દુનિયાના અનેક દેશ આની સાથે પણ જોડાઈ રહ્યા છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ લઈને ભારતની ચિંતા, ભારતની પહેલને સમજી રહ્યા છે, આજે દુનિયા એનું સ્વાગત કરી રહી છે. આવા સમયમાં ભારતાન ટેકનોલૉજી એક્સપ્ર્ટ્સ, એમના પર પણ નજર હોવી સ્વાભાવિક છે કે ડિઝાસ્ટર રિજિલિએન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં દુનિયાને શું સૉલ્યુશન આપી શકે છે. દેશમાં આજે જે પણ નાનાં-મોટાં ઘરોનું નિર્માણ થાય છે, ઇમારતોનું નિર્માણ થાય છે, એને આપણે ટૅકનોલૉજીની મદદથી ડિઝાસ્ટરપ્રૂફ કેવી રીતે કરી શકીએ, એ બાબતે આપણે વિચારવું પડશે. મોટા મોટા બ્રિજ બને છે. એક તોફાન આવે અને બધું જ બરબાદ થઈ જાય છે. આપણે હમણાં જોયું કે ઉત્તરાખંડમાં શું થયું. આપણે એવી વ્યવસ્થાઓ કેવી રીતે વિક્સિત કરીએ.

 

સાથીઓ,

ગુરુદેવ ટાગોરે કહ્યું હતું- “Getting your nation means realizing your own soul in an extended way. When we start recreating our nation through thought, work and service, then only can we see our own soul in our nation”. આજે ખડગપુર સહિત દેશન સમગ્ર IIT નેટવર્ક પાસે દેશની એ અપેક્ષા છે કે તે પોતાની ભૂમિકાને વિસ્તારે. તમારે ત્યાં તો પહેલેથી જ આને માટે એક સમૃદ્ધ ઈકોસિસ્ટમ છે. બલકે ઈન્ડસ્ટ્રી 4.0 માટે પણ અહીં મહત્ત્વપૂર્ણ ઈનોવેશન પર જોર અપાઈ રહ્યું છે. AI સાથે સંકળાયેલી એકેડેમિક રિસર્ચને ઈન્ડસ્ટ્રીઅલ લેવલ પર પરિવર્તન કરવા માટે આપ ઘણાં પ્રયાસ કરી રહ્યા છો. ઈન્ટર્નેટ ઑફ થિંગ્સ હોય કે પછી મૉડર્ન કન્સ્ટ્રક્શન ટૅકનોલૉજી, IIT ખડગપુર પ્રશંસનીય કામ કરી રહી છે. કોરોના સામેની લડાઇમાં અણ આપના સૉફટવેર સમાધાન દેશના કામે આવી રહ્યા છે. હવે તમારે હૅલ્થ ટેકના ફ્યુચરિસ્ટિક સૉલ્યુશન્સ માટે પણ ઝડપથી કામ કરવું જ પડશે, જ્યારે હું હૅલ્થ ટૅકની વાત કરું છું ત્યારે માત્ર Data, Software અને Hardware એટલે કે ગૅઝેટ્સની જ વાત નથી કરતો, પણ એક ઈકોસિસ્ટમની વાત કરું છું. Prevention થી લઈને Cure સુધીના આધુનિક સમાધાન આપણે દેશને આપવાના છે. કોરોનાના આ સમયમાં આપણે જોયું કે કેવી રીતે પર્સનલ હૅલ્થકૅર Equipments એક બહુ મોટું માર્કેટ બનીને ઉભર્યું છે. લોકો અગાઉ થર્મોમેટર અને જરૂરી દવાઓ તો ઘરમાં રાખતા જ હતા, પણ હવે બ્લડ પ્રૅશર ચૅક કરવા માટે, સુગર ચૅક કરવા માટે, બ્લડ ઑક્સિજન ચૅક કરવા માટે Equipments ઘરમાં રાખે છે. હૅલ્થ અને ફિટનેસ સાથે સંકળાયેલા Equipments પણ ઘરોમાં વધી રહ્યા છે. ભારતમાં પર્સનલ હૅલ્થકૅર Equipments, ઍફોર્ડેબલ હોય, સચોટ માહિતી આપનારા હોય એ માટે પણ આપણે ટૅકનોલૉજીની મદદથી નવા સમાધાન વિકસિત કરવા પડશે.

 

સાથીઓ,

કોરોનાના પછી બનેલી વૈશ્વિક પરિસ્થિતિઓમાં સાયન્સ, ટૅકનોલૉજી, રિસર્ચ અને ઈનોવેશનમાં ભારત એક બહું મોટો ગ્લૉબલ પ્લેયર બની શકે છે. આ જ વિચારની સાથે આ વર્ષના બજૅટમાં સાયન્સ અને રિસર્ચ માટે મોટો વધારો કરવામાં આવ્યો છે. પીએમ રિસર્ચ ફૅલો સ્કીમના માધ્યમથી પણ આપ જેવા ટૅલેન્ટેડ સાથીઓ માટે રિસર્ચનું નવું માધ્યમ ઉપલબ્ધ બન્યું છે, આપના આઇડિયાના Incubation માટે Start up India મિશનથી પણ તમને મદદ મળશે. થોડા દિવસ અગાઉ જ એક અન્ય મહત્ત્વપૂર્ણ પૉલિસી રિફોર્મ કરવામાં આવ્યું, જેના વિશે હું આપને ખાસ કરીને જણાવવા માગું છું. સરકારે મૅપ અને Geospatial Dataને કન્ટ્રૉલ મુક્ત કરી દીધા છે. આ પગલાંથી Tech Startup Ecosystemને ઘણી મજબૂતાઈ મળશે. આ પગલાંથી આત્મનિર્ભર ભારતનું અભિયાન પણ વધારે ઝડપી બનશે. આ પગલાંથી યુવા Start-ups અને Innovatorsને નવી સ્વતંત્રતા મળશે.

