શેર
 
Comments
“પહેલા ગુજરાતમાં અને હવે રાષ્ટ્રીય સ્તરે, મારા 20 વર્ષના કાર્યકાળ દરમિયાન પર્યાવરણ અને ટકાઉ વિકાસ મારા માટે મુખ્ય ફોકસ ક્ષેત્રો રહ્યા છે”
"ગરીબો માટે વાજબી ઊર્જા મળી રહે એ અમારી પર્યાવરણીય નીતિનો પાયાનો પથ્થર રહ્યો છે"
"ભારત એક વિશાળ-વિવિધ દેશ છે અને આ ઇકોલોજીનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે"
"પર્યાવરણીય ટકાઉપણું ફક્ત આબોહવા ન્યાય દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે"
“ભારતના લોકોની ઊર્જા જરૂરિયાતો આગામી 20 વર્ષમાં લગભગ બમણી થવાની અપેક્ષા છે. આ ઊર્જાનો ઇનકાર કરવો એ લાખો લોકોનાં ખુદ જીવનને નકારવા જેવું હશે."
"વિકસિત દેશોએ નાણાં વ્યવસ્થા અને ટેક્નોલોજી તબદિલી પર તેમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની જરૂર છે"
“વૈશ્વિક સહિયારાં માટે ટકાઉપણાને સંકલિત પગલાંની જરૂર છે”
“આપણે દરેક સમયે દરેક ઠેકાણે વિશ્વવ્યાપી ગ્રિડમાંથી સ્વચ્છ ઊર્જાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કામ કરવું રહ્યું. આ "સમગ્ર વિશ્વ" અભિગમ છે જેના માટે ભારતનાં મૂલ્યો સૂચવે છે"

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI)ની વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. ડોમિનિકન રિપબ્લિકના પ્રમુખ શ્રી લુઈસ એબિનેડર, કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગુયાનાના પ્રમુખ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી, સંયુક્ત રાષ્ટ્રોનાં ઉપ મહામંત્રી સુશ્રી અમીના જે મોહમ્મદ અને કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે તેમના 20 વર્ષના કાર્યકાળ દરમિયાન, પ્રથમ ગુજરાતમાં અને હવે રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ અને ટકાઉ વિકાસ તેમના માટે મુખ્ય ફોકસ ક્ષેત્રો રહ્યાં છે. તેમણે કહ્યું કે ધરતી કંઈ નાજુક કે ભંગુર નથી પરંતુ ધરતી, પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાઓ નાજુક અને ભંગુર રહી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે 1972ની સ્ટોકહોમ કોન્ફરન્સથી છેલ્લા 50 વર્ષોમાં ઘણી વાતો કરવા છતાં બહુ ઓછું કરવામાં આવ્યું છે. પરંતુ ભારતમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે વાત આગળ વધારી છે. "ગરીબો માટે વાજબી ઊર્જા પહોંચ એ આપણી પર્યાવરણીય નીતિનો પાયાનો પથ્થર રહ્યો છે", એમ તેમણે કહ્યું હતું. ઉજ્જવલા યોજના હેઠળ 90 મિલિયન પરિવારોને સ્વચ્છ રસોઈ બળતણ અને PM-KUSUM યોજના હેઠળ ખેડૂતોને નવીનીકરણીય ઊર્જા મેળવવા જેવા પગલાં જેમાં ખેડૂતોને સોલર પેનલ લગાવવા, તેનો ઉપયોગ કરવા અને ગ્રિડને વધારાનો પાવર વેચવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, તે પગલાં ટકાઉપણું અને સમાનતાને પ્રોત્સાહન આપશે.

પ્રધાનમંત્રીએ સાત વર્ષથી ચાલી રહેલી LED બલ્બ વિતરણ યોજના વિશે માહિતી આપી હતી, જેણે 220 અબજ યુનિટ કરતાં વધુ વીજળી અને દર વર્ષે 180 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન બચાવવામાં મદદ કરી છે. આ ઉપરાંત, નેશનલ હાઈડ્રોજન મિશન ગ્રીન હાઈડ્રોજનને ઉપયોગમાં લેવાનો હેતુ ધરાવે છે એમ તેમણે કહ્યું હતું. તેમણે TERI જેવી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને ગ્રીન હાઇડ્રોજનની સંભાવનાઓને સાકાર કરવા માટે આંબી શકાય એવા ઉપાયો સાથે આગળ આવવા માટે પ્રોત્સાહિત કરી હતી.

વિશ્વના 2.4% જમીન વિસ્તાર સાથે, ભારત વિશ્વની લગભગ 8% પ્રજાતિઓ ધરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત એક વિશાળ વૈવિધ્યસભર દેશ છે અને આ પર્યાવરણની રક્ષા કરવી એ આપણી ફરજ છે.

