શેર
 
Comments
“જ્યારે બીજાની આકાંક્ષાઓ તમારી બની જાય અને અન્યોનાં સપનાં પૂરાં કરવાનું તમારી સફળતાને માપવાનું માપદંડ બની જાય ત્યારે એ કર્તવ્ય પથ ઈતિહાસ રચે છે”
“આજે આકાંક્ષી જિલ્લાઓ દેશની પ્રગતિના અવરોધો સમાપ્ત કરી રહ્યા છે. તેઓ ગતિરોધક બનવાને બદલે ગતિવર્ધક બની રહ્યા છે”
“ આજે, આઝાદીના અમૃત કાળ દરમ્યાન, દેશનું લક્ષ્ય સેવા અને સુવિધાઓની 100 ટકા સંતૃપ્તિ હાંસલ કરવાનું છે”
“ડિજિટલ ઇન્ડિયાના સ્વરૂપમાં દેશ એક મૂક ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે. આમાં કોઇ જિલ્લો પાછળ ન રહેવો જોઇએ”

નમસ્કાર
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત દેશના જુદા જુદા રાજયોના માનનીય મુખ્યમંત્રીગણ, લેફ્ટનન્ટ ગવર્નર્સ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગીઓ, તમામ સાથીઓ, રાજયોના તમામ મંત્રી, જુદા જુદા મંત્રાલયોના સચિવ અને સેકડો જિલ્લાઓના જિલ્લાઅધિકારી, કલેક્ટર-કમિશનર, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.
જીવનમાં અનેકવાર આપણે જોઇએ છીએ કે લોકો પોતાની આકાંક્ષાઓ (અપેક્ષાઓ) માટે દિવસ-રાત પરિશ્રમ કરે છે અને કેટલાક અંશે તેને પૂર્ણ પણ કરે છે. પરંતુ જયારે બીજાની આકાંક્ષા-અપેક્ષાઓ, આપણી આકાંક્ષા બની જાય, જયારે બીજાના સપનાઓ પૂરા કરવા એ આપણી સફળતાંનો માપદંડ બની જાય, ત્યારે કર્તવ્યપથ ઇતિહાસ રચે છે. આજે આપણે દેશમાં Aspirational Districts- મહાત્વાકાંક્ષી જિલ્લાઓમાં આ જ ઇતિહાસ રચાતો જોઇ રહ્યા છીએ. મને યાદ છે, 2018માં આ અભિયાન શરૂ થયું હતું, તો મેં કહ્યું હતું કે, જે વિસ્તારો દાયકાઓથી વિકાસથી વંચિત છે, તેમાં લોકોની સેવા કરવાનો અવસર, એ પોતાનામાં જ એક બહુ મોટુ સૌભાગ્ય છે. મને ખુશી છે કે આજે દેશ તેની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, તો તમે આજે આ અભિયાનની અનેક સિદ્ધિઓની સાથે આજે અહીં ઉપસ્થિત છો. હું તમને બધાને તમારી સફળતાં માટે બધાઇ- અભિનંદન આપું છું. તમારા નવા લક્ષ્યો માટે શુભકામના આપું છું. હું મુખ્યમંત્રીઓ અને રાજયોને પણ વિશેષ રૂપથી અભિનંદન કરું છું કેમ કે તેઓએ, મે જોયું છે કે અનેક જિલ્લાઓમાં હોનહાર અને તેજતર્રાર નૌજવાન ઓફિસરોને લગાડયા છે, જે સાચા અર્થમાં એક સાચી રણનીતિ છે. આજ પ્રકારે જયાં vacancy હતી તેને ભરવામાં પણ priority આપી છે. ત્રીજુ મે જોયુ છે કે તેઓએ tenure ને પણ stable રાખ્યો છે. એટલે કે એક પ્રકારે aspirational districts માં હોનહાર, લીડરશીપ, હોનહાર ટીમ આપવાનું કામ મુખ્યમંત્રીઓએ કર્યું છે. આજે શનિવાર છે, રજાનો મૂડ હોય છે, આમ છતાં તમામ આદરણીય મુખ્યમંત્રી સમય કાઢીને આમાં આપણી સાથે જોડાયા છે. તમે બધા પણ આજે રજા મનાવ્યા વગર આ કાર્યક્રમમાં જોડાયા છો. જે દર્શાવે છે કે aspirational district નું રાજયોના મુખ્યમંત્રીઓના દિલમાં કેટલું મહત્વ છે. તે પણ પોતાના રાજયોમાં આ પ્રકારે જે પાછળ રહી ગયા છે, તેને રાજયની બરાબરીમાં લાવવા માટે કેટલા દ્દઢ નિશ્ચયી છે, તે વાતની સાબિતી છે.

