શેર
 
Comments
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશના ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરશે
પ્રધાનમંત્રી અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરશે
પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે
ડિજિટલ ઈન્ડિયા વીક 2022 માટેની થીમ: ન્યુ ઈન્ડિયાઝ ટેકડેને ઉત્પ્રેરિત કરવું
પ્રધાનમંત્રી 'ડિજિટલ ઈન્ડિયા ભાષીની', 'ડિજિટલ ઈન્ડિયા જીનેસિસ' અને 'Indiastack.global' લોન્ચ કરશે; 'MyScheme' અને 'મેરી પહેચાન'ને પણ સમર્પિત કરશે
પ્રધાનમંત્રી ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ સમૂહની જાહેરાત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4મી જુલાઈ, 2022ના રોજ ભીમાવરમ, આંધ્રપ્રદેશ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે. સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યારપછી સાંજે 4:30 વાગ્યે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે.

ભીમાવરમમાં પ્રધાનમંત્રી

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે, સરકાર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યોગ્ય માન્યતા આપવા અને દેશભરના લોકોને તેમના વિશે જાગૃત કરવા પ્રતિબદ્ધ છે. આ પ્રયાસના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભર ચાલતી 125મી જન્મજયંતિની ઉજવણી ભીમાવરમમાં શરૂ કરશે. પ્રધાનમંત્રી અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું પણ અનાવરણ કરશે.

 

4 જુલાઈ 1897ના રોજ જન્મેલા અલ્લુરી સીતારામ રાજુને પૂર્વ ઘાટ ક્ષેત્રમાં આદિવાસી સમુદાયોના હિતોની રક્ષા કરવા માટે અંગ્રેજો સામેની તેમની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેમણે રામ્પા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું, જે 1922માં શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો દ્વારા તેમને "મન્યમ વીરુડુ" (જંગલનો હીરો) તરીકે ઓળખવામાં આવે છે.

સરકારે વર્ષભરની ઉજવણીના ભાગરૂપે શ્રેણીબદ્ધ પહેલ કરવાની યોજના બનાવી છે. વિઝિયાનગરમ જિલ્લાના પાંડરંગી ખાતે અલ્લુરી સીતારામ રાજુનું જન્મસ્થળ અને ચિંતપલ્લી પોલીસ સ્ટેશન (રામ્પા વિદ્રોહના 100 વર્ષ નિમિત્તે - આ પોલીસ સ્ટેશન પરનો હુમલો રામ્પા વિદ્રોહની શરૂઆત તરીકે ચિહ્નિત થયેલ છે) પુનઃસ્થાપિત કરવામાં આવશે. સરકારે ધ્યાન મુદ્રામાં અલુરી સીતારામ રાજુની પ્રતિમા સાથે મોગલ્લુ ખાતે અલ્લુરી ધ્યાન મંદિરના નિર્માણને પણ મંજૂરી આપી છે, જેમાં ભીંતચિત્રો અને AI-સક્ષમ ઇન્ટરેક્ટિવ સિસ્ટમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીની જીવનગાથા દર્શાવવામાં આવી છે.

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે, જેની થીમ છે ‘Catalyzing New India’s Techade’. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ટેક્નોલોજીની સુલભતા વધારવા, જીવનની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે સેવા વિતરણને સુવ્યવસ્થિત કરવાના હેતુથી બહુવિધ ડિજિટલ પહેલો શરૂ કરશે.

પ્રધાનમંત્રી 'ડિજિટલ ઈન્ડિયા ભા।ષીની' લોન્ચ કરશે જે ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ ઍક્સેસને સક્ષમ કરશે, જેમાં વૉઇસ-આધારિત ઍક્સેસનો સમાવેશ થાય છે અને ભારતીય ભાષાઓમાં સામગ્રીના નિર્માણમાં મદદ મળશે. ભારતીય ભાષાઓ માટે AI આધારિત ભાષા ટેક્નોલોજી સોલ્યુશન્સ બનાવવામાં મુખ્ય હસ્તક્ષેપ બહુભાષી ડેટાસેટ્સનું નિર્માણ હશે. ડિજિટલ ઈન્ડિયા ભાશિની ભાષાદાન નામની ક્રાઉડસોર્સિંગ પહેલ દ્વારા આ ડેટાસેટ્સનું નિર્માણ કરવા માટે વ્યાપક નાગરિક જોડાણને સક્ષમ બનાવશે.

