પ્રધાનમંત્રીએ હીટવેવ દરમિયાન તકેદારી રાખવા, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા (હાઇડ્રેટેડ રહેવા) અને અસુરક્ષિત લોકોની સંભાળ રાખવા આહ્વાન કર્યું
પ્રધાનમંત્રીએ નાગરિકોને પક્ષીઓ, પ્રાણીઓ અને અતિશય ગરમીથી પ્રભાવિત લોકોને મદદ કરવા અપીલ કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહેલા વધતા તાપમાન વચ્ચે દેશભરના નાગરિકોને શક્ય તમામ સાવચેતી રાખવા વિનંતી કરી છે.

શ્રી મોદીએ લોકોને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, બહાર નીકળતી વખતે સાથે પાણી રાખવા અને હવામાનની આ કપરી પરિસ્થિતિમાં અન્ય લોકોને પાણી આપીને મદદનો હાથ લંબાવવા આગ્રહ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ લોકોને ગરમીના કારણે થતા થાક (હીટ એક્ઝોસ્ટન) ના લક્ષણો જેવા કે ચક્કર આવવા, ઉબકા આવવા અને અતિશય થાક લાગવા પ્રત્યે સજાગ રહેવાની પણ સલાહ આપી હતી. તેમણે નાગરિકોને વિનંતી કરી હતી કે જો કોઈ વ્યક્તિ અસ્વસ્થ, નબળાઈ અનુભવે અથવા માથાના દુ:ખાવાથી પીડાતી હોય, તો તેને તાત્કાલિક કોઈ ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ લઈ જઈને મદદ કરવી અને પાણી તથા ORS ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે અતિશય ગરમી દરમિયાન બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો ખાસ કરીને વધુ અસુરક્ષિત હોય છે અને તેમણે ચેતવણી આપી હતી કે આ ચેતવણીના સંકેતોને અવગણવાથી હીટસ્ટ્રોક (લૂ લાગવી) થઈ શકે છે.

શ્રી મોદીએ લોકોને હીટવેવ દરમિયાન વૃદ્ધ માતા-પિતા, દાદા-દાદી અને પ્રિયજનોની નિયમિતપણે તબિયત પૂછવા અને તેમને હાઇડ્રેટેડ રહેવાનું યાદ અપાવો, બપોરના અતિશય ગરમીના કલાકોમાં બહાર નીકળવાનું ટાળવા તેમજ પૂરતો આરામ કરવા માટે યાદ અપાવવા હાકલ કરી હતી.

ભારે હવામાન પરિસ્થિતિઓ દરમિયાન કરુણા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ નાગરિકોને પક્ષીઓ અને પ્રાણીઓ માટે ઘરો, બાલ્કનીઓ, ટેરેસ, દુકાનો અને ઓફિસોની બહાર પાણીના કૂંડા રાખવા અપીલ કરી હતી.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે;

“ભારતના વિવિધ ભાગોમાં આકરો ઉનાળો અને તેના કારણે ઊભી થતી સમસ્યાઓ જોવા મળી રહી છે. આ ગરમી આપણા સૌ માટે ખૂબ જ કષ્ટદાયક છે અને હું આપ સૌને શક્ય તેટલી વધુ સાવચેતી રાખવા વિનંતી કરું છું. કૃપા કરીને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખો, બહાર નીકળતી વખતે તમારી સાથે પાણી રાખો. અન્યોને પણ એક ગ્લાસ પાણી આપો. આવા હવામાનમાં, આ પ્રકારની દયા ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.”

“ગરમીના કારણે થતા થાકના લક્ષણો જેમ કે ચક્કર આવવા, ઉબકા આવવા અથવા અતિશય થાક લાગવા પર નજર રાખો. જો તમારી આસપાસ કોઈ વ્યક્તિ અસામાન્ય રીતે અસ્વસ્થ, નબળાઈ અનુભવે અથવા તેને માથાનો દુ:ખાવો થાય, તો તેને તાત્કાલિક કોઈ ઠંડી અને છાંયડાવાળી જગ્યાએ લઈ જવામાં મદદ કરવી સૌથી હિતાવહ છે. તેમને પાણી, ORS વગેરે મળે તેની ખાતરી કરો જે તેમને મદદરૂપ થાય. અતિશય ગરમી દરમિયાન બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો ખાસ કરીને વધુ અસુરક્ષિત હોય છે. આ ચેતવણીના સંકેતોને અવગણવાથી પરિસ્થિતિ ઝડપથી જોખમી બની શકે છે અને હીટસ્ટ્રોક પણ થઈ શકે છે. આવા હવામાનમાં, સમયસરની સંભાળ અને ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

