શેર
 
Comments
“India @100 સામાન્ય ન હોઈ શકે, આ 25 વર્ષના અમૃતકાળને એક યુનિટ તરીકે લેવો જોઈએ અને આપણે હવે પછીના વિઝન સાથે અગ્રેસર થવું જોઈએ, ચાલુ વર્ષની ઉજવણી વળાંક સમાન હોવી જોઈએ”
“દેશમાં સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, તેમનું જીવન સરળ બનવું જોઈએ અને તેઓ આ સરળતા અનુભવવા જોઈએ”
“આપણે સામાન્ય નાગરિકના સ્વપ્નથી સંકલ્પથી સિદ્ધિની સફરમાં દરેક તબક્કામાં ઉપયોગી બનવું જોઈએ”
“જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રવૃત્તિઓને નહીં અનુસરીએ, તો આપણી પ્રાથમિકતાઓ અને કેન્દ્રિત ક્ષેત્ર નક્કી કરવામાં બહુ મુશ્કેલી પડશે, આપણે આ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણી યોજનાઓ અને વહીવટી મોડલ્સ વિકસાવવા જોઈએ”
“સમાજની ક્ષમતાનું પાલનપોષણ કરવું, તેને ખીલવવી અને ટેકો આપવો એ સરકારી વ્યવસ્થાની ફરજ છે” “વહીવટમાં સુધારો આપણું સ્વાભાવિક વલણ હોવું જોઈએ”
“આપણા દરેક નિર્ણયોમાં હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ની માનસિકતા હોવી જોઈએ”
“આપણે અછતના ગાળામાં ઊભા થયેલા નિયમનો અને માનસિકતા દ્વારા વહીવટ ન કરવો જોઈએ, પણ આપણે પ્રચૂરતાનો અભિગમ ધરાવવો જોઈએ”
“હું રાજનીતિનો સ્વભાવ ધરાવતો નથી, પણ સ્વાભાવિક રીતે જનનીતિ તરફ ઝુકાવ ધરાવું છું”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક સેવા દિવસના ઉપક્રમે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં પ્રધાનમંત્રીનાં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા હતા.

મંત્રી મંડળના મારા સાથી ડો. જીતેન્દ્ર સિંહ, પી કે મિશ્રાજી, રાજીવ ગૌબાજી, શ્રી વી. શ્રીનિવાસનજી અને અહિંયા ઉપસ્થિત  સિવિલ સર્વિસના તમામ સભ્યો તથા સમગ્ર દેશમાંથી વર્ચ્યુઅલી જોડાયેલા સાથીઓ, દેવીઓ અને સજ્જનો.

સિવિલ સર્વિસ દિવસ પ્રસંગે આપ સૌ કર્મયોગીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે જે સાથીઓને એવોર્ડ મળ્યા છે તેમને, તેમની સમગ્ર ટીમને અને તે રાજ્યને પણ મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. પણ મારી આદત થોડી ઠીક નથી એટલા માટે હું મફતમાં અભિનંદન આપતો નથી. શું આપણે કેટલીક ચીજનો તેની સાથે જોડી શકીએ તેમ છીએ?

