પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચિત્તોડગઢના ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી મહેન્દ્ર સિંહ મેવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“સામાજિક અને રાજકીય જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર ચિત્તોડગઢના ભૂતપૂર્વ સાંસદ અને મેવાડના રાજવી પરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડ જીના નિધનથી અત્યંત દુઃખી છું. તેઓ જીવનપર્યંત રાજસ્થાનના વારસાને જાળવવામાં અને તેને સુંદર બનાવવામાં રોકાયેલા રહ્યા. તેમણે લોકોની સેવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું. સમાજ કલ્યાણ માટેનું તેમનું કાર્ય હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શોકની આ ઘડીમાં હું તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!”
सामाजिक और राजनीतिक जीवन में अमूल्य योगदान देने वाले चित्तौड़गढ़ के पूर्व सांसद और मेवाड़ राजघराने के सदस्य महेंद्र सिंह मेवाड़ जी के निधन से अत्यंत दुख हुआ है। वे जीवनपर्यंत राजस्थान की विरासत को सहेजने और संवारने में जुटे रहे। उन्होंने लोगों की सेवा के लिए पूरे समर्पित भाव से…
— Narendra Modi (@narendramodi) November 10, 2024