AI ઇમ્પેક્ટ સમિટ માનવ-કેન્દ્રીય, સંવેદનશીલ વૈશ્વિક ઇકોસિસ્ટમને આકાર આપશે: પીએમ
AI તમામ માટે સુલભ હોવું જોઈએ, જેમાં ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ શાસનના કેન્દ્રમાં હોવી જોઈએ: પીએમ
AI માં નૈતિકતા અમર્યાદિત હોવી જોઈએ; નફો હેતુ સાથે સુસંગત હોવો જોઈએ: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રીએ AIના નૈતિક ઉપયોગ માટે ત્રણ મુખ્ય સૂચનો આપ્યા: વિશ્વસનીય વૈશ્વિક ડેટા ફ્રેમવર્ક, પારદર્શક ‘ગ્લાસ બોક્સ’ સુરક્ષા નિયમો અને AIમાં માનવીય મૂલ્યોનું સ્થાપન
AIએ માનવતાના કલ્યાણ માટે સહિયારું સંસાધન છે: પીએમ

AI ઇમ્પેક્ટ સમિટમાં ભારતમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરતા મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે. મને વિશ્વાસ છે કે આ સમિટ એક હ્યુમન સેન્ટ્રિક (માનવ કેન્દ્રીય), સેન્સિટિવ ગ્લોબલ AI ઇકોસિસ્ટમના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

મિત્રો,

આપણે ઈતિહાસ પર નજર કરીએ તો ખબર પડે છે કે માણસે દરેક ડિસરપ્શન (વિક્ષેપ) ને એક નવા અવસરમાં બદલ્યો છે. આજે આપણી સામે ફરી આવો જ અવસર આવ્યો છે. આપણે મળીને આ ડિસરપ્શનને માનવતાના સૌથી મોટા અવસર તરીકે બદલી નાખવાનો છે.

 

મિત્રો,

ભારત બુદ્ધની ધરતી છે અને ભગવાન બુદ્ધે કહ્યું હતું- Right Action Comes from Right Understanding. તેથી તે ખૂબ જ આવશ્યક છે કે આપણે સાથે મળીને એવો રોડમેપ બનાવીએ, જેનાથી AIની સાચી અસર (ઇમ્પેક્ટ) દેખાય, અને સાચી અસર ત્યારે જ આવે છે જ્યારે આપણે સાચા સમયે, સાચી દાનતથી, સાચો નિર્ણય લઈએ છીએ.

મિત્રો,

કોવિડ વૈશ્વિક મહામારીના સમયે દુનિયાએ જોયું છે કે જ્યારે આપણે એકબીજાની સાથે ઊભા રહીએ છીએ, ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે. વેક્સિન વિકાસથી લઈને સપ્લાય ચેઈન સુધી, ડેટા શેરિંગથી લઈને જીવન બચાવવા સુધી, સહયોગે જ સમાધાન આપ્યું. ટેકનોલોજી કેવી રીતે માનવતાની સેવાનું માધ્યમ બની શકે છે, તે આપણે ભારતમાં કોવિડ કાળમાં જોયું છે. અમારું જે ડિજિટલ વેક્સિનેશન પ્લેટફોર્મ હતું, તેણે કરોડો લોકોને સમયસર વેક્સિનેટ કરવામાં ઘણી મદદ કરી. અમારા UPI એ તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ એ સુનિશ્ચિત કર્યું કે લોકો સરળતાથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા રહે. UPI એ ભારતમાં ડિજિટલ ડિવાઈડ (ડિજિટલ ભેદભાવ) ને દૂર કરવામાં પણ બહુ મોટી ભૂમિકા ભજવી છે. વીતેલા વર્ષોમાં ભારતે એક વાઈબ્રન્ટ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, અમે તેને દુનિયાની સાથે પણ શેર કરી રહ્યા છીએ. કારણ કે અમારા માટે ટેકનોલોજી પાવરનું નહીં, પરંતુ સેવાનું માધ્યમ છે, પાવર નહીં એમ્પાવર કરવા માટે છે. AI ની દિશા પણ એવી હોવી જોઈએ, જેનાથી સમગ્ર માનવતાનું કલ્યાણ થાય.

મિત્રો,

ભૂતકાળમાં ટેકનોલોજીએ ડિવિઝન ઉભા કર્યા, પરંતુ વર્તમાનમાં AI ટેકનોલોજી સૌના માટે સુલભ હોય, સૌની પહોંચમાં હોય, તે આપણું લક્ષ્ય હોવું જોઈએ. તેથી આજે જ્યારે આપણે AI ના ભવિષ્ય પર ચર્ચા કરી રહ્યા છીએ, તો આપણે ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓ અને પ્રાથમિકતાઓને પણ AI ગવર્નન્સના કેન્દ્રમાં રાખવી પડશે.