સાથીઓ,

મારા મનમાં એવી જ રીતે આવેલો વિચાર છે, પણ આપ સૌ તેને વહિવટી વ્યવસ્થાના ત્રાજવામાં તોલવાનું કામ કરશો નહીં. એક રીતે આપણે જે રીતે કરી શકીએ છીએ કે જ્યાં પણ આપણી સિવિલ સર્વિસ સાથે જોડાયેલી જેટલી પણ સંસ્થાઓ હોય, વિદેશ મંત્રાલયની હોય કે પછી પોલિસ વિભાગ હોય, રેવન્યુની હોય કે પછી કોઈપણ હોય, કારણ કે તમામ કારોબાર વિખરાયેલો ચાલી રહ્યો છે. દર અઠવાડિયે એક દોઢ કલાક વર્ચ્યુઅલી આ જે એવોર્ડ વિજેતાઓ છે તે પોતાના રાજ્યમાં તેની કલ્પના કેવી હતી, કેવી રીતે શરૂ કરવામાં આવ્યા અને તેમાં કેવી તકલીફો પડી તે અંગે આ સૌ તાલિમાર્થીઓને પ્રેઝન્ટેશન આપે. સવાલ – જવાબ થાય અને દર સપ્તાહે આવા બે એવોર્ડ વિજેતાઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવશે તો હું સમજુ છું કે જે નવી પેઢી આવી રહી છે તેમને એક પ્રેક્ટિકલ અનુભવ સાથે વાતચીતનો લાભ મળશે અને તેના કારણે જે લોકોએ આ કામને હાંસલ કર્યું છે તેમને પણ આ કામ સાથે જોડાઈ રહેવામાં એક આનંદ આવશે. ધીરે ધીરે તેમાં ઈનોવેશન થતા રહેશે, ઉમેરો થતો રહેશે. બીજો એક લાભ એ થશે કે આજે 16 સાથીઓને એવોર્ડ મળ્યો છે તેમાંથી આપ કોઈપણ એક યોજનાને પસંદ કરો અને કોઈ એક વ્યક્તિને તેનો ઈનચાર્જ બનાવો અને તમે ત્રણ મહિના કે છ મહિના સુધી આ પ્રોગ્રામને કેવી રીતે લાગુ કરવો તે દિશામાં કઈ રીતે કામ કરીશું, અને માની લઈએ કે સમગ્ર દેશમાં 20 જિલ્લા એવા નિકળે કે જેમણે એક યોજના પસંદ કરી હોય. ત્યાર પછી ક્યારેક તે 20 જિલ્લાની વર્ચ્યુઅલ સમીટ કરીને જે વ્યક્તિને, જે ટીમનું આ કામ છે તેમની સાથે વાતચીત કરવામાં આવે અને રાજ્યોમાં કોણ ટોચના સ્થાને આવે છે તેનું અમલીકરણ કરવામાં આવે અને તેનું સંસ્થાકરણ કરીને તે જિલ્લામાં તેના સ્વભાવથી પરિવર્તીત કરવા માટે શું કરી શકીએ તેમ છીએ અને સમગ્ર દેશમાં એક યોજના એક જિલ્લાની આપણે સ્પર્ધા કેમ ના કરી શકીએ? અને જ્યારે એક વર્ષ પછી મળીએ ત્યારે તેનો ઉલ્લેખ કરીએ, તેને એવોર્ડ આપવાની હાલમાં જરૂર નથી, પણ તેનો ઉલ્લેખ થઈ શકે કે આ યોજનાને વર્ષ 2022માં સન્માન પ્રાપ્ત થયું હતું તે બાબત હાલમાં અહીં સુધી પહોંચી છે. જો હું એમ સમજું કે આપણે લોકો આ બાબતનું સંસ્થાકરણ કરીએ, કારણ કે મેં જોયું છે કે સરકારનો સ્વભાવ, જ્યાં સુધી તે કાગળ ઉપર કોઈ બાબત આવે નહીં ત્યાં સુધી તે બાબત આગળ ધપી શકતી નથી. એટલા માટે કોઈપણ વસ્તુનું સંસ્થાકરણ કરવું હોય તે તેના માટે સંસ્થા બનાવવી પડે છે અને જરૂર પડે તો એક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી શકે છે. જો બની શકે તો આ સિવાય શું થઈ શકે? કેટલાક લોકો મનમાં જ નક્કી કરતા હોય છે કે તેમણે આ હાંસલ કરવાનું છે અને તે 365 દિવસ તે જ કામગીરીમાં વિતાવે છે. બધા લોકોને તેની સાથે જોડતા હોય છે અને એકાદ બાબત હાંસલ કરી લેતા હોય છે. અને તેમને એવોર્ડ પણ હાંસલ થાય છે. પરંતુ બાકી બાબતોને જોઈએ તો તેમાં ઘણાં લોકો પાછળ રહી જાય છે. આથી આવી ઊણપો અનુભવાય નહીં તે માટે સ્પર્ધાનું એક વાતાવરણ ઊભું થાય અને તે દિશામાં આપણે થોડો વિચાર કરીએ તો કદાચ આપણે જેવું ઈચ્છીએ તેવું પરિવર્તન લાવી શકીએ તેમ છીએ.

સાથીઓ,

તમારા જેવા સાથીઓ સાથે આ પ્રકારે સંવાદ કરવાથી મને લાગે છે કે કદાચ 20 -22 વર્ષથી લગાતાર હું આ કામ કરતો આવ્યો છું. અગાઉ મુખ્ય મંત્રી તરીકે આ કામ કરતો હતો. એક નાના સરખા વ્યાપ હેઠળ કામ કરતો હતો. પ્રધાન મંત્રી બન્યા પછી આ વ્યાપમાં વધારો થયો છે અને મોટા મોટા લોકોનો સહકાર મળ્યો છે અને તે કારણથી તેમાં આપણને અન્ય બાબતો શિખવા મળી છે. હું મારી કેટલીક બાબતો તમારા સુધી પહોંચાડી શકું છું તેથી એક પ્રકારે સંવાદ એક સારૂં માધ્યમ બની રહે છે, પરંપરા બની જાય છે. અને મને આનંદ છે કે વચ્ચે કોરોના કાળમાં થોડીક તકલીફ પડી તે સિવાય મારો એ પ્રયાસ રહ્યો છે કે હું આપ સૌને મળતો રહું. તમારી પાસેથી ઘણું બધું જાણતો રહું, તમને સમજવાનો પ્રયાસ કરતો રહું અને જો શક્ય હોય તો તેને મારા વ્યક્તિગત જીવનમાં ઉતારવાનું હોય તો તેને ઉતારૂં અને જો ક્યાંય તેને વ્યવસ્થામાં લાવવાનું હોય તો તેને વ્યવસ્થામાં લાવવા પ્રયાસ કરૂં, પરંતુ આ એક એવી પ્રક્રિયા છે કે જે આપણને આગળ ધપાવતી રહે છે. દરેક વ્યક્તિને શિખવાની તક  પ્રાપ્ત નથી હોતી. દરેક વ્યક્તિ પાસે કોઈ વ્યક્તિને કશુંકને કશુંક આપવાનું સામર્થ્ય તો હોય છે જ. જો આપણે આ ભાવનાને વિકસીત કરીશું તો સ્વાભાવિકપણે જ તેનો  સ્વીકાર  કરવાની ઈચ્છા પણ થશે.

