પ્રધાનમંત્રી જલગાંવમાં લખપતિ દીદી સંમેલનમાં સહભાગી થશે
પ્રધાનમંત્રી 11 લાખ નવી લખપતિ દીદીઓને સન્માનિત કરશે અને તેમને પ્રમાણપત્રો આપશે
પ્રધાનમંત્રી 2,500 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ બહાર પાડશે અને 5,000 કરોડ રૂપિયાનાં મૂલ્યની બેંક લોનનું વિતરણ કરશે
પ્રધાનમંત્રી જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભને સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટનાં રોજ મહારાષ્ટ્રમાં જલગાંવ અને રાજસ્થાનનાં જોધપુરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સાંજે 4:30 વાગ્યે જોધપુરમાં રાજસ્થાન હાઈકોર્ટની પ્લેટિનમ જ્યુબિલી સમારંભના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં

પ્રધાનમંત્રી લખપતિ દીદી સંમેલનમાં ભાગ લેવા જલગાંવની મુલાકાત લેશે. તેઓ એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તાજેતરમાં જ લખપતિ બનેલા 11 લાખ નવા લખપતિ દીદીઓને પ્રમાણપત્રો આપશે અને તેમનું સન્માન કરશે. પ્રધાનમંત્રી સમગ્ર દેશમાંથી લખપતિ દીદીઓ સાથે વાતચીત પણ કરશે.

પ્રધાનમંત્રી 2,500 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ બહાર પાડશે, જેનો લાભ 4.3 લાખ સ્વસહાય જૂથો (એસએચજી)નાં આશરે 48 લાખ સભ્યોને મળશે. તેઓ 5,000 કરોડ રૂપિયાની બેંક લોનનું વિતરણ પણ કરશે, જેનો લાભ 2.35 લાખ એસએચજીનાં 25.8 લાખ સભ્યોને મળશે.

લખપતિ દીદી યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. સરકારે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

પ્રધાનમંત્રી રાજસ્થાનમાં

પ્રધાનમંત્રી રાજસ્થાન હાઈકોર્ટનાં પ્લેટિનમ જ્યુબિલી સમારંભનાં સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે, જે જોધપુરનાં હાઈ કોર્ટ કેમ્પસમાં યોજાશે. પ્રધાનમંત્રી રાજસ્થાન હાઈકોર્ટ મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરશે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games

Media Coverage

Jumbo Indian contingent comprising 768 athletes, support staff and officials for Asian Games
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 સપ્ટેમ્બર 2026
September 04, 2026

Make in India, Power India, Play for India: Multi-Sector Momentum Under PM Modi’s Leadership