શેર
 
Comments
“અમારી સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને પડતી સમસ્યાઓનો કાયમી ઉકેલ પૂરો પાડવાનો અને તેમને સશક્ત બનાવવાનો છે”
“આધુનિક ભારતનું નિર્માણ કરવા માટે અમે માળખાકીય સુવિધાઓ, વ્યાપકતા અને ઝડપના મહત્વને સમજીએ છીએ”
“અમારી વિચારસરણી અસ્તવ્યસ્ત વિખરાયેલી નથી, અમે ટોકનિઝમમાં નથી માનતા”
“આપણે સફળ થયા છીએ અને અમે સામાન્ય નાગરિકોના સશક્તિકરણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ”
“ડિજિટલ ઇન્ડિયાને મળેલી સફળતાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે”
“We have focused on national progress and also paid attention to regional aspirations”“અમે દેશની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પ્રાદેશિક આકાંક્ષાઓ પર પણ ધ્યાન આપ્યું છે”
“અમારો સંકલ્પ છે કે, ભારત 2047 સુધીમાં 'વિકસિત ભારત' બને”

આદરણીય સભાપતિજી,

રાષ્ટ્રપતિજીનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જે ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં ભાગ લઈને હું આદરણીય રાષ્ટ્રપતિજીનો આદરપૂર્વક આભાર માનું છું. હું આદરણીય રાષ્ટ્રપતિજીને અભિનંદન આપું છું. આદરણીય સભાપતિજી, બંને ગૃહોને સંબોધિત કરતાં તેમણે વિકસિત ભારતની બ્લુપ્રિન્ટ અને વિકસિત ભારતના સંકલ્પ માટે એક રોડમેપ રજૂ કર્યો છે.

આદરણીય સભાપતિજી,

હું આ ચર્ચામાં ભાગ લેનારા તમામ સભ્યોનો પણ આભાર માનું છું. પોતાની કલ્પના મુજબ ચર્ચાને વિસ્તૃત કરવાનો પ્રયાસ પણ કર્યો અને તેથી હું તે તમામ આદરણીય સભ્યોનો આભાર માનું છું જેમણે ગૃહમાં ભાગ લીધો અને ચર્ચામાં ભાગ લીધો.

આદરણીય સભાપતિજી, આ ગૃહ રાજ્યોનું ગૃહ છે. વીતેલા દાયકાઓમાં, ઘણા બુદ્ધિજીવીઓએ આ ગૃહમાંથી દેશને દિશા આપી છે, દેશને માર્ગદર્શન આપ્યું છે. આ ગૃહમાં એવા ઘણા સાથીઓ છે જેમણે પોતાનાં અંગત જીવનમાં પણ ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે, પોતાનાં અંગત જીવનમાં બહુ મોટાં કામ પણ કર્યાં છે, અને તેથી, આ ગૃહમાં જે કંઈ પણ વાત થાય છે, દેશ તે વાતને ખૂબ ગંભીરતાથી સાંભળે છે અને દેશ તેને ખૂબ ગંભીરતાથી લે છે.

હું માનનીય સભ્યોને એ જ કહીશ કે કિચડ ઉસકે પાસ થા, મેરે પાસ ગુલાલ, જો ભી જિસકે પાસ થા, ઉસને દિયા ઉછાલ (તેમની પાસે કાદવ હતો, મારી પાસે ગુલાલ હતો, જેની પાસે જે હતું, તે તેમણે ઉછાળ્યું). અને સારું જ છે કે તમે જેટલો કાદવ ફેંકશો તેટલું જ વધારે કમળ ખીલશે. અને એટલા માટે કમળને ખીલવવામાં તમારું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ યોગદાન છે તે માટે હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું.

આદરણીય સભાપતિજી,

ગઈ કાલે આપણા વરિષ્ઠ વિપક્ષી સાથી આદરણીય ખડગેજીએ કહ્યું હતું કે અમે 60 વર્ષમાં એક મજબૂત પાયો બનાવ્યો એવું કાલે આપે કહ્યું અને તેમની ફરિયાદ હતી કે પાયો તો અમે રચ્યો અને શ્રેય મોદી લઈ રહ્યા છે. પરંતુ આદરણીય સભાપતિજી, 2014માં આવીને, જ્યારે મેં વસ્તુઓને નજીકથી જોવાનો પ્રયાસ કર્યો, વ્યક્તિગત માહિતી લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેં જોયું કે 60 વર્ષ કોંગ્રેસ પરિવારે બની શકે કે એમનો ઇરાદો એક મજબૂત પાયો બનાવવાનો હોય, હું તેના પર કોઇ ટિપ્પણી કરવા માગતો નથી. પરંતુ 2014 પછી આવીને મેં જોયું કે તેમણે ખાડા જ ખાડા કરી દીધા હતા. તેમનો ઇરાદો પાયો નાખવાનો હશે, પરંતુ તેઓએ ખાડા જ ખાડા કરી નાખ્યા હતા. અને આદરણીય સભાપતિજી, જ્યારે તેઓ ખાડા ખોદી રહ્યા હતા, 6-6 દાયકા બરબાદ કરી દીધા હતા, તે સમયે દુનિયાના નાના-નાના દેશો પણ સફળતાનાં શિખરોને સ્પર્શી રહ્યા હતા, આગળ વધી રહ્યા હતા.

આદરણીય સભાપતિજી,

તે વર્ષે તેમનું તો વાતાવરણ એટલું સારું હતું કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેમની જ દુનિયા ચાલતી હતી. દેશ પણ એટલો અનેક આશા અપેક્ષાઓ સાથે આંખ બંધ કરીને તેમનું સમર્થન  કરતો હતો. પરંતુ તેમણે આ પ્રકારની કાર્યશૈલી વિકસિત કરી, આ પ્રકારની સંસ્કૃતિ વિકસાવી કે જેનાં કારણે તેમણે એક પણ પડકારના કાયમી ઉકેલ વિશે ન કદી વિચાર્યું, ન તેમને ક્યારેય સૂઝ્યું, ન તો ક્યારેય તેમણે પ્રયાસ કર્યો. બહુ ઊહાપોહ થઈ જાય તો તેઓ વસ્તુઓને સ્પર્શ કરી લેતા, ટોકનિઝમ કરી લેતા, પછી આગળ ચાલ્યા જતા. સમસ્યાઓનું સમાધાન કરવું એ જવાબદારી તેમની હતી. દેશની જનતા સમસ્યાઓ સામે ઝઝૂમી રહી હતી. દેશની જનતા જોઈ રહી હતી કે આ સમસ્યાનો ઉકેલ કેટલો મોટો લાભ કરાવી શકે છે. પરંતુ તેમની પ્રાથમિકતા અલગ હતી, તેમના ઇરાદા અલગ હતા અને તેનાં કારણે તેઓએ કોઈ પણ વાતનો કાયમી ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો ન હતો.

આદરણીય સભાપતિજી,

અમારી સરકારની ઓળખ જે બની છે એ અમારા પુરુષાર્થને કારણે બની છે, એક પછી એક પગલાં લેવામાં આવ્યાં છે એનાં કારણે બની છે અને આજે અમે કાયમી ઉકેલની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે એક-એક વિષયને સ્પર્શીને ભાગી જનારા લોકો નથી, પરંતુ દેશની મૂળભૂત જરૂરિયાતોના કાયમી ઉકેલ પર ભાર મૂકીને અમે આગળ વધી રહ્યા છીએ.

આદરણીય સભાપતિજી,

જો હું પાણીનો દાખલો લઉં તો તે જમાનો હતો કે કોઇ ગામમાં હૅન્ડપંપ લગાવી દીધો તો આખા સપ્તાહ દરમિયાન તેની ઉજવણી કરવામાં આવતી અને તે ટોકનવાદથી પાણીનું કામ કરીને ગાડી ગબડાવવામાં આવતી. ગઈ કાલે અહીં ગુજરાતનો ઉલ્લેખ કરી રહ્યા હતા, તમને નવાઈ લાગશે કે સૌથી વધુ સીટોથી જીતવાનો જેમને જે ગર્વ હતો એવા એક મુખ્યમંત્રી એક શહેરમાં પાણીની ટાંકીનું ઉદ્‌ઘાટન કરવા ગયા હતા. અને તે પહેલાં પાના પર હેડલાઇન ન્યુઝ હતા. એટલે કે, સમસ્યાઓનો ટોકનવાદ શું હોય છે કેવી રીતે ટાળવામાં આવે એ કલ્ચર દેશે જોયું છે. અમે પણ પાણીની સમસ્યા હલ કરવા માટેના ઉપાયો કર્યા. અમે જળ સંરક્ષણ, જળ સિંચાઈ, દરેક પાસાં પર ધ્યાન આપ્યું. અમે લોકોને કૅચ ધ રેઇન અભિયાન સાથે જોડ્યા. એટલું જ નહીં આઝાદી પહેલાથી અત્યાર સુધી અમારી સરકાર સત્તામાં આવી ત્યાં સુધી 3 કરોડ ઘરોમાં નળથી પાણી મળતું હતું.

આદરણીય સભાપતિજી,

છેલ્લાં 3-4 વર્ષમાં આજે 11 કરોડ ઘરોમાં નળનું પાણી મળી રહ્યું છે. પાણીની સમસ્યા દરેક પરિવારની સમસ્યા હોય છે, તેના વિના જીવન ચાલી શકતું નથી અને ભવિષ્યની સંભાવનાઓને પણ ધ્યાનમાં રાખીને, અમે તેને હલ કરવાનો માર્ગ પસંદ કર્યો.

આદરણીય સભાપતિજી,

હું વધુ એક વિષયમાં પણ જવા માગું છું સામાન્ય લોકોનું સશક્તીકરણ. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ થયું હતું, એ વાતથી થયું હતું કે ગરીબોને બૅન્કોનો અધિકાર મળે એવી બહાનાબાજી કરવામાં આવી હતી. પરંતુ આ દેશના અડધાથી વધુ લોકો બૅન્કના દરવાજા સુધી પહોંચી શક્યા ન હતા. અમે કાયમી ઉકેલો કાઢ્યા અને જન ધન ખાતાઓ માટે એક અભિયાન ચલાવ્યું, બૅન્કોને પ્રેરિત કરી, ઓનબોર્ડ્સ લીધી. છેલ્લાં 9 વર્ષમાં જ 48 કરોડ જન ધન બૅન્ક ખાતાં ખોલવામાં આવ્યાં છે. તેમાંથી 32 કરોડ બૅન્ક ખાતા ગ્રામીણ અને કસ્બાઓમાં થયાં છે. એટલે કે દેશનાં ગામડાઓ સુધી પ્રગતિની મિશાલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે. ગઈકાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી મારા મતવિસ્તારમાં વારંવાર આવે છે, તેઓ કહેતા હતા- મોદીજી કલબુર્ગી આવી જાય છે, હું જરા ખડગેજીને કહેવા માગું છું, હું આવું છું એની ફરિયાદ કરતા પહેલા, એ પણ તો જુઓ કે કર્ણાટકમાં 1 કરોડ 70 લાખ જન ધન બૅન્ક ખાતા ખોલવામાં આવ્યાં છે. એટલું જ નહીં તેમના વિસ્તારમાં કલબુર્ગીમાં 8 લાખથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યાં છે.

હવે, સભાપતિજી, મને કહો, જો આટલા બધા બૅન્ક ખાતાં ખોલવામાં આવે, આટલું બધું સશક્તીકરણ કરવામાં આવે, લોકો એટલા જાગૃત થઈ જાય અને કોઇનું આટલાં વર્ષો પછી ખાતું બંધ થઈ જાય, તો હું તેમની પીડા સમજી શકું છું. હવે વારંવાર તેમનું દર્દ છલકાય છે અને મને આશ્ચર્ય થાય છે, કેટલીકવાર તેઓ એમ પણ કહી દે છે કે એક દલિતને હરાવી દીધો, અરે ભાઈ, તે જ વિસ્તારની જનતા જનાર્દન છે, એક બીજા દલિતને જીતાડ્યા. હવે જનતા તમને નકારી રહી છે, તમને હટાવી રહી છે, તમારું ખાતું બંધ કરી રહી છે અને તમે અહીં રોદણાં રડો છો.

આદરણીય સભાપતિજી,

જન ધન, આધાર, મોબાઈલ આ જે ત્રિશક્તિ છે અને તેણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના હેઠળ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ દેશના નાગરિકોનાં બૅન્ક ખાતામાં 27 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, હિતધારકોનાં ખાતામાં ટ્રાન્સફર કર્યા છે અને મને ખુશી છે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર આ ટેકનોલોજીના ઉપયોગથી આ દેશના 2 લાખ કરોડ રૂપિયાથી વધુ, જે કોઇ ઇકો સિસ્ટમના ખોટા હાથમાં જતા હતા એ બચી ગયા છે, દેશની બહુ મોટી સેવા કરી છે. અને હું જાણું છું કે આ ઇકો-સિસ્ટમના શિષ્યો, ચેલા-ચપાટાઓને જેમને 2 લાખ કરોડ રૂપિયાનો ફાયદો એમ જ મળતો હતો, તેઓ બૂમો પાડે તે પણ બહુ સ્વાભાવિક છે.

આદરણીય સભાપતિજી,

આપણા દેશમાં, પહેલા પરિયોજનાઓને અટકાવવી, લટકાવવી, ભટકાવવી એ તેમની કાર્ય સંસ્કૃતિનો એક ભાગ બની ગયો હતો, આ જ તેમની કામ કરવાની રીત બની ગઈ હતી. પ્રામાણિક કરદાતાની મહેનતની કમાણી તેનું નુકસાન થતું હતું. અમે ટેકનોલોજીનું પ્લેટફોર્મ તૈયાર કર્યું, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન લઈને આવ્યા અને 1600 લેયરમાં ડેટા દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે કામ થઈ રહ્યું છે. જે યોજનાઓ બનાવવામાં મહિનાઓ લાગી જતા હતા તે આજે અઠવાડિયાઓની અંદર અંદર આગળ ધપાવવામાં આવે છે. કારણ કે આધુનિક ભારતનાં નિર્માણ માટે માળખાગત સુવિધાઓનાં મહત્વને અમે સારી રીતે સમજીએ છીએ. અમે સ્કેલનું મહત્વ પણ સમજીએ છીએ. અમે ઝડપનું મહત્વ પણ સમજીએ છીએ અને અમે ટેકનોલોજી મારફતે કાયમી સમાધાન અને કાયમી આકાંક્ષાને સંબોધિત કરવાનો પ્રયાસ આદરણીય સભાપતિજી અમે કરી રહ્યા છીએ.

આદરણીય સભાપતિજી,

જ્યારે કોઈ પણ સત્તામાં આવે છે, ત્યારે તે દેશ માટે કંઈક કરવાનું વચન આપીને આવે છે. તેઓ લોકોનું કંઈક ભલું કરવાનું વચન આપીને આવે છે. પરંતુ માત્ર લાગણીઓ વ્યક્ત કરવાથી વાત બનતી નથી. તમે કહી દો કે અમને આવું જોઈએ છે, અમે તેવું ઇચ્છીએ છીએ જેમ કે ક્યારેક કહેવામાં આવતું હતું ગરીબી હટાવો, 4-4 દાયકા થઈ ગયા, થયું કંઇ નહીં. એટલે વિકાસની ગતિ શું છે, વિકાસનો આશય શું છે, વિકાસની દિશા શું છે, વિકાસનો પ્રયાસ શું છે, પરિણામ શું છે, તેનું ઘણું મહત્વ છે. માત્ર આપ એટલું જ કહેતા રહો કે અમે પણ કંઈક કરતા હતા, તેનાથી વાત બનતી નથી.

આદરણીય સભાપતિજી,

જ્યારે અમે જનતાને તેમની પ્રાથમિકતાઓના આધારે તેમની જરૂરિયાતો અને જ્યારે જનતાની આટલી મોટી જરૂરિયાતો માટે મહેનત કરીએ છીએ, ત્યારે અમારા પર દબાણ પણ વધે છે. અમારે મહેનત પણ વધારે કરવી પડે છે, અમારે પરિશ્રમ પણ વધારે કરવો પડે છે. પરંતુ અમે મહાત્મા ગાંધી જેમ કહેતા હતા, શ્રેય અને પ્રિય. અમે શ્રેયનો માર્ગ પસંદ કર્યો છે, પ્રિય લાગી જાય આરામ કરે, અમે તે માર્ગ પસંદ કર્યો નથી. મહેનત કરવી પડશે, તો અમે લોકો તે કરીશું. દિવસ-રાત ખપાવી દેવા પડે તો ખપાવી દઈશું, પરંતુ જનતા જનાર્દનની આકાંક્ષાને ઠેસ નહીં પહોંચવા દઇએ અને તેની આકાંક્ષાઓ સિદ્ધિઓમાં પરિવર્તિત થઈ જાય અને દેશ વિકાસની યાત્રાને પાર કરે, એ માટે અમે કામ કરતા રહીશું. આ બધાં સપનાંઓને લઈને ચાલનારા અમે લોકો છીએ અને અમે એ કરી બતાવ્યું છે.

આદરણીય સભાપતિજી,

હવે તમે જુઓ, દેશ આઝાદ થયો ત્યારથી 2014 સુધી 14 કરોડ એલપીજી કનેક્શન હતાં અને લોકોની માગ પણ હતી. લોકો એલપીજી કનેક્શન લેવા માટે સાંસદો પાસે જતા હતા અને તે સમયે 14 કરોડ ઘરોમાં હતાં, માગ પણ ઓછી હતી, દબાણ પણ ઓછું હતું, તમારે ગેસ લાવવા માટે ખર્ચો પણ કરવો પડતો ન હતો, આપને ગેસ પહોંચાડવાની વ્યવસ્થા, આપની મજેથી ગાડી દોડતી હતી, કામ થતું ન હતું. લોકો રાહ જોતા રહેતા હતા. પરંતુ અમે સામેથી નક્કી કર્યું છે કે અમે દરેક ઘરમાં એલપીજી કનેક્શન આપીશું. અમે જાણતા હતા કે અમે તે કરી રહ્યા છીએ, અમારે મહેનત કરવી પડશે. અમને ખબર હતી કે અમારે પૈસા ખર્ચવા પડશે. અમે જાણતા હતા કે અમારે દુનિયાભરમાંથી ગેસ લાવવો પડશે. એક સાથે દબાણની શક્યતા જાણવા છતાં, અમારી પ્રાથમિકતા મારા દેશનો નાગરિક હતો. અમારી પ્રાથમિકતા આપણા દેશના સામાન્ય લોકો હતા અને તેથી જ અમે 32 કરોડથી વધુ પરિવારોને ગેસ કનેક્શન પહોંચાડ્યા. નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડ્યું, ધન ખર્ચ કરવું પડ્યું.

આદરણીય સભાપતિજી,

આ એક ઉદાહરણ પરથી તમે સમજી શકશો કે અમારે કેટલી મહેનત કરવી પડી હશે. પરંતુ અમે આ મહેનત આનંદ સાથે, સંતોષ સાથે, ગર્વ સાથે કરી અને મને આનંદ છે કે સામાન્ય માણસને તેનો સંતોષ મળ્યો. સરકાર માટે આનાથી મોટો સંતોષ શું હોઈ શકે.

આદરણીય સભાપતિજી,

આઝાદીના કેટલાક દાયકાઓ પછી પણ આ દેશમાં 18,000થી વધુ ગામડાંઓ એવાં હતાં જ્યાં વીજળી પહોંચી ન હતી અને આ ગામડાંઓ મોટાભાગે આપણી આદિવાસી વસાહતોનાં ગામો હતાં. આપણા પહાડો પર જીવન ગુજારતા લોકોનાં ગામો હતાં. આદિવાસી ગામો હતાં. ઉત્તર પૂર્વનાં ગામડાં હતાં, પરંતુ આ તેમની ચૂંટણીના હિસાબ-કિતાબમાં બંધબેસતું નહોતું. તેથી જ તેમની પ્રાથમિકતા ન હતી. અમને ખબર હતી, તેમણે આ મુશ્કેલ કામ છોડી દીધાં છે. અમે કહ્યું કે અમે તો માખણ પર લકીર કરનારા નથી, પથ્થર પર લકીર કરનારા લોકો છીએ. અમે આ પડકાર પણ ઉઠાવીશું. અમે આ પડકાર પણ ઝીલીશું અને અમે દરેક ગામમાં વીજળી પહોંચાડવાનો સંકલ્પ કર્યો. સમય મર્યાદામાં 18,000 ગામડાંઓમાં વીજળી પહોંચાડી અને આ પડકારજનક કાર્ય કરવા પાછળ ગામડાંઓમાં એક નવાં જીવનનો અનુભવ થયો. તેમનો વિકાસ તો થયો પણ સૌથી મોટી વાત એ થઈ કે દેશની વ્યવસ્થામાં તેમનો વિશ્વાસ વધી ગયો અને વિશ્વાસ બહુ મોટી તાકાત હોય છે. જ્યારે દેશના નાગરિકોનો વિશ્વાસ બંધાય છે, ત્યારે તે લાખો-કરોડો ગણાં સામર્થ્યમાં ફેરવાય જાય છે. અમે તે વિશ્વાસ જીત્યો છે અને અમે સખત મહેનત કરી, અમારે તે કરવી પડી, પરંતુ મને આનંદ છે કે આઝાદીનાં આટલાં વર્ષો પછી, તે દૂરનાં ગામડાંઓમાં આશાનું એક નવું કિરણ જોવા મળ્યું, સંતોષની લાગણી પ્રગટ થઈ અને એ આશીર્વાદ આજે અમને મળી રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

પહેલાની સરકારોમાં વીજળી થોડા કલાકો માટે આવતી હતી. કહેવા ખાતર તો લાગતું હતું વીજળી આવી ગઈ. ગામની વચ્ચે એક થાંભલો નાંખી દીધો તો તેની વર્ષગાંઠ દર વર્ષે ઉજવવામાં આવતી હતી. ફલાણી તારીખે આ થાંભલો નાખવામાં આવ્યો હતો. વીજળી તો આવતી નહોતી. આજે માત્ર વીજળી પહોંચી એટલું જ નહીં, પરંતુ આપણા દેશમાં સરેરાશ 22, 22 કલાક વીજળી આપવાના અમારા પ્રયાસમાં અમે સફળ રહ્યા છીએ. આ કામ માટે અમારે નવી ટ્રાન્સમિશન લાઈનો લગાવવી પડી. અમારે નવી ઉર્જા ઉત્પાદન માટે કામ કરવું પડ્યું. અમારે સૌર ઉર્જા પર જવું પડ્યું. અમારે રિન્યુએબલ એનર્જીનાં ઘણાં ક્ષેત્રો શોધવા પડ્યાં. અમે લોકોને તેમના ભાગ્ય પર છોડ્યા નહીં. રાજકીય લાભ કે નુકસાનનો વિચાર કર્યો નથી. અમે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો રસ્તો પસંદ કર્યો. અમે અમારી જાત પર દબાણ વધાર્યું. લોકોની માગ વધવા લાગી, દબાણ વધવા લાગ્યું. અમે સખત મહેનતનો માર્ગ પસંદ કર્યો અને આજે દેશ તેનાં પરિણામો જોઈ રહ્યો છે. ઊર્જા ક્ષેત્રે દેશ પ્રગતિનાં શિખરો હાંસલ કરી રહ્યો છે.

આદરણીય સભાપતિજી,

આઝાદીના સુવર્ણકાળમાં અમે ખૂબ જ હિંમતભર્યું પગલું ભર્યું. હું જાણું છું કે તે સરળ નથી, અમારે ખૂબ મહેનત કરવી પડી છે. અને અમે તે માર્ગ પસંદ કર્યો છે સંતૃપ્તિનો-સેચ્યુરેશનનો.

દરેક યોજનાના લાભાર્થીઓને 100 ટકા લાભ કેવી રીતે મળે, 100 ટકા લાભાર્થીઓને લાભ મળે, લાભો કોઈ અડચણ વિના પહોંચે અને હું કહું છું કે, જો સાચી બિનસાંપ્રદાયિકતા હોય તો આ જ છે, સાચું સેક્યુલારિઝમ હોય તો આ જ છે અને સરકાર. તે માર્ગ પર પ્રામાણિકતાથી નીકળી પડી છે. અમે અમૃત કાલમાં સંતૃપ્તિનો સંકલ્પ લીધો છે. સોએ સો ટકા લાભાર્થીઓ સુધી પહોંચવાનો આ ભાજપ એનડીએ સરકારનો સંકલ્પ છે.

આદરણીય સભાપતિજી,

આ 100%વાળી વાત, સંતૃપ્તિની આ વાત દેશની ઘણી સમસ્યાઓનો ઉકેલ તો છે જ. તે નાગરિકની સમસ્યાઓનો ઉકેલ એટલું જ નહીં દેશની સમસ્યાઓનો ઉકેલ છે. અમે આવી નવી કાર્ય સંસ્કૃતિ લઈને આવી રહ્યા છીએ, જે દેશમાં મારું-તારું, આપણું-પારકું, આ તમામ ભેદોને સમાપ્ત કરનારો રસ્તો છે, સેચ્યુરેશનવાળો અમે લઈને આવ્યા છીએ.

સંતૃપ્તિ સુધી પહોંચવાનો અર્થ થાય છે ભેદભાવ માટેના તમામ અવકાશનો અંત લાવવો. જ્યારે ભેદભાવ રહે છે ત્યારે ભ્રષ્ટાચારને પણ તક મળે છે. કોઈ કહેશે કે મને જલદી આપો, પેલો કહે છે, આટલા આપીશ તો આપીશ, પણ જો સોએ સો ટકા જવાનું હોય, તો તેને વિશ્વાસ થાય છે ભલે આ મહિને મને ન મળ્યું, તે ત્રણ મહિના પછી પહોંચશે, પણ તે પહોંચશે, વિશ્વાસ વધે છે. તે તુષ્ટિકરણની આશંકાઓનો અંત લાવે છે. ફલાણી જાતિને મળશે, ફલાણા પરિવારને મળશે, ફલાણાં ગામને મળશે, ફલાણા સમાજને મળશે, ફલાણા પંથ-સંપ્રદાયના લોકોને મળશે; આ બધી તુષ્ટિકરણની તમામ આશંકાઓને ખતમ કરી દે છે. સ્વાર્થના આધારે લાભ આપવાની વૃત્તિને સંપૂર્ણપણે નાબૂદ કરે છે અને સમાજની છેલ્લી વ્યક્તિ, જે છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિ છે અને જેની મહાત્મા ગાંધીએ હંમેશા હિમાયત કરી હતી, તેના અધિકારોનું રક્ષણ તેમાં સમાવેશ થાય છે અને અમે તેને સુનિશ્ચિત કરીએ છીએ. અને સબકા સાથ-સબકા વિકાસ, આનો અર્થ જ એ છે કે સોએ સો ટકા એમના અધિકારો પહોંચાડવા.

જ્યારે સરકારી તંત્ર દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે, ત્યારે ભેદભાવ અને પક્ષપાત ટકી શકે જ નહીં. તેથી જ અમારું આ 100% સેવા અભિયાન સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય એનું બહુ મોટું  સશક્ત માધ્યમ છે. આ જ સામાજિક ન્યાયની વાસ્તવિક ગૅરંટી છે. આ જ સાચી બિનસાંપ્રદાયિકતા છે. આ જ સાચું સેક્યુલારિઝમ છે.

અમે દેશને વિકાસનું આ મૉડલ આપી રહ્યા છીએ, જેમાં તમામ હિતધારકોને તેમના અધિકારો મળે. દેશ અમારી સાથે છે, દેશ કૉંગ્રેસને વારંવાર નકારી રહ્યો છે, પરંતુ કૉંગ્રેસ અને તેના સાથી પોતાનાં ષડયંત્રો અટકતાં નથી અને જનતા આ જોઈ પણ રહી છે અને દરેક તક પર તેમને સજા પણ આપી રહી છે.

આદરણીય સભાપતિજી,

આપણા દેશની આઝાદીમાં 1857થી લઈને સ્વતંત્રતા સંગ્રામનો કોઈ પણ દાયકો લઈ લો, ભારતનો કોઈ પણ ભૂ-ભાગ લો, મારા દેશની આઝાદીની લડતમાં મારા દેશના આદિવાસીઓનું યોગદાન સુવર્ણ પૃષ્ઠોથી ભરેલું પડ્યું છે. દેશને ગર્વ થાય છે કે મારા આદિવાસી ભાઈઓ આઝાદીનું મહત્વ સમજતા હતા. પરંતુ દાયકાઓ સુધી, મારા આદિવાસી ભાઈઓ વિકાસથી વંચિત રહ્યા અને વિશ્વાસનો સેતુ તો ક્યારેય બંધાયો જ નહીં, આશંકાઓથી ભરેલી વ્યવસ્થા બની. અને તે યુવાનોનાં મનમાં વારંવાર સરકારો માટે પ્રશ્નો ઊભા થતા ગયા. પરંતુ જો તેમણે યોગ્ય ઇરાદાથી કામ કર્યું હોત, સારી નિયત સાથે કામ કર્યું હોત, આદિવાસીઓનાં કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે કામ કર્યું હોત, તો આજે 21મી સદીના ત્રીજા દાયકામાં મારે આટલી મહેનત ન કરવી પડી હોત, પરંતુ તેમણે ન કર્યું. અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. આ દેશમાં પહેલીવાર આદિવાસીઓના વિકાસ માટે અલગ મંત્રાલય બનાવવામાં આવ્યું, પહેલી વાર આદિવાસીઓનાં કલ્યાણ માટે, ભલાઈ માટે, વિકાસ માટે અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવી.