સાથીઓ,

આ વખતનું આયોજન એક રૂટિન પ્રક્રિયા નથી. હું તેને કશુંક  વિશેષ સમજું છું. વિશેષ એટલા માટે સમજું છું કે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ મનાવી રહ્યો છે ત્યારે આપણે  આ સમારંભ બાબતે શું શું કામ કરી શકીએ તેમ છીએ? અને હું માનું છું કે કેટલીક ચીજો એવી હોય છે કે જ સહજ રીતે નવો ઉમંગ અને ઉત્સાહ ભરી દે છે. માની લો કે તમે જે જિલ્લામાં કામ કરતા હો અને વિતેલા 75 વર્ષમાં તે જિલ્લાના વડા તરીકે જે લોકોએ કામ કર્યું છે તેમાંથી કેટલાક લોકો જીવિત હશે અને કેટલાક નહીં પણ હોય. આઝાદીના આ અમૃત મહોત્સવ નિમિત્તે એક વખત જિલ્લામાં એ બધાને બોલાવો. તેમને પણ સારૂં લાગશે. 30 થી 40 વર્ષ પછી એ લોકો તે જગાએ પાછા આવ્યા હોવાથી તેમને પણ સારૂં લાગશે અને તે લોકો પણ જૂના લોકોને યાદ કરશે. આનો અર્થ એ કે એક પ્રકારે તે જિલ્લા એકમમાં 30 વર્ષ પહેલાં જેણે કામ કર્યું હશે, જેમણે 40 વર્ષ પહેલાં કામ કર્યું હશે તે  લોકો બહારથી અહિંયા આવશે ત્યારે તે નવી ઊર્જા સાથે પરત ફરશે અને અહિંયા જે લોકો છે તે દેશના કેબિનેટ સેક્રેટરી કે જે હમણાં અહિંયા હતા તેમના માટે આનંદની મોટી વાત બનશે. અને મને વિશ્વાસ છે કે આપણે આ દિશામાં ચોક્કસ પ્રયાસ કરવો જોઈએ. મને આવો વિચાર એટલા માટે આવ્યો છે કે કદાચ હું નામ ભૂલી ગયો છું કે તે ગોડબોલે હતા કે દેશમુખ. નામ ભૂલી જાવ તે આપણા કેબિનેટ સેક્રેટરી રહી ચૂક્યા છે. પાછળથી તેમણે પોતાનું જીવન રક્તપિત્ત ધરાવતા લોકોની સેવામાં વિતાવી દીધું અને નિવૃત્ત થયા પછી તે કામમાં લાગી ગયા. તે જ્યારે ગુજરાતમાં તેમના રક્તપિત્ત સંબંધિ કાર્યક્રમ માટે આવ્યા હતા ત્યારે મારે તેમને મળવાનું થયું હતું. એ વખતે તો સંયુક્ત મુંબઈ રાજ્ય હતું. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ ન હતા. તેમણે મને જણાવ્યું કે હું બનાસકાંઠાનો હતો અને ત્યાં જ ડિસ્ટ્રીક્ટ કલેક્ટર હતો. મહારાષ્ટ્ર બન્યા પછી હું મહારાષ્ટ્ર કેડરમાં ચાલ્યો ગયો અને તે પછી ભારત સરકારમાં ચાલ્યો ગયો. પરંતુ આટલું સાંભળ્યું તેનાથી હું તેમની સાથે જોડાઈ ગયો. મેં તેમને પૂછ્યું કે તે સમયે બનાસકાંઠા કેડરમાં કેવું ચાલતું હતું, કેવી રીતે કામ થતું હતું. આનો અર્થ કે બાબતો નાની નાની હોય, પણ તેનું સામર્થ્ય ઘણું મોટું હોય છે અને એકરૂપતા ધરાવતી એક જીંદગીમાં પરિવર્તન લાવવા માટે વ્યવસ્થામાં જોમ લાવવું ખૂબ જરૂરી બની રહેતું હોય છે. વ્યવસ્થા જીવંત હોવી જોઈએ. વ્યવસ્થા ગતિશીલ હોવી જોઈએ. અને આપણે જ્યારે જૂના લોકોને મળીએ છીએ ત્યારે તેમના જમાનામાં વ્યવસ્થા કયા કારણથી વિકસીત થઈ હતી તે અંગે તેની પૂર્વ માહિતી આપણે તે પરંપરા મુજબ ચાલવું કે નહીં, પરિવર્તન લાવવું કે નહીં તેવી ઘણી બાબતો શિખવીને જાય છે. હું ઈચ્છા રાખું છું કે આઝાદીના આ અમૃતકાળમાં તમે પોતાનો જિલ્લો કે જ્યાં હું અગાઉ જિલ્લા કલેક્ટર તરીકે કામ કરતો હતો, એક વખત જો શક્ય બને તો તેમને મળવાનો કાર્યક્રમ બનાવો. તમને એ સમગ્ર જિલ્લા અંગે એક નવો અનુભવ પ્રાપ્ત થશે. તેવી જ રીતે રાજ્યોમાં જે  લોકો મુખ્ય સચિવ તરીકે કામ કરીને ગયા છે તે એક વખત રાજ્યના મુખ્ય મંત્રી આવા બધા લોકોને બોલાવી લે, દેશના પ્રધાનમંત્રી જેટલા પણ કેબિનેટ સેક્રેટરી રહ્યા છે તે બધાને એકઠા કરે. અને બની શકે કે આઝાદીના અમૃતકાળના 75 વર્ષની આ યાત્રાને આગળ ધપાવવા માટે સરદાર પટેલની જે ભેટ છે કે જેને આપણે સિવિલ સર્વિસીસનું, તેના જે ધ્વજવાહક લોકો રહ્યા છે તેમાંથી આજે કેટલા લોકો જીવિત છે, તેમણે કોઈને કોઈને કોઈ યોગદાન તો આપ્યું જ હશે. આપણે દેશને આજ સુધી ઊંચાઈએ પહોંચાડવાનો છે. આ બધાનું સ્મરણ કરતાં કરતાં તેમનું માન સન્માન કરવું તે આઝાદીના અમૃતકાળમાં સમગ્ર સિવિલ સર્વિસીસનું સન્માન કરવાનો વિષય બની જશે. હું આશા રાખું છે કે 75 વર્ષની આ યાત્રાને આપણે તેમને સમર્પિત કરીએ. તેમનું ગૌરવગાન કરીએ અને એક નવી ચેતના સાથે આપણે આગળ ધપીએ, તે દિશામાં આપણે પ્રયત્ન કરી શકીએ તેમ છીએ.

સાથીઓ,

આપણો જે અમૃતકાળ છે તે અમૃતકાળ માત્ર વિતેલા 7 દાયકાનો જય જયકાર કરવા માટે નથી અને એવું પણ નથી કે હું સમજું છું કે 70 થી 75 ગયા હશે, રૂટિનમાં ગયા હશે, 60 થી 70 ગયા હશે, 70 થી 75 ગયા હશે, રૂટિનમાં ગયા હશે, પણ 75 થી 2047 સુધીના ભારતના 100 વર્ષ રૂટિન હોઈ શકે નહીં. આજનો આપણો આ મહોત્સવ એક વોટરશેડ હોવો જોઈએ, જેમાં હવે 25 વર્ષને એક એકમ તરીકે લઈને આપણે જોવો જોઈએ. ટૂકડાઓમાં નહીં જોવો જોઈએ અને આપણે ભારતને 100, હમણાં તેનું વિઝન જોઈને  અને વિઝન દેશમાં કેવું હોય, જિલ્લામાં મારો જિલ્લો, 25 વર્ષમાં ક્યાં પહોંચશે? હું આ જિલ્લાને 25 વર્ષ પછી કેવા સ્વરૂપે જોઉં છું અને શક્ય હોય તો આ બાબતને કાગળ ઉપર ઉતારીને પોતાના જિલ્લાની કચેરીમાં લગાવો. આપણે અહીંથી ક્યાં સુધી પહોંચવાનું છે, તમે જુઓ એક નવી પ્રેરણા, એક નવો ઉત્સાહ અને નવા ઉમંગ સહિત તેની સાથે જોડાઈ જશે. આપણે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને જિલ્લાને આગળ ધપાવવાનો છે. અને હવે કેન્દ્ર પણ આપણું છે. ભારત ક્યાં પહોંચશે, રાજ્ય ક્યાં પહોંચશે આપણે આવા લક્ષ્ય સાથે આગળ વધ્યા છીએ. 100મા વર્ષે ભારત, આપણે જિલ્લાના 25 વર્ષ અંગે પણ વિચારીશું. તમે નક્કી કરો કે ભારતમાં હું મારા જિલ્લાને નંબર-1 બનાવીને જ રહીશ. કોઈપણ ક્ષેત્ર એવું ના હોય કે જેમાં મારો જિલ્લો પાછળ ના રહે. જેટલી પણ કુદરતી તકલીફો હોય તેને દૂર કરીને હું આ કામ કરીને જ રહીશ. આ પ્રેરણા, આ સપનાં, આ સંકલ્પ અને તેની સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે નિરંતર પુરૂષાર્થ તથા પરિશ્રમ કરીને અનેક સંભાવનાઓ સાથે આપણે આગળ વધીએ તો સિવિલ સર્વિસ આપણા માટે પ્રેરણાનું એક નવું કારણ બની જશે.

સાથીઓ,

દરેક ભારતવાસી આજે આપણને જે આશા અને આકાંક્ષા સાથે જોઈ રહ્યો છે તેને પૂરી કરવામાં તમારા પ્રયાસોમાં કોઈ ઊણપ ના રહી જાય. એટલા માટે તમને સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે આપણને પ્રેરણા આપી  છે, જે સંદેશો આપ્યો છે અને જે સંકલ્પથી આપણને પ્રેરિત કર્યા છે તે સંકલ્પને આપણે ફરી વખત દોહરાવવાનો છે. આપણે પોતાની જાતને તે માટે સંપૂર્ણ વચનબધ્ધ કરવાની છે. અને અહીંથી કદમ આગળ ધપાવીને આગળ વધવાનું છે. આપણે સૌ એક લોકતાત્રિક વ્યવસ્થામાં છીએ અને આપણી સામે સંપૂર્ણપણે ત્રણ લક્ષ્ય હોવા જોઈએ. અને હું માનું છું કે તેમાં કોઈ સમાધાન નહીં હોવું જોઈએ. અને આ ત્રણ જ હોય તેવું નથી. બાકી અનેક ચીજો હોઈ શકે છે. પણ આજે હું ત્રણ ચીજોનો સમાવેશ કરવા માગું છું. પ્રથમ લક્ષ્ય એ છે કે આપણે દેશમાં જે વ્યવસ્થાઓ ચલાવીએ છીએ, જે કોઈપણ બજેટ મુજબ ખર્ચ કરીએ છીએ, જે પણ પદ પ્રતિષ્ઠા આપણે પ્રાપ્ત કરીએ છીએ તે કોના માટે છે? આ બધું શા માટે છે? આ મહેનત શા માટે કરવામાં આવી રહી છે? આ પ્રભાવ કઈ વાત માટે છે? અને એટલા માટે હું એવું કહેવાનું ઈચ્છીશ કે આપણું પ્રથમ લક્ષ્ય દેશમાં સામાન્યમાં સામાન્ય માનવીના જીવનમાં પરિવર્તન લાવવાનું હોવું જોઈએ. તેના જીવનમાં સુગમતા આવે અને તેને એવો અનુભવ પણ થાય કે દેશના સામાન્ય નાગરિકોની સામાન્ય જીંદગી માટે સરકાર સાથે જે નાતો છે તે માટે સંઘર્ષ ના કરવો પડે. બધું સહજ રીતે ઉપલબ્ધ થાય તેવું લક્ષ્ય સદા  સર્વદા આપણી સામે હોવું જોઈએ. આપણા પ્રયાસ એ દિશામાં હોવા જોઈએ કે દેશના સામાન્ય માનવીના સપનાંને, સંકલ્પને બદલવા માટે, તેમના સંકલ્પ કઈ રીતે નક્કી થાય, તેમના સપનાંને સંકલ્પ સુધી લઈ જવાની યાત્રા પૂરી કરવામાં એક હકારાત્મક વાતાવરણ ઊભું થાય, સ્વાભાવિક વાતાવરણ પેદા કરવાની જવાબદારી વ્યવસ્થાતંત્રની છે અને તેનું નેતૃત્વ આપણા સૌની પાસે છે. આપણે એ જોવું જોઈએ કે દેશના નાગરિકોને પોતાના સંકલ્પો સિધ્ધ કરવાની યાત્રામાં, સપનાં સંકલ્પ બની જાય ત્યાં વાત અટકતી નથી. જ્યાં સુધી સંકલ્પ સિધ્ધ ના થાય અને તેના માટે સપનાં સંકલ્પ બને, સંકલ્પ સિધ્ધિ બને. આ પૂરી યાત્રામાં અહીં, તહીં જરૂર હોય ત્યાં આપણે એક સાથી તરીકે તેમની સાથે  હોઈએ, તેમનો હાથ પકડીને, જીવન જીવવામાં સરળતા વધારવા માટે આપણે જે કાંઈ પણ કરી શકીએ તે આપણે કરવું જોઈએ. જો હું બીજા લક્ષ્યની વાત કરૂં તો આજ આપણે ગ્લોબલાઈઝેશન, ગ્લોબલાઈઝેશનની વાતો આપણે છેલ્લા કેટલાક દાયકાઓથી સાંભળતા આવ્યા છીએ. શક્ય છે કે ભારત ક્યારેક આ બધી બાબતોને દૂરથી જ જોતું હતું, પરંતુ આજે સ્થિતિ થોડીક અલગ છે. આજે આપણું પોઝીશનીંગ બદલાઈ રહ્યું છે અને આવી સ્થિતિમાં આપણે દેશમાં જે કાંઈ પણ કામ કરીએ તેને વૈશ્વિક સંદર્ભમાં કરવું જોઈએ તે હવે સમયની માગ છે. ભારત, દુનિયામાં ટોચ ઉપર કઈ રીતે પહોંચે, જો દુનિયાની ગતિવિધીઓને સમજી શકીશું નહીં, જાણી શકીશું નહીં તો આપણે ક્યાં જવાનું છે અને કયા ઊંચા સ્થાને પહોંચવાનું છે, આપણો માર્ગ કયો હશે, આપણા ક્ષેત્રો કયા કયા હશે તેની ઓળખ કરીને તેનો તુલનાત્મક અભ્યાસ કરતા રહીને આપણે આગળ ધપવું જ પડશે. આપણી જે યોજનાઓ છે, આપણા શાસનના જે મોડેલ છે તે આપણને આ સંકલ્પ સાથે વિકસીત કરવા માટેના મોડેલ છે. આપણે એવી કોશિષ પણ કરતાં રહેવું પડશે કે તેમાં નવિનતા આવતી રહે. તેમાં આધુનિકતા આવતી રહે. આપણે પાછલી સદીના વિચારો, પાછલી સદીના નીતિ- નિયમોથી હવે પછીની શતાબ્દિની મજબૂતીનો સંકલ્પ કરી શકીએ નહીં. અને એટલા માટે જ આપણી વ્યવસ્થાઓમાં, આપણા નિયમોમાં, આપણી પરંપરાઓમાં અગાઉ કદાચ પરિવર્તન લાવવામાં 30 થી 40 વર્ષ વિતી જતા હતા, પરંતુ બદલાતી જતી દુનિયાને તથા ઝડપી ગતિથી બદલાતા જતા વિશ્વને આપણે પળ પળનો  હિસાબ લઈને જ ચાલવું પડશે એવો મારો મત છે. અને આપણે જો ત્રીજા લક્ષ્યની વાત કરીએ તો એક પ્રકારે આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ, કારણ કે એ વાત હું સતત કહેતો રહું છું કે સિવિલ સર્વિસીસનું સૌથી મોટું કામ ક્યારેય પણ આપણા લક્ષ્યને ઢાંકી શકે નહીં. એટલા માટે વ્યવસ્થામાં આપણે જે કોઈપણ સ્થળે હોઈએ, જે કોઈપણ પદ ઉપર હોઈએ, પરંતુ આપણે જે વ્યવસ્થામાંથી નિકળ્યા છીએ તે વ્યવસ્થામાં આપણી એક મહત્વની જવાબદારી બની રહે છે અને તે દેશની એકતા માટેની જવાબદારી છે, દેશની અખંડતાની જવાબદારી છે. આપણે તેમાં કોઈ સમાધાન કરી શકીએ નહીં. આપણે જ્યારે પણ સ્થાનિક સ્તરે કોઈ નિર્ણય કરીએ ત્યારે આ નિર્ણય ગમે તેટલો લોકો માટે લોભાવનારો હોય, વાહવાહી પ્રાપ્ત થાય તેવો હોય, ગમે તેટલો આકર્ષક હોય, પરંતુ એક વખત તેને ત્રાજવાથી પણ તોળી જુઓ કે હું જે કાંઈ કરી રહ્યો છું તે નાના ગામ માટે કરી રહ્યો છું. જે નિર્ણય છે તે કોઈપણ રીતે મારા દેશની એકતા અને અખંડતા માટે અવરોધરૂપ બનવો જોઈએ નહી, હું તે માટેના બીજ તો રોપી રહ્યો નથીને? આજે તો સારૂં લાગે છે, પ્રિય લાગે છે, પરંતુ શ્રેય કરવાનું હોય, મહાત્મા ગાંધીજી હંમેશા શ્રેય અને પ્રેયની વાત કરતા હતા. આપણે આજે આ બાબતના આગ્રહી બનીએ. આપણે નકારાત્મકતા છોડીને, વાતને એ રીતે જોઈએ કે દરેક નિર્ણય દેશની એકતાને મજબૂત કરનારો હોવો જોઈએ. તે તોડતો નથી એટલું પૂરતું નથી. તે મજબૂતી પૂરી પાડે છે કે નહીં અને વિવિધતા ધરાવતા ભારતની અંદર આપણને લગાતાર એકતાના મંત્રનો ઉપાય આપતાં રહેવું પડશે અને આવું બધુ પેઢી દર પેઢી કરતાં રહેવું પડશે. અને તેની ચિંતા આપણે દૂર કરવી પડશે અને એટલા માટે હું અગાઉ પણ કહી ચૂક્યો છું તે રીતે આજે ફરીથી કહેવા માગુ છું કે આપણા દરેક કામમાં એક બાબત હોવી જોઈએ અને તે છે ઈન્ડિયા ફર્સ્ટ, નેશન ફર્સ્ટ. મારૂં  રાષ્ટ્ર સર્વોપરી છે, આપણે જ્યાં પહોંચવાનું છે, લોકતંત્રમાં શાસન વ્યવસ્થા અલગ અલગ રાજનીતિક વિચારધારાઓથી અસર પામતી હોય છે અને લોકતંત્ર માટે તે આવશ્યક પણ છે, પરંતુ વહિવટની જે વ્યવસ્થાઓ છે તેના કેન્દ્રમાં દેશની એકતા અને અખંડતા અને ભારતને નિરંતર મજબૂત બનાવવાના મંત્ર સાથે આપણે આગળ ધપતા રહેવું જોઈએ.

