હમણાં હું મિત્રો, ભાવનગરથી આવું છું. આજે ભાવનગરમાં હતો. અહીંયાં ભાવનગર જિલ્લાના ઘણા બધા લોકો છે. ગુજરાતનો પહેલો, આધુનિક ટેક્નોલૉજીવાળા બ્રિજનું હું લોકાર્પણ કરીને આવ્યો છું. યંગ ઍન્ટરપ્રિનર્સને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ, નવજુવાનો જે સાહસ કરવા માંગે છે એમને થાય એટલી મદદ કરવા માંગીએ છીએ. એ અલંગના શિપ બ્રેકિંગ યાર્ડથી આગળ વધ્યું નહોતું. આજે હું ભાવનગરમાં દરિયા ઉપર ભાવનગરની ધરતી પર બનેલા એક વહાણનું લોકાર્પણ કરીને આવ્યો. અને હિંદુસ્તાનનું પહેલું ‘અનમેન્ડ’, માનવવિહોણું શિપ, જે કોમ્પ્યૂટરથી, રિમોટથી ચાલી શકે એનું નિર્માણ હિંદુસ્તાનમાં પહેલું, ભાવનગરની ધરતી પર સમુદ્રમાં થયું. અને આ પહેલું શિપ બન્યું છે તો ઑર્ડર કોનો હતો? કૉંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લેજો. આ શિપ જશે ક્યાં? ઇટાલી..!
મિત્રો, ગુજરાતે આ તાકાત ઊભી કરી છે. વિકાસમાં સમૃદ્ધ દેશોનું પણ ગુજરાત આજે આકર્ષણ બન્યું છે. વિકાસ થયો એનાથી તમને આનંદ આવે છે? વિકાસ થયો તમને ગમે છે? તમને લાગે છે કે બરાબર જોરદાર કામ થયું છે? પણ ભાઈઓ, તમને આટલો બધો આનંદ છે, તમને આટલું બધું જોરદાર લાગે છે, પણ મને તો હજુ ઘણાં સપના આવે છે. મારા મનમાં જે સપના છે એ સપના પ્રમાણે તો હજુ તો મેં જૂના ખાડા જ પૂર્યા છે. દસ વર્ષના જે ખાડા કરીકરીને ગયા છે લોકો, ચાલીસ-ચાલીસ વર્ષના ખાડા, એ ખાડા ભરવામાં જ મારા દસ વર્ષ ગયાં છે. હજુ તો ગુજરાતની ભવ્ય ઇમારત બનાવવાની શરૂઆત કરી છે મેં, શરૂઆત..! જો ખાડા પૂરું છું એમાં તમને આટલો આનંદ થયો હોય, તો ભવ્ય ઇમારત બનશે ત્યારે કેટલો આનંદ થશે, ભાઈઓ..! ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરશે ત્યારે ગુજરાતના એકએક નાગરિકને કેટલો આનંદ આવતો હશે..! ભાઈઓ-બહેનો, મારી નજર સામે ચૌદ વર્ષના, સોળ વર્ષના, અઢાર વર્ષના, વીસ વર્ષના, પચીસ વર્ષના, પાંત્રીસ વર્ષના જવાનિયાઓ છે. એમના ભવિષ્યને લક્ષ્યમાં રાખીને હું કામ કરું છું. એમના હાથમાં એવું ગુજરાત સોંપવું છે જે ગુજરાત એમને વિશ્વમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શક્તિ પ્રદાન કરતું હોય. એ સપના હું જોઉં છું. ગઈકાલના રોદણાં રોઈને બેસી રહેવાનું મને પાલવે નહીં, મિત્રો. મિત્રો, આપણે 120 કરોડનો દેશ અને આપણે કંઈ ન કરી શકીએ..? મિત્રો, મારે આ સ્થિતિ બદલવી છે.
આપણે અહીં એક ધોલેરા એસ.આઈ.આર. બનાવી રહ્યા છીએ. ધોલેરા સ્પેશ્યલ ઇન્વૅસ્ટમેન્ટ રીજીઅન. એ ભાવનગર અને અમદાવાદને જોડનારું બનવાનું છે. આખા ભાવનગર જિલ્લાની શકલ-સુરત કેવી રીતે બદલાવાની છે એની એક નાનકડી ઝલક આપું છું તમને. આ ધોલેરા એટલે એક નવું પ્લાન્ડ સિટી બનવાનું છે. એ કેવડું બનશે ખબર છે, એનો અંદાજ છે તમને? આ દિલ્હી છે ને દિલ્હી આપણું. એ દિલ્હી બનતાં કેટલાં વર્ષ ગયાં હશે..? મોઘલ સમ્રાટોએ કર્યું હશે, અંગ્રેજોએ કર્યું હશે, હજાર વર્ષથી કોઈએ ને કોઈએ એમાં ઉમેરો કર્યો હશે. એક હજાર વર્ષથી લગાતાર યોજનાઓ પછી આજનું આ દિલ્હી ઊભું થયું હશે, એક હજાર વર્ષ પછી. ભાઈઓ-બહેનો, આપણે ધોલેરા...? એક દિલ્હી કરવા માટે જો એક હજાર વર્ષ થયા હોય તો બે દિલ્હી જેવડું ધોલેરા બનતું હોય તો કેટલો ટાઈમ જાય? મિત્રો, લખી રાખજો, હું અને તમે એને જોઈને જઈશું. આપણા બાપાઓ આવશે શું કહેશે? અલ્યા અમે તો જીયા તમે બી જીયા. આ અમે જીયા, તમે જીયા..!
માણસ ધીરે ધીરે ધીરે એકલો થતો જાય છે. એનો આનંદ-પ્રમોદ, સામૂહિકતા એ ક્યાંક બહાર જતા રહ્યાં છે. ફ્લૅટમાં આવે, ટી.વી. ચાલુ કરે, ઊંઘ આવે ત્યાં સુધી ડોકું ધુણાયા કરે. અડોશમાં શું, પડોશમાં શું, સમાજ શું, એ ધીરે ધીરે ધીરે ભૂંસાતું જાય છે. ત્યારે એવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે કે જે વ્યવસ્થાઓમાં સામૂહિકતા હોય, લોકોની વચ્ચે હળવા-મળવાનું હોય, અને બદલાતા યુગમાં એવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે. અને નવી વ્યવસ્થા વિકસાવવાના ભાગરૂપે આજે આખા પશ્ચિમી જગતમાં એમ્યૂઝમૅન્ટ પાર્કના કૉન્સેપ્ટ ડેવલપ થયા છે. સામૂહિકતા તરફ લોકોને ખેંચવા માટે આર્ટિફિશિયલ વાતાવરણ ક્રિએટ કરવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. આપણે પણ માણસ એકલો-અટૂલો ન થઈ જાય, માઈક્રો પરિવારમાં સીમિત ન થઈ જાય. એને ખુલ્લું આસમાન મળે, એને સમાજના સર્વ લોકો જોડે એક્સપૉઝર મળે એવી વ્યવસ્થાઓ વિકસાવવી જરૂરી છે. અને એમ્યૂઝમૅન્ટ પાર્ક એ પ્રકારની ભૂમિકા અદા કરતી હોય છે.