આદરણીય સભાપતિજી,

અમે 110 જિલ્લાઓને આકાંક્ષી જિલ્લાઓ તરીકે ઓળખ્યા છે, જે વિકાસમાં પાછળ રહી ગયા હતા. સામાજિક ન્યાય જેવા મહત્વ અને ભૌગોલિક રીતે પણ જે પાછળ રહી ગયા છે તેમને ન્યાય આપવો પણ એટલું જ મહત્વપૂર્ણ હોય છે. અને એટલા માટે જ અમે 110 આકાંક્ષી જિલ્લાઓ અને 110માંથી અડધાથી વધુ એ વિસ્તારો છે જ્યાં મોટા ભાગની વસ્તી આદિવાસી છે, મારાં આદિવાસી ભાઈઓ અને બહેનો રહે છે. જેનો સીધો લાભ ત્રણ કરોડથી વધુ આદિવાસી ભાઈઓને મળ્યો છે. તેમનાં જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય, માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ સુધારો થયો છે કારણ કે અમે 110 જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અમે તેમની નિયમિત દેખરેખ રાખીએ છીએ.

અહીં, આપણા કેટલાક માનનીય સભ્યોએ આદિજાતિ પેટા-યોજના વિશે ઉલ્લેખ કર્યો હતો. હું આવા સાથીઓને અનુરોધ કરું છું કે તેઓ થોડો સમય કાઢીને કોઇ ભણેલા-ગણેલા વ્યક્તિની મદદ લઈને બેસે જે બજેટનો અભ્યાસ કરી શકે છે, થોડું સમજાવી શકે છે. અને તમે જોશો તો બજેટમાં નિર્ધારિત જનજાતિના ઘટક ભંડોળમાં એ હેઠળ 2014 પહેલાની સરખામણીએ પાંચ ગણો વધારો થયો છે.

આદરણીય સભાપતિજી,

2014 પહેલા જ્યારે તેમની સરકાર હતી ત્યારે ફાળવણી લગભગ 20-25 હજાર કરોડ રૂપિયા આસપાસ રહેતી હતી, તે બહુ જૂની વાત નથી, માત્ર 20-25 હજાર કરોડ રૂપિયા. આજે અહીં આવીને ગીત ગાઈ રહ્યા છે. અમે આવીને આ વર્ષે 1 લાખ 20 હજાર કરોડની જોગવાઈ કરી છે. અમે છેલ્લાં 9 વર્ષમાં અમારા આદિવાસીઓ, અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે, તેમનાં બાળકોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે 500 નવી એકલવ્ય મૉડલ સ્કૂલોને મંજૂરી આપી છે અને તે ચાર ગણો વધારો છે. એટલું જ નહીં, આ વખતે અમે આ બજેટમાં શાળાઓમાં શિક્ષકો અને સ્ટાફ માટે 38,000 નવા લોકોની ભરતી કરવાની જોગવાઈ કરી છે. આદિવાસીઓનાં કલ્યાણ માટે સમર્પિત અમારી સરકારે, હું તમને જરા વન અધિકાર અધિનિયમ તરફ લઈ જવા માગું છું.

આદરણીય સભાપતિજી,

દેશ આઝાદ થયો ત્યારથી અને અમારાં આગમન પહેલાં, 2014 પહેલા આદિવાસી પરિવારોને 14 લાખ જમીનના પટ્ટા આપવામાં આવ્યા હતા. છેલ્લાં 7-8 વર્ષમાં અમે 60 લાખ નવા પટ્ટા આપ્યા છે. આ એક અભૂતપૂર્વ કામ થયું છે. અમારાં આવતાં પહેલાં 23 હજાર સામુદાયિક પટ્ટા આપવામાં આવ્યા હતા, અમારાં આવ્યા પછી 80 હજારથી વધુ સામુદાયિક પટ્ટા આપવામાં આવ્યા છે. ઊંડી સહાનુભૂતિ દર્શાવીને આદિવાસીઓની લાગણીઓ સાથે રમત કરવાને બદલે જો કંઈક કર્યું હોત તો મારે આજે આટલી મહેનત ન કરવી પડી હોત અને આ કામ અગાઉ આરામથી થઈ ગયું હોત. પરંતુ આ તેમની પ્રાથમિકતામાં ન હતું.

આદરણીય સભાપતિજી,

તેમની આર્થિક નીતિ, તેમની સામાજિક નીતિ, તેમની રાજનીતિ વોટ બૅન્કના આધારે જ ચાલતી રહી. અને તેનાં કારણે સમાજની જે પાયાની તાકાત હોય છે, સ્વરોજગારને કારણે દેશની આર્થિક પ્રવૃતિમાં વધારો કરવાનું જે સામર્થ્ય હોય છે, તેમણે હંમેશા ઉપયોગની અવગણના કરી. તેમને તેમને એ એટલા નાના લાગતા હતા, એટલા વેરવિખેર લાગતા હતા કે જેઓ નાનાં નાનાં કાર્યોમાં જોડાયેલા હતા તેમના માટે તેમની કોઈ કિંમત જ નહોતી. તેઓ સ્વરોજગારથી ઉપર સમાજ પર બોજ બન્યા વિના સમાજમાં કંઈક ને કંઈક મૂલ્યવર્ધન કરે છે, નાનાં કામમાં રોકાયેલા આ કરોડો લોકોને ભૂલી જવામાં આવ્યા. મને ગર્વ છે કે મારી સરકારે શેરી વિક્રેતાઓ, થેલાવાળાઓ, ફૂટપાથ પર વેપાર કરતા લોકોની સુવિધા માટે, જેમનાં જીવન વ્યાજનાં ચક્કરમાં બરબાદ થઈ જતાં હતાં. આખા દિવસના પરસેવાના પૈસા વ્યાજખોરોનાં ઘરે જઈને ચૂકવવા પડતા હતા, અમે તે ગરીબ લોકોની ચિંતા કરી, અમે તે શેરી વિક્રેતાઓ, થેલાવાળા અને પટરીવાળાઓની ચિંતા અમે કરી. અને આદરણીય સભાપતિજી, અમે આટલું જ નહીં, સમાજના નિર્માણમાં ભૂમિકા ભજવનાર આપણો વિશ્વકર્મા સમુદાય, જેઓ પોતાના હાથવગાં સાધનોની મદદથી કંઈક ને કંઈક સર્જન કરતા રહે છે, સમાજની જરૂરિયાતો મોટા પાયે પૂરી કરે છે. ભલે તે આપણો વણજારા સમુદાય હોય કે આપણી વિચરતી જાતિના લોકો, અમે તેમની ચિંતા કરવાનું કામ કર્યું છે. પીએમ સ્વનિધિ યોજના હોય, પીએમ વિશ્વકર્મા યોજના હોય, જેના દ્વારા અમે સમાજના આ લોકોની મજબૂતી માટે કામ કર્યું છે, તેમનાં સામર્થ્યને વધારવાનું કામ કર્યું છે.

આદરણીય સભાપતિજી,

આપ તો પોતે ખેડૂતના પુત્ર છો, આ દેશના ખેડૂતો સાથે શું વીત્યું છે. ઉપરન અમુક એક વર્ગને સંભાળી લેવો અને એમનાથી જ પોતાની રાજનીતિ ચલાવ્યા કરવી, આ સિલસિલો ચાલુ રહ્યો. આ દેશની ખેતીની સાચી તાકાત નાના ખેડૂતોમાં રહેલી છે. એક એકર, બે એકર જમીનની ઊપજ કરનારામાંથી ભાગ્યે જ 80-85 ટકા લોકો આ દેશના આ વર્ગના છે. આ નાના ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી હતી, તેમનો અવાજ સાંભળનારું કોઇ ન હતું. અમારી સરકારે નાના ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નાના ખેડૂતોને ઔપચારિક બૅન્કિંગ સાથે જોડ્યા. આજે પીએમ કિસાન સન્માન નિધિ વર્ષમાં 3 વખત નાના ખેડૂતોનાં ખાતામાં સીધી જમા થાય છે. એટલું જ નહીં, અમે પશુપાલકોને પણ બૅન્કો સાથે જોડ્યા, અમે માછીમારોને બૅન્કો સાથે જોડ્યા અને તેમને વ્યાજમાં છૂટ આપીને તેમની આર્થિક ક્ષમતામાં વધારો કર્યો, જેથી તેઓ તેમના વ્યવસાયનો વિકાસ કરી શકે, તેમની પાક-પદ્ધતિ બદલી શકે, પોતાના ઉત્પાદિત કરેલા માલને અટકાવીને  યોગ્ય ભાવ મળ્યા બાદ બજારમાં લઈ જઈ શકે અમે તે દિશામાં કામ કર્યું છે.

આદરણીય સભાપતિજી,

અમે જાણીએ છીએ કે આપણા દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેમને વરસાદનાં પાણી પર ગુજરાન કરવું પડે છે. અગાઉની સરકારોએ સિંચાઈની વ્યવસ્થા કરી ન હતી. અમે એ પણ જોયું કે વરસાદનાં પાણી પર જીવતા આ નાના ખેડૂતો બાજરીની ખેતી કરે છે, પાણી હોતું નથી. આ બરછટ અનાજની ખેતી કરનારા ખેડૂતોને અમે વિશેષ સ્થાન આપ્યું. અમે બાજરી વર્ષ ઉજવવા માટે યુએનને પત્ર લખ્યો. વિશ્વમાં ભારતનાં બરછટ અનાજનું એક બ્રાન્ડિંગ થાય, માર્કેટિંગ થાય અને તે અંગે વિચારવું જોઈએ અને હવે તે બરછટ અનાજને શ્રી અન્નનાં રૂપમાં જેમ શ્રીફળનું મહત્વ છે, એવી જ રીતે શ્રી અન્નનું મહત્વ વધે અને ઉત્પાદન કરનારા નાના ખેડૂતોને યોગ્ય ભાવ મળે, વૈશ્વિક બજાર મળે, દેશમાં પાક-પદ્ધતિમાં ફેરફાર થાય અને એટલું જ નહીં, આ બાજરો એક સુપરફૂડ છે, પોષણ માટે એક બહુ મોટી તાકાત છે. આ આપણા દેશની નવી પેઢી માટે પોષણની સમસ્યાનાં નિરાકરણમાં પણ કામ આવે, જે મારા નાના ખેડૂતને પણ મજબૂત કરશે. અમે ખાતરમાં પણ ઘણા નવા વિકલ્પો વિકસાવ્યા છે અને તેનો લાભ પણ મળ્યો છે.