સાથીઓ,

જે રીતે આપણે જિલ્લા સ્તરે કામ કરીએ છીએ, રાજ્ય સ્તરે કામ કરીએ છીએ અથવા તો ભારત સરકારના સ્તરે કામ કરીએ છીએ તે માટે શું કોઈ સર્ક્યુલર બહાર પાડીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મારે કયા કયા મુદ્દા મારા જિલ્લા માટે ઉઠાવવાના છે અને તેમાંથી કઈ બાબતો લાગુ કરવાની છે. આ ઓલિમ્પિક પછી દેશની અંદર રમતો અંગે જે જાગૃતિ આવી છે તેને મારા જિલ્લાના સ્તરે સંસ્થાકિય સ્વરૂપ આપીને મારા જિલ્લામાં ખેલાડી તૈયાર કરવા હોય તો તેનું નેતૃત્વ કોણ પૂરૂં પાડશે? શું માત્ર રમત-ગમત વિભાગ સમગ્ર ટીમની જવાબદારી લેશે? હવે હું જો ડિજિટલ ઈન્ડિયાની વાત કરૂં તો હું મારા જિલ્લામાં ડિજિટલ ઈન્ડિયા માટે ચોક્કસ ટીમ બનાવીને વિચારી રહ્યો છું કે કેમ? આજે માર્ગદર્શન માટે કશું કરવું પડે તેવી જરૂર છે જ નહીં. જે રીતે અહિંયા હમણાં બે કોફી ટેબલ બુકનું વિમોચન થયું, પરંતુ એ બાબત ભૂલશો નહીં કે આ કોફી ટેબલ બુક હાર્ડ કોપી નથી. ઈ-કોપી છે. શું હું મારા જિલ્લામાં હાર્ડ કોપીના ચક્કરમાંથી બહાર નિકળી શકીશ? અને જો આવું ના થાય તો હું પણ મોટા મોટા ઢગલા ઊભા કરીશ અને પછીથી તેને લેવા કોઈ નિકળશે નહીં. આપણે બનાવીએ. આપણને આજે જોવા મળ્યું છે કે અહીંયા ઈ-કોપી ટેબલ બુક બની છે. એનો અર્થ એ થયો કે આપણને પણ તેની જરૂર પડશે અને તે માટે ટેવ પાડીએ. આપણે પણ ઈ-કોફી ટેબલ બુક બનાવીશું. એટલે કે ચીજો, ચીજોનો પ્રોટોકોલ કરવાની આપણી જવાબદારી બને છે. તેની અલગથી વાત કરવી તેવું કહેવાનું મારૂં તાત્પર્ય નથી. મારૂં તાત્પર્ય એ છે કે આજે જિલ્લાને માર્ગદર્શન આપવા માટે કોઈ વ્યવસ્થાની જરૂર ઊભી થાય તેવી સ્થિતિ નથી. તમામ ચીજો ઉપલબ્ધ છે. જિલ્લામાં કોઈ બાબત માટે સમગ્ર જિલ્લો જાગૃત બનીને ઉભો રહે તો તે સિધ્ધિ હાંસલ કરી લે છે. આવું થાય ત્યારે બાકીની બાબતો અંગે હકારાત્મક અભિગમ મળવાનું આપોઆપ શરૂ થઈ જાય છે.

સાથીઓ,

ભારતની મહાન સંસ્કૃતિની એ વિશેષતા છે કે આપણો દેશ, હું આ બાબતે મોટી જવાબદારી સાથે વાત કરી રહ્યો છું. આપણો દેશ રાજ્ય વ્યવસ્થાઓથી બનેલો નથી. આપણા દેશમાં રાજ સિંહાસનો એ બાપદાદાની મિલકત નથી. આ દેશ સદીઓથી, હજારો વર્ષના લાંબા સમય ખંડથી તેની એક પરંપરા રહી છે. આ પરંપરા સામાન્ય લોકોના સામર્થ્યને લઈને આગળ ધપતા રહેવાની પરંપરા છે. આપણે આજે જે કાંઈ  હાંસલ કર્યું છે તે લોક ભાગીદારીની તપસ્યાનું પરિણામ છે. લોકશક્તિની તપસ્યાનું પરિણામ છે અને આવું બને છે તેથી જ દેશ નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે. પેઢી દર પેઢી મળેલા યોગદાનથી, સમયની સાથે જે આવશ્યકતાઓ હતી તેને પૂરી કરતા રહીને, તે પરિવર્તનોનો સ્વિકાર કરતા રહીને તથા સમયથી જે વિપરીત છે તેને છોડતા રહીને આપણા સમાજે એક જીવંત સમાજ તરીકે વિપરીત પરંપરાઓને જાતે જ તોડીફોડીને ફેંકી દીધી છે. આપણે આંખો બંધ કરીને, તેને પકડીને જીવનારા લોકો નથી. સમય પ્રમાણે પરિવર્તન કરનારા લોકો છીએ. દુનિયામાં, હું એક ઘણાં સમય પહેલાંની વાત કરૂં છું. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં મારી વાત થઈ રહી હતી અને તે સમયે તો રાજકારણમાં મારી કોઈ ઓળખ પણ ન હતી. હું ખૂણાનો એક નાનો સરખો કાર્યકર હતો. કોઈ વિષય સાથે મારે થોડોક સંબંધ હોવાથી ચર્ચાની શરૂઆત થઈ હતી. મેં કહ્યું કે દુનિયાની અંદર કોઈપણ સમાજ આસ્તિક હોય, નાસ્તિક હોય, આ ધર્મ કે અન્ય ધર્મને માનતો હોય પણ મૃત્યુ પછીની તેની જે માન્યતા છે તે બાબતે ઝાઝું પરિવર્તન કરવાનું સાહસ કરતો નથી. તે વૈજ્ઞાનિક છે કે નહીં, કેટલીક બાબતો સમય વિતતા છોડવી જોઈએ કે નહીં છોડવી જોઈએ તે બાબતે તે સાહસ કરતો નથી. મૃત્યુ પછીની સ્થિતિ અંગે જે માન્યતા છે તે પરંપરાને પકડી રાખે છે. હું કહીશ કે હિંદુ એ એક એવો સમાજ છે કે જે ક્યારેક મૃત્યુ પછી ગંગાના તટ ઉપર ચંદનના લાકડાથી શરીરને અગ્નિદાહ અપાય તો તે માને છે કે મારૂં અંતિમ કાર્ય પૂર્ણ થયું છે. આ વ્યક્તિ ફરતા ફરતા ઈલેક્ટ્રિક સ્મશાન ભૂમિ તરફ ગયો અને તેને કોઈ સંકોચ થયો નહીં. સમાજની આ પરિવર્તનશીલતાની આ એક ખૂબ મોટી તાકાત છે. તેનો કોઈ મોટો પૂરાવો હોઈ શકે નહીં. વિશ્વનો કોઈપણ આધુનિક સમાજ હોય, મૃત્યુ પછીની સ્થિતિ અંગે તેની જે ધારણાઓ છે તેને બદલવાનું તેનું સામર્થ્ય હોતું નથી. આપણે એ સમાજના લોકો છીએ. આ ધરતીની તાકાત એ છે કે આપણે મૃત્યુ પછીની વ્યવસ્થામાં પણ જો આધુનિકતાની જરૂર પડે તો તેનો સ્વિકાર કરવા માટે તૈયાર હોઈએ છીએ અને એટલા માટે હું કહું છું કે આ દેશ નિત્ય નૂતન, નિત્ય પરિવર્તનશીલ, નવિન બાબત સ્વિકારવાનું સામર્થ્ય ધરાવતી સમાજ વ્યવસ્થાનું એક પરિણામ છે કે જેથી તે મહાન પરંપરાઓને ગતિ આપવાની આપણી જવાબદારી છે. શું આપણે તેને ગતિ આપવાનું કામ કરીએ છીએ ખરા? માત્ર ફાઈલને જ ગતિ આપવાથી જીંદગી બદલાતી નથી. સાથીઓ, આપણે એક સામાજીક વ્યવસ્થા હેઠળ શાસન વ્યવસ્થાનું એક સામર્થ્ય હોય છે કે મારે સમગ્ર સમાજને નેતૃત્વ પૂરૂં પાડવાનું છે. આપણી એ જવાબદારી બની રહે છે અને તે માત્ર રાજકીય નેતાનું જ કામ નથી હોતું. દરેક ક્ષેત્રમાં બેઠેલા મારા સિવિલ સર્વિસના સાથીઓએ નેતૃત્વ પૂરૂં પાડવું પડશે અને સમાજમાં પરિવર્તન લાવવા માટેની આગેવાની લેવાનું કામ તમારે બધાએ કરીને તમારે શાસન કરવાનું રહેશે અને આવું થશે ત્યારે જ તમે પરિવર્તન લાવી શકશો. દેશમાં આજે વધુ પરિવર્તન લાવવાનું સામર્થ્ય છે. અને આપણે જ વિશ્વાસ સાથે જીવન જીવી રહ્યા છીએ તેવું નથી. દુનિયા ખૂબ મોટી આશા સાથે આપણી તરફ જોઈ રહી છે ત્યારે આપણું એ કર્તવ્ય બની રહે છે કે આપણા કર્તવ્યો પૂરા કરવા માટે આપણે આપણી જાતને સજ્જ બનાવીએ. હવે જે રીતે આપણે નિયમો અને કાનૂનોના બંધનમાં બંધાઈ જઈએ છીએ, ક્યાંક એવું કરીને આપણી સામે જે એક નવો વર્ગ તૈયાર થયો છે, જે યુવા પેઢી તૈયાર થઈ રહી છે. શું આપણે તેના સાહસને, તેના સામર્થ્યને આપણા આ નિયમોની જંજાળમાં ઝકડી લેતા તો નથી ને? તેના સામર્થ્યને પ્રભાવિત તો કરતા નથીને? જો આવું થઈ રહ્યું હોય તો કદાચ, હું સમય સાથે ચાલવાનું સામર્થ્ય ખોઈ ચૂક્યો છું. હું ઉજળા ભવિષ્ય માટે, ભારતના ઉજળા ભવિષ્ય માટે પોતાના કદમ સાચી દિશામાં સાચું સામર્થ્ય દાખવીને ચાલી શકું તેવી સ્થિતિ કદાચ હું ખોઈ ચૂક્યો છું. જો હું બહાર નિકળું છું તો પરિસ્થિતિને બદલી શકું છું. અને આપણા દેશે આજે પણ જોયું છે કે હવે આઈટી સેક્ટરે દુનિયામાં ભારતની છાપ ઊભી કરવામાં જો કોઈએ શરૂઆતમાં ભૂમિકા બજાવી હોય તો તે આપણું આઈટી સેક્ટર છે. આ કામ આઈટી સેક્ટરના 20, 22, 25 વર્ષના નવયુવાનોએ કર્યું છે, પરંતુ માની લો કે આપણા જ લોકોએ તેમાં અવરોધ ઊભા કર્યા છે અને તેને કાયદા અને નિયમોમાં જકડી દીધું ના હોત તો મારૂં આ આઈટી સેક્ટર વધુ  ફૂલીફાલ્યું હોત અને દુનિયામાં તેનો ડંકો વાગતો હોત.

