PM Modi offers condolences to Indonesia after deadly earthquake, tsunami
PM Modi calls up Indonesian President, offers all possible assistance from India as a maritime neighbour & friend of Indonesia
Prime Minister Shri Narendra Modi made a telephone call to the President of the Republic of Indonesia H. E. Joko Widodo today.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક ઇન્ડોનેશિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ જોકો વિડોડો સાથે આજે ટેલીફોન પર વાત કરી હતી.

ઇન્ડોનેશિયાનાં સુલાવેસી વિસ્તારમાં તાજેતરમાં આવેલા ધરતીકંપ અને સુનામીમાં સેંકડો નાગરિકોએ જીવ ગુમાવ્યાં છે, જેનાં પર પ્રધાનમંત્રીએ પોતાનાં અને ભારતનાં નાગરિકો તરફથી ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ આ જીવલેણ કુદરતી આપત્તિને કારણે મોટાં પાયે સર્જાયેલી ખાનાખરાબીથી ઊભા થયેલા વિવિધ પડકારોનો સામનો કરવા ઇન્ડોનેશિયાનાં લોકોની હિમ્મત અને ધૈર્યની પ્રશંસા કરી હતી.

ઇન્ડોનેશિયાએ આંતરરાષ્ટ્રીય સહાય માટે અપીલ કરી છે, જેનાં પ્રતિસાદરૂપે ઇન્ડોનેશિયાનાં દરિયાઈ પડોશી દેશ અને મિત્ર રાષ્ટ્ર સ્વરૂપે ભારત શક્ય તમામ મદદ કરવા તૈયાર હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ વિડોડોએ આશ્વાસન અને મદદ કરવાની તૈયારી બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.

બંને નેતાઓ સંમત થયા હતાં કે, ભારતની રાહત સહાયની વિગતો પર રાજદ્વારી અને સત્તાવાર માધ્યમો મારફતે કામ કરવામાં આવશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties

Media Coverage

'PM Modi Is One Of Our Greatest Friends': Netanyahu Says Israel Is 'Investing Heavily' In India Ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 04 ઓગસ્ટ 2026
August 04, 2026

From Auto PLI to Ramsar Sites: How India is Winning on Every Front Under PM Modi