પ્રોટેક્ટેડ એરિયા નેટવર્કનાં મજબૂતીકરણ અંગેના પ્રયાસો પર ટિપ્પણી કરતા, પ્રધાનમંત્રીએ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ની માન્યતા જેવા ભારતના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિની વાત કરી હતી. હરિયાણામાં અરવલ્લી જૈવવિવિધતા ઉદ્યાનને જૈવવિવિધતાના તેના અસરકારક સંરક્ષણ માટે O.E.C.M સ્થળ તરીકે જાહેર કરવામાં આવી રહ્યું છે. વધુ બે ભારતીય વેટલેન્ડ્સ-ભીનાશવાળી જમીનને રામસર સાઇટ્સ તરીકે ઓળખવા સાથે ભારતમાં હવે 1 મિલિયન હેક્ટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી 49 રામસર સાઇટ્સ છે.

ક્ષતિગ્રસ્ત જમીનને પુનઃસ્થાપિત કરવી એ મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાંનું એક છે અને 2015થી અને 11.5 મિલિયન હેક્ટરથી વધુ જમીનો પુનઃસ્થાપિત કરવામાં આવી છે. “અમે બોન ચેલેન્જ હેઠળ લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલિટીની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા હાંસલ કરવાના માર્ગ પર છીએ. અમે U.N.F અને ટ્રિપલ સી હેઠળ કરવામાં આવેલી અમારી તમામ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં દ્રઢપણે વિશ્વાસ રાખીએ છીએ. અમે ગ્લાસગો ખાતે CoP-26 દરમિયાન અમારી મહત્વાકાંક્ષાઓ પણ વધારી છે”, એમ શ્રી મોદીએ કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પર્યાવરણીય ટકાઉપણું ફક્ત આબોહવા ન્યાય દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. તેમણે કહ્યું કે આગામી 20 વર્ષમાં ભારતના લોકોની ઊર્જા જરૂરિયાત લગભગ બમણી થવાની અપેક્ષા છે. “આ ઊર્જાનો ઇનકાર કરવો એ લાખો લોકોનાં ખુદ જીવનને નકારવા સમાન છે. સફળ આબોહવાનાં પગલાંઓ માટે પણ પર્યાપ્ત નાણાંની જરૂર છે. આ માટે, વિકસિત દેશોએ નાણાં વ્યવસ્થા અને ટેક્નોલોજી તબદિલી અંગેની તેમની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની જરૂર છે”, એમ તેમણે ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રી ભારપૂર્વક જણાવે છે કે વૈશ્વિક સહિયારાં માટે ટકાઉપણાને સંકલિત પગલાંની જરૂર છે. “અમારા પ્રયાસોએ આ આંતર-નિર્ભરતાને માન્યતા આપી છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ દ્વારા, અમારો ઉદ્દેશ "એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રિડ" છે. આપણે દરેક સમયે દરેક ઠેકાણે વિશ્વવ્યાપી ગ્રિડમાંથી સ્વચ્છ ઊર્જાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવું જોઈએ. આ "સમગ્ર વિશ્વ" અભિગમ છે જેના માટે ભારતનાં મૂલ્યો સૂચવે છે", એમ તેમણે વધુ વિગતવાર જણાવ્યું હતું.

આપત્તિ-સંભવિત વિસ્તારોની ચિંતાઓને ધી કોએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (C.D.R.I.) અને "ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રિઝિલિઅન્ટ આઇલેન્ડ સ્ટેટ્સ" જેવી પહેલો દ્વારા સંબોધવામાં આવી છે. દ્વીપ વિકસતા દેશો સૌથી વધુ સંવેદનશીલ છે અને તેથી તેમને તાત્કાલિક રક્ષણની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ LIFEની બે પહેલ - પર્યાવરણ માટે જીવનશૈલી અને પ્રો પ્લેનેટ પીપલ (3-Ps)નો પુનરોચ્ચાર કર્યો હતો. આ વૈશ્વિક ગઠબંધનો વૈશ્વિક સહિયારાપણાંને સુધારવા માટેના આપણા પર્યાવરણીય પ્રયાસોનો પાયો બનાવશે, એમ તેમણે જણાવ્યું હતું.

સંપૂર્ણ ટેક્સ્ટ સ્પીચ વાંચવા માટે અહીં ક્લિક કરો

Share beneficiary interaction videos of India's evolving story..
Explore More
‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

‘પરીક્ષા પે ચર્ચા પીએમ મોદી કે સાથ’માં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Smriti Irani writes: On women’s rights, West takes a backward step, and India shows the way

Media Coverage

Smriti Irani writes: On women’s rights, West takes a backward step, and India shows the way
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીની G-7 સમિટ દરમિયાન આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
June 27, 2022
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 જૂન 2022 ના રોજ G7 સમિટ દરમિયાન મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહીમ શ્રી આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી.

બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. તેઓએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરી. વેપાર અને રોકાણ; દક્ષિણ-દક્ષિણ સહયોગ, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં; આબોહવા ક્રિયા, નવીનીકરણીય ઊર્જા, ન્યુક્લિયર મેડિસિન, ઇલેક્ટ્રિક ગતિશીલતા, સંરક્ષણ સહકાર, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, પરંપરાગત દવા, સાંસ્કૃતિક સહકાર, તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સંકલન સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. બંને પક્ષો આ ક્ષેત્રોમાં તેમના દ્વિપક્ષીય જોડાણને વધારવા માટે સંમત થયા હતા.