Share
 
Comments

અચાનક મારે માથે મુખ્યમંત્રી તરીકેની જવાબદારી આવી. મારો કોઈ અનુભવ નહોતો, છ વર્ષથી ગુજરાતની બહાર હતો, વહીવટ કોને કહેવાય એ ક્યારેય નિકટથી જોવાનો અવસર નહોતો આવ્યો, પણ અચાનક એક કામ મારા માથે આવ્યું. ભાઈઓ-બહેનો, એ વખતે કૉંગ્રેસે મારી પર આરોપ કર્યો હતો. એ વખતના કૉંગ્રેસના નેતા હતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહભાઈ ચૌધરી, એમણે કહ્યું હતું કે આ ભાઈને સરપંચના કામનોય અનુભવ નથી, આ શું શક્કરવાર વાળશે? આવું એમણે કહ્યું હતું. ભાઈઓ-બહેનો, 2001 માં અચાનક મારી પાસે આ જવાબદારી આવી ત્યારે ગુજરાતનું વર્ષનું કુલ બજેટ થતું હતું 6000 કરોડ રૂપિયા. 2001-02 નું ગુજરાતનું વાર્ષિક બજેટ હતું 6000 કરોડ રૂપિયા. આજે એક જ દિવસમાં, એક જ કલાકમાં સુરતમાં મંચ ઉપરથી 1293 કરોડ રૂપિયાનાં કામો કરીએ છીએ..! આ જરા હિસાબ તમને ખબર પડે. 2001 માં બજેટ 6000 કરોડનું, આજે ગુજરાતનું વાર્ષિક બજેટ છે એક લાખ કરોડ રૂપિયાનું..! આને વિકાસ કહેવાય? તમને દેખાય છે? પણ એમને નથી દેખાતું..!

હમણાં હું મિત્રો, ભાવનગરથી આવું છું. આજે ભાવનગરમાં હતો. અહીંયાં ભાવનગર જિલ્લાના ઘણા બધા લોકો છે. ગુજરાતનો પહેલો, આધુનિક ટેક્નોલૉજીવાળા બ્રિજનું હું લોકાર્પણ કરીને આવ્યો છું. યંગ ઍન્ટરપ્રિનર્સને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ, નવજુવાનો જે સાહસ કરવા માંગે છે એમને થાય એટલી મદદ કરવા માંગીએ છીએ. એ અલંગના શિપ બ્રેકિંગ યાર્ડથી આગળ વધ્યું નહોતું. આજે હું ભાવનગરમાં દરિયા ઉપર ભાવનગરની ધરતી પર બનેલા એક વહાણનું લોકાર્પણ કરીને આવ્યો. અને હિંદુસ્તાનનું પહેલું ‘અનમેન્ડ’, માનવવિહોણું શિપ, જે કોમ્પ્યૂટરથી, રિમોટથી ચાલી શકે એનું નિર્માણ હિંદુસ્તાનમાં પહેલું, ભાવનગરની ધરતી પર સમુદ્રમાં થયું. અને આ પહેલું શિપ બન્યું છે તો ઑર્ડર કોનો હતો? કૉંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લેજો. આ શિપ જશે ક્યાં? ઇટાલી..!

મિત્રો, ગુજરાતે આ તાકાત ઊભી કરી છે. વિકાસમાં સમૃદ્ધ દેશોનું પણ ગુજરાત આજે આકર્ષણ બન્યું છે. વિકાસ થયો એનાથી તમને આનંદ આવે છે? વિકાસ થયો તમને ગમે છે? તમને લાગે છે કે બરાબર જોરદાર કામ થયું છે? પણ ભાઈઓ, તમને આટલો બધો આનંદ છે, તમને આટલું બધું જોરદાર લાગે છે, પણ મને તો હજુ ઘણાં સપના આવે છે. મારા મનમાં જે સપના છે એ સપના પ્રમાણે તો હજુ તો મેં જૂના ખાડા જ પૂર્યા છે. દસ વર્ષના જે ખાડા કરીકરીને ગયા છે લોકો, ચાલીસ-ચાલીસ વર્ષના ખાડા, એ ખાડા ભરવામાં જ મારા દસ વર્ષ ગયાં છે. હજુ તો ગુજરાતની ભવ્ય ઇમારત બનાવવાની શરૂઆત કરી છે મેં, શરૂઆત..! જો ખાડા પૂરું છું એમાં તમને આટલો આનંદ થયો હોય, તો ભવ્ય ઇમારત બનશે ત્યારે કેટલો આનંદ થશે, ભાઈઓ..! ગુજરાત નવી ઊંચાઈઓને પાર કરશે ત્યારે ગુજરાતના એકએક નાગરિકને કેટલો આનંદ આવતો હશે..! ભાઈઓ-બહેનો, મારી નજર સામે ચૌદ વર્ષના, સોળ વર્ષના, અઢાર વર્ષના, વીસ વર્ષના, પચીસ વર્ષના, પાંત્રીસ વર્ષના જવાનિયાઓ છે. એમના ભવિષ્યને લક્ષ્યમાં રાખીને હું કામ કરું છું. એમના હાથમાં એવું ગુજરાત સોંપવું છે જે ગુજરાત એમને વિશ્વમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે શક્તિ પ્રદાન કરતું હોય. એ સપના હું જોઉં છું. ગઈકાલના રોદણાં રોઈને બેસી રહેવાનું મને પાલવે નહીં, મિત્રો. મિત્રો, આપણે 120 કરોડનો દેશ અને આપણે કંઈ ન કરી શકીએ..? મિત્રો, મારે આ સ્થિતિ બદલવી છે.

આપણે અહીં એક ધોલેરા એસ.આઈ.આર. બનાવી રહ્યા છીએ. ધોલેરા સ્પેશ્યલ ઇન્વૅસ્ટમેન્ટ રીજીઅન. એ ભાવનગર અને અમદાવાદને જોડનારું બનવાનું છે. આખા ભાવનગર જિલ્લાની શકલ-સુરત કેવી રીતે બદલાવાની છે એની એક નાનકડી ઝલક આપું છું તમને. આ ધોલેરા એટલે એક નવું પ્લાન્ડ સિટી બનવાનું છે. એ કેવડું બનશે ખબર છે, એનો અંદાજ છે તમને? આ દિલ્હી છે ને દિલ્હી આપણું. એ દિલ્હી બનતાં કેટલાં વર્ષ ગયાં હશે..? મોઘલ સમ્રાટોએ કર્યું હશે, અંગ્રેજોએ કર્યું હશે, હજાર વર્ષથી કોઈએ ને કોઈએ એમાં ઉમેરો કર્યો હશે. એક હજાર વર્ષથી લગાતાર યોજનાઓ પછી આજનું આ દિલ્હી ઊભું થયું હશે, એક હજાર વર્ષ પછી. ભાઈઓ-બહેનો, આપણે ધોલેરા...? એક દિલ્હી કરવા માટે જો એક હજાર વર્ષ થયા હોય તો બે દિલ્હી જેવડું ધોલેરા બનતું હોય તો કેટલો ટાઈમ જાય? મિત્રો, લખી રાખજો, હું અને તમે એને જોઈને જઈશું. આપણા બાપાઓ આવશે શું કહેશે? અલ્યા અમે તો જીયા તમે બી જીયા. આ અમે જીયા, તમે જીયા..!

માણસ ધીરે ધીરે ધીરે એકલો થતો જાય છે. એનો આનંદ-પ્રમોદ, સામૂહિકતા એ ક્યાંક બહાર જતા રહ્યાં છે. ફ્લૅટમાં આવે, ટી.વી. ચાલુ કરે, ઊંઘ આવે ત્યાં સુધી ડોકું ધુણાયા કરે. અડોશમાં શું, પડોશમાં શું, સમાજ શું, એ ધીરે ધીરે ધીરે ભૂંસાતું જાય છે. ત્યારે એવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે કે જે વ્યવસ્થાઓમાં સામૂહિકતા હોય, લોકોની વચ્ચે હળવા-મળવાનું હોય, અને બદલાતા યુગમાં એવી વ્યવસ્થાઓ વિકસાવવી પડે. અને નવી વ્યવસ્થા વિકસાવવાના ભાગરૂપે આજે આખા પશ્ચિમી જગતમાં એમ્યૂઝમૅન્ટ પાર્કના કૉન્સેપ્ટ ડેવલપ થયા છે. સામૂહિકતા તરફ લોકોને ખેંચવા માટે આર્ટિફિશિયલ વાતાવરણ ક્રિએટ કરવું પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. આપણે પણ માણસ એકલો-અટૂલો ન થઈ જાય, માઈક્રો પરિવારમાં સીમિત ન થઈ જાય. એને ખુલ્લું આસમાન મળે, એને સમાજના સર્વ લોકો જોડે એક્સપૉઝર મળે એવી વ્યવસ્થાઓ વિકસાવવી જરૂરી છે. અને એમ્યૂઝમૅન્ટ પાર્ક એ પ્રકારની ભૂમિકા અદા કરતી હોય છે.

Pariksha Pe Charcha with PM Modi
Explore More
It is now time to leave the 'Chalta Hai' attitude & think of 'Badal Sakta Hai': PM Modi

Popular Speeches

It is now time to leave the 'Chalta Hai' attitude & think of 'Badal Sakta Hai': PM Modi
India fastest in world to administer 100 million Covid vaccine shots

Media Coverage

India fastest in world to administer 100 million Covid vaccine shots
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Relationship between India and the Netherlands is based on the shared values of democracy and rule of law: PM
April 09, 2021
Share
 
Comments
Relationship between India and the Netherlands is based on the shared values of democracy and rule of law: PM
Approach of India and the Netherlands towards global challenges like climate change, terrorism and pandemic are similar: PM

Excellency,

Greetings and thank you very much for sharing your thoughts.

Your party has achieved its fourth consecutive major victory under your leadership. I had immediately congratulated you on Twitter for the same, but today as we are meeting up virtually, I wish to take this opportunity to congratulate you once again and wish you all the best!

Excellency,

Our relations are based on shared values ​​like democracy and the rule of law. Our approach towards global challenges like climate change, terrorism, pandemics is also the same. Convergence is also emerging on our thoughts about new areas like Indo-Pacific resilient supply chains and Global Digital Governance. Today, we will give a new dimension to this bond with our Strategic Partnership on Water. The establishment of a fast track mechanism for promoting investment will also add new momentum to our strong economic cooperation. I am confident that in the post-Covid period many new opportunities will open up in which like-minded countries like ours can increase mutual cooperation.

Excellency,

The visit of Their Majesties to India in 2019 has given a boost to India-Netherlands relations. I believe that today our Virtual Summit will add further momentum to the relations.

Excellency,

Just as you mentioned about the Indian diaspora, it is true that a large number of people of Indian origin are living there in Europe, but I want to express my heartfelt gratitude to you for the care and concern that you have shown to the people of Indian origin in this corona period, in this pandemic. We will also get the opportunity to discuss various issues during the COP-26 as well as the India-EU summit with the European Union.