સાથીઓ,

મને જણાવાયું કે જિમખાનામાં પણ આપ સૌ ઘણી સામાજિક, સાંસ્કૃતિક, સ્પૉર્ટ્સ અને અન્ય એક્ટિવિટિઝમાં એક્ટિવ રીતે પાર્ટિસિપેટ કરો છો. આ બહુ જરૂરી છે. આપણું ધ્યાન માત્ર આપણી વિશેષજ્ઞતા સુધી મર્યાદિત ન રહેવું જોઇએ. આપણા જ્ઞાન અને દ્રષ્ટિનો વ્યાપક વિસ્તાર થવો જોઇએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ આ માટે એક મલ્ટી-ડિસિપ્લીનરી ઍપ્રોચનું વિઝન રખાયું છે. મને આનંદ છે કે IIT ખડગપુર આમાં પહેલેથી જ ઘણું સારું કાર્ય કરે છે. હું IIT ખડગપુરને એક અન્ય વાત માટે પણ અભિનંદન આપીશ. આપ પોતાના ભૂતકાળને, પોતાના પુરાતન જ્ઞાન-વિજ્ઞાનને જે રીતે ભવિષ્ય માટે પોતાના ઇનોવેશનની તાકાત સ્વરૂપે એક્સ્પ્લોર કરી રહ્યા છો, એ ખરેખર પ્રશંસનીય છે. આપણા વેદોથી લઈને ઉપનિષદો અને અન્ય સંહિતાઓમાં જે જ્ઞાનનો ભંડાર છે એના પર આપ એમપિરિકલ સ્ટડીને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છો. હું એની બહુ પ્રશંસા કરું છું.

સાથીઓ,

આ વર્ષે ભારત આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરનાર છે. IIT ખડગપુર માટે આ વર્ષ એટલા માટે પણ વિશેષ છે કેમ કે એ સ્થળ જ્યાં તમે સાધના કરી રહ્યા છો, જ્યાં આપ જીવનને નવાં આયામ આપી રહ્યા છો એ સ્થાન સ્વતંત્રતા આંદોલનના મહાન અતીત સાથે સંકળાયેલું રહ્યું છે. આ ભૂમિ આંદોલનના યુવા શહીદોની, ટાગોર અને નેતાજી સુભાષ ચંદ્ર બૉઝની નૈતિકતાની સાક્ષી રહી છે. મારો આપને આગ્રહ છે કે વીતેલા વર્ષોમાં જે 75 મોટા ઇનોવેશન, મોટા સમાધાન આઇઆઇટી ખડગપુરમાંથી બહાર પડ્યા છે એનું સંકલન કરો. એને દેશ અને દુનિયા સુધી પહોંચાડો. અતીતની આ પ્રેરણાઓથી આવનારા વર્ષો માટે દેશને નવું પ્રોત્સાહન મળશે, નવયુવાનોને નવો આત્મવિશ્વાસ મળશે. તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધતા રહેસ્જો, દેશની અપેક્ષાઓને કદી ભૂલશો નહીં. દેશની આકાંક્ષાઓ જ આજે આપનું પ્રમાણપત્ર છે. આ પ્રમાણ પત્ર દીવાલ પર લટકાવવા કે કૅરિયર માટે માત્ર મોકલવા માટે જ નથી. આજે જે આપને સર્ટિફિકેટ મળી રહ્યું છે એ 130 કરોડ દેશવાસીઓની આકાંક્ષાઓનું એક પ્રકારે માગ પત્ર છે, વિશ્વાસ પત્ર છે, આશ્વાસન પત્ર છે. હું આપને આજના આ શુભ અવસરે અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. આપના માતા-પિતાની આપના પ્રત્યે જે અપેક્ષાઓ છે, આપના અધ્યાપકોએ આપના માટે જે મહેનત કરી છે, આ બધું જ આપના પુરુષાર્થી, આપના સ્વપ્નોથી, આપના સંકલ્પથી, આપની યાત્રાથી સંતોષ પ્રાપ્ત કરે. આ જ અપેક્ષા સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ ધન્યવાદ!!

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility

Media Coverage

Govt allows Covid vaccines at home to differently-abled and those with restricted mobility
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates those who successfully cleared the UPSC Civil Services examination
September 25, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated those who successfully cleared the UPSC Civil Services examination.

In a series of tweets, the Prime Minister said;

"Congratulations to those who successfully cleared the UPSC Civil Services examination. An exciting and satisfying career in public service awaits.

Those who have cleared the exam will go on to have key administrative roles during an important period of our nation’s journey.

To those young friends who did not clear the UPSC examination, I would like to say- you are very talented individuals. There are more attempts awaiting.

At the same time, India is full of diverse opportunities waiting to be explored. Best wishes in whatever you decide to do."