સાથીઓ.
આપણે જોયું છે કે એક તરફ બજેટ વધતું રહ્યું , યોજનાઓ બનતી રહી, આંકડાઓમાં આર્થિક વિકાસ થતો પણ જોયો, પરંતુ છતાં પણ આઝાદીના 75 વર્ષ, આટલી મોટી યાત્રા પછી પણ દેશમાં કેટલાય જિલ્લાઓ પાછળ જ રહી ગયા. સમયની સાથે આ જિલ્લાઓ પર પછાત જિલ્લાનું લેબલ પણ લગાવી દેવામાં આવ્યું હતું. એક તરફ દેશના સેંકડો જિલ્લાઓ પ્રગતિ કરતાં રહ્યાં, બીજી તરફ પછાત જિલ્લાઓ વધુને વધુ પછાત થતાં રહ્યા. સમગ્ર દેશની પ્રગતિના આંકડાંને પણ આ જિલ્લાઓ નીચા કરી દે છે. સમગ્ર રીતે જયારે પરિવર્તન નજર ન આવે ત્યારે જે જિલ્લાઓ સારું કરે છે તેમાં પણ નિરાશા આવે છે અને એટલા માટે જ દેશના આ પાછળ રહી ગયેલા જિલ્લાઓની Hand Holding પર વિશેષ ધ્યાન આપ્યું છે. આજ Aspirational Districts, દેશના આગળ વધવાના અવરોધને પૂરા કરે છે. તમારા તમામના પ્રયાસોથી Aspirational Districts, આજે ગતિરોધકની જગ્યાએ ગતિવર્ધક બની રહ્યાં છે. જે જિલ્લાઓ અગાઉ કયારેક ઝડપી પ્રગતિ કરવાવાળા મનાતા હતા તેમાં આજે કેટલાય માપદંડોમાં આ Aspirational Districs જિલ્લાઓઓ કરતાં સારા કામ થતાં જોવા મળી રહ્યાં છે. આજે અહીં આટલા માનનીય મુખ્યમંત્રી જોડાયેલા છે તે પણ માનશે કે તેમને ત્યાં આ આકાંક્ષી જિલ્લાઓએ કમાલનું કામ કર્યું છે.

સાથીઓ,
Aspirational Districts તેમાં વિકાસના આ અભિયાનને આપણી જવાદારીઓને કેટલીય રીતે expand અને redesign કરી છે. આપણાં સંવિધાનનો જે આઇડિયા અને સંવિધાનની જે સ્પિરિટ છે તેને મૂર્ત સ્વરૂપ આપે છે. તેનો આધાર છે, કેન્દ્ર-રાજય અને સ્થાનિક પ્રશાસનનું ટીમ વર્ક, તેની ઓળખ છે ફેંડરલ સ્ટ્રક્ચર સહયોગમાં વધતુ કલ્ચર. અને સૌથી મોટી વાત, જેટલી વધુ જન-ભાગીદારી, જેટલું efficient monitoring તેટલું જ વધુ સારુ પરિણામ.


