જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીનો પાયો મજબૂત કરવો એ અમારી પ્રાથમિકતા છે: પ્રધાનમંત્રી
સીમાંકન પ્રક્રિયા ઝડપથી થવી જોઇએ જેથી જમ્મુ અને કાશ્મીરને ચૂંટાયેલી સરકાર પ્રાપ્ત થાય: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે આજે યોજાયેલી બેઠકને સર્વાંગી વિકાસ સાથે વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવી હતી.

પ્રધાનમંત્રીએ બેઠક બાદ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને આમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે આજે યોજાયેલી બેઠક જ્યાં સર્વાંગી વિકાસ હશે તેવા વિકસિત અને પ્રગતિશીલ જમ્મુ-કાશ્મીરની દિશામાં ચાલી રહેલા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે.

જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીનો પાયો મજબૂત કરવો એ અમારી પ્રાથમિકતા છે. સીમાંકનની કામગીરી ઝડપથી થવી જોઇએ જેથી ચૂંટણીઓ યોજાઇ શકે અને જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગે આગળ વધવા માટે મજબૂતી આપી શકે તેવી ચૂંટાયેલી સરકાર પ્રાપ્ત થાય.

આપણી લોકશાહીની સૌથી મોટી તાકાત એક જ ટેબલ પર બેસીને અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવાનું આપણું સામર્થ્ય છે. મેં જમ્મુ અને કાશ્મીરના નેતાઓને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને ખાસ કરીને યુવાનો સહિત ત્યાંના લોકોએ રાજકીય નેતૃત્વ આપવાનું છે અને તેમની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે તેવી ખાતરી આપવાની છે.”

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry

Media Coverage

National Technology Day Special: India’s patent boom is rewiring the auto industry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 મે 2026
May 12, 2026

Building a Trusted India: Modi's Leadership in Finance, Manufacturing, and Global Partnerships