પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 જૂન, 2018ના રોજ લોક કલ્યાણ માર્ગ ખાતે 150 જેટલા ખેડૂતોના એક પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરશે. આ પ્રતિનિધિમંડળમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતો સામેલ છે.
આ મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારે શેરડી ક્ષેત્ર માટે કરેલા હસ્તક્ષેપો અને પહેલો વિશે ચર્ચા કરવામાં આવે એવી અપેક્ષા છે.