સાથીઓ,
Aspirational Districts માં વિકાસ માટે પ્રશાસન અને જનતાની વચ્ચે સીધું કનેક્શન, એક લાગણીનું જોડાણ ખૂબ જરૂરી છે. એક તરફ ગવર્નન્સનું ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ ફોલોઅપ અને આ અભિયાનનું મહત્વપૂર્ણ પાસુ છે ટેકનોલોજી અને ઇનોવેશન. જેમ કે આપણે હમણાંના presentations માં પણ જોયું. જે જિલ્લાઓ ટેકનોલોજીનો જેટલો વધારે ઉપયોગ કરે છે, ગવર્નન્સ અને ડિલિવરીના જેટલા નવા ઉપાયો ઇનોવેટ કરે છે, તે તેટલા જ બહેતર પરફોર્મ કરી રહ્યાં છે.આજે દેશના અલગ અલગ રાજયોમાંથી Aspirational Districts ની કેટલીય સફળ સ્ટોરીઝ આપણી સામે છે. હું જોઇ રહ્યો હતો, આજે મને પાંચ જ જિલ્લા અધિકારીઓ સાથે વાત કરવાનો અવસર મળ્યો. પરંતુ બાકીના જે પણ અહીં હાજર છે, મારી સામે સેંકડો અધિકારીઓ બેઠાં છે. દરેકની પાસે કોઇને કોઇ success story છે. હવે જૂઓ આપણી સામે આસામના દરાંગના, બિહારના શેખપુરાના, તેલંગણાના ભદ્દાદ્દી કોઠગુડમના ઉદાહરણો છે. આ જિલ્લાઓએ જોત જોતામાં બાળકોના કૂપોષણને એક હદ સુધી ઓછુ કરી નાંખ્યું છે. પૂર્વોત્તરમાં અસના ગોલપારા અને મણિપુરના ચંદેલ જિલ્લાઓએ પશુઓના વેક્સિનેશનને ચાર વર્ષમાં 20 ટકાથી 85 ટકા સુધી પહોંચાડી દીધું છે. બિહારમાં જમુઇ અને બેગૂસરાય જેવા જિલ્લા, જયાં 30 ટકા વસતિને પણ અતિ મુશ્કેલથી આખા દિવસમાં એક બાલ્ટી પીવાનું પાણી નસીબ થતુ હતું. ત્યાં હવે 90 ટકા વસતિને પીવાનું ચોખ્ખું પાણી મળી રહ્યું છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે, કેટલાય ગરીબો, કેટલીક મહિલાઓ, કેટલાય બાળકો-વૃદ્ધોના જીવનમાં સુખદ પરિવર્તન આવ્યું છે. અને હું એ કહીશ કે આ માત્ર આંકડાઓ નથી, દરેક આંકડા સાથે કેટલાય જીવન જોડાયેલા છે. આ આંકડાઓ સાથે તમારા જેવા કેટલાક હોનહાર સાથીઓના કેટલાક Man-hours (માનવ કલાકો) લાગ્યા છે. Man-power લાગ્યાં છે. તેની પાછળ તમે બધાં, તમારા બધાંની તપ-તપસ્યા અને પરસેવો લાગેલો છે. હું સમજાવું કે, આ પરિવર્તન, આ અનુભવ તમારા સમગ્ર જીવનની મુડી છે.

સાથીઓ,
Aspirational Districts માં દેશને જે સફળતા મળી રહી છે, તેનું એક મોટુ કારણ જો હું કહીશ તો એ છે કે, Convergence અને હમણાં કર્ણાટકના અમારા અધિકારીએ બતાવ્યું કે Silos માંથી કેવી રીતે બહાર આવ્યા, તમામ સંશાધન એ જ છે, સરકારી મશીનરી પણ એ જ છે, અધિકારી પણ એ જ છે પરંતુ પરિણામ અલગ અલગ છે. કોઇ પણ જિલ્લાને એક યુનિટ તરીકે એક એકાઇ-એકમની જેમ જોવામાં આવે, જયારે જિલ્લાના ભવિષ્યને સામે રાખીને કામ કરવામાં આવે, તો અધિકારીઓને પોતાના કાર્યોની વિશાળતાની અનૂભિતિ થાય છે. અધિકારીઓને પણ પોતાની ભૂમિકાનું મહત્વ શું છે તેનો અહેસાસ થાય છે. એક Purpose of Life નો અનુભવ થાય છે. તેમની આંખોની સામે જે પરિવર્તન આવે છે અને પરિણામ જોવા મળે છે તેમના જિલ્લાના લોકોની જિદંગીમાં જે પરિવર્તન દેખાય છે, અધિકારીઓને, પ્રશાસનથી જોડાયેલા લોકોને તેનું Satisfaction મળે છે. અને આ Satisfaction કલ્પનાથી ઉપર હોય છે. શબ્દોથી ઉપર છે. આ મેં પોતે જોયું છે જયારે કોરોના ન હતો ત્યારે મેં નિયમ બનાવી રાખ્યો હતો કે, જો કોઇ રાજયમાં જવાનું થાય તો Aspirational District ના લોકોને બોલાવતો હતો. તેના અધિકારીઓ સાથે મુક્તપણે વાત કરતો, ચર્ચા કરતો, તેમની સાથેની વાતચીત પછી મારો એ અનુભવ રહ્યો કે Aspirational Districtમાં જે કામ કરી રહ્યાં છે, તેમનામાં કામ કરવાના સંતોષની એક અલગ જ ભાવના પેદા થઇ જાય છે. જયારે કોઇ સરકારી કામ એક જીવંત લક્ષ્ય બની જાય છે, જયારે સરકારી મશીનરી એક જીવંત ઇકાઇ-એકમ બની જાય છે, ટીમ સ્પિરિટથી ભરાઇ જાય છે, ટીમ એક સંસ્કૃતિને લઇને આગળ વધે છે તો પરિણામ પણ એવા જ આવે છે જેવા અમે Aspirational Districtમાં જોઇ રહ્યાં છીએ. એકબીજાનો સહયોગ કરતાં, એકબીજાના Best Practicesની આપ-લે કરતાં, એકબીજાથી શીખતાં એકબીજાને શીખવતાં, જે કાર્યશૈલી વિકસિત થાય છે તે Good Governanceની સૌથી મોટી મૂડી-પૂંજી છે.

