પ્રધાનમંત્રી મોદીએ ટાઇમ્સ નાઉ સમિટમાં બોલતા જણાવ્યું હતું કે, સરકાર એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે, કરદાતાઓને ભારણ ન પડે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં અગાઉથી ચાલી આવતી પ્રક્રિયા-કેન્દ્રીત કરવેરા વ્યવસ્થા હવે જન-કેન્દ્રીત વ્યવસ્થા બની છે.

પ્રધાનમંત્રીએ જીએસટી, ચાલુ વર્ષનાં બજેટમાં પ્રસ્તુત કરવેરાનું વૈકલ્પિક માળખું અને કોર્પોરેટ કરવેરામાં ઘટાડા જેવા સુધારા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે જીએસટીનાં સરેરાશ દરમાં ઘટાડો કર્યો હતો, જે 14.4 ટકા હતા અને ઘટાડીને 11.8 ટકા કરવામાં આવ્યાં  છે. પ્રધાનમંત્રીએ વિવેકાધિન નિર્ણયો અને કનડગત દૂર કરવા આવકવેરાની આકારણી અને અપીલને ફેસલેસ બનાવવા સરકારનાં પ્રયાસો વિશે પણ જાણકારી આપી હતી.

પ્રધાનમંત્રી મોદીએ કરવેરાની ચુકવણીનાં મહત્ત્વ વિશે અને એનાથી માળખાગત સુવિધાઓ વિકસાવવામાં કેવી રીતે મદદ મળે છે તેમજ તમામ માટે મૂળભૂત સુવિધાઓ કેવી રીતે ઊભી થાય છે એ વિશે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ દેશનાં વિકાસ માટે કરવેરાની ચુકવણી કરવા લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, “ત્રણ કરોડ લોકો વ્યવસાય કે પ્રવાસ માટે વિદેશ જાય છે. ઘણા લોકો કારની ખરીદી કરે છે. પણ તમે જુઓ કે સ્થિતિ એવી ઊભી થઈ છે કે, 130 કરોડની વસ્તીમાંથી ફક્ત 1.5 કરોડ લોકો આવકવેરો ચુકવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, "વધારે અવિશ્વસનિય છતાં સત્ય હકીકત એ છે કે, દેશમાં ફક્ત 2,200 વ્યાવસાયિકોએ એમની વાર્ષિક આવક રૂ. 1 કરોડ હોવાની જાહેરાત કરી છે!"

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam

Media Coverage

Cabinet approves ₹8,970-crore Guwahati-Tezpur highway project in Assam
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ નિઃસ્વાર્થ સેવાની ભાવના પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
August 07, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું જે નિઃસ્વાર્થ સેવાના ગુણો અને બદલામાં કંઈપણ અપેક્ષા રાખ્યા વિના અન્ય લોકોના કલ્યાણ માટે કામ કરવાના ઉમદા આદર્શને ઉજાગર કરે છે:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।
स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