પ્રધાનમંત્રી ‘ડિજિટલ ઈન્ડિયા જીનેસિસ’ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ) - એક રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ, જે ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં સફળ સ્ટાર્ટઅપ્સને શોધવા, સમર્થન આપવા, વૃદ્ધિ કરવા અને બનાવવા માટે લોન્ચ કરશે. આ યોજના માટે કુલ ₹750 કરોડના ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ‘Indiastack.global’ પણ લોન્ચ કરશે - આધાર, UPI, ડિજીલોકર, Cowin વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું વૈશ્વિક ભંડાર છે. ગ્લોબલ પબ્લિક ડિજિટલ ગૂડ્ઝ રિપોઝીટરીને ભારતની આ ઓફર વસ્તીના ધોરણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવામાં ભારતને અગ્રેસર તરીકે સ્થાન આપવામાં મદદ કરશે અને આવા ટેક્નોલોજી સોલ્યુશન્સ શોધી રહેલા અન્ય દેશો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.

પ્રધાનમંત્રી નાગરિકોને ‘MyScheme’ સમર્પિત કરશે - એક સેવા શોધ પ્લેટફોર્મ જે સરકારી યોજનાઓ સુધી પહોંચવાની સુવિધા આપે છે. તેનો ઉદ્દેશ્ય વન-સ્ટોપ સર્ચ અને ડિસ્કવરી પોર્ટલ ઓફર કરવાનો છે જ્યાં વપરાશકર્તાઓ તેઓ માટે લાયક હોય તેવી સ્કીમ શોધી શકે. તે નાગરિકોને ‘મેરી પહેચાન’ પણ સમર્પિત કરશે- વન સિટીઝન લોગિન માટે નેશનલ સિંગલ સાઈન ઓન. નેશનલ સિંગલ સાઇન-ઓન (એનએસએસઓ) એ એક વપરાશકર્તા પ્રમાણીકરણ સેવા છે જેમાં ઓળખપત્રનો એક સમૂહ બહુવિધઑનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની ઍક્સેસ પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રી ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ (C2S) પ્રોગ્રામ હેઠળ સહાયિત થનારી 30 સંસ્થાઓના પ્રથમ જૂથની પણ જાહેરાત કરશે. C2S પ્રોગ્રામનો હેતુ સ્નાતક, માસ્ટર્સ અને સંશોધન સ્તરે સેમિકન્ડક્ટર ચિપ્સની ડિઝાઇનના ક્ષેત્રમાં વિશેષ માનવશક્તિને તાલીમ આપવાનો છે અને દેશમાં સેમિકન્ડક્ટર ડિઝાઇન સાથે સંકળાયેલા સ્ટાર્ટ-અપ્સના વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરવાનો છે. તે સંસ્થાકીય સ્તરે માર્ગદર્શન આપે છે અને સંસ્થાઓને ડિઝાઇન માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. સેમિકન્ડક્ટર્સમાં મજબૂત ડિઝાઇન ઇકોસિસ્ટમ બનાવવા માટે આ ભારત સેમિકન્ડક્ટર મિશનનો એક ભાગ છે.

ડિજિટલ ઈન્ડિયા વીક 2022માં ગાંધીનગરમાં 4 થી 6 જુલાઈ દરમિયાન શારીરિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમ ડિજિટલ ઈન્ડિયાની વર્ષગાંઠની ઉજવણી કરશે અને દર્શાવશે કે કેવી રીતે આધાર, UPI, Cowin, Digilocker વગેરે જેવા સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મે નાગરિકો માટે જીવન જીવવાની સરળતા સક્ષમ કરી છે. તે વૈશ્વિક પ્રેક્ષકો સમક્ષ ભારતની તકનીકી કૌશલ્યનું પ્રદર્શન કરશે, હિતધારકોની વિશાળ શ્રેણી સાથે સહયોગ અને વ્યવસાયની તકોનું અન્વેષણ કરશે અને નેક્સ્ટજેન માટે તકોના ટેકડે રજૂ કરશે. તે સ્ટાર્ટઅપ અને સરકાર, ઉદ્યોગ અને એકેડેમીયાના નેતાઓની ભાગીદારીનું સાક્ષી બનશે. 200 થી વધુ સ્ટોલ સાથે એક ડિજિટલ મેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જે ડિજિટલ સોલ્યુશન્સ પ્રદર્શિત કરશે જે જીવનની સરળતાને સક્ષમ કરે છે અને ભારતીય યુનિકોર્ન્સ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસાવવામાં આવેલા સોલ્યુશન્સ પણ પ્રદર્શિત કરશે. ડિજિટલ ઈન્ડિયા વીકમાં 7 થી 9 જુલાઈ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં ઈન્ડિયા સ્ટેક નોલેજ એક્સચેન્જ પણ હશે.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Robust activity in services sector holds up 6.3% GDP growth in Q2

Media Coverage

Robust activity in services sector holds up 6.3% GDP growth in Q2
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 ડિસેમ્બર 2022
December 01, 2022
શેર
 
Comments

India Begins its G-20 Presidency With a Vision of ‘Vasudhaiva Kutumbakam’ for Global Growth and Development

Citizens Appreciate India’s Move Towards Prosperity and Inclusion With The Modi Govt.