પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતના કચ્છના ધોરડોની મુલાકાત લેશે અને રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરશે. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક અને સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટ સામેલ છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી સફેદ રણની પણ મુલાકાત લેશે અને પછી એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

પોતાના લાંબા દરિયાકિનારા સાથે ગુજરાતે કચ્છના માંડવીમાં આગામી ડિસેલિનેશન પ્લાન્ટ સાથે દરિયાના પાણીને પીવાના પાણીમાં પરિવર્તન કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું લીધું છે. દરરોજ 10 કરોડ લિટરની ક્ષમતા (100 એમએલડી) સાથે આ ડિસેલિનેશન પ્લાન્ટ નર્મદા ગ્રિડ, સૌની નેટવર્કને પૂર્ણ કરીને ગુજરાતમાં જળસુરક્ષાને મજબૂત કરશે તથા વેસ્ટ વોટરના ટ્રીટમેન્ટ માટેની માળખાગત સુવિધા ઊભી કરશે. વળી આ દેશમાં પાણીનાં ટકાઉ અને વાજબી સંસાધન માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના વિસ્તારોમાં આશરે 8 લાખ લોકોને આ પ્લાન્ટમાંથી ડિસેલિનેટેડ પાણી મળશે, જેનાથી ભચાઉ, રાપર અને ગાંધીધામના ઉપરના તાલુકાઓ સાથે વધારાનું પાણી વહેંચવામાં પણ મદદ મળશે. આ ગુજરાતમાં આગામી પાંચ ડિસેલિનેશન પ્લાન્ટ પૈકીનો એક છે. આ પાંચ ડિસેલિનેશન પ્લાન્ટ છે – દહેજ (100 એમએલડી), દ્વારકા (70 એમએલડી), ઘોઘા ભાવનગર (70 એમએલડી) અને ગીર સોમનાથ (30 એમએલડી).

ગુજરાતમાં કચ્છ જિલ્લામાં વિઘાકોટ ગામ નજીક સ્થિત હાઇબ્રિડ પુનઃ પ્રાપ્ય ઊર્જા પાર્ક દેશનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ય ઊર્જા જનરેશન પાર્ક બનશે. આ 30 ગીગાવોટ સુધીની પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન તરફ દોરી જશે. 72,600 હેક્ટર જમીનમાં પથરાયેલો આ પાર્ક પવન અને સૌર ઊર્જાના સંગ્રહ માટે પ્રતિબદ્ધ હાઇબ્રિડ પાર્ક ઝોન બનશે, તેમજ વિન્ડ પાર્કની પ્રવૃત્તિઓ માટે એક્સક્લૂઝિવ પાર્ક બનશે.

પ્રધાનમંત્રી કચ્છના અંજારમાં સરહદ ડેરીમાં સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકિંગ પ્લાન્ટનું શિલારોપાણ પણ કરશે. આ પ્લાન્ટનો ખર્ચ રૂ. 21 કરોડ આવશે અને દરરોજ 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 ડિસેમ્બર 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions