વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ

વિશ્વવિખ્‍યાત અર્થશાષા પ્રો. જગદીશ ભગવતીનું વ્‍યાખ્‍યાન

ગુજરાત વિકાસ વિષય વસ્‍તુ ઉપર પ્રેરક ચિંતન

પ્રો. જગદીશ ભગવતીઃ

ગુજરાત મોડેલ સમૃદ્ધિ પોષક અને વિકાસ સાતત્‍યની અનુભૂતિ કરાવે છે

સામાજિક, આર્થિક પરિવર્તનની ગતિ વધુ તેજીલી બનાવીએ

મુખ્‍ય મંત્રીશ્રીઃ

ગુજરાતે માત્ર વિકાસની દિશા જ નહીં, વિકાસના મોડેલની નામના મેળવી છે

વિશ્વવિખ્‍યાત અર્થશાષા પ્રો. જગદીશ ભગવતીએ વાયબ્રન્‍ટ ગુજરાત વ્‍યાખ્‍યાન શ્રેણીનો પ્રારંભ કરતાં ગુજરાત મોડેલને વિકાસના સાતત્‍ય અને સમૃદ્ધિને પોષક ગણાવ્‍યું હતું. વિકાસવૃદ્ધિ માટે સંપત્તિનું સર્જન જેટલું આવશ્‍યક છે એટલું તેનું સામાજિક દાયિત્‍વ પણ સાથોસાથ વિસ્‍તરવું જોઇએ. જનતાની વધતી આકાંક્ષાઓને ઝડપથી મૂર્તિમંત કરવાની સાથે શિક્ષણ અને આરોગ્‍ય જેવી સામાજિક, આર્થિક પરિવર્તનની સેવાઓની પણ પૂર્તિ થવી જોઇએ. આ દિશામાં ગુજરાત મોડેલ પ્રભાવક છે જેને વધુ ગતિશીલતા અપાશે તો નિર્ધારિત લક્ષ્ય ઝડપથી હાંસલ થશે.

ગરવા ગુજરાતી પ્રો. જગદીશ ભગવતી કોલંબીયા યુનિવર્સિટીના સિનીયર પ્રોફેસર છે અને તેમણે તથા તેમના ભાઇ નિવૃત્ત મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રી પ્રફુલ્લભાઇને પદ્મવિભૂષણની તથા પ્રોફેસર જગદીશ ભગવતીના વિદૂષી પત્‍ની શ્રીમતી પદમાબેનને પદ્મભૂષણના ઇલ્‍કાબથી વિભૂષિત કરેલા છે.

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સમગ્ર ભગવતી પરિવારની પ્રતિભા સંપન્નતા અને આઝાદીની લડતમાં યોગદાનથી લઇને ન્‍યાયતંત્ર અને શિક્ષણ ક્ષેત્રે સહિત યશસ્‍વી પ્રદાન કર્યું છે, તેમ જણાવીને આ ગુજરાત પ્રેમી ખ્‍યાતનામ અર્થશાષાી થકી વાયબ્રન્‍ટ ગુજરાત લેકચર સીરીઝનો પ્રારંભ સીમાચિહ્‌નરૂપ ગણાવ્‍યો હતો. પ્રો. જગદીશ ભગવતીએ સમૃદ્ધિની સિદ્ધિઓ વિશે લોકરંજક માન્‍યતાઓના વિષયવસ્‍તુ સાથે ગુજરાતના પ્રયોગમાંથી અને ગુજરાત માટેના બોધપાઠ ઉપર વ્‍યાખ્‍યાન શ્રેણીનું પ્રથમ ચિંતન રજૂ કર્યું હતું. આર્થિક સંપન્નતાને સામાજિક દાયિત્‍વની ભાવનામાં રૂપાંતર કરવામાં ગુજરાત- અનુભવને કેન્‍દ્રવર્તી ગણાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, આર્થિક સમૃદ્ધિ અને સામાજિક શ્રેયનો એજન્‍ડા અલગ નથી.
વૈશ્વિકરણનું ૧૯૯૧નું મોડેલ માત્ર સંપન્ન વર્ગ માટે નહીં, વંચિતોના વિકાસ અને જીવન સુધારણાને પણ આવરી લે તે જરૂરી છે, એમ તેમણે જણાવ્‍યું હતું. વૈશ્વિકરણના લાભ નિરક્ષરતા, ગરીબી, બિમારી જેવી સમસ્‍યાના નિરાકરણ માટે ઉપલબ્‍ધ થવા જોઇએ તેના ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, ગુજરાત માત્ર વિકાસના દરનું મોડલ નથી પણ વિકાસની પ્રક્રિયામાં ગુણાત્‍મક સુધારા કરીને પ્રગતિની હરોળમાં પાછળ રહી ગયેલાઓને જોડવામાં સફળ રહ્યું છે.
તેમણે જણાવ્‍યું કે, વિકાસ ગરીબોની જીવનની પ્રગતિમાં પરિવર્તન લાવનારો હોવો જોઇએ. ગરીબોની સમસ્‍યાનું સાતત્‍યપૂર્ણ સમાધાન થવું જોઇએ. ગરીબી નિવારણ માટે આર્થિક વિકાસ-ગ્રોથ જરૂરી છે પણ તે સાધન છે, આપણું લક્ષ્ય તો ગરીબી નાબૂદીનું છે. ગરીબી સંલગ્ન બધી જ સમસ્‍યાના ઉકેલ માટેની વ્‍યૂહરચના વિકાસના સાતત્‍યમાં કેન્‍દ્રવર્તી હોવી જોઇએ એ હકીકત ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, વિકાસ ગ્રોથની નીતિઓ આવક વૃદ્ધિમાં પરિણમે એ આવશ્‍યક છે.

ભારતની આર્થિક નીતિઓ અને સુધારાઓનું વિશ્‍લેષણ કરતાં તેમણે જણાવ્‍યું કે, સમૃદ્ધિ અને સંપત્તિના વિતરણની વ્‍યૂહરચનામાં સામાજિક-આર્થિક પરિવર્તનનો મહિમા હોવો જોઇએ. આરોગ્‍ય સેવા, લઘુત્તમ રોજગાર, શિક્ષણ, આવાસ અને જીવન આવશ્‍યક માળખાકીય સુવિધાઓમાં પરિવર્તનનો અહેસાસ થવો જોઇએ. રાજકીય નીતિઓ અને તેની અસરો આ સંદર્ભમાં મુલવવી જોઇએ, એમ તેમણે જણાવ્‍યું હતું. વિશ્વની આ સંદર્ભની ઉત્તમ વ્‍યૂહરચનાને સ્‍થાનિક વાતાવરણમાં પરિવર્તિત કરવા પણ તેમણે જણાવ્‍યું હતું. ગુજરાતની જાહેર છબી અને ઓળખ વિકાસની બની છે અને વિકાસ માત્ર વેપાર વણજનો નહીં, સામાજિક-આર્થિક પરિવર્તનના સુધારા સાથેનો છે. ગુજરાત એક્‍સપીરિયન્‍સ આની પ્રતિતી કરાવે છે, એમ સ્‍પષ્‍ટપણે પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું હતું.

દેશમાં આર્થિક સુધારાની ગતિ ધીમી પડી ગઇ છે તેને ગતિશીલ બનાવવી પડે. ભૂતકાળમાં લાયસન્‍સ રાજની નીતિઓએ ભ્રષ્‍ટાચારની ગતિવિધિ અને અસરો વકરાવી હતી. પરવાના પદ્ધતિના દૂષણોએ અનેક ભ્રષ્‍ટ રીતિ-નીતિને જન્‍માવી અને રાજકારણ કે પ્રશાસનતંત્ર તેમાંથી બાકાત રહ્યા નથી. ભ્રષ્‍ટાચાર નાબૂદ કરવા માટે પારદર્શી સુધારાની પદ્ધતિ અપનાવવાની જરૂર ઉપર ભાર મુકતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, ગુજરાત અને બિહાર આ દિશામાં દ્રષ્‍ટાંત પુરું પાડી રહ્યા છે.‘ગુજરાત અનુભવ''ની ભૂમિકા વિકાસવ્‍યૂહ સંદર્ભમાં દર્શાવતાં પ્રો. જગદીશ ભગવતીએ જણાવ્‍યું કે, પ્રગતિથી જનતાની આકાંક્ષા પણ વધી જાય છે અને તેથી વિકાસનું સાતત્‍ય અને સર્વદેશીક વાતાવરણ સર્જાય તો સામાજિક સંતુલન જળવાય. જે ગુજરાતની દિશા યોગ્‍ય છે તે દર્શાવે છે.

ગુજરાતે આર્થિક સુધારાને માનવીય સ્‍પર્શ આપ્‍યો છે અને તેને વધુ સઘન વ્‍યાપક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તેનું શ્રેય તેમણે મુખ્‍ય મંત્રીશ્રીને આપ્‍યું હતું. પ્રો. જગદીશ ભગવતીએ ગુજરાતે વિકાસ અને ટેકનોલોજીના વિનિયોગ સાથે કૃષિ વિકાસ ઊંચો દર હાંસલ કર્યો છે તેની વ્‍યૂહરચનાને પણ પ્રભાવક ગણાવી હતી. પ્રબુદ્ધ નાગરિકોએ વિશ્વના સામાજિક-આર્થિક પરિવર્તન સંદર્ભમાં પ્રો. જગદીશ ભગવતી સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી. મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મોડેલની દેશમાં ચર્ચા થાય છે તે માત્ર વિકાસની નોંધ નથી પરંતુ વિકાસના મોડેલ તરીકેની પ્રશંસા થાય છે અને આ ફલશ્રુતિ આપણને વધુ સારું કરવાની પ્રતિબદ્ધતા માટે પ્રેરે છે, એમ જણાવ્‍યું હતું.

વિશ્વના સાંપ્રત પ્રવાહોને અનુરૂપ ગુજરાતની વિકાસયાત્રાને પ્રોત્‍સાહક નીતિ નિર્ધારણ માટેની ચિંતન પ્રક્રિયા ઉભી કરવા માટે વાયબ્રન્‍ટ ગુજરાત વ્‍યાખ્‍યાન શ્રેણીની ભૂમિકા દર્શાવતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આખો ભગવતી પરિવાર ગુજરાતની ગૌરવરૂપ અમાનત છે. ગુજરાતનું મૂલ્‍યાંકન અને તારીફ કરીને ગુજરાતને સાચી દિશામાં પ્રેરતા પ્રો. જગદીશ ભગવતીના મંતવ્‍યોને મુખ્‍ય મંત્રીશ્રીએ ખૂબ જ પ્રેરણાદાયી ગણાવ્‍યા હતા. મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, વિકાસના વ્‍યૂહમાં માત્ર ભૌતિક પ્રગતિ કે માળખાકીય સુવિધા પર્યાપ્ત નથી પરંતુ વિકાસ સાથે પર્યાવરણને સુસંગત પ્રકૃતિનું તાદાત્‍મ્‍ય વ્‍યવસ્‍થા સાથે જોડવું પડશે. ગત ૩૦૦ વર્ષમાં જે પ્રદૂષણના પાપ કર્યા છે તે વધુ ના થાય પરંતુ પ્રાકૃતિક શક્‍તિઓને વિકાસમાં જોડવા ગુજરાત તત્‍પર છે.

વાયબ્રન્‍ટ ડેમોક્રેસી, ટેલેન્‍ટ અને યુથ પાવર એ ભારતની તાકાત છે અને ગુજરાત તેમાં અગ્રીમ યોગદાન આપવા માંગે છે તેનો નિર્ધાર વ્‍યકત કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ નારી શક્‍તિને વિકાસમાં નિર્ણાયક બનાવવા ઉપર ભાર મુકયો હતો. મુખ્‍ય મંત્રીશ્રીએ વિકાસમાં જનભાગીદારી વ્‍યાપક ફલક વિકસાવવા, લોક સુખાકારીને સુદૃઢ કરવા માટે ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં ગુજરાત અગ્રેસર છે અને હવે તો ગુજરાતે લોંગ ડીસ્‍ટન્‍સ લર્નિંગ માટે ૩૬ મેગાહર્ટસ્‌નું આખું ટ્રાન્‍સપોન્‍ડર ઉપયોગમાં લેવાની પહેલ કરી છે, એમ પણ તેમણે જણાવ્‍યું હતું. આ વ્‍યાખ્‍યાન શ્રેણીમાં વિવિધ સામાજિક-આર્થિક ક્ષેત્રના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, રાજ્‍ય મંત્રીમંડળના સભ્‍યો, મુખ્‍ય સચિવશ્રી અને વરિષ્‍ઠ સચિવશ્રીઓ તથા નિવૃત્ત સનદી અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. માહિતી કમિશનર શ્રી વી. થીરૂપુગલે સ્‍વાગત પ્રવચનમાં પ્રો. જગદીશ ભગવતીનો પરિચય અને વ્‍યાખ્‍યાન શ્રેણીની ભૂમિકા આપી હતી.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India

Media Coverage

'Wed in India’ Initiative Fuels The Rise Of NRI And Expat Destination Weddings In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 15 ડિસેમ્બર 2025
December 15, 2025

Visionary Leadership: PM Modi's Era of Railways, AI, and Cultural Renaissance