“આ કાળઝાળ ગરમી દરમિયાન જ્યારે પણ શક્ય હોય ત્યારે ફોન કરીને વૃદ્ધ માતા-પિતા, દાદા-દાદી અને પ્રિયજનોની તબિયતના સમાચાર પૂછો. તેમને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, બપોરના પીક અવર્સમાં બહાર નીકળવાનું ટાળવા અને શક્ય હોય ત્યારે આરામ કરવાનું યાદ અપાવો.”

“આ અતિશય ગરમીમાં, ચાલો આપણે આપણી આસપાસના પક્ષીઓ અને પ્રાણીઓને પણ યાદ કરીએ. તમારા ઘર, બાલ્કની, ટેરેસ, દુકાનો કે ઓફિસોની બહાર રાખવામાં આવેલું પાણીનું એક નાનું કૂંડું તરસ્યા પક્ષી માટે જીવનરેખા બની શકે છે. આ મુશ્કેલ દિવસોમાં કરુણા આપણને માર્ગદર્શન આપે.”

 

 

 

“देश के अलग-अलग हिस्सों में तापमान लगातार बढ़ रहा है और इसके साथ ही दैनिक जीवन में गर्मी से होने वाली कई कठिनाइयां भी बढ़ रही हैं। मैं सभी देशवासियों से आग्रह करता हूं कि जितनी अधिक सावधानी बरत सकें, अवश्य बरतें। कृपया स्वयं को हाइड्रेटेड रखें, घर से बाहर निकलते समय पानी साथ रखें। ऐसे मौसम में आपकी संवेदनशीलता भी बहुत बड़ा सहारा बन जाती है। यदि संभव हो, तो किसी प्यासे व्यक्ति को एक गिलास पानी अवश्य दें। मैं ऐसे लोगों की सराहना भी करूँगा जो अपने घरों के और दुकानों के बाहर मटके में जल रखते हैं ताकि कोई भी उनसे पानी पी सके।”

“अत्यधिक गर्मी से होने वाली परेशानी, जैसे चक्कर आना, मतली या ज्यादा थकान लगे तो उसे बिल्कुल भी नजरअंदाज न करें। यदि आपके आसपास किसी व्यक्ति को अचानक बेहोशी जैसा लगे, कमजोरी महसूस करे या फिर अस्वस्थ दिखाई दे, तो उसे तुरंत किसी ठंडी और छायादार जगह पर ले जाएं। उसे पानी, ORS या अन्य तरल पदार्थ दें, जिससे शरीर को राहत मिल सके। बच्चे, बुज़ुर्ग और धूप में काम करने वाले लोग इस भीषण गर्मी में सबसे अधिक प्रभावित होते हैं। समय रहते ध्यान न देने पर यह स्थिति हीटस्ट्रोक जैसी गंभीर समस्या का रूप ले सकती है। ऐसे समय में आपकी सतर्कता और देखभाल किसी का जीवन बचा सकती है।”

“जब भी संभव हो, अपने माता-पिता, दादा-दादी, नाना-नानी और अन्य प्रियजनों को फोन कर उनका हालचाल अवश्य पूछें। उन्हें पर्याप्त पानी पीने, दोपहर की तेज धूप में बाहर न निकलने और जितना हो सके, आराम करने की सलाह दें।”

“इस प्रचंड गर्मी में हमें अपने आसपास के पशु-पक्षियों को भी नहीं भूलना चाहिए। अपने घर, बालकनी, छत, दुकान या ऑफिस के बाहर पानी से भरा एक छोटा-सा बर्तन रखना भी किसी प्यासे पक्षी के लिए जीवनदान बन सकता है। आइए, इन कठिन दिनों में पूरी संवेदनशीलता और करुणा के साथ एक-दूसरे का ध्यान रखें।”

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit

Media Coverage

Auckland's Sky Tower lights up in India's tricolour as PM Modi begins historic New Zealand visit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2026
July 11, 2026

Record Exports, Record Investments, Record Pride: India’s Rise Under PM Modi is Multi-Dimensional