મિત્રો,

આપણે ન હતા તેથી તે આગળ વધી શક્યા. ક્યારેક ક્યારેક આપણે પણ વિચારવું જોઈએ કે દૂર રહીને, તાળી વગાડીને, પ્રોત્સાહિત કરીને પણ દુનિયાને બદલી શકાય તેમ છે. આજે આપણે ગર્વ લઈ શકીએ છીએ કે  સ્ટાર્ટ- અપના વિષયમાં 2022નો હજુ તો પ્રથમ ત્રિમાસિક ગાળો હમણાં જ પૂરો થયો છે. પ્રથમ ક્વાર્ટરના ત્રણ માસના ટૂંકા સમયમાં મારા દેશના નવયુવાનોએ દુનિયામાં 14 યુનિકોર્નની જગા હાંસલ કરી લીધી છે. મિત્રો, આ એક ખૂબ મોટી સિધ્ધિ છે. જો 14 યુનિકોર્ન માત્ર 3 મહિનાની અંદર બની શકે તો મારા દેશના નવયુવાનો કેવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે તેમ છે. આપણી ભૂમિકા શું છે? ઘણી વખત તો આપણને જાણકારી પણ નથી  હોતી કે મારા જિલ્લાનો નવયુવાન છે અને વર્ગ-2ના શહેરના ખૂણામાં બેસીને કામ કરી રહ્યો છે અને અખબારમાં આવ્યું ત્યારે જ ખબર પડી કે તે ક્યાં સુધી પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે શાસન વ્યવસ્થાની બહાર પણ સમાજના સામર્થ્યની તાકાત ઘણી મોટી હોય છે. શું હું તેનો પોષક છું કે નહીં? હું તેને પ્રોત્સાહન આપું છું કે નથી આપતો, હું તેની ઓળખ સ્થાપિત કરૂં છું કે નથી કરતો? એવું તો નથી કે તમે કરી લીધું તો કરી લીધું,પણ પહેલાં કેમ મળ્યા નહીં? સરકાર પાસે કેમ આવ્યા નહીં? જો ના આવ્યા હોય તો તમારો સમય ખરાબ કર્યો નથી