આદરણીય સભાપતિજી,

હું સંપૂર્ણ વિશ્વાસ સાથે માનું છું કે જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં માતાઓ અને બહેનોની ભાગીદારી વધે છે, ત્યારે પરિણામો વધુ સારાં મળે છે, જલદી મળે છે અને નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરનારાં હોય છે. તેથી, માતાઓ અને બહેનોની ભાગીદારી વધે, તેઓ નિર્ણય લેવાની પ્રક્રિયામાં આપણી સાથે જોડાય, તે દિશામાં અમારી સરકારે મહિલા સશક્તીકરણને લઈને મહિલા નેતૃત્વના વિકાસને પ્રાથમિકતા આપી છે. ગૃહમાં આપણા એક આદરણીય સભ્યએ કહ્યું કે મહિલાઓને શૌચાલય આપવાથી શું મહિલાઓનો વિકાસ થઈ જશે? બની શકે કે તેમનું ધ્યાન ફક્ત ટોયલેટ પર જ ગયું હોય, તે તેમની મુશ્કેલી હશે, પરંતુ હું જરા કહેવા માગું છું. મને એ વાતનો ગર્વ છે અને હું ગર્વ અનુભવું છું. કારણ કે હું રાજ્યોમાં રહીને આવ્યો છું. હું ગામમાં જિંદગી પસાર કરીને આવ્યો છું. મને ગર્વ છે કે 11 કરોડ શૌચાલય બનાવીને મેં મારી માતાઓ અને બહેનોને ઈજ્જત ઘર આપ્યું છે. મને આનો ગર્વ છે. આપણી માતાઓ, બહેનો અને આપણી દીકરીઓનાં જીવન ચક્ર પર જરા એક નજર નાખો, માતાઓ અને બહેનોનાં સશક્તીકરણ માટે અમારી સરકાર કેટલી સંવેદનશીલ છે તે તરફ હું જરા ધ્યાન દોરવા માગું છું. અને જેમના વિચારો માત્ર શૌચાલય વિશે જ વિચારતા હતા તેઓ કાન ખોલીને સાંભળે જેથી ભવિષ્યમાં તેમને આ વાત જણાવવામાં અનુકૂળતા રહે. સગર્ભાવસ્થા દરમિયાન બાળકને પૌષ્ટિક આહાર મળે એ માટે અમે માતૃવંદના યોજના ચલાવી અને આ પૈસા ગર્ભાવસ્થા દરમિયાન સીધા મહિલાનાં બૅન્ક ખાતામાં જાય, જેથી તેનાં પોષણથી ગર્ભમાં જે  બાળક છે એનાં સ્વાસ્થ્યને પણ લાભ મળે. આપણા દેશમાં માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરની આ ગંભીર સમસ્યામાંથી છુટકારો મેળવવાનો એક માર્ગ સંસ્થાકીય ડિલિવરી છે. અમે ગરીબમાં ગરીબ માતાની સંસ્થાકીય ડિલિવરી થાય, શિશુનો જન્મ હૉસ્પિટલમાં થાય, એ માટે નાણાં પણ ખર્ચવાનું નક્કી કર્યું અને એક વિશાળ અભિયાન પણ ચલાવ્યું અને તેનાં પરિણામો પણ દેખાઈ રહ્યાં છે. અમે જાણીએ છીએ કે કોઇ ને કોઇ માનસિક વિકૃતિને કારણે માતાના ગર્ભમાં જ દીકરીઓને મારી નાખવાની વૃત્તિ વધી ગઈ હતી. તે સમાજ માટે કલંક હતું. અમે બેટી બચાવો અભિયાન શરૂ કર્યું અને આજે મને ખુશી છે કે પુત્રોના જન્મની સરખામણીમાં દીકરીઓની સંખ્યા વધી રહી છે. આ અમારા માટે સંતોષની વાત છે. દીકરીઓની રક્ષાનું કામ અમે કર્યું છે. જ્યારે દીકરી મોટી થઈને શાળાએ જાય અને શૌચાલયના અભાવે પાંચમા, છઠ્ઠા ધોરણમાં આવતા આવતા શાળા છોડી દે, અમે તે ચિંતાને પણ દૂર કરી અને શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય બનાવ્યાં, જેથી મારી છોકરીઓને શાળા છોડવી ન પડે, આ અમે ચિંતા કરી. બાળકીનું શિક્ષણ ચાલુ રહે અને તેથી જ અમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુ વ્યાજ ચૂકવીને કન્યાઓ માટે સુરક્ષિત શિક્ષણની વ્યવસ્થા કરી છે, જેથી પરિવાર પણ તેમને પ્રોત્સાહિત કરે. જ્યારે દીકરી મોટી થઈને પોતાનું કામ કરે, ત્યારે તે ગૅરંટી વગર મુદ્રા યોજનામાંથી લોન લઈ શકે, પોતાના પગ પર ઊભી થઈ શકે અને મને ખુશી છે કે મુદ્રા યોજનાના 70 ટકા લાભાર્થીઓ આપણી માતાઓ અને દીકરીઓ છે. અમે આ કામ કર્યું છે. માતા બન્યા પછી પણ નોકરી ચાલુ રાખવા માટે અમે મેટરનિટી લીવમાં વધારો કર્યો છે, જે ક્યારેક ક્યારેક વિકસિત દેશ કરતાં પણ વધારે છે, અમે આ કામ કર્યું છે. દીકરીઓ માટે સૈનિક શાળાઓ ખોલવામાં આવી છે.

આદરણીય સભાપતિજી,

આપ તો પોતે સૈનિક સ્કૂલના વિદ્યાર્થી રહ્યા છો, દીકરીઓને ત્યાં પ્રવેશ ન હતો, અમે તે કામ પણ કર્યું, આજે મારી દીકરીઓ સૈનિક સ્કૂલમાં ભણે છે. એટલું જ નહીં, આપણી દીકરીઓ અબળા નહીં સબળા છે, તે સેનામાં જવા માગે છે, તે ઓફિસર બનવા માગે છે. અમે આપણી દીકરીઓ માટે સેનાના દરવાજા પણ ખોલી નાખ્યા. અને આજે ગર્વ થાય છે કે સિયાચીનમાં મારા દેશની કોઇ બેટી મા ભારતીની રક્ષા માટે તૈનાત થાય છે.

દીકરીને ગામમાં કમાવાની તકો મળે અને આ માટે અમે મહિલા સ્વસહાય જૂથ તેને નવી તાકાત આપી મૂલ્ય વૃદ્ધિ કરી અને તેને બૅન્કોમાંથી મળતી રકમમાં ઘણો વધારો કર્યો અને એટલે તે પણ અમે તેની પ્રગતિ માટે આપણી માતાઓ-દીકરીઓ, બહેનોને લાકડાના ધુમાડાને કારણે જીવનમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે એટલે અમે ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યું. આપણી માતાઓ, બહેનોને અને દીકરીઓને પીવાનાં પાણી માટે સંઘર્ષ ન કરવો પડે, 2-2, 4-4 કિલોમીટર સુધી ચાલવું ન પડે અમે નળથી ઘર સુધી પાણી પહોંચાડવાનું અભિયાન ચલાવ્યું જેથી મારી માતાઓ-દીકરીઓને, બહેનોને, દીકરીઓને અંધારામાં રહેવું ન પડે એ માટે અમે સૌભાગ્ય યોજનાથી આવા ગરીબ પરિવારો સુધી વીજળી પહોંચાડી. દીકરી, માતા, બહેન બીમારી ગમે તેટલી ગંભીર હોય, તે ક્યારેય કહેતી નથી, તેને ચિંતા રહેતી હોય છે કે ક્યાંક બાળકો પર દેવું થઈ જશે, પરિવાર પર બોજ બની જશે, તે પીડા સહન કરે છે, પણ તેનાં બાળકોને તેની બીમારી વિશે જણાવતી નથી. તે માતાઓ અને બહેનોને આયુષ્માન કાર્ડ આપીને અમે હૉસ્પિટલમાં મોટામાં મોટી બીમારીમાંથી છુટકારો મેળવવાનો માર્ગ અમે ખોલ્યો છે.

આદરણીય સભાપતિજી,

મિલકત પર દીકરીનો હક હોવો જોઈએ, તેથી અમે સરકાર તરફથી જે આવાસ અપાય છે તેમાં  દીકરીનો હક નક્કી કર્યો, મિલકત તેનાં નામે કરાવવાનું કામ કર્યું. અમે મહિલા સશક્તીકરણ માટે આપણી માતાઓ અને બહેનોને જે પણ નાની-મોટી બચત કરી લે, મુશ્કેલીઓનો સામનો કરીને બચત કરવી એ માતાઓ અને બહેનોનો સ્વભાવ હોય છે અને તેઓ ઘરે અનાજના ડબ્બામાં પૈસા રાખીને ગુજરાન ચલાવે છે. તેને તે મુસીબતમાંથી બહાર કાઢીને અમે તેને જન ધન ખાતાં આપ્યાં. બૅન્કમાં પૈસા જમા કરાવે, તેવી જાહેરાત કરવામાં આવી.

અને આદરણીય સભાપતિજી,

આ બજેટ સત્ર માટે તો ગર્વની ની વાત છે કે બજેટ સત્રની શરૂઆત મહિલા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને બજેટ સત્રની ઔપચારિક શરૂઆત મહિલા નાણામંત્રીનાં ભાષણથી  થાય છે. દેશમાં આવો સંયોગ અગાઉ ક્યારેય બન્યો ન હતો જે આજે આવ્યો છે. અને અમારો તો પ્રયાસ રહેશે કે આવા શુભ અવસર આગળ પણ જોવા મળે.

