પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિકો (H.E. Mr Robert Fico)ની સાથે રેલવે, સંરક્ષણ, ઓટોમોટિવ્સ, ઊર્જા, આઈટી, હેલ્થકેર સહિતના વિવિધ ક્ષેત્રોના સ્લોવાકિયાના અગ્રણી વ્યવસાયિક અને ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારત અને સ્લોવાકિયા વચ્ચે સતત વિસ્તરી રહેલા બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) જોડાણની પ્રશંસા કરી હતી. તેમણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા તેમજ પારદર્શક, સ્થિર અને રોકાણકારોને અનુકૂળ આર્થિક વાતાવરણ બનાવવા માટે તાજેતરના વર્ષોમાં ભારત દ્વારા રજૂ કરવામાં આવેલા મુખ્ય સુધારાઓ અને નીતિગત પહલો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સ્લોવાક કંપનીઓને ભારતમાં વધી રહેલી તકોનો, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનર્જી), ડિજિટલ ઇનોવેશન, સેમિકન્ડક્ટર્સ, એઆઈ (AI) અને હેલ્થકેરના ક્ષેત્રોમાં લાભ લેવા માટે આમંત્રિત કર્યા હતા.

ઉદ્યોગ જગતના અગ્રણીઓએ 'વિકસિત ભારત' તરફ ભારતના સુધારાઓને આવકાર્યા હતા અને ભારતની આર્થિક પ્રગતિના માર્ગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતીય સાહસો સાથે વધુ રોકાણ, ટેકનોલોજી ભાગીદારી અને સંયુક્ત સાહસો (જોઇન્ટ વેન્ચર્સ) દ્વારા ભારતમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે ભારત-ઈયુ એફટીએ ના નિષ્કર્ષને પણ આવકાર્યો હતો અને નોંધ્યું હતું કે તેના અમલીકરણથી તેમના માટે વ્યવસાયની નવી તકો ખુલશે. આ કાર્યક્રમમાં નીચે ઉલ્લેખિત સીઇઓ/ઉદ્યોગ અગ્રણીઓએ હાજરી આપી હતી:

• શ્રી એલેક્સી બાલ્જાયેવ (Mr. Alexej Baljajev), ચેરમેન, તત્રાવગોન્કા (Tatravagonka)

• શ્રી પીટર માલેક (Mr. Peter Malec), વાઇસ-ચેરમેન, તત્રાવગોન્કા (Tatravagonka)

• શ્રી રોબર્ટ સ્પિસાક (Mr. Robert Spisak), ચેરમેન, એઝેડસી ગ્રુપ (AZC Group)

• શ્રી રિચાર્ડ માર્કો (Mr. Richard Marko), સીઇઓ, ઈસેટ (ESET)

• શ્રી પરવિંદર વાલિયા (Mr. Parvinder Walia), એશિયા-પેસિફિક ક્ષેત્રના પ્રમુખ, ઈસેટ (ESET)

• શ્રી જારોસ્લાવ કુરાસિના (Mr. Jaroslav Kuracina), સીઇઓ, ગ્રાન્ડ પાવર લિમિટેડ (Grand Power Ltd)

• શ્રી પીટર લેડનિકી (Mr. Peter Lednicky), સીઇઓ, પેન્ટા હોસ્પિટલ્સ ઇન્ટરનેશનલ (Penta Hospitals International)

• શ્રી સ્ટેફન રોસિના (Mr. Stefan Rosina), સીઇઓ, મેટાડોર (Matador)

• શ્રી રાજેશ સબને (Mr. Rajesh Sabne), મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ, મેટાડોર ટેકનોલોજીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (Matador Technologies India Pvt. Ltd.)

• શ્રી માતેજ કોરેક (Mr. Matej Korec), જનરલ ડિરેક્ટર, વુજે એ.એસ. (VUJE a.s.)

• શ્રી પીટર ડુચોવિક (Mr. Peter Duchovic), સીઇઓ, વિપો (VIPO)

• શ્રી આન્દ્રેજ બેન્સેલ (Mr. Andrej Bencel), હેડ ઓફ ડિજિટલ કોમ્પિટન્સ, વિપો (VIPO)

• શ્રી જોઝેફ ઓમેલ્કા (Mr. Jozef Omelka), એમડી, માઇક્રોસ્ટેપ-એમઆઈએસ (MicroStep-MIS)

• શ્રી રિચાર્ડ વર્ગા (Mr. Richard Varga), ચેરમેન અને સીઇઓ, વીઆરએમ (VRM)

• શ્રી એડ્યુઅર્ડ ક્રિસ્ટિયા (Mr Eduard Cristea), માર્કેટિંગ મેનેજર, વીઆરએમ (VRM)

• શ્રી મિલોસ્લાવ કુરિલા (Mr. Miloslav Curilla), બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય, ઇકો ઇન્વેસ્ટમેન્ટ્સ (Eco Investments)

• શ્રી ટિબોર ગ્રેગોર (Mr. Tibor Gregor), એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ક્લબ 500 (Klub 500)

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
DBT transfers top Rs 2 lakh crore so far in FY27

Media Coverage

DBT transfers top Rs 2 lakh crore so far in FY27
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Samvatsari
September 15, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the sacred occasion of Samvatsari. Shri Modi said that Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond. He called upon everyone to embrace humility and let kindness and goodwill guide their actions.

The Prime Minister posted on X:

Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond.

On this sacred occasion, may humility guide us and may kindness and goodwill shape our every action.

Michhami Dukkadam!