Subsidy on DAP fertiliser hiked by 140%
Farmers to get subsidy of Rs 1200 per bag of DAP instead of Rs 500
Farmers to get a bag of DAP for Rs 1200 instead of Rs 2400
Government to spend additional Rs 14,775 crore towards this subsidy
Farmer should get fertilisers at old rates despite international price rise: PM
Welfare of Farmers at the core of Government’s efforts: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાતરની કિંમતોના મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમની સમક્ષ  ખાતરની કિંમતો અંગે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

એવી ચર્ચા થઈ હતી કે આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફરિક એસીડ અને એમોનિયાના ભાવોમાં વધારો થવાને કારણે ભારતમાં ખાતરના ભાવોમાં વધારો આવ્યો છે. પ્રધાનમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારો થાય તેમ છતાં ખેડૂતોને જૂની કિંમત પર જ ખાતર મળવું જોઇએ.

ડીએપી ખાતર  માટેની સબસિડી દર બેગદીઠ 500  રૂપિયામાંથી 1200 રૂપિયા કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સબસિડીમાં 140%નો વધારો સૂચવે છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે ડીએપીની કિંમતોમાં વધારો થયો હોવા છતાં ભારતમાં 1200 રૂપિયાના જૂના ભાવથી જ ખાતર વેચવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો અને કેન્દ્ર સરકારે ભાવ વધારાનો વધારાનો બોજ પોતાની ઉપર ઉઠાવી લીધો હતો. અગાઉ દર બેગદીઠ અપાતી સબસિડીમાં ક્યારેય વધારો કરાયો ન હતો.

ગયા વર્ષે ડીએપીની મૂળ કિંમત બેગદીઠ 1700 રૂપિયા હતી. તેની ઉપર કેન્દ્ર સરકાર દર બેગદીઠ 500 રૂપિયાની સબસિડી આપતી હતી. જેથી કંપનીઓ ખેડૂતોને 1200 રૂપિયાના ભાવે ખાતર વેચતી હતી. તાજેતરમાં ડીએપીમાં વપરાતા ફોસ્ફરિક એસીડ અને એમોનિયા વગેરેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 60%થી 70%નો વધારો થયો હતો. આમ ડીએપીની હાલની મૂળ કિંમત 2400 રૂપિયા છે જે 500 રૂપિયાની સબસિડીને ધ્યાનમાં રાખતાં ફર્ટિલાઇઝર કંપનીઓ દ્વારા ખેડૂતોને 1900 રૂપિયાના ભાવે વેચી શકાતી હતી. હવે આજના નિર્ણય બાદ ખેડૂતો 1200 રૂપિયા પ્રતિબેગ ડીએપી ખરીદી શકશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું  કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે વધતા જતાં ભાવો સામે ખેડૂતોને સહન કરવું પડે નહીં.

કેન્દ્ર સરકાર દર વર્ષે કેમિકલ ખાતર પરની સબસિડી પાછળ અંદાજે 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. હવે ડીએપી પરની સબસિડીમાં વધારો થતાં ભારત સરકાર ખરીફ સિઝનમાં સબસિડી પાછળ વધારાના 14,775 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

ખેડૂતોના હિતમાં આ બીજો સૌથી મોટો નિર્ણય છે. અગાઉ અખાત્રીજના દિવસે સરકારે પીએમ-કિસાન યોજના હેઠળ દેશા ખેડૂતોના બેંક ખાતામાં 20,667 કરોડ રૂપિયા સીધા જમા કરાવ્યા હતા.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 ડિસેમ્બર 2025
December 13, 2025

PM Modi Citizens Celebrate India Rising: PM Modi's Leadership in Attracting Investments and Ensuring Security