આદરણીય સભાપતિજી,

જ્યારે દેશને આધુનિક થવું છે અને નવા સંકલ્પો પાર કરવા છે, ત્યારે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનાં સામર્થ્યને નકારી શકીએ નહીં. અમારી સરકાર વિજ્ઞાન અને ટેકનોલોજીના વિભાગને સારી રીતે સમજે છે. પરંતુ અમે ટુકડાઓમાં વિચારતા નથી, અમે ટોકનિઝમમાં વિચારતા નથી. અમે દેશને વિજ્ઞાન અને ટેકનોલોજી તરફથી આગળ લઈ જવા માટે દરેક દિશામાં કામ કરી રહ્યા છીએ, સાર્વત્રિક પ્રયાસો કરી રહ્યા છીએ, દરેક પહેલ કરી રહ્યા છીએ. અને તેથી, બાળપણમાં વૈજ્ઞાનિક સ્વભાવ વિકસાવવા માટે અટલ ટિંકરિંગ લેબ, એક વૈજ્ઞાનિક વિચારધારાનાં નિર્માણ માટે અમે શાળા કક્ષાએ બાળકોને તક આપી છે. જો બાળક તેનાથી થોડું આગળ વધીને કંઈક કરવાનું શરૂ કરે, તો અમે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ઊભાં કર્યાં જેથી સારી જો કંઈક સારી પ્રગતિ થાય તો તેને એ વાતાવરણ મળે જેથી તે ટેકનોલોજીમાં કન્વર્ટ કરવા માટે એ વિચાર એ શોધ કામ આવે એ માટે અમે વિજ્ઞાનની પ્રગતિનું પરિણામ અમે નીતિઓ બદલી, સ્પેસ ક્ષેત્રમાં અમે ખાનગી ભાગીદારીનું સ્વપ્ન સાકાર કર્યું અને મને ખુશી છે કે આજે દેશના નવયુવાનો ખાનગી ઉપગ્રહ છોડવાની તાકાત ધરાવે છે, આ વિજ્ઞાન અને ટેકનોલોજી છે. આજે, સ્ટાર્ટઅપ્સની દુનિયા જે મૂળભૂત રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલ છે, એમાં યુનિકોર્નની સંખ્યા આજે આપણે દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે.

આદરણીય સભાપતિજી,

આજે આ દેશને ગર્વ થશે કે સૌથી વધુ પેટન્ટ, ઈનોવેશન અને દુનિયાનાં બજારમાં ટકે છે પેટન્ટ આ સૌથી વધુ પેટન્ટ રજિસ્ટર કરવામાં આજે મારા દેશના નવયુવાનો આગળ આવી રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

આધારની તાકાત શું હોય છે એ અમારી સરકારે આવીને બતાવી દીધું અને આધાર સાથે જોડાયેલા જે વિદ્વાન લોકો છે તેમણે પણ કહ્યું છે કે આધારનાં મહત્વને, ટેકનોલોજીનાં મહત્વને 2014 પછી સમજવામાં આવ્યું અને તેનાં કારણે તે મહેનત હવે રંગ લાવી રહી છે. આપણે જોયું છે કે કોવિડના સમયમાં, કોવિન પ્લેટફોર્મ 200 કરોડ રસીકરણ અને કોવિનનું પ્રમાણપત્ર તમારા મોબાઇલ પર એક સેકન્ડમાં આવી જાય છે. પરંતુ વિશ્વને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે ભારત કોવિડમાં તેની રસી લઈને આવ્યું, વિશ્વના લોકો તેમની રસી, આપણે ત્યાં બહુ મોટું માર્કેટ હતું, વેચવા માટે જાત-જાતનું દબાણ કરતા હતા, આર્ટિકલ લખવામાં આવતા હત, ટીવીમાં ઇન્ટરવ્યૂ આપવામાં આવતા હતા, સેમિનાર યોજવામાં આવતા હતા. આટલું જ નહીં, મારા દેશના વૈજ્ઞાનિકોને બદનામ કરવા માટે, તેમને નીચા દેખાડવા માટે નીચ પ્રયાસ કર્યા. અને મારા જ દેશના વૈજ્ઞાનિકોએ જેને આજે દુનિયામાં સ્વીકૃતિ મળી છે એવી રસીથી માત્ર મારા દેશવાસીઓની જ નહીં પરંતુ અન્ય દેશોના લોકોની પણ જરૂરિયાત પૂરી કરી છે. આ વિજ્ઞાનના વિરોધી લોકો આ ટેકનોલોજીના...

આદરણીય સભાપતિજી,

તેઓ વિજ્ઞાનના વિરોધી છે, તેઓ ટેકનોલોજીના વિરોધી છે, તેઓ આપણા વૈજ્ઞાનિકોને બદનામ કરવાની કોઈ તક છોડતા નથી. આપણો દેશ ફાર્મસીની દુનિયામાં એક તાકાત બનીને ઉભરી રહ્યો છે, દુનિયાની ફાર્મસીનું હબ બની રહ્યો છે. આપણા નવયુવાનો નવા નવા સંશોધનો કરી રહ્યા છે. આ લોકો તેમને બદનામ કરવાના રસ્તાઓ શોધી રહ્યા છે, તેઓને દેશની ચિંતા નથી, તેમને પોતાની રાજકીય તરકીબોની ચિંતા છે, આ દુર્ભાગ્ય છે દેશનું.

આદરણીય સભાપતિજી,

જ્યારે હું બાલીમાં હતો, G20 દેશોનું જૂથ ડિજિટલ ઈન્ડિયાને સમજવા માટે લડતું હતું. સફળતાએ સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે, આજે હિંદુસ્તાન ડિજિટલ લેવડદેવડમાં દુનિયાનું લીડર બની ગયું છે.

આદરણીય સભાપતિજી,

અમને ખુશી છે કે આજે મારા દેશવાસીઓના હાથમાં 100 કરોડથી વધુ મોબાઈલ ફોન છે.

આદરણીય સભાપતિજી,

એક સમય હતો જ્યારે આપણે મોબાઈલ આયાત કરતા હતા, આજે ગર્વ છે કે મારો દેશ મોબાઈલની નિકાસ કરે છે. તે 5G હોય, AI હોય, IOT હોય, આજે દેશ ખૂબ જ ઝડપી ગતિએ તે ટેક્નોલોજીને અપનાવી રહ્યો છે અને તેનો વિસ્તાર કરી રહ્યો છે.

ડ્રોન, સામાન્ય જીવનમાં તેનો ઉપયોગ થાય, તે સામાન્ય નાગરિકનું ભલું થાય. અમે નીતિમાં તે ફેરફાર કર્યો અને આજે મારા દેશમાં ડ્રોન દ્વારા દૂરના વિસ્તારોમાં દવાઓ પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં માધ્યમો અપનાવીને મારો ખેડૂત આજે ખેતરમાં ડ્રોનની તાલીમ લઈને, ખેતીમાં ડ્રોનનો શું ઉપયોગ થાય, તે આજે મારાં ગામમાં દેખાય રહ્યો છે. અમે જિઓ સ્પેશિયલ સેક્ટરમાં દરવાજા ખોલ્યા. ડ્રોન માટે એક સંપૂર્ણ નવા વિકાસનો વિસ્તાર કરવાની તક અમે કરી દીધી. આજે દેશમાં યુએન જેવા લોકો ચર્ચા કરે છે કે દુનિયામાં લોકો પાસે તેમની જમીન અને ઘરના માલિકી હક્ક નથી. યુએનની ચિંતા દુનિયાની છે. ડ્રોનની મદદથી, ભારતે સ્વામિત્વ યોજના દ્વારા ગામડામાં ઘરોને તેનો નકશો અને માલિકી હક્ક આપવાનું કામ કર્યું છે. કૉર્ટ-કચેરીઓના ચક્કરોમાંથી અને જો ઘર ક્યારેક બંધ હોય, કોઈ આવીને કબજો ન કરી લે, સુરક્ષાની ભાવના આપી છે. સામાન્ય માણસ માટે ટેક્નોલોજીના ભરપૂર પ્રયાસો કરવાની દિશામાં અમે સફળતા મેળવી છે.

આજે દેશ ટેક્નોલોજી ક્ષેત્રે આધુનિક વિકસિત ભારતના સ્વપ્નમાં અમે તેનું મહત્વ સમજીએ છીએ અને તેથી માનવ સંસાધન વિકાસ, નવીનતા, તેનું ઘણું મહત્વ છે અને તેથી જ દુનિયાની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આપણા દેશમાં છે. અમે ગતિ શક્તિ યુનિવર્સિટી બનાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયામાં એક નવી પહેલ કરી છે. અમે એનર્જી યુનિવર્સિટીની સ્થાપના કરીને આજે દેશ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં એક નવી છલાંગ લગાવે, અત્યારથી આપણા નવયુવાનો તૈયાર થાય, તે દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. આપણા દેશમાં ટેકનોક્રેટ્સ પ્રત્યે, એન્જિનિયરો પ્રત્યે, વિજ્ઞાન પ્રત્યે નફરત કરવામાં કૉંગ્રેસે પોતાના શાસનકાળમાં કોઈ કસર છોડી નથી અને વિજ્ઞાન અને ટેક્નોલોજીનુ સન્માન કરવામાં અમારા કાર્યકાળમાં કોઈ કસર રહી નથી, આ અમારો માર્ગ છે.

આદરણીય સભાપતિજી,

અહીં રોજગારની પણ ચર્ચા કરવામાં આવી, મને નવાઈ લાગે છે કે જેઓ પોતાને સૌથી લાંબુ જાહેર જીવન ધરાવતા હોવાનો દાવો કરે છે, તેઓ એ જાણતા નથી કે નોકરી અને રોજગારમાં તફાવત છે. જેઓ નોકરી અને રોજગાર વચ્ચેનો તફાવત સમજી શકતા નથી, તેઓ અમને ઉપદેશ આપી રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

નવી નવી વાર્તાઓ ઘડી કાઢવા માટે અડધી અધૂરી બાબતોને પકડીને જૂઠ્ઠાણાં ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લાં 9 વર્ષમાં અર્થતંત્રોનાં વિસ્તરણ સાથે, નવાં ક્ષેત્રોમાં રોજગારની નવી સંભાવનાઓ વધી છે. આજે જે રીતે દેશ ગ્રીન અર્થવ્યવસ્થામાં આગળ વધી રહ્યો છે તે જોતાં ગ્રીન જૉબ્સની બહુ મોટી સંભાવનાઓ ધરતી પર ઉતરીને દેખાઈ રહી છે અને વધુ સંભાવનાઓ બની રહી છે. ડિજિટલ ઈન્ડિયાનાં વિસ્તરણ સાથે ડિજિટલ ઈકોનોમી, તેનું પણ એક નવું ક્ષેત્ર આજે સર્વિસ સેક્ટરમાં ડિજિટલ ઈન્ડિયા નવી ઊંચાઈએ છે. પાંચ લાખ કોમન સર્વિસ સેન્ટર, ગામની અંદર એક-એક કોમન સર્વિસ સેન્ટરમાં બે-બે, પાંચ-પાંચ લોકો રોજીરોટી મેળવે છે અને અંતરિયાળ જંગલોમાં આવેલાં નાનાં ગામડાઓમાં પણ કોમન સર્વિસ સેન્ટરમાં આજે આપણા દેશની આવશ્યક સેવાઓ ગામના લોકોને એક બટન પર ઉપલબ્ધ થાય , એ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ ઈકોનોમીએ અનેક નવા રોજગારની સંભાવનાઓ ઊભી કરી છે.

