શેર
 
Comments
આજથી પ્રારંભ થઇ રહેલા વિકાસના કાર્યો સમગ્ર કેરળમાં પ્રસરેલા છે અને વ્યાપક શ્રેણીમાં વિવિધ ક્ષેત્રોને આવરી લે છે: પ્રધાનમંત્રી
ભારતની સૌર ઉર્જા ક્ષમતામાં છેલ્લા છ વર્ષમાં 13 ગણો વધારો થયો છે: પ્રધાનમંત્રી
આપણા અન્નદાતાઓને ઉર્જાદાતા બનાવવા માટે સૌર ક્ષેત્ર સાથે ખેડૂતોને જોડવામાં આવી રહ્યાં છે: પ્રધાનમંત્રી
વિકાસ અને સારા સુશાસનને કોઇ જ્ઞાતિ, જાતિ, વંશ, લિંગ, ધર્મ કે ભાષાની ખબર નથી પડતી: પ્રધાનમંત્રી

કેરળના રાજ્યપાલ શ્રી આરીફ મોહમ્મદ ખાન, કેરળના મુખ્યમંત્રી શ્રી પીનારાઈ વિજયન, મારા કેબિનેટના સાથીઓ શ્રી આર કે સિંઘ, શ્રી હરદીપ સિંઘ પુરી, અન્ય ખ્યાતનામ મહેમાનો,

મિત્રો,

નમસ્કારમ કેરળ! હમણાં થોડા દિવસો પહેલા જ હું કેરળમાં પેટ્રોલિયમ ક્ષેત્રના કેટલાક મહત્વના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યો હતો. આજે, ટેકનોલોજીના કારણે, આપણે ફરી એકસાથે મળી રહ્યા છીએ. આપણે કેરળની વિકાસ યાત્રામાં મહત્વના પગલાં ભરી રહ્યા છીએ. આજથી શરૂ થઈ રહેલા વિકાસ કાર્યો સમગ્ર રાજ્યમાં ફેલાયેલા છે. તે અનેક ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લેનારા છે. તે આ સુંદર રાજ્ય કે જ્યાંના લોકો ભારતની પ્રગતિમાં સમૃદ્ધ યોગદાન આપી રહ્યા છે તેને ઉર્જા આપશે અને સશક્ત બનાવશે. આજે બે હજાર મેગાવોટની સ્ટેટ ઓફ ધી આર્ટ પુગલુર થ્રી સ્સૂર હાઇ વૉલ્ટેજ ડાયરેક્ટ કરંટ સિસ્ટમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. કેરલનું આ નેશનલ ગ્રીડ સાથેનું સૌપ્રથમ એચવિડીસી ઇન્ટર કનેક્શન છે. થ્રીસ્સૂર એ કેરલનું મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. તએ હવે કેરળનું ઉર્જા કેન્દ્ર પણ બની જશે. આ વ્યવસ્થા રાજ્યની વધી રહેલી ઉર્જાની વિશાળ માંગને પહોંચી વળવા માટે ઉર્જાના વિશાળ જથ્થાની હેરફેર કરવાની સુવિધા પૂરી પાડશે. સૌપ્રથમ વખત ટ્રાન્સમિશન માટે દેશમાં પણ આ વીએસસી કન્વર્ટર ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે. આ ખરેખર આપણાં સૌની માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.

મિત્રો,

કેરળમાં આંતરિક ઉર્જા ઉત્પાદનના સંસાધનો ઋતુ આધારિત છે. તેના કારણે રાજ્ય નેશનલ ગ્રીડમાંથી ઉર્જાની આયાત કરવા માટે બહુ મોટા પાયે અન્ય ઉપર નિર્ભર રહે છે. આ તફાવત ભરવાની જરૂરિયાત હતી. એચવીડીસી સિસ્ટમ આપણને આ બાબત હાંસલ કરવા માટે મદદ કરે છે. હવે વિશ્વસનીયતા સાથે ઉર્જા સુધીની પહોંચ પ્રાપ્ત થઈ શકશે. પરિવારો અને ઔદ્યોગિક એકમોને ઉર્જા પૂરી પાડવા માટે ઇન્ટ્રા સ્ટેટ ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત કરવું એ પણ એટલું જ મહત્વનું છે. આ પ્રોજેક્ટ અંગે બીજો પણ એક આયામ છે કે જે મને આનંદ આપે છે. આ પ્રોજેક્ટમાં ઉપયોગ કરવામાં આવેલ એચવીડીસી સાધનો ભારતમાં બનેલા છે. તે આપણી આત્મનિર્ભર ભારતની ચળવળને વધારે મજબૂત બનાવનાર છે.

