નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ વ્યાપાર સંગઠન(ડબલ્યુટીઓ)ની અનૌપચારિક મંત્રીસ્તરીય બેઠકમાં હાજર રહેલાં મંત્રીઓ અને વરિષ્ઠ મહાનુભાવો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતા.
આ બેઠક દરમિયાન ચર્ચા માટે બહુસ્તરીય વેપાર સાથે સંબંધિત વિવિધ પાસાઓની ચર્ચા-વિચારણા થઈ હતી. કેટલાંક મંત્રીઓએ ભારતની આ મંત્રીસ્તરીય બેઠક આયોજિત કરવાની પહેલની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ મહાનુભાવોને આવકારીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ડબલ્યુટીઓની અનૌપચારિક બઠકમાં ચર્ચાવિચારણા રચનાત્મક રહી હતી. તેમણે સર્વસમાવેશકતા અને સર્વસંમતિનાં સિદ્ધાંતો પર આધારિત નિયમ-આધારિત બહુસ્તરીય વેચાણપ્રણાલીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, ડબલ્યુટીઓનાં મુખ્ય લાભમાંનો એક લાભ સંઘર્ષનું સમાધાન કરવાની મજબૂત વ્યવસ્થા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બહુસ્તરીય વેપારી વ્યવસ્થાનો સામનો કરવા પડકારો ઝીલવા અતિ મહત્ત્વપૂર્ણ છે. તેમણે નોંધ્યું હતું કે, દોહા રાઉન્ડ અને બાલી મંત્રીમંડળીય બેઠકમાં લેવાયેલા નિર્ણયોનો અમલ હજુ થયો નથી. તેમણે ઓછાં વિકસિત દેશો તરફનાં અભિગમ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે અનૌપચારિક બેઠક માટે ભારતનાં આમંત્રણ પર ઉત્સાહજનક પ્રતિસાદ આપવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, બહુસ્તરીયવાદ અને ડબલ્યુટીઓનાં સિદ્ધાંતોમાં વૈશ્વિક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પ્રંસગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુ ઉપસ્થિત હતાં.