આદરણીય સભાપતિજી,

90 હજાર રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ, તેનાથી પણ રોજગારના નવા દરવાજા ખુલ્યા છે. એપ્રિલથી નવેમ્બર, 2022 દરમિયાન EPFO ​​પે-રોલમાં એક કરોડથી વધુ લોકો ઉમેરવામાં આવ્યા છે, એક કરોડથી વધુ લોકો.

આદરણીય સભાપતિજી,

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના આના દ્વારા 60 લાખથી વધુ નવા કર્મચારીઓનો લાભ થયો છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ, અમે અમારા ઉદ્યમીઓ માટે અવકાશ, સંરક્ષણ, ડ્રોન, ખાણકામ, કોલસો, ઘણાં ક્ષેત્રો ખોલ્યાં છે, જેનાં કારણે રોજગારની શક્યતાઓમાં નવી ગતિ આવી છે. અને જુઓ, આપણા નવ યુવાનોએ આગળ આવીને આ તમામ પગલાંની તક ઝડપી લીધી છે, તેનો લાભ ઉઠાવ્યો છે.

આદરણીય સભાપતિજી,     

આ દેશ રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બને, તે દેશ માટે ખૂબ જ જરૂરી છે. હું ખુશ છું કે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાનું મિશન લઈને અમે ચાલ્યા. આજે 350થી વધુ ખાનગી કંપનીઓ સંરક્ષણ ક્ષેત્રે આવી છે અને મારો દેશ સંરક્ષણ ક્ષેત્રે લગભગ લગભગ એક લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી રહ્યો છે અને આ ક્ષેત્રમાં પણ અભૂતપૂર્વ રોજગારીનું સર્જન થયું છે.

આદરણીય સભાપતિજી,

રિટેલથી લઈને પ્રવાસન સુધી દરેક ક્ષેત્રનું વિસ્તરણ થયું છે. ખાદી અને ગ્રામોદ્યોગ, મહાત્મા ગાંધી સાથે જે વ્યવસ્થા સંકળાયેલી છે, ખાદી ગ્રામ્ય ઉદ્યોગોને પણ ડૂબાડી દીધો હતો. આઝાદી પછી સૌથી વધુ, ખાદી ગ્રામોદ્યોગના રેકોર્ડ તોડવાનું કામ અમારા સમયમાં થયું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થઈ રહેલું રેકોર્ડ રોકાણ, પછી તે રોયલનું કામ હોય, રસ્તાનું કામ હોય, બંદરનું કામ હોય, એરપોર્ટનું કામ હોય, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બનતી હોય, આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામો હોય, તેના માટે વપરાતી સામગ્રી, તે ઉદ્યોગમાં રોજગારની શક્યતાઓ વધી છે. દરેક જગ્યાએ નિર્માણ કાર્યની અંદર મજૂરોથી લઈને મિકેનિક્સ સુધી, દરેક પ્રકારના રોજગારની સંભાવનાઓ, ઈજનેરથી લઈને શ્રમિક સુધી દરેક માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે, અને તેનાં જ કારણે આજે યુવા વિરોધી નીતિને લઈ ચાલનારા લોકોને આજે યુવા નકારી રહ્યો છે અને યુથની ભલાઇ માટે અમે જે નીતિઓ લઈને ચાલ્યા છીએ, એનો દેશ આજે સ્વીકાર કરી રહ્યો છે.

આદરણીય સભાપતિજી,

અહીં પણ કહેવામાં આવ્યું...

આદરણીય સભાપતિજી,

અહીં પણ કહેવામાં આવ્યું કે સરકારની યોજનાઓને તેનાં નામો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો. કેટલાક લોકોને એવી પણ તકલીફ છે કે નામોમાં અમુકમાં સંસ્કૃતનો સ્પર્શ છે. બોલો, આની પણ પરેશાની છે.

આદરણીય સભાપતિજી,

મેં કોઇ અખબારમાં વાંચ્યું હતું, મેં તેની ચકાસણી તો કરી નથી અને તે અહેવાલ કહેતો હતો કે 600 જેટલી સરકારી યોજનાઓ માત્ર ગાંધી-નહેરુ પરિવારનાં નામે છે.

આદરણીય સભાપતિજી,

જો કોઈ કાર્યક્રમમાં નહેરુજીનાં નામનો ઉલ્લેખ ન થાય તો કેટલાક લોકોના રૂંવાટાં ઊભા થઈ જાય છે. તેમનું લોહી એકદમ ગરમ થઈ જાય છે કે નહેરુજીનું નામ કેમ ન લીધું.  

આદરણીય સભાપતિજી,

મને ખૂબ જ નવાઈ લાગે છે કે ચાલો ભાઇ, અમારાથી ક્યારેક રહી જતું હશે નહેરુજીનું નામ, અને રહી ગયું હશે તો અમે તેને સુધારી પણ લઈશું કેમ કે તેઓ દેશના પહેલા પ્રધાનમંત્રી હતા. પણ મને એ સમજાતું નથી કે તેમની પેઢીની કોઇ વ્યક્તિ નહેરૂ અટક રાખવાથી કેમ ડરે છે? નેહરુ અટક રાખવામાં કઈ શરમ છે? શું શરમ છે? આટલું મોટું મહાન વ્યક્તિત્વ તમને સ્વીકાર્ય નથી, પરિવારને સ્વીકાર્ય નથી અને તમે અમારો હિસાબ માગતા રહો છો.

આદરણીય સભાપતિજી,

કેટલાક લોકોએ સમજવું પડશે કે આ સદીઓ જૂનો દેશ સામાન્ય માણસના પરસેવા અને પુરુષાર્થથી બનેલો દેશ છે, જન-જનની પેઢીઓની પરંપરાથી બનેલો દેશ છે. આ દેશ કોઈ પરિવારની જાગીર નથી. અમે મેજર ધ્યાનચંદનાં નામ પર ખેલ રત્ન પુરસ્કાર કરી દીધો, અમે આંદામાનમાં નેતાજી સુભાષનાં નામ પર, સ્વરાજનાં નામ પર અમે ટાપુઓનું નામકરણ કર્યું, અમને ગર્વ થઈ રહ્યો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝનાં યોગદાન પર દેશ ગર્વ અનુભવે છે, અમને ગર્વ છે.

એટલું જ નહીં, જેઓ કાયમ આપણા દેશની સેનાને અપમાનિત કરવાની તક ક્યારેય ચૂકતા નથી, અમે આ ટાપુઓનું નામ પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા સેનાનીઓનાં નામે કરી દીધું છે.  આવનારી સદીઓ સુધી, કોઈ હિમાલયનું શિખર, એક એવરેસ્ટ વ્યક્તિનાં નામે એવરેસ્ટ બન્યું, મારા ટાપુ જૂથોનાં નામ મારા પરમવીર ચક્ર વિજેતાઓ, મારા દેશના સૈનિકોનાં નામ પર કરી દીધું, આ અમારી શ્રદ્ધા છે, આ અમારી ભક્તિ છે અને તેને લઈને અમે ચાલીએ છીએ. અને એનાથી આપને તકલીફ છે અને તકલીફ વ્યક્ત પણ થઈ રહી છે. દરેકના તકલીફ વ્યક્ત કરવાના રસ્તા અલગ હશે, અમારો માર્ગ છે સકારાત્મક.

ક્યારેક-ક્યારેક-  હવે આ ગૃહ છે, એક રીતે, રાજ્યોનું મહત્વ છે. અમારા પર એવા પણ આરોપ લગાડવામાં આવે છે કે અમે રાજ્યોને પરેશાન કરીએ છીએ.

આદરણીય સભાપતિજી,

હું લાંબા સમય સુધી રાજ્યનો મુખ્યમંત્રી રહીને આવ્યો છું. સંઘવાદનું શું મહત્વ હોય છે એ હું સારી રીતે સમજું છું. તેને જીવીને હું અહીં આવ્યો છું. અને તેથી જ અમે સહકારી સ્પર્ધાત્મક સંઘવાદ પર ભાર મૂક્યો છે. ચાલો આપણે સ્પર્ધા કરીએ, આપણે આગળ વધીએ, સહયોગ કરીએ, આપણે આગળ વધીએ, આપણે તે દિશામાં ચાલીએ. અમે અમારી નીતિઓમાં રાષ્ટ્રીય પ્રગતિનું પણ ધ્યાન રાખ્યું છે અને પ્રાદેશિક આકાંક્ષાઓ પર પણ ધ્યાન આપ્યું છે. રાષ્ટ્રીય પ્રગતિ અને પ્રાદેશિક આકાંક્ષા તેનો સંપૂર્ણ સમન્વય અમારી નીતિઓમાં પ્રતિબિંબિત થાય છે કારણ કે આપણે બધા સાથે મળીને 2047 સુધીમાં વિકસિત ભારતનાં સ્વપ્નને સાકાર કરવા આગળ વધી રહ્યા છીએ.

પરંતુ આજે જે લોકો વિપક્ષમાં બેઠા છે તેમણે તો રાજ્યોના અધિકારોના ધજાગરા ઉડાવી દીધા હતા. મારે આજે પોલ ખોલવી છે. જરા ઈતિહાસ ખોલીને જોઇ લો, તે કયો પક્ષ હતો, સત્તામાં રહેલા લોકો કોણ હતા જેમણે કલમ 356નો સૌથી વધુ દુરુપયોગ કર્યો હતો. 90 વખત ચૂંટાયેલી સરકારોને ગબડાવી દીધી. તેઓ કોણ છે, કોણ છે જેમણે કર્યું, કોણ છે જેમણે કર્યું, કોણ છે જેમણે કર્યું.

