પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીમા પુનિયાને હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2022માં મહિલાઓની ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“સીમા પુનિયા માટે એક નોંધપાત્ર બ્રોન્ઝ મેડલ. ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં તેનું શાનદાર પ્રદર્શન. તેના સમર્પણ અને સખત મહેનતે ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે.
A remarkable Bronze Medal for Seema Punia. A great performance by her in the Discus Throw event. Her dedication and hard work have made the nation proud once again. pic.twitter.com/Y6UwXV56pJ
— Narendra Modi (@narendramodi) October 1, 2023


