શેર
 
Comments

નેપાળનાં પ્રવાસ માટે પ્રસ્થાન કરતા અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય નીચે મુજબ છેઃ
“હું 30-31 ઓગસ્ટનાં રોજ ચોથા BIMSTEC સંમેલનમાં ભાગ લેવા માટે કાઠમંડુમાં બે દિવસનાં પ્રવાસે જઈશ.
આ શિખર સંમેલનમાં મારી ભાગીદારી ભારતનાં પડોશી દેશો પ્રત્યે સર્વોચ્ચ પ્રાથમિકતા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પડોશી દેશોની સાથે આપણાં ગાઢ બનતાં સંબંધોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

શિખર સંમેલનમાં મને પ્રાદેશિક સહયોગને વધારે મજબૂત બનાવવા, વેપારી સંબંધો વધારવા તથા શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બંગાળની ખાડીનાં ક્ષેત્રનું નિર્માણ કરવા માટે અમારાં સામૂહિક પ્રયાસોમાં ઝડપ લાવવા માટે BIMSTECનાં સભ્ય દેશોનાં તમામ નેતાઓ સાથે સંવાદ કરવાની તક મળશે.

શિખર સંમેલનનો વિષય છે – ‘શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ટકાઉ બંગાળની ખાડીના ક્ષેત્ર તરફ’ (Towards a Peaceful, Prosperous and Sustainable Bay of Bengal Region) આ વિષય આપણી સહિયારી આકાંક્ષાઓ પૂર્ણ કરવા અને પડકારોનું સમાધાન કરવા માટે આપણાં સંકલિત પ્રયાસોને વ્યવહારિક સ્વરૂપ પ્રદાન કરશે.

મને ખાતરી છે કે ચોથુ BIMSTEC શિખર સંમેલન, સંગઠન અંતર્ગત અત્યાર સુધી થયેલી પ્રગતિને વધારે મજબૂત બનાવશે તેમજ એક શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બંગાળની ખાડીનાં ક્ષેત્રોમાં નિર્માણની રૂપરેખા નક્કી કરશે.
BIMSTEC શિખર સંમેલન દરમિયાન મને બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા અને થાઇલેન્ડનાં રાજનેતાઓ સાથે વાતચીત કરવાની પણ તક મળશે.

હું નેપાળનાં પ્રધાનમંત્રી શ્રી કે પી શર્મા ઓલીની સાથેની મુલાકાત અને મે, 2018માં મારી અગાઉની નેપાળ યાત્રા પછી દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષાને લઈને ઉત્સાહિત છું.

પ્રધાનમંત્રી ઓલી અને મને, પશુપતિનાથ મંદિર સંકુલમાં નેપાળ-ભારત મૈત્રી ધર્મશાળાનું ઉદઘાટન કરવાનું સન્માન પ્રાપ્ત થશે.”

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Forex kitty continues to swells, scales past $451-billion mark

Media Coverage

Forex kitty continues to swells, scales past $451-billion mark
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Here are the Top News Stories for 7th December 2019
December 07, 2019
શેર
 
Comments

Top News Stories is your daily dose of positive news. Take a look and share news about all latest developments about the government, the Prime Minister and find out how it impacts you!