સન્માનનીય સભાપતિજી,

એક પ્રધાનમંત્રીએ કલમ 356નો 50 વખત ઉપયોગ કર્યો, અડધી સદી કરી દીધી. એ નામ શ્રીમતી ઈન્દિરા ગાંધીનું છે. 50 વખત સરકારો પાડી દીધી. જેઓ આજે કેરળમાં તેમની સાથે ઊભા છે, જરા યાદ કરી લો, જરા માઇક ત્યાં લગાવી દો. કેરળમાં ડાબેરી સરકાર ચૂંટાઈ હતી જે પંડિત નેહરુજી પસંદ કરતા ન હતા. પ્રથમ ચૂંટાયેલી સરકારને ટૂંકા ગાળામાં જ ઘરે મોકલી દેવામાં આવી હતી. આજે તમે ત્યાં ઊભા છો, તમારી સાથે શું થયું હતું તે જરા યાદ કરો.

આદરણીય સભાપતિજી,

જરા ડીએમકેના મિત્રોને પણ કહું છું. તમિલનાડુમાં એમજીઆર અને કરુણાનિધિ જેવા દિગ્ગજ નેતાઓની સરકારો, તે સરકારોને પણ આ જ કૉંગ્રેસીઓએ બરતરફ કરી દીધી હતી. એમજીઆરનો આત્મા જોઇ રહ્યો હશે આપ ક્યાં ઊભા છો. અહીં પાછળ બેઠેલા આ ગૃહના વરિષ્ઠ સભ્ય અને જેમને હું હંમેશા એક આદરણીય નેતા માનું છું, શ્રીમાન શરદ પવારજી. શરદ પવારજી 1980માં 35-40 વર્ષના હતા. એક નવયુવાન મુખ્યમંત્રી માની સેવા કરવા નીકળ્યા હતા, તેમની સરકાર પણ પાડી દેવાઇ હતી, આજે તેઓ ત્યાં છે.

દરેક પ્રાદેશિક નેતાઓને તેમણે હેરાન કર્યા અને એનટીઆર, એનટીઆર સાથે શું કર્યું. અહીં કેટલાક લોકો આજે ​​કપડાં બદલ્યાં હશે, નામ બદલ્યાં હશે, જ્યોતિષીઓની સૂચના અનુસાર નામ બદલ્યાં હશે. પરંતુ ક્યારેક તે પણ તેમની સાથે હતા. તે એનટીઆરની સરકારને અને તે ત્યારે, જ્યારે તેઓ તબિયત માટે અમેરિકા ગયા હતા, પોતાની હેલ્થ માટે ગયા હતા, તમે એનટીઆર સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. કૉંગ્રેસની રાજનીતિનું આ સ્તર હતું.

આદરણીય સભાપતિજી,

અખબારો બહાર કાઢો અને જોઇ લો, દરેક અખબારમાં લખવામાં આવતું હતું કે રાજભવનોને કૉંગ્રેસ કાર્યાલય બનાવી દેવાયાં હતાં, કૉંગ્રેસનું મુખ્ય મથક બનાવી દેવાયાં. 2005માં ઝારખંડમાં એનડીએ પાસે વધુ બેઠકો હતી પરંતુ રાજ્યપાલે યુપીએને શપથ માટે બોલાવ્યા હતા. હરિયાણામાં 1982માં ભાજપ અને દેવીલાલ વચ્ચે ચૂંટણી પૂર્વે સમજૂતી થઈ હતી, તેમ છતાં રાજ્યપાલે કૉંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. આ કૉંગ્રેસનો ભૂતકાળ અને આજે-આજે દેશને ગેરમાર્ગે દોરવાની વાત કરી રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

હું આ વાત જાણવા માગું છું, મારે હવે એક ગંભીર મુદ્દા પર પણ ધ્યાન આપવા માગું છે. મેં મહત્વના વિષયોને સ્પર્શ કર્યો છે અને આજે જેઓ દેશમાં આર્થિક નીતિઓને સમજતા નથી, જેઓ 24 કલાક રાજનીતિ સિવાય બીજું કશું વિચારતા નથી, જેઓ માત્ર સત્તાની રમત રમવી એ જ જેમને જાહેર જીવનનું કામ દેખાય છે, જેમણે અર્થનીતિને અનર્થનીતિમાં પરિવર્તિત કરી દીધી છે.

હું તેમને ચેતવણી આપવા માગું છું અને હું આ ગૃહની ગંભીરતા સાથે તેમને કહેવા માગું છું કે પોતાનાં જે તે રાજ્યમાં જઈને સમજાવે કે તેઓ ખોટા રસ્તે ન ચાલે. આપણા પાડોશી દેશોની હાલત જોઈ રહ્યા છીએ કે ત્યાં શું હાલત થઈ છે. કેવી રીતે આડેધડ લોન લઈને દેશોને ડૂબાડી દીધા. આજે આપણા દેશમાં પણ તત્કાલીન લાભ માટે જો ચૂકવણી કરશે તો આવનારી પેઢી કરશે, અમે તો દેવું કરો, જીપીઓવાલા ખેલ, આને વાલા દેખેગા, આ કેટલાંક રાજ્યોએ અપનાવ્યું છે. તે તેમનો તો નાશ કરશે, તેઓ દેશને પણ બરબાદ કરી દેશે.

હવે દેશ, હવે દેવા તળે દબાઈ રહ્યા છે. એ દેશ આજે દુનિયામાં કોઈ તેમને લોન આપવા તૈયાર નથી, તેઓ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે.

રાજકીય, વૈચારિક મતભેદો હોઈ શકે છે, પક્ષોને વિષયમાં એકબીજા સામે થોડી ફરિયાદો હોઈ શકે છે, પરંતુ દેશનાં આર્થિક સ્વાસ્થ્ય સાથે રમત રમશો નહીં. તમે એવું કોઇ પાપ ન કરો જે તમારાં બાળકોના હક છીનવી લે અને આજે આપણી મોજ કરી લો અને બાળકોનાં નસીબમાં બરબાદી છોડીને જતા રહો, આવું કરીને ન જાવ.

આજે તમે રાજકીય રીતે... મેં તો જોયું કે એક મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે ભાઈ, હવે ઠીક છે, હું નિર્ણય લઈ રહ્યો છું, હવે મુસીબત મને તો આવશે તે 2030-32 પછી આવશે, જે આવશે તે ભોગવશે. શું કોઈ દેશ આ રીતે ચાલે કે? પરંતુ આ જે યુક્તિ બની રહી છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે.

આદરણીય સભાપતિજી,

દેશનાં આર્થિક સ્વાસ્થ્ય માટે, રાજ્યોએ પણ તેમનાં આર્થિક સ્વાસ્થ્યના સંબંધમાં શિસ્તનો માર્ગ પસંદ કરવો પડશે અને તો જ રાજ્યો પણ વિકાસની આ યાત્રાનો લાભ લઈ શકશે અને તેમનાં રાજ્યોના નાગરિકોનું ભલું કરવામાં અમને પણ સુવિધા થશે, જેથી અમે તેમના સુધી લાભ પહોંચાદવા માગીએ છીએ.

આદરણીય સભાપતિજી,

2047માં આ દેશ વિકસિત ભારત બને, આ આપણા સૌનો સંકલ્પ છે, 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. હવે દેશ પાછું વળીને જોવા તૈયાર નથી, દેશ લાંબી છલાંગ મારવા તૈયાર છે. બે ટંકની રોટલીનું સપનું જેમનું હતું  તેનેતમે સંબોધ્યા નથી, અમે તેમને સંબોધ્યા છે. સામાજિક ન્યાયની અપેક્ષા રાખનારને તમે સંબોધ્યા નથી, અમે સંબોધ્યા છે. જે ઘણી વાર તકો શોધતા હતા અમે તે તકો ઉપલબ્ધ કરવા માટે ઘણાં પગલાં લીધાં છે અને સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આપણે સંકલ્પબદ્ધ થઈને ચાલીએ,

અને આદરણીય સભાપતિજી,

દેશ જોઈ રહ્યો છે, એક એકલો કેટલા પર ભારી પડી રહ્યો છે. અરે, તેઓએ સૂત્રોચ્ચાર કરવા માટે પણ ડબલ કરવું પડે છે. આદરણીય સભાપતિજી, હું પ્રતીતિને કારણે ચાલ્યો છું. હું દેશ માટે જીવું છું, દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું. અને તેથી જ આ રાજકીય રમત રમનારા લોકો, તેમનામાં એ હિંમત નથી, તેઓ શોધી રહ્યા છે, બચવાનો રસ્તો શોધી રહ્યા છે.

આદરણીય સભાપતિજી,

રાષ્ટ્રપતિજીનાં ઉમદા ભાષણ, રાષ્ટ્રપતિજીનાં માર્ગદર્શક ભાષણને, રાષ્ટ્રપતિજીનાં પ્રેરક ભાષણને આ ગૃહની અંદર અભિનંદન કરતા, આભાર વ્યક્ત કરતા, હું તમારો પણ આભાર વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું છું.

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Know How Indian Textiles Were Portrayed as Soft Power at the G20 Summit

Media Coverage

Know How Indian Textiles Were Portrayed as Soft Power at the G20 Summit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM celebrates Gold Medal by 4x400 Relay Men’s Team at Asian Games
October 04, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated Muhammed Anas Yahiya, Amoj Jacob, Muhammed Ajmal and Rajesh Ramesh on winning the Gold medal in Men's 4x400 Relay event at Asian Games 2022 in Hangzhou.

The Prime Minister posted on X:

“What an incredible display of brilliance by our Men's 4x400 Relay Team at the Asian Games.

Proud of Muhammed Anas Yahiya, Amoj Jacob, Muhammed Ajmal and Rajesh Ramesh for such a splendid run and bringing back the Gold for India. Congrats to them.”