સાથીઓ ,
Aspirational Districts- આકાંક્ષી જિલ્લાઓમાં જે કામ થયું છે, તે વિશ્વની મોટી મોટી યુનિવર્સિટીઓ માટે પણ અભ્યાસનો વિષય છે. છેલ્લા ચાર વર્ષોમાં દેશના લગભગ દરેક આકાંક્ષી જિલ્લાઓમાં જન-ધન ખાતાઓમાં 4 થી 5 ગણો વધારો થયો છે. લગભગ દરેક પરિવારને શૌચાલય મળ્યા છે, દરેક ગામ સુધી વીજળી પહોંચી છે. અને વિજળી માત્ર ગરીબના ઘરમાં પહોંચી નથી પરંતુ લોકોના જીવનમાં ઉર્જાનો સંચાર થયો છે, દેશની વ્યવસ્થા પર આ ક્ષેત્રોના લોકોનો ભરોસો વધ્યો છે.

સાથીઓ,
આપણે આપણાં આ પ્રયાસોથી ઘણું બધું શીખવાનું છે. એક જિલ્લાએ બીજા જિલ્લાની સફળતાંઓમાંથી શીખવાનું છે. બીજાના પડકારોનું મૂલ્યાંકન કરવાનું છે. કેવી રીતે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ચાર વર્ષની અંદર ગર્ભવતી મહિલાઓના પહેલી તિમાહીમાં જ રજિસ્ટ્રેશનની ટકાવારી 37 ટકાથી વધીને 97 ટકા થઇ ? કેવી રીતે અરુણાચલના નામસાઇમાં, હરિયાણાના મેવાતમાં, અને ત્રિપુરાના ધલાર્ઇમાં institutional delivery 40-50 ટકાથી વધીને 90 ટકા સુધી પહોંચી ગઇ ? કેવી રીતે કર્ણાટકના રાયચૂરમાં, નિયમિત અતિરિક્ત પોષણ મેળવતી ગર્ભવતી મહિલાઓની સંખ્યા 70 ટકાથી વધીને 97 ટકા થઇ ગઇ ? કેવી રીતે હિમાચલ પ્રદેશના ચંબામાં ગ્રામ પંચાયત સ્તર પર કોમન સર્વિસ સેન્ટરની કવરેજ 67 ટકાથી વધીને 97 ટકા થઇ ગઇ ? આ ઉપરાંત છત્તીસગઢના સુકમામાં, જયાં 50 ટકાથી ઓછા બાળકોના રસીકરણ થતું હતુ ત્યાં હવે 90 ટકા રસીકરણ થઇ રહ્યું છે.આ તમામ સક્સેસ સ્ટોરીઝમાં સમગ્ર દેશના પ્રશાસન માટે નવી નવી વાતો શીખવા જેવી છે. તેના અનેક નવા સબક –પરિણામ પણ છે.