મિત્રો,

આપણે માત્ર એક ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું જ લોકાર્પણ નથી કરી રહ્યા. આપણી પાસે વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ પણ રહેલો છે. 50 મેગાવોટની ક્ષમતા ધરાવતા વધુ અન્ય એક સ્વચ્છ ઉર્જાવાળો કસારગોડ સોલર પ્રોજેક્ટ સમર્પણ કરતાં મને આનંદની અનુભૂતિ થાય છે. આપણાં દેશના હરિત અને સ્વચ્છ ઉર્જાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વનું પગલું હશે. ભારત એ સુર્ય ઉર્જાને ખૂબ વધારે મહત્વ આપી રહ્યું છે. સૂર્ય ઉર્જામાં આપણો લાભ એ બાબતની ખાતરી કરે છે: જળવાયુ પરિવર્તન સામેની એક મજબૂત લડાઈ. આપણાં ઉદ્યોગ સાહસિકોને એક પ્રોત્સાહન. આપણાં અન્નદાતાઓને ઉર્જાદાતા બનાવવા માટે, આપણાં મહેનતુ ખેડૂતોને સૂર્ય ઉર્જા ક્ષેત્ર સાથે જોડવા માટે પણ કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 20 લાખથી વધુ સૂર્ય ઉર્જા પંપ આપવામાં આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં, ભારતની સૂર્ય ઉર્જા ક્ષમતા 13 ગણી વધારે થઈ ગઈ છે. ભારત આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સના માધ્યમથી સમગ્ર વિશ્વને પણ એકત્રિત કર્યું છે.

મિત્રો,

આપણાં શહેરો એ વિકાસના એન્જિનો અને ઇનોવેશનના ઉર્જા કેન્દ્રો છે. આપણાં શહેરોમાં ત્રણ પ્રોત્સાહક પ્રવાહો જોવા મળી રહ્યા છે: ટેકનોલોજીનો વિકાસ, અનુકૂળ ડેમોગ્રાફીક ડિવિડન્ડ અને વધી રહેલ સ્થાનિક માંગ. આ ક્ષેત્રમા આપણા વિકાસને હજી વધુ આગળ લઈ જવા માટે આપણી પાસે સ્માર્ટ સિટી મિશન છે. આ મિશન અંતર્ગત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ કેન્દ્રો વધુ સારા શહેરી આયોજન અને વ્યવસ્થાપન માટે શહેરોને મદદ કરી રહ્યા છે. મને એ વાત કહેતા અત્યંત આનંદ અનુભવાય છે કે 54 કમાન્ડ સેન્ટર પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થઈ ગયા છે. આવા 30 બીજા પ્રોજેક્ટ્સ અમલીકરણના જુદા જુદા તબક્કાઓમાં રહેલા છે. આ કેન્દ્રો ખાસ કરીને મહામારીના દિવસોમાં ઘણા ઉપયોગી સાબિત થયા હતા. કેરળમાં બે સ્માર્ટ સિટીમાંથી કોચિ સ્માર્ટ સિટીએ પહેલેથી જ પોતાનું કમાન્ડ કેન્દ્ર સ્થાપિત કરી દીધું છે. થીરુવનંતપુરમ સ્માર્ટ સિટી એ હવે તેના પોતાના કંટ્રોલ સેન્ટર માટે તૈયાર થઈ રહ્યું છે. સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત, બે કેરળ સ્માર્ટ શહેરો – કોચિ અને થીરુવનંતપુરમે નોંધપાત્ર પ્રગતિ કરી છે. અત્યારની તારીખ સુધીમાં, બે સ્માર્ટ શહેરો પાસે 773 કરોડ રૂપિયાની કિંમતના 27 પ્રોજેક્ટ્સ છે કે જે પૂરા થઈ ગયા છે. લગભગ બે હજાર કરોડ રૂપિયાની કિંમતના 68 પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે.

મિત્રો,

શહેરી ઇન્ફ્રાસ્ટ્રકચરને સુધારવા માટેની બીજી એક પહેલ એટલે ‘અમૃત’ (AMRUT). અમૃત એ શહેરોને વિસ્તૃત બનાવવા માટે અને તેમના નકામા પાણીનો ઈલાજ કરવા માટેના ઇન્ફ્રાસ્ટ્રકચરને અપગ્રેડ કરવા માટે મદદ કરી રહ્યું છે. એક હજાર એકસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અમૃત અંતર્ગત કેરળમાં કુલ 175 પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. 9 અમૃત શહેરોમાં યૂનિવર્સલ કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે. આજે આપણે અરુવિક્કારા ખાતે 70 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પ્રતિદિન 75 મિલિયન લિટર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. તે આશરે 13 લાખ નાગરિકોના જીવનમાં સુધારો કરશે. જેમ કે મારા સાથી મંત્રીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ થીરુવનંતપુરમની અંદર માથાદીઠ પાણી પુરવઠાની માત્રા કે જે અગાઉ 100 લિટર પ્રતિ દિન પૂરી પાડવામાં આવતી હતી તે વધારીને હવે 150 લિટર પ્રતિ દિન કરવામાં પણ મદદ કરશે.

