Quoteઅવકાશ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી, પરંતુ જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે: પ્રધાનમંત્રી
Quoteભારતીય રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે - તેઓ 1.4 અબજ ભારતીયોના સપના વહન કરે છે: પ્રધાનમંત્રી
Quoteભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન - ગગનયાન, અવકાશ ટેકનોલોજીમાં દેશની વધતી જતી આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે: પ્રધાનમંત્રી
Quoteભારતના ઘણા અવકાશ મિશનનું નેતૃત્વ મહિલા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે: પ્રધાનમંત્રી
Quoteભારતની અવકાશ દ્રષ્ટિનું મૂળ 'વસુધૈવ કુટુંબકમ'ના પ્રાચીન દર્શનમાં છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ કોન્ફરન્સ ઓન સ્પેસ એક્સપ્લોરેશન (GLEX) 2025ને સંબોધિત કર્યું હતું. વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓનું સ્વાગત કરતાં, તેમણે GLEX 2025માં ભારતની નોંધપાત્ર અવકાશ યાત્રા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું, "અંતરિક્ષ માત્ર એક ગંતવ્ય સ્થાન નથી પરંતુ જિજ્ઞાસા, હિંમત અને સામૂહિક પ્રગતિની ઘોષણા છે." તેમણે ભાર મૂક્યો કે ભારતની અંતરિક્ષ સિદ્ધિઓ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેમાં 1963માં એક નાનું રોકેટ લોન્ચ કરવાથી લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરાણ કરનાર પ્રથમ દેશ બનવા સુધી સામેલ છે. "ભારતીય રોકેટ પેલોડ કરતાં ઘણું વધારે વહન કરે છે - તેઓ 1.4 અબજ ભારતીયોના સપના વહન કરે છે", તેમણે ઉમેર્યું કે ભારતની અવકાશ પ્રગતિ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સીમાચિહ્નો છે અને તે સાબિત કરે છે કે, માનવ ભાવના ગુરુત્વાકર્ષણને પડકારી શકે છે. તેમણે 2014માં પ્રથમ પ્રયાસમાં મંગળ પર પહોંચવાની ભારતની ઐતિહાસિક સિદ્ધિને યાદ કરી હતી. તેમણે ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણીની શોધમાં મદદ કરી હતી. ચંદ્રયાન-2 એ ચંદ્રની સપાટીની સૌથી વધુ રિઝોલ્યુશન ઇમેજ પ્રદાન કરી હતી અને ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સમજને વધુ વધાર્યું હતું તે વાત પર પ્રકાશ પાડ્યો હતો. "ભારતે રેકોર્ડ સમયમાં ક્રાયોજેનિક એન્જિન વિકસાવ્યું, એક જ મિશનમાં 100 ઉપગ્રહો લોન્ચ કર્યા અને ભારતીય પ્રક્ષેપણ વાહનોનો ઉપયોગ કરીને 34 દેશો માટે 400 થી વધુ ઉપગ્રહો સફળતાપૂર્વક તૈનાત કર્યા," તેમણે ભારતની નવીનતમ સિદ્ધિ - આ વર્ષે અવકાશમાં બે ઉપગ્રહોના ડોકીંગ - ને અવકાશ સંશોધનમાં એક મુખ્ય પગલું ગણાવતા કહ્યું હતું.

 

|

શ્રી મોદીએ પુનઃપુષ્ટિ કરી કે ભારતની અવકાશ યાત્રા અન્ય લોકો સાથે સ્પર્ધા કરવા વિશે નથી, પરંતુ સાથે મળીને વધુ ઊંચાઈઓ સુધી પહોંચવા વિશે છે. તેમણે માનવતાના લાભ માટે અવકાશની શોધખોળના સામૂહિક ધ્યેય પર ભાર મૂક્યો. તેમણે દક્ષિણ એશિયાઈ દેશો માટે ઉપગ્રહના સફળ પ્રક્ષેપણને યાદ કરીને પ્રાદેશિક સહયોગ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો. તેમણે જાહેરાત કરી કે ભારતની અધ્યક્ષતા દરમિયાન લોન્ચ કરાયેલ G20 સેટેલાઇટ મિશન ગ્લોબલ સાઉથમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે ટિપ્પણી કરી કે ભારત નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, વૈજ્ઞાનિક સંશોધનની સીમાઓને સતત આગળ ધપાવી રહ્યું છે. તેમણે કહ્યું, "ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન, 'ગગનયાન' અવકાશ ટેકનોલોજીમાં દેશની વધતી જતી આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે." શ્રી મોદીએ ખુલાસો કર્યો કે આગામી અઠવાડિયામાં, એક ભારતીય અવકાશયાત્રી આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ઇસરો-નાસાના સંયુક્ત મિશનના ભાગ રૂપે અવકાશમાં જશે. ભારતના લાંબા ગાળાના વિઝનની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે 2035 સુધીમાં, ભારતીય અવકાશ મથક અભૂતપૂર્વ સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગને સરળ બનાવશે. તેમણે જાહેરાત કરી કે એક ભારતીય અવકાશયાત્રી 2040 સુધીમાં ચંદ્ર પર પોતાના પદચિહ્ન છોડશે અને કહ્યું કે મંગળ અને શુક્ર ગ્રહ ભારતની ભવિષ્યની અવકાશ મહત્વાકાંક્ષાઓમાં મુખ્ય લક્ષ્યો રહેશે.