સાથીયો,
તમે જોયું હશે કે મહત્ત્વાકાંક્ષી જિલ્લામાં જે લોકો રહે છે તેઓ આગળ વધવા તત્પર હોય છે. આ જિલ્લાના લોકોએ ઘણો લાંબો સમય અભાવમાં, મુશ્કેલીઓમાં પસાર કર્યો છે. દરેક નાની નાની બાબતો માટે તેમણે સંઘર્ષ કરવો પડે છે. એ લોકોએ એટલો બધો અંધકાર જોયો છે કે હવે તેમાંથી કોઈ પણ રીતે બહાર નીકળવા તત્પર છે. આથી જ તેઓ સાહસ કરવા તૈયાર હોય છે, જોખમ ઉઠાવવા તૈયાર હોય છે અને જ્યારે પણ તક મળે ત્યારે તેનો લાભ ઉઠાવે છે. જે લોકો મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓમાં રહે છે, જે સમાજ છે તેમની ક્ષમતાને આપણે સમજવી – ઓળખવી પડશે. હું માનું છું કે તેનો પ્રભાવ એવા જિલ્લાઓમાં થઈ રહેલા કાર્યોમાં દેખાય છે. એ ક્ષેત્રોના લોકો તમારી સાથે આવીને કામ કરે છે. વિકાસની અપેક્ષાને કારણે તેઓ સાથે ચાલવા પ્રેરાય છે. અને જ્યારે પ્રજા નિર્ધાર કરી લે, શાસન અને વહીવટીતંત્ર નિર્ધાર કરી લે પછી કોઈ પાછળ ન રહે. પછી આગળ જ જવાનું હોય છે, આગળ જ વધવાનું હોય છે. મહત્ત્વાકાંક્ષી જિલ્લાના લોકો આજે એ જ કરી રહ્યા છે.


સાથીયો,
મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે પ્રજાની સેવા કરતાં કરતાં ગયા વર્ષે મને 20 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો. એ અગાઉ પણ મેં ઘણા દાયકા સુધી દેશના અલગ અલગ ભાગમાં વહીવટીતંત્રના કામને, તેમની કામ કરવાની પદ્ધતિને નજીકથી જોઈ છે, સમજી છે. મારો અનુભવ છે કે, નિર્ણય પ્રક્રિયામાં જેટલી શિથિલતા હોય તેના કરતાં અમલીકરણમાં શિથિલતા હોય તો વધારે ગંભીર નુકસાન થાય છે. મહત્વાકાંક્ષી જિલ્લાઓએ એ સાબિત કર્યું છે કે, અમલીકરણમાં શિથિલતા દૂર કરવાથી, સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. શિથિલતા – અનિર્ણાયકતા ઓછી થાય તો 1+1 = 2 નહીં પણ 1 અને 1 = 11 થાય છે. આવું સામર્થ્ય, આવી સામૂહિક શક્તિ આજે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં જોવા મળે છે. આપણા મહત્વાકાંક્ષી જિલ્લાઓએ બતાવી આપ્યું છે કે જો આપણે ગુડ ગવર્નન્સના મૂળભૂત સિદ્ધાંતનું પાલન કરીએ તો ઓછા સંસાધનો દ્વારા પણ શ્રેષ્ઠ પરિણામો આવી શકે છે. આ અભિયાનમાં જે અભિગમ સાથે કામ કરવામાં આવ્યું તે અસાધારણ છે. આ જિલ્લાઓમાં દેશની પહેલી પ્રાથમિકતા એ રહી કે આ જિલ્લાઓની મૂળભૂત સમસ્યાઓને ઓળખીને તેના પર કામગીરી કરવામાં આવે. એ માટે લોકો સાથે જોડાઈને તેમની સમસ્યા અંગે પૂછવામાં આવ્યું. આપણો બીજો અભિગમ એ રહ્યો કે, મહત્વાકાંક્ષી જિલ્લાઓના અનુભવોને આધારે આપણે કામગીરીમાં નિરંતર સુધારો કર્યો. આપણે કામગીરીની પ્રક્રિયા એવી નક્કી કરી જેમાં માપી શકાય એવાં પરિમાણોની પસંદગી કરવામાં આવી, જેમાં જિલ્લાની વર્તમાન સ્થિતિના મૂલ્યાંકન સાથે રાજ્ય તથા દેશની સૌથી સારી સ્થિતિની તુલના થાય, જેમાં પ્રગતિનું રિયલ ટાઇમ મોનિટરિંગ થાય, જેમાં બીજા જિલ્લાઓ સાથે તંદુરસ્ત સ્પર્ધા થઈ શકે અને શ્રેષ્ઠ કામગીરીનું પુનરાવર્તન કરવાનો ઉત્સાહ હોય, પ્રયાસ હોય. આ અભિયાન દરમિયાન ત્રીજો અભિગમ એ રહ્યો કે અમે વહીવટમાં એવા સુધારા કર્યા જેનાથી જિલ્લાની ટીમને પ્રભાવક બનાવવામાં મદદ મળી. જેમ કે તાજેતરમાં નીતિ આયોગના પ્રેઝન્ટેશનમાં દર્શાવવામાં આવ્યું કે અધિકારીઓનો સમયગાળો સ્થિર રહે તો નીતિઓનો સારી રીતે અમલ કરવામાં મદદ મળે છે. અને આ માટે હું મુખ્યમંત્રીઓને અભિનંદન આપું છું. તમે બધા આ અનુભવોમાંથી જાતે પસાર થયા છો. મેં આ વાતોનો પુનરોચ્ચાર એટલા માટે કર્યો જેથી લોકોને ખ્યાલ આવે કે ગુડ ગવર્નન્સનો પ્રભાવ કેવો હોય છે. આપણે મૂળભૂત બાબતો પર ભાર મૂકવાના મંત્ર ઉપર આગળ વધીએ તો તેનાં પરિણામ પણ મળે છે. આજે તેમાં એક બાબત જોડવા માગું છું. તમારા સૌનો પ્રયાસ હોવો જોઇએ કે સ્થળ પરની મુલાકાત માટે, નિરીક્ષણ માટે તેમજ રાત્રિ રોકાણ માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે, એક મોડેલ વિકસાવવામાં આવે. આવું કરવાથી તમને સૌને કેટલો લાભ થાય છે એ જાતે અનુભવ કરી શકશો.