મિત્રો,

આજે આપણે મહાન છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી પણ ઉજવી રહ્યા છીએ. છત્રપતિ શિવાજી મહારાજનું જીવન સમગ્ર ભારતમાં લોકોને પ્રેરણા આપે છે. તેમણે એવા સ્વરાજ્ય ઉપર ભાર મૂક્યો હતો કે જ્યાં વિકાસના ફળ સમાજના દરેક તબક્કાના લોકોને પ્રાપ્ત થાય. છત્રપતિ શિવાજી મહારાજનો ભારતના દરિયા કાંઠાઓ સાથે પણ એક વિશેષ સંબંધ રહ્યો છે. એક તરફ તેમણે એક મજબૂત નેવી બનાવી હતી. બીજી બાજુ તેમણે દરિયાકાંઠાના વિકાસ માટે તેમજ માછીમારોની સુખાકારી માટે સખત મહેનત કરી હતી. અમે આ વિઝનને યથાવત ચાલુ રાખી રહ્યા છીએ. ભારત એ સંરક્ષણ ક્ષેત્રમા આત્મનિર્ભર બનવાના માર્ગે પ્રગતિ કરી રહ્યું છે. આ સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રમા એક બહુ મોટા સીમાસ્તંભ સમાન સુધારાઓ છે. આ પ્રયાસો અનેક પ્રતિભાશાળી ભારતીય યુવાનો માટે તકોનું નિર્માણ કરશે. એ જ રીતે, આપણાં રાષ્ટ્રએ સર્વશ્રેષ્ઠ દરિયાકાંઠાના ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પણ એક બહુ મોટું આંદોલન શરૂ કર્યું છે. ભારત એ બ્લૂ ઈકોનોમીમાં રોકાણ કરી રહ્યું છે. અમે આપણાં માછીમારોના પ્રયાસોની કિંમત સમજીએ છીએ. માછીમાર સમુદાયો માટેના અમારા પ્રયાસો આની ઉપર નિર્ભર છે: વધુ ધિરાણ. વધુ સારી ટેકનોલોજી. ટોચની ગુણવત્તાવાળું ઇન્ફ્રાસ્ટ્રકચર. સહાયક સરકારી નીતિઓ. માછીમારો પાસે હવે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે. અમે લેટેસ્ટ ટેકનોલોજી કે જે તેમને પાણીમાં નેવિગેટ કરવામાં મદદ કરશે તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. તેઓ જે નાવનો ઉપયોગ કરી રહ્યા છે તેને આધુનિક બનાવવા માટેનું કાર્ય પણ ચાલી રહ્યું છે. સરકારી નીતિઓ એ બાબતની ખાતરી કરશે કે ભારત એ દરિયાઈ ખોરાકની નિકાસ માટેનું કેન્દ્ર બની જાય. આ બજેટની અંદર પણ કોચિ માટે એક માછીમારી બંદરની જાહેરાત કરવામાં આવી છે.

મિત્રો,

મહાન મલયાલમ કવિ કુમારનશને જણાવ્યું છે કે: હું તમારી જ્ઞાતિની બહેન નથી માંગી રહ્યો, હું પાણી માંગુ છું, હું તરસ્યો છું. વિકાસ અને સુશાસન એ કોઈ જ્ઞાતિ, વંશ, પ્રજાતિ, ધર્મ અને ભાષા નથી જાણતા. વિકાસ એ બધા માટે હોય છે. અને એ જ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એનો સાર છે. વિકાસ એ અમારું લક્ષ્ય છે. વિકાસ એ અમારો ધર્મ છે. હું કેરળના લોકોનો સહયોગ માંગુ છું કે જેથી કરીને આપણે એકતા અને વિકાસના સહભાગી વિઝનને સાકાર કરવા માટે આગળ વધી શકીએ. નંદી! નમસ્કારમ!

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India outpaces advanced nations in solar employment: IRENA report

Media Coverage

India outpaces advanced nations in solar employment: IRENA report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM cheers Women's Squash Team on winning Bronze Medal in Asian Games
September 29, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi praised Women's Squash Team on winning Bronze Medal in Asian Games. Shri Modi congratulated Dipika Pallikal, Joshna Chinappa, Anahat Singh and Tanvi for this achievement.

In a X post, PM said;

“Delighted that our Squash Women's Team has won the Bronze Medal in Asian Games. I congratulate @DipikaPallikal, @joshnachinappa, @Anahat_Singh13 and Tanvi for their efforts. I also wish them the very best for their future endeavours.”