ભારત માટે અંતરિક્ષનો અર્થ માત્ર શોધખોળ જ નહીં પણ સશક્તિકરણ પણ છે. તેના પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે અવકાશ ટેકનોલોજી કેવી રીતે શાસનને વધારે છે, આજીવિકામાં સુધારો કરે છે અને પેઢીઓને પ્રેરણા આપે છે. તેમણે દરેક ભારતીયની સુખાકારી સુનિશ્ચિત કરવામાં ઉપગ્રહોની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો, માછીમારોની ચેતવણીઓ, ગતિશક્તિ પ્લેટફોર્મ, રેલવે સલામતી અને હવામાન આગાહીમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને યુવા દિમાગ માટે અવકાશ ક્ષેત્ર ખોલીને નવીનતાને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ધ્યાન દોર્યું કે ભારતમાં હવે 250 થી વધુ અંતરિક્ષ સ્ટાર્ટઅપ્સ છે, જે સેટેલાઇટ ટેકનોલોજી, પ્રોપલ્શન સિસ્ટમ્સ, ઇમેજિંગ અને અન્ય અગ્રણી ક્ષેત્રોમાં પ્રગતિમાં યોગદાન આપી રહ્યા છે. તેણીએ ગર્વથી સ્વીકાર્યું કે, "ભારતના ઘણા અંતરિક્ષ મિશનનું નેતૃત્વ મહિલા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે."

 

|

શ્રી મોદીએ કહ્યું કે, "ભારતનું અવકાશ વિઝન 'વસુધૈવ કુટુંબકમ' ના પ્રાચીન દર્શનમાં મૂળ ધરાવે છે."શ્રી મોદીએ ભાર મૂક્યો કે ભારતની અંતરિક્ષ યાત્રા ફક્ત તેના પોતાના વિકાસ વિશે નથી પરંતુ વૈશ્વિક જ્ઞાનને સમૃદ્ધ બનાવવા, સહિયારા પડકારોનો સામનો કરવા અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા વિશે છે. તેમણે ભારતની સહકાર પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો, અને કહ્યું કે રાષ્ટ્ર સાથે મળીને સ્વપ્ન જોવા, સાથે મળીને નિર્માણ કરવા અને સાથે મળીને તારાઓ સુધી પહોંચવા માટે ઉભું છે. પોતાના ભાષણના સમાપન કરતાં, તેમણે વિજ્ઞાન અને સારા ભવિષ્ય માટે સામૂહિક આકાંક્ષા દ્વારા સંચાલિત અંતરિક્ષ સંશોધનમાં એક નવો અધ્યાય શરૂ કરવા હાકલ કરી હતી. 

 

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

  • Anup Dutta June 28, 2025

    🙏🙏🙏
  • Jagmal Singh June 25, 2025

    Op
  • ram Sagar pandey May 29, 2025

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹जय माता दी 🚩🙏🙏
  • advocate varsha May 27, 2025

    💐🙏🙏🙏🙏
  • shailesh dubey May 26, 2025

    वंदे मातरम्
  • Jitendra Kumar May 25, 2025

    🙏🙏
  • Polamola Anji May 25, 2025

    bjp🔥🔥🔥🔥
  • Nitai ch Barman May 25, 2025

    joy Shree Ram
  • Gaurav munday May 24, 2025

    🙄
  • ram Sagar pandey May 23, 2025

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹🌹🌹🙏🙏🌹🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐ॐनमः शिवाय 🙏🌹🙏जय कामतानाथ की 🙏🌹🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹जय माता दी 🚩🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
PM Surya Ghar Yojana: 15.45 Lakh Homes Go Solar, Gujarat Among Top Beneficiaries

Media Coverage

PM Surya Ghar Yojana: 15.45 Lakh Homes Go Solar, Gujarat Among Top Beneficiaries
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister expresses grief on school mishap at Jhalawar, Rajasthan
July 25, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed grief on the mishap at a school in Jhalawar, Rajasthan. “My thoughts are with the affected students and their families in this difficult hour”, Shri Modi stated.

The Prime Minister’s Office posted on X:

“The mishap at a school in Jhalawar, Rajasthan, is tragic and deeply saddening. My thoughts are with the affected students and their families in this difficult hour. Praying for the speedy recovery of the injured. Authorities are providing all possible assistance to those affected: PM @narendramodi”