એક્સલેન્સીસ,

યુગ ભલે કોઈ પણ રહ્યો હોય, એથિક્સ (નૈતિકતા) હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે, તફાવત માત્ર એટલો આવ્યો છે કે પહેલા અન-એથિકલ બિહેવિયર (અનૈતિક વર્તન)નો વ્યાપ ઘણો નાનો હતો, પરંતુ AIમાં તેનો વ્યાપ અસીમિત છે, અનલિમિટેડ છે. તેથી, AI માટે આપણે એથિકલ બિહેવિયર અને નોર્મ્સનો વ્યાપ પણ અસીમિત બનાવવો પડશે. AI કંપનીઓ સામે બહુ મોટી જવાબદારી છે, પ્રોફિટની સાથે સાથે પર્પઝ (ઉદ્દેશ્ય) પર પણ ફોકસ હોય, આવી નૈતિક પ્રતિબદ્ધતાની ખૂબ જરૂર છે. વ્યક્તિગત સ્તરે AI આપણી લર્નિંગ, ઇન્ટેલિજન્સ અને ઇમોશન્સને પ્રભાવિત કરી રહી છે.

 

એક્સલેન્સીસ,

AI ના નૈતિક ઉપયોગ માટે મારા ત્રણ સૂચનો છે. પ્રથમ- Data Sovereignty (ડેટા સાર્વભૌમત્વ)ને માન આપતા AI ટ્રેનિંગ માટે એક ડેટા ફ્રેમવર્ક બને. જેમ AI માં કહેવામાં આવે છે- Garbage In, Garbage Out. જો ડેટા સુરક્ષિત, સંતુલિત, વિશ્વસનીય નહીં હોય, તો આઉટપુટ (પરિણામ) પણ ભરોસાપાત્ર નહીં હોય. તેથી, ગ્લોબલ ટ્રસ્ટેડ ડેટા ફ્રેમવર્ક જરૂરી છે. બીજું- AI પ્લેટફોર્મ પોતાના સેફ્ટી રૂલ્સ (સુરક્ષા નિયમો) ખૂબ સ્પષ્ટ અને પારદર્શક રાખે, આપણે 'બ્લેક બોક્સ' ના બદલે 'ગ્લાસ બોક્સ' અભિગમ જોઈએ, જ્યાં સુરક્ષા નિયમો જોઈ શકાય અને વેરીફાય (ચકાસી) કરી શકાય, ત્યારે જવાબદારી (એકાઉન્ટેબિલિટી) પણ સ્પષ્ટ થશે અને બિઝનેસમાં એથિકલ બિહેવિયરને પણ પ્રોત્સાહન મળશે. ત્રીજું- AI રિસર્ચમાં પેપર ક્લિપ પ્રોબ્લેમનું ઉદાહરણ આપવામાં આવે છે. જો કોઈ મશીનને માત્ર પેપર ક્લિપ બનાવવાનું લક્ષ્ય આપી દેવામાં આવે, તો તે તેના એક કામ માટે દુનિયાના તમામ સંસાધનોને દાવ પર લગાવીને પણ તે જ કામ કરતી રહેશે. તેથી, AI ને સ્પષ્ટ માનવીય મૂલ્યો અને માર્ગદર્શનની જરૂર છે. ટેકનોલોજી પાવરફુલ છે પરંતુ દિશા હંમેશા માનવ જ નક્કી કરશે.

મિત્રો,

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AIની ગ્લોબલ જર્નીમાં એસ્પિરેશનલ ઇન્ડિયા AI (મહત્વાકાંક્ષી ભારત AI) ની મોટી ભૂમિકા છે, અને પોતાના આ દાયિત્વને સમજતા ભારત આજે મોટા પગલાં ભરી રહ્યું છે. પોતાના AI મિશનના માધ્યમથી આજે ભારતમાં 38,000 GPUs મોજૂદ છે, અને આગામી 6 મહિનામાં આપણે 24,000 GPUs વધુ લગાવવા જઈ રહ્યા છીએ. આપણે આપણા સ્ટાર્ટઅપ્સને ખૂબ જ એફોર્ડેબલ રેટ્સ (પરવડે તેવા ભાવ) પર વર્લ્ડ ક્લાસ કમ્પ્યુટિંગ પાવર ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. અમે એક AI કોષ (AI Coast) પણ બનાવ્યો છે, તેના માધ્યમથી 7500 થી વધુ ડેટા સેટ્સ અને 270 AI મોડલ્સને નેશનલ રિસોર્સ (રાષ્ટ્રીય સંસાધન) તરીકે શેર કરવામાં આવ્યા છે.

 

મિત્રો,

AI ને લઈને ભારતની દિશા સ્પષ્ટ છે, ભારતનો વિચાર સ્પષ્ટ છે. AI સમગ્ર માનવતાના કલ્યાણ માટે એક સહિયારું સંસાધન છે. આપણે મળીને એવું AI ભવિષ્ય બનાવવું પડશે, જે ઇનોવેશનને આગળ વધારે, ઇન્ક્લુઝન (સમાવેશીતા) ને મજબૂત કરે અને હ્યુમન વેલ્યુઝનો સમાવેશ કરીને આગળ વધે. જ્યારે ટેકનોલોજી અને હ્યુમન ટ્રસ્ટ (માનવીય વિશ્વાસ) સાથે-સાથે ચાલશે, ત્યારે AI ની સાચી અસર દુનિયા પર દેખાશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s pharma exports cross $28 bn till February, likely to end up with growth in rupee terms in FY26

Media Coverage

India’s pharma exports cross $28 bn till February, likely to end up with growth in rupee terms in FY26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 5 એપ્રિલ 2026
April 05, 2026

From Aatmanirbhar to Viksit Bharat: PM Modi’s Leadership Powers India’s Multi-Sector Triumph