અમારી સરકાર સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે: પ્રધાનમંત્રી
આજે, મને અજમેરથી રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવાની, તેમજ અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની અને યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવાની તક મળી: પ્રધાનમંત્રી
અજમેરમાં HPV રસીકરણ અભિયાન શરૂ થયું છે, જે દેશની મહિલા શક્તિને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે: પ્રધાનમંત્રી
ડબલ એન્જિન સરકાર રાજસ્થાનના વારસા અને વિકાસ બંનેને એકસાથે લાવીને આગળ વધી રહી છે: પ્રધાનમંત્રી
અમારી સરકાર દ્વારા શરૂ કરાયેલ નદી-જોડાણ અભિયાન રાજસ્થાનને ઘણો ફાયદો કરાવશે: પ્રધાનમંત્રી
રાજસ્થાનમાં સૂર્યપ્રકાશની કોઈ કમી નથી, અને આ સૂર્યપ્રકાશ સામાન્ય માણસ માટે બચત અને આવકનો સ્ત્રોત બની રહ્યો છે: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, આ યોજના રાજસ્થાનનું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે: પ્રધાનમંત્રી

ભારત માતાની જય.

ભારત માતાની જય.

ભારત માતાની જય.

તીર્થરાજ પુષ્કર અને માતા સાવિત્રીની આ પાવન ભૂમિ પર, આજે મને આપ સૌની વચ્ચે આવવાનો, આપના આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે. આ મંચ પરથી હું સુરસુરાના તેજાજી ધામને, પૃથ્વીરાજની ભૂમિ અજમેરને પ્રણામ કરું છું.

મારી સાથે બોલો –

તીર્થરાજ પુષ્કરની જય.

તીર્થરાજ પુષ્કરની જય.

વીર તેજાજી મહારાજની જય.

વીર તેજાજી મહારાજની જય.

ભગવાન દેવ નારાયણની જય.

ભગવાન દેવ નારાયણની જય.    

વરૂણ અવતાર ભગવાન ઝૂલેલાલજીની જય.

ભગવાન ઝૂલેલાલજીની જય.

મંચ પર બિરાજમાન રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે જી, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા જી, પૂર્વ મુખ્યમંત્રી બહેન વસુંધરા જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ભગીરથ ચૌધરી જી, ઉપ-મુખ્યમંત્રી પ્રેમચંદ ભૈરવા જી, દિયા કુમારી જી, સંસદમાં મારા સાથી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડ જી, ઉપસ્થિત અન્ય મંત્રીગણ, અન્ય મહાનુભાવો અને રાજસ્થાનના મારા વહાલા ભાઈઓ અને બહેનો. હું પૂજ્ય સંતોનો ખૂબ આભારી છું કે, અમને આશીર્વાદ આપવા માટે આટલી મોટી સંખ્યામાં પૂજ્ય સંતગણ અહીં હાજર છે.

 

સાથીઓ,

અજમેર આસ્થા અને શૌર્યની ધરતી છે. અહીં તીર્થ પણ છે અને ક્રાંતિવીરોના પદચિન્હ પણ છે. હજુ ગઈકાલે જ હું ઇઝરાયેલની યાત્રા પૂરી કરીને ભારત પરત ફર્યો છું. રાજસ્થાનના સપૂત મેજર દલપત સિંહના શૌર્યને ઇઝરાયેલના લોકો આજે પણ ગૌરવથી યાદ કરે છે. મને પણ ઇઝરાયેલની સંસદમાં, મેજર દલપત સિંહ જીના શૌર્યને નમન કરવાનું સૌભાગ્ય મળ્યું. રાજસ્થાનના વીર બાંકુડાઓની, ઇઝરાયેલના હાઇફા શહેરને આઝાદ કરાવવામાં જે ભૂમિકા હતી, મને તેનું ગૌરવગાન કરવાનો અવસર મળ્યો છે.

સાથીઓ,

થોડા સમય પહેલા જ, રાજસ્થાનમાં ભાજપની ડબલ એન્જિન સરકારને બે વર્ષ પૂરા થયા છે, મને સંતોષ છે કે આજે રાજસ્થાન વિકાસના નવા પથ પર અગ્રસર છે. વિકાસના જે વાયદાઓ સાથે ભાજપ સરકાર તમારી સેવામાં આવી હતી, તેમને ઝડપ સાથે પૂરા કરી રહી છે. અને આજનો દિવસ, વિકાસના આ જ અભિયાનને તેજ કરવાનો દિવસ છે. થોડીવાર પહેલા અહીં રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલી આશરે 17 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે. રસ્તા, વીજળી, પાણી, સ્વાસ્થ્ય, શિક્ષણ, દરેક ક્ષેત્રમાં નવી શક્તિ ઉમેરાઈ રહી છે. આ તમામ પ્રોજેક્ટ્સ રાજસ્થાનની જનતાની સુવિધા વધારશે અને રાજસ્થાનના યુવાનો માટે રોજગારની પણ તકો પેદા કરશે.

સાથીઓ,

ભાજપની ડબલ એન્જિન સરકાર સતત યુવા શક્તિને સશક્ત કરી રહી છે. બે વર્ષ પહેલા સુધી રાજસ્થાનથી ભરતીઓમાં ભ્રષ્ટાચાર અને પેપર લીકના જ સમાચારો ચમકતા રહેતા હતા, આવતા રહેતા હતા. હવે રાજસ્થાનમાં પેપર લીક પર લગામ લાગી છે, દોષિતો પર કડક કાર્યવાહી થઈ રહી છે. આજે અહીં આ જ મંચ પરથી રાજસ્થાનના 21 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા છે. આ બહુ મોટો બદલાવ આવ્યો છે. હું આ બદલાવ માટે, નવી નોકરીઓ માટે, વિકાસના તમામ કામો માટે, રાજસ્થાનના આપ સૌ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

આજે વીરાંગનાઓની આ ધરતી પરથી, મને દેશભરની દીકરીઓ માટે એક મહત્વનો અભિયાન શરૂ કરવાનો અવસર મળ્યો છે. અહીં અજમેરથી HPV વેક્સિનેશન અભિયાન શરૂ થયું છે. આ અભિયાન, દેશની નારીશક્તિને સશક્ત કરવાની દિશામાં મહત્વનું પગલું છે.

 

સાથીઓ,

આપણે સૌ જાણીએ છીએ કે પરિવારમાં જ્યારે માતા બીમાર હોય છે, ત્યારે ઘર વિખેરાઈ જાય છે. જો માતા સ્વસ્થ છે, તો પરિવાર દરેક સંકટનો સામનો કરવા સક્ષમ રહે છે. આ જ ભાવથી, ભાજપ સરકારે મહિલાઓને પીઠબળ આપનારી અનેક યોજનાઓ ચલાવી છે.

સાથીઓ,

આપણે 2014 પહેલાનો તે દોર જોયો છે, જેમાં શૌચાલયના અભાવે બહેનો-દીકરીઓને કેટલી પીડા, કેટલું અપમાન સહન કરવું પડતું હતું. દીકરીઓ શાળા છોડી દેતી હતી, કારણ કે ત્યાં અલગ ટોયલેટની સુવિધા નહોતી. ગરીબ દીકરીઓ સેનિટરી પેડ્સ લઈ શકતી નહોતી. પહેલા જે સત્તામાં રહ્યા, તેમના માટે આ નાની વાતો હતી. તેથી આ સમસ્યાઓની ચર્ચા પણ થતી નહોતી. પરંતુ અમારા માટે આ બહેનો-દીકરીઓને બીમાર કરનારો, તેમના અપમાન સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો હતો. તેથી, અમે આનો મિશન મોડ પર ઉકેલ લાવ્યા.

સાથીઓ,

ગર્ભાવસ્થા દરમિયાન કુપોષણ માતાઓના જીવન માટે બહુ મોટો ખતરો હતો. અમે સુરક્ષિત માતૃત્વ માટે યોજના ચલાવી, માતાને પોષક આહાર મળે તે માટે પાંચ હજાર રૂપિયા બહેનોના ખાતામાં જમા કરવાની યોજના શરૂ કરી. માતા ધુમાડામાં ઉધરસ ખાતી રહેતી હતી, પરંતુ ઉફ્ફ પણ કરતી નહોતી. અમે કહ્યું આ નહીં ચાલે. અને તેથી ઉજ્જવલા ગેસ યોજના બનાવવામાં આવી. આ બધું એટલે શક્ય બન્યું, કારણ કે ભાજપ સરકાર સત્તા ભાવથી નહીં, સંવેદનશીલતા સાથે કામ કરે છે.

સાથીઓ,

21મી સદીનો ચોથો ભાગ વીતી ચૂક્યો છે. આજનો સમય રાજસ્થાનના વિકાસ માટે ઘણો મહત્વપૂર્ણ છે. ભાજપની ડબલ એન્જિન સરકાર, રાજસ્થાનની વિરાસત અને વિકાસ, બંનેને સાથે લઈને ચાલી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે, સારા રસ્તા, સારી રેલવે અને હવાઈ સુવિધા માત્ર મુસાફરી સરળ નથી કરતી, તે આખા વિસ્તારનું નસીબ બદલી નાખે છે. જ્યારે ગામડા સુધી સારા રસ્તા પહોંચે છે, ત્યારે ખેડૂત પોતાનો પાક સાચા ભાવે વેચી શકે છે. વેપારીઓ સરળતાથી પોતાનો સામાન બહાર મોકલી શકે છે. અને આપણું અજમેર-પુષ્કર તો, તેની પર્યટનની તાકાત કોણ નથી જાણતું. સારી કનેક્ટિવિટીની પર્યટન પર સૌથી સારી અસર પડે છે. જ્યારે મુસાફરી સરળ હોય છે, ત્યારે વધુ લોકો ફરવા આવે છે.

 

અને સાથીઓ,

જ્યારે પ્રવાસીઓ આવે છે ત્યારે સ્વાભાવિક છે હોટલ ચાલે છે, ઢાબા ચાલે છે, કચોરી અને દાળ બાટી વધુ વેચાય છે, અહીં રાજસ્થાનના કારીગરોએ બનાવેલો સામાન વેચાય છે, ટેક્સી ચાલે છે, ગાઇડને કામ મળે છે. એટલે કે એક પ્રવાસી અનેક પરિવારોની રોજીરોટી બની જાય છે. આ જ વિચાર સાથે અમારી સરકાર, રાજસ્થાનમાં આધુનિક કનેક્ટિવિટી પર ખૂબ ભાર આપી રહી છે.

સાથીઓ,

જેમ જેમ રાજસ્થાનમાં કનેક્ટિવિટીનો વિસ્તાર થઈ રહ્યો છે, તેમ તેમ અહીં રોકાણ માટેની તકો પણ સતત વધી રહી છે. દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરની આસપાસ ઉદ્યોગો માટે એક શાનદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. એટલે કે રાજસ્થાનને તકોની ભૂમિ બનાવવા માટે, ડબલ એન્જિન સરકાર દરેક સંભવ, અનેક વિધ કામ કરી રહી છે.

સાથીઓ,

રાજસ્થાનની માતાઓ પોતાના બાળકોને ઉછેરવામાં જ, રાષ્ટ્ર ભક્તિના સંસ્કાર આપે છે. રાજસ્થાનની આ ધરા જાણે છે કે દેશનું સન્માન શું હોય છે, અને તેથી જ આજે રાજસ્થાનની આ ધરા પર, હું આપ લોકોને એક બીજી વાત કહેવા આવ્યો છું.

સાથીઓ,

તાજેતરમાં જ, દિલ્હીમાં દુનિયાનું સૌથી મોટું AI સંમેલન થયું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આમાં દુનિયાના અનેક દેશોના પ્રધાનમંત્રી, અનેક દેશોના રાષ્ટ્રપતિ, અનેક દેશોના મંત્રીઓ તે કાર્યક્રમમાં આવ્યા હતા. દુનિયાની મોટી-મોટી કંપનીઓ, તે કંપનીઓના કર્તાહર્તા પણ એક છત નીચે ભેગા થયા હતા. સૌએ ભારતની ખુલ્લા મનથી પ્રશંસા કરી. હું જરા રાજસ્થાનના મારા ભાઈ-બહેનોને પૂછવા માંગુ છું. જ્યારે દુનિયાના આટલા બધા લોકો ભારતની પ્રશંસા કરે છે, તે સાંભળીને તમને ગર્વ થાય છે કે નહીં? તમને ગર્વ થાય છે કે નહીં? તમને અભિમાન થાય છે કે નહીં? તમારું માથું ઊંચું થયું કે નહીં? તમારી છાતી ગજગજ ફૂલી કે નહીં?

 

સાથીઓ,

તમને ગર્વ થયો, પરંતુ હતાશા નિરાશામાં ડૂબેલી, સતત પરાજયના કારણે થાકી ગયેલી કોંગ્રેસે શું કર્યું, તે તમે જોયું છે. દુનિયાભરના મહેમાનોની સામે, કોંગ્રેસે દેશને બદનામ કરવાની કોશિશ કરી. આ લોકોએ વિદેશી મહેમાનોની સામે દેશને બેઈજ્જત કરવા માટે પૂરો ડ્રામા કર્યો.

સાથીઓ,

કોંગ્રેસ આખા દેશમાં સતત હારી રહી છે, અને ગુસ્સામાં તે આનો બદલો ભારતને બદનામ કરીને લઈ રહી છે. ક્યારેક કોંગ્રેસ INC એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હતી, પરંતુ હવે INC નથી બચી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નથી બચી, આજે તે INC ને બદલે MMC, MMC બની ગઈ છે. MMC એટલે કે મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસ થઈ ગઈ છે.

 

રાજસ્થાનના મારા વીરો,

ઇતિહાસ સાક્ષી છે, મુસ્લિમ લીગ ભારતને નફરત કરતી હતી, અને તેથી મુસ્લિમ લીગે દેશના ભાગલા પાડ્યા. આજે કોંગ્રેસ પણ એ જ કરી રહી છે. માઓવાદીઓ પણ ભારતની સમૃદ્ધિ, આપણા બંધારણ અને આપણી સફળ લોકશાહીને નફરત કરે છે, તેઓ ઘાત લગાવીને હુમલો કરે છે, કોંગ્રેસ પણ ઘાત લગાવીને દેશને બદનામ કરવા માટે ક્યાંય પણ ઘૂસી જાય છે. કોંગ્રેસના આવા કુકર્મોને દેશ ક્યારેય માફ નહીં કરે.

સાથીઓ,

દેશને બદનામ કરવો, દેશની સેનાઓને નબળી પાડવી, આ કોંગ્રેસની જૂની આદત રહી છે. તમે યાદ કરો, આ જ કોંગ્રેસ છે જેણે આપણી સેનાના જવાનોને હથિયારો અને વર્દી માટે પણ તરસાવી રાખ્યા હતા. આ એ જ કોંગ્રેસ છે જેણે વર્ષો સુધી આપણા સૈનિક પરિવારોને 'વન રેન્ક વન પેન્શન' થી વંચિત રાખ્યા હતા. આ એ જ કોંગ્રેસ છે જેના સમયમાં વિદેશોથી થનારા સંરક્ષણ સોદાઓમાં મોટા-મોટા કૌભાંડો થતા હતા.

 

સાથીઓ,

વીતેલા 11 વર્ષોમાં ભારતની સેનાએ દરેક મોરચે આતંકવાદીઓ પર, દેશના દુશ્મનો પર કરારો પ્રહાર કર્યો. આપણી સેના દરેક મિશન, દરેક મોરચે વિજયી રહી. સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને ઓપરેશન સિંદૂર સુધી, વીરતાનો પરચો આપ્યો, પરંતુ કોંગ્રેસના નેતાઓએ આમાં પણ દુશ્મનોના જૂઠાણાને જ આગળ વધાર્યું. દેશ માટે જે પણ શુભ છે, જે પણ સારું છે, જે પણ દેશવાસીઓનું ભલું કરનારું છે, કોંગ્રેસ તે તમામનો વિરોધ કરે છે. તેથી, દેશ આજે કોંગ્રેસને પાઠ ભણાવી રહ્યો છે.

સાથીઓ,

રાજસ્થાનમાં તો તમે કોંગ્રેસના કુશાસનને નજીકથી અનુભવ્યું છે. અહીં જેટલા દિવસ કોંગ્રેસની સરકાર રહી, તે ભ્રષ્ટાચાર કરવામાં અને આંતરિક લડાઈ-ઝઘડામાં જ ઉલઝેલી રહી. કોંગ્રેસે આપણા ખેડૂતોને પણ હંમેશા છેતર્યા છે. તમે યાદ કરો, કોંગ્રેસે દાયકાઓ સુધી સિંચાઈની પરિયોજનાઓને કેવી રીતે લટકાવી રાખી. આનાથી રાજસ્થાનના ખેડૂતોને ઘણું મોટું નુકસાન થયું છે. ERCP પરિયોજનાને કોંગ્રેસની સરકારોએ માત્ર ફાઈલો અને જાહેરાતોમાં ઉલઝાવી રાખી. અમારી સરકારે આવતાની સાથે જ આ સ્કીમને ફાઈલોમાંથી બહાર કાઢીને ધરાતલ પર ઉતારવાનો પ્રયાસ કર્યો છે.

સાથીઓ,

 

અમારી સરકારે નદીઓને જોડવાનું જે અભિયાન શરૂ કર્યું છે, તેનો ઘણો મોટો ફાયદો રાજસ્થાનને મળવો નક્કી છે. સંશોધિત પાર્વતી-કાલીસિંધ-ચંબલ લિંક પરિયોજના હોય, યમુના-રાજસ્થાન લિંક પ્રોજેક્ટ હોય, ડબલ એન્જિન સરકાર આવી અનેક સિંચાઈ પરિયોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. આજે પણ ઝાલાવાડ, બારાં, કોટા અને બુંદી જિલ્લા માટે પાણીની અનેક પરિયોજનાઓ પર કામ શરૂ થયું છે. અમારો પ્રયાસ છે કે રાજસ્થાનમાં ભૂગર્ભ જળનું સ્તર પણ ઉપર આવે.

 

સાથીઓ,

ભાજપ સરકાર રાજસ્થાનના સામર્થ્યને સમજતા યોજનાઓ બનાવી રહી છે, તેમને લાગુ કરી રહી છે. મને ખુશી છે કે રાજસ્થાન હવે સૂરજની તાકાતથી સમૃદ્ધિ કમાનારી ધરતી બની ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા રાજસ્થાનમાં તડકાની કોઈ અછત નથી. હવે આ જ તડકો સામાન્ય માનવીના ઘરની બચત અને કમાણીનું સાધન બની રહ્યો છે. અને આમાં બહુ મોટી ભૂમિકા છે, પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની. આ યોજનામાં રાજસ્થાનનું ભાગ્ય બદલવાની તાકાત છે. આ યોજનામાં ભાજપ સરકાર લોકોને પોતાની છત પર સોલર પેનલ લગાવવા માટે 78 હજાર રૂપિયાની સહાય આપે છે. સરકાર સીધા તમારા બેંક ખાતામાં પૈસા મોકલે છે. આઝાદી પછીના તમામ બજેટ, તમામ યોજનાઓ જોઈ લો, જેમાં મધ્યમ વર્ગને સૌથી વધુ લાભ થવાનો હોય, એવી યોજના ક્યારેય જોવા નહીં મળે, આજે આ પરિવારોને સોલર પેનલ લગાવવા માટે 78 હજાર રૂપિયા સીધા સરકાર આપે છે. સૌથી વધુ લાભ મધ્યમ વર્ગના લોકો લઈ રહ્યા છે. અને જેનાથી ઘર પર એક નાનું વીજળી ઘર તૈયાર થઈ જાય છે. દિવસમાં સૂરજના પ્રકાશથી વીજળી બને છે, ઘરમાં તે જ વીજળી કામ આવે છે અને જે વધારાની વીજળી બને છે, તે વીજળી ગ્રીડમાં જાય છે. અને જે ઘરમાં વીજળી બની હોય છે, તેને પણ આનો લાભ મળે છે.

સાથીઓ,

આજે રાજસ્થાનમાં સવા લાખથી વધુ પરિવારો આ યોજના સાથે જોડાઈ ચૂક્યા છે. અને આ યોજનાના કારણે, ઘણા ઘરોનું વીજળી બિલ લગભગ ઝીરો આવી રહ્યું છે. એટલે કે ખર્ચ ઓછો થયો છે, બચત વધુ થઈ છે.

સાથીઓ,

વિકસિત રાજસ્થાનથી વિકસિત ભારતના મંત્ર પર અમે સતત કામ કરી રહ્યા છીએ. આજે જે યોજનાઓ પર કામ શરૂ થયું છે, તે વિકસિત રાજસ્થાનના પાયાને વધુ મજબૂત કરશે. જ્યારે રાજસ્થાન વિકસિત થશે, ત્યારે અહીંના દરેક પરિવારનું જીવન સમૃદ્ધ થશે. આપ સૌને ફરી એકવાર વિકાસ પરિયોજનાઓ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. મારી સાથે બોલો-

 

ભારત માતાની જય!

ભારત માતાની જય!

વંદે માતરમના 150 વર્ષ દેશ ઉજવી રહ્યો છે. મારી સાથે બોલો-

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

વંદે માતરમ્.

ખૂબ-ખૂબ આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Twelve years on, Jan Dhan Yojana stands as the world’s largest financial inclusion drive

Media Coverage

Twelve years on, Jan Dhan Yojana stands as the world’s largest financial inclusion drive
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to Mahatma Ayyankali on his birth anniversary
August 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, has paid homage to Mahatma Ayyankali on his birth anniversary, today. Shri Modi remembered Mahatma Ayyankali as a great pioneer of social justice, who dedicated his life to the empowerment and welfare of the marginalised. The Prime Minister highlighted his efforts to secure educational opportunities for the marginalised, improve the lives of agricultural workers and serve the poor.

The Prime Minister posted on X:

Paying homage to Mahatma Ayyankali on his birth anniversary!

He is remembered as a great pioneer of social justice. His efforts to secure educational opportunities for the marginalised, improve the lives of agricultural workers and serve the poor remain very inspiring. His life gives strength to all those working for social empowerment.