પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે માર્કેટિંગ સીઝન 2026-27 માટે કાચા શણ (Raw Jute) ના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને મંજૂરી આપી છે.
2026-27 સીઝન માટે કાચા શણ (TD-3 ગ્રેડ) ના MSP પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,925/- નક્કી કરવામાં આવ્યા છે. આનાથી ઉત્પાદનના અખિલ ભારતીય ભારિત સરેરાશ ખર્ચ પર 61.8 ટકા વળતર સુનિશ્ચિત થશે. માર્કેટિંગ સીઝન 2026-27 માટે જાહેર કરાયેલા કાચા શણના MSP, સરકાર દ્વારા બજેટ 2018-19 માં જાહેર કર્યા મુજબ ઉત્પાદનના અખિલ ભારતીય ભારિત સરેરાશ ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે MSP નક્કી કરવાના સિદ્ધાંતને અનુરૂપ છે.
માર્કેટિંગ સીઝન 2026-27 માટે કાચા શણના MSP માં અગાઉની માર્કેટિંગ સીઝન 2025-26 કરતા પ્રતિ ક્વિન્ટલ રૂ. 275/- નો વધારો થયો છે. સરકારે કાચા શણના MSP માં 2014-15 માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 2400/- થી વધારીને 2026-27 માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 5,925/- કર્યા છે, જે પ્રતિ ક્વિન્ટલ રૂ. 3,525/- (2.5 ગણો) વધારો નોંધાવે છે.
2014-15 થી 2025-26 ના સમયગાળા દરમિયાન શણ પકવતા ખેડૂતોને ચૂકવવામાં આવેલી MSP રકમ રૂ. 1342 કરોડ હતી જ્યારે 2004-05 થી 2013-14 ના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવેલી રકમ રૂ. 441 કરોડ હતી.
જૂટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (JCI) ભાવ ટેકાની કામગીરી હાથ ધરવા માટે કેન્દ્ર સરકારની નોડલ એજન્સી તરીકે ચાલુ રહેશે અને આવી કામગીરીમાં જો કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.
अपने जूट उत्पादक किसान भाई-बहनों का जीवन आसान बनाने के लिए हम कोई कोर-कसर नहीं छोड़ रहे हैं। इसी दिशा में हमारी सरकार ने कच्चे जूट की MSP को बढ़ाने का महत्वपूर्ण निर्णय लिया है। इससे न सिर्फ इसके उत्पादन और क्वालिटी को बढ़ावा मिलेगा, बल्कि इस सेक्टर से जुड़े देशभर के किसानों की…
— Narendra Modi (@narendramodi) February 24, 2026


