પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલંબો નજીક શ્રી જયવર્ધનપુરા કોટ્ટેમાં 'ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારક' ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
IPKF સ્મારક ભારતીય શાંતિ રક્ષા દળના સૈનિકોનું સ્મરણ કરે છે, જેમણે શ્રીલંકાની એકતા અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.