સાથીયો,
મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં મળેલી સફળતાઓને જોઇને દેશે હવે પોતાના લક્ષ્યાંકોનો વિસ્તાર કર્યો છે. સ્વતંત્રતાના આ અમૃતકાળમાં દેશનું લક્ષ્ય છે સેવાઓ અને સુવિધાનો સો ટકા ઉકેલ. અર્થાત આપણને અત્યાર સુધી જે પરિણામ મળ્યાં છે તેના કરતાં હજુ વધારે અંતર કાપવાનું છે. અને મોટાપાયે કામ કરવાનું છે. આપણા જિલ્લામાં પ્રત્યેક ગામ સુધી રોડ સુવિધા કેવી રીતે પહોંચે, દરેક લાયક વ્યક્તિ પાસે આયુષ્યમાન ભારત કાર્ડ કેવી રીતે પહોંચે, બેંક ખાતાની વ્યવસ્થા કેવી રીતે થાય, કોઇ પણ ગરીબ પરિવાર ઉજ્જવલા ગેસ જોડાણથી વંચિત ન રહે, પ્રત્યેક લાયક વ્યક્તિને સરકારની વિમા યોજનાનો પણ લાભ મળે, પેન્શન અને મકાન જેવી સુવિધાઓનો લાભ મળે – આ બધી બાબતો માટે દરેક જિલ્લામાં સમયબદ્ધ લક્ષ્યાંક નિર્ધારિત હોવા જોઇએ. એ જ રીતે, દરેક જિલ્લાએ આગામી બે વર્ષ માટે પોતાનું એક વિઝન નક્કી કરવું જોઇએ. તમે એવા કોઇપણ 10 કામ નક્કી કરી શકો છો જે આગામી ત્રણ મહિનામાં પૂરા કરી શકાય અને તેના દ્વારા સામાન્ય લોકોના જીવનમાં સરળતા આવે. એવી જ રીતે કોઇપણ એવા પાંચ કામ નક્કી કરો જેને તમે આઝાદીના અમૃત મહોત્સવ સાથે જોડીને પૂરા કરો. આ કામો આ ઐતિહાસિક સમયમાં તમારી પોતાની, તમારા જિલ્લાની અને જિલ્લાના લોકોની ઐતિહાસિક ઉપલબ્ધિ બનવી જોઇએ. દેશ જે રીતે મહત્વાકાંક્ષી જિલ્લાઓને આગળ વધારવા માટે કામ કરી રહ્યો છે, એવી જ રીતે જિલ્લામાં તમે બૂથ સ્તર સુધી તમારી પ્રાથમિકતાઓ અને લક્ષ્યાંક નક્કી કરી શકો છો. તમને જે જિલ્લાની જવાબદારી મળી છે તેની વિશેષતાઓને પણ ઓળખો અને તેની સાથે જોડાવ. એ વિશેષતાઓમાં જ જિલ્લાની પ્રગતિની સંભાવનાઓ રહેલી હોય છે. તમે જોયું છે કે, ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ એ જે તે જિલ્લાની વિશેષતા પર જ આધારિત છે. તમારે એક મિશન નક્કી કરવું જોઇએ કે તમારે જિલ્લાને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક ઓળખ અપાવવી છે. અર્થાત વોકલ ફૉર લોકલનો મંત્ર તમે તમારા જિલ્લામાં જ લાગું કરો. એ માટે તમારે જિલ્લાનાં પરંપરાગત ઉત્પાદનને, ઓળખને, કુશળતાને ઓળખવી પડશે અને વેલ્યૂ ચેઇન મજબૂત કરવી પડશે. ડિજિટલ ઈન્ડિયાના સ્વરૂપમાં ભારત એક શાંત ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે. આપણો એકપણ જિલ્લો તેમાં પાછળ રહી જવો ન જોઇએ. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દરેક ગામો સુધી પહોંચે, સેવાઓ અને સુવિધાઓની ડોર સ્ટેપ ડિલિવરીનું માધ્યમ બને એ ખૂબ જરૂરી છે. નીતિ આયોગના અહેવાલમાં જે જિલ્લાઓની પ્રગતિ અપેક્ષા કરતાં ધીમી છે ત્યાંના ડીએમ એ તેમજ કેન્દ્રીય પ્રભારી અધિકારીઓએ વિશેષ પ્રયાસ કરવો પડશે. હું નીતિ આયોગને પણ જણાવીશ કે તમે એક એવી વ્યવસ્થા તૈયાર કરો જેમાં તમામ જિલ્લાના ડીએમ વચ્ચે નિયમિત વાતચીત થાય. દરેક જિલ્લા એક-બીજાની શ્રેષ્ઠ કામગીરીને પોતાને ત્યાં લાગુ કરી શકે છે. કેન્દ્રના તમામ મંત્રાલય પણ અલગ અલગ જિલ્લામાં ઊભા થતા એવા તમામ પડકારોની નોંધ કરે. એ પણ ધ્યાન રાખે કે તેમાં પીએમ ગતિશસ્તિ નેશનલ માસ્ટર પ્લાન દ્વારા કેવી રીતે મદદ મળી શકે છે.

