હું 21-23 નવેમ્બર, 2025 દરમિયાન દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકની મુલાકાતે જઈ રહ્યો છું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માન. શ્રી સિરિલ રામાફોસા ના આમંત્રણ પર જોહાનેસબર્ગમાં દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં યોજાનારી 20મી G20  લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે હું ત્યાં જઈ રહ્યો છું.

આ એક ખાસ સમિટ હશે કારણ કે તે આફ્રિકામાં યોજાનારી પહેલી G20 સમિટ હશે. 2023માં ભારતની G20 અધ્યક્ષતા દરમિયાન, આફ્રિકન યુનિયન G20નું સભ્ય બન્યું હતું.

આ શિખર બેઠક વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવાનો અવસર પૂરો પાડશે. આ વર્ષની G20 થીમ "એકતા, સમાનતા અને સ્થિરતા" છે, જેના દ્વારા દક્ષિણ આફ્રિકાએ નવી દિલ્હી, ભારત અને રિયો ડી જોનેરો, બ્રાઝિલમાં અગાઉની સમિટના પરિણામો પર નિર્માણ કર્યું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય’ ના આપણા દૃષ્ટિકોણને અનુરૂપ, હું શિખર બેઠકમાં ભારતની દ્રષ્ટિ રજૂ કરીશ.

હું ભાગીદાર દેશોના નેતાઓ સાથેની મારી વાતચીત અને છઠ્ઠી IBSA સમિટમાં ભાગ લેવા માટે આતુર છું.

આ મુલાકાત દરમિયાન, હું દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ કરવા માટે પણ આતુર છું, જે ભારતની બહાર સૌથી મોટા ડાયસ્પોરામાંથી એક છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint

Media Coverage

Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength