ભારત સરકારના સચિવોના બે જૂથોએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમક્ષ શિક્ષણ અને આપત્તિ નિવારણ પર વિચારો પ્રસ્તુત કર્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
આ સાથે શાસન સાથે સંબંધિત વિવિધ વિષયો પર વર્તમાન શ્રેણીમાં કુલ નવ પ્રેઝન્ટેશન પૂર્ણ થયા છે.
આ પ્રેઝન્ટેશનના અંતે પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર નવા વિચારો સ્વીકારવા આતુર છે. તેમણે તમામ સચિવોને સંપૂર્ણ વિચાર કરવાનો અને નક્કર પરિણામોને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી.