સાથીઓ,
આજના આ કાર્યક્રમમાં વધુ એક પડકાર તમારી સમક્ષ મૂકવા માગું છું. એક નવો લક્ષ્યાંક આપવા માગું છું. આ પડકાર દેશના 22 રાજ્યોના 142 જિલ્લા માટે છે. આ જિલ્લા વિકાસની પ્રક્રિયામાં પાછળ નથી. તે મહત્વાકાંક્ષી જિલ્લાઓની શ્રેણીમાં આવતા નથી. તે ઘણા આગળ નીકળી ચૂક્યા છે. પરંતુ ઘણા પરિમાણમાં આગળ હોવા છતાં એક-બે પેરામીટર એવા છે જેમાં તે પાછળ રહી ગયા છે. ત્યારે જ મેં મંત્રાલયોને કહ્યું હતું કે તેઓ પોતપોતાના મંત્રાલયમાં એવું શું શું છે જે શોધી કાઢી શકે છે. કોઈએ દસ જિલ્લા શોધ્યા, કોઇએ ચાર જિલ્લા શોધ્યા તો કોઇએ છ જિલ્લા શોધી કાઢ્યા. બરાબર છે. અત્યાર સુધી આટલું થયું છે. જેમ કે એક જિલ્લો છે જ્યાં બાકી બધું જ બરાબર છે પરંતુ ત્યાં કુપોષણની સમસ્યા છે. એવી જ રીતે કોઈ જિલ્લામાં તમામ પરિમાણ બરાબર છે, પરંતુ શિક્ષણની બાબતમાં પાછળ છે. સરકારના અલગ અલગ મંત્રાલય, અલગ અલગ વિભાગોએ એવા 142 જિલ્લાની યાદી તૈયાર કરી છે. જે 142 જિલ્લા એકાદ-બે પેરામીટરમાં પાછળ છે ત્યાં આપણે સામૂહિક રીતે કામ કરવાનું છે, જે કામગીરી આપણે મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં કરીએ છીએ. તમામ સરકાર માટે, ભારત સરકાર માટે, રાજ્ય સરકાર માટે, જિલ્લા વહીવટીતંત્ર માટે, જે સરકારી તંત્રે છે- એ સૌ માટે એક નવી તક છે, નવો પડકાર પણ છે. આ પડકારને હવે આપણે સૌએ સાથે મળીને પૂરો કરવાનો છે. તેમાં તમામ મુખ્યમંત્રીઓનો સહકાર હંમેશાં મળતો રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે.

સાથીઓ,
હાલ કોરોનાકાળ ચાલી રહ્યો છે. કોરોના અંગે તૈયારી, તેની વ્યવસ્થા તથા કોરોનાની વચ્ચે પણ વિકાસની ગતિ જાળવી રાખવી – એ બધામાં તમામ જિલ્લાની મોટી ભૂમિકા છે. એ જિલ્લાઓમાં ભાવિ પડકારોને ધ્યાનમાં રાખીને અત્યારથી કામ થવું જોઇએ.

 

સાથીયો,
આપણા ઋષિઓએ કહ્યું છે, “જલ બિન્દુ નિપાતેન ક્રમશઃ પૂર્યતે ઘટઃ” - અર્થાત બુંદે બુદે જ આખો ઘડો ભરાય. તેથી, મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં તમારો એક એક પ્રયાસ તમારા જિલ્લાને વિકાસની નવી ઊંચાઈ તરફ લઈ જશે. અહીં જે સિવિલ સર્વિસીસના સાથીદારો જોડાયેલા છે તેમને વધુ એક વાત યાદ રાખવા જણાવીશ. તમે તમારી સર્વિસનો પહેલો દિવસ અવશ્ય યાદ રાખજો. તમે દેશ માટે કેટલું બધું કરવા માગતા હતા, કેટલો ઉત્સાહ હતો, સેવાની કેવી ભાવના હતી. આજે એ જ ઉત્સાહ સાથે ફરી તમારે આગળ વધવાનું છે. આઝાદીના આ અમૃતકાળમાં કરવા જેવાં કામો અને મેળવવા જેવું ઘણું છે. એક-એક મહત્વાકાંક્ષી જિલ્લાનો વિકાસ દેશના સ્વપ્ન પૂરા કરશે. સ્વતંત્રતાના સો વર્ષ પૂરા થશે ત્યારે નવા ભારતનું જે સ્વપ્ન આપણે જોયું છે તે પૂરું કરવા માટેનો રસ્તો આ જિલ્લા અને ગામોમાંથી જ જાય છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે તમારા પ્રયાસમાં કોઈ કસર નહીં રાખો. દેશનાં સ્વપ્ન પૂરા થશે ત્યારે એ અંગેના સ્વર્ણિમ પ્રકરણમાં તમારી તેમજ તમારા સાથીદારોની યાદગાર ભૂમિકા હશે. એ વિશ્વાસ સાથે હું તમામ મુખ્યમંત્રીઓનો ભાર વ્યક્ત કરવા સાથે તમામ યુવાન સાથીઓએ પોતપોતાના જીવનમાં જે મહેનત કરી છે, જે પરિણામ લાવ્યા છે એ માટે ખૂબ અભિનંદન અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. 26 જાન્યુઆરી આવી રહી છે તેના કામનું પણ દબાણ હશે, ખાસ કરીને જિલ્લાના અધિકારીઓ પર વધારે દબાણ હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના વિરૂદ્ધની લડાઈમાં તમે સૌ પ્રથમ હરોળમાં રહ્યા છે. એવા સમયે શનિવારે તમને સૌને આ રીતે બેસવા માટે તકલીફ આપી રહ્યો છું, પરંતુ છતાં ઉત્સાહથી જોડાયા છો એ મારા માટે આનંદની વાત છે. હું તમારા સૌને ધન્યવાદ આપું છું, શુભેચ્છા પાઠવું છું.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
At G20, India can show the way: PM Modi’s welfare, empowerment schemes should be a blueprint for many countries

Media Coverage

At G20, India can show the way: PM Modi’s welfare, empowerment schemes should be a blueprint for many countries
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles loss of lives due to a tourist vehicle falling into gorge in Kullu, Himachal Pradesh
September 26, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives as a tourist vehicle fell into a gorge in Kullu district of Himachal Pradesh. Shri Modi said that all possible assistance is being provided to the injured. He also wished speedy recovery of the injured.

The Prime Minister Office tweeted;

"हिमाचल प्रदेश के कुल्लू में टूरिस्ट वाहन के खाई में गिरने की घटना अत्यंत दुखदायी है। इस दुर्घटना में जिन्होंने अपनों को खो दिया है, उनके परिजनों के प्रति मैं गहरी संवेदना प्रकट करता हूं। इसके साथ ही घायलों की हरसंभव मदद की जा रही है। उनके शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM"