પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા વિભાગ અને વીજળી વિભાગના સહયોગી પ્રયાસોની પ્રશંસા કરી છે જેના પરિણામે યુઝર-ફ્રેન્ડલી પોર્ટલ દ્વારા સુલભ સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે સબસિડી શરૂ થઈ છે. આ પહેલ ગોવાના લોકોને વીજળી ઉત્પાદનની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરશે.
ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતની ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"ગોવાને સૂર્યની શક્તિનો ઉપયોગ કરતા જોઈને આનંદ થયો. આ સહયોગી પ્રયાસ ટકાઉ વિકાસને વેગ આપશે."
Happy to see Goa harnessing the power of the sun. This collaborative effort will boost sustainable development. https://t.co/uMEPlcW7SX
— Narendra Modi (@narendramodi) June 17, 2023


