પ્રધાનમંત્રી વિશેષ રુપથી ડિઝાઇન કરાયેલ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે
શતાબ્દી ઉજવણી સમારોહમાં RSSના વારસા, સાંસ્કૃતિક યોગદાન અને ભારતની એકતામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્રમાં RSSના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે અને સભાને સંબોધન પણ કરશે.

1925માં મહારાષ્ટ્રના નાગપુરમાં ડૉ. કેશવ બલીરામ હેડગેવાર દ્વારા RSSની સ્થાપના નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સ્વયંસેવક સંગઠન તરીકે કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે એક અનોખું જન-પોષિત આંદોલન છે. તેનો ઉદય સદીઓથી ચાલતા વિદેશી શાસનના પ્રતિકાર તરીકે જોવામાં આવે છે અને તેનો સતત વિકાસ ધર્મમાં મૂળ રહેલા ભારતના રાષ્ટ્રીય ગૌરવના તેના દ્રષ્ટિકોણના ભાવનાત્મક પડઘાને આભારી છે.

સંઘનો પ્રાથમિક ભાર દેશભક્તિ અને રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ પર છે. તે માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, શિસ્ત, આત્મ-નિયંત્રણ, હિંમત અને બહાદુરી જગાડવાનો પ્રયાસ કરે છે. સંઘનું અંતિમ લક્ષ્ય ભારતની "સર્વાંગીણ ઉન્નતિ" (સર્વાંગી વિકાસ) છે, જેના માટે દરેક સ્વયંસેવક પોતાને સમર્પિત કરે છે.

છેલ્લી સદીમાં RSSએ શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ અને આપત્તિ રાહત ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. RSS સ્વયંસેવકોએ પૂર, ભૂકંપ અને ચક્રવાત સહિત કુદરતી આફતો દરમિયાન રાહત અને પુનર્વસન કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો છે. વધુમાં RSSની વિવિધ સંલગ્ન સંસ્થાઓએ યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવા, જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયોને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે.

શતાબ્દી ઉજવણી ફક્ત RSSની ઐતિહાસિક સિદ્ધિઓનું સન્માન જ નથી કરતી પરંતુ ભારતની સાંસ્કૃતિક યાત્રા અને રાષ્ટ્રીય એકતાના સંદેશમાં તેના સતત યોગદાનને પણ પ્રકાશિત કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM-KUSUM 2.0 aims to help farmers generate RE alongside crops: Joshi

Media Coverage

PM-KUSUM 2.0 aims to help farmers generate RE alongside crops: Joshi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam seeking blessings for well-being, wisdom and prosperity
September 10, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam invoking blessings for the well-being, auspiciousness, protection, peace, wisdom and prosperity of all. The Subhashitam seeks the blessings of Lord Indra, Lord Surya, Lord Garuda and Lord Brihaspati.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।

स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।

स्वस्ति नो बृहस्पतिर्दधातु॥”

The Subhashitam conveys that May the glorious Lord Indra bless us with well-being. May Lord Surya, the knower of the entire universe and the sustainer of all, bring auspiciousness to us. May Lord Garuda, the destroyer of obstacles, protect us all. May Lord Brihaspati, the lord of knowledge, bless us with peace, wisdom and prosperity.

The Prime Minister wrote on X;

“स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः।

स्वस्ति नः पूषा विश्ववेदाः।

स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः।

स्वस्ति नो बृहस्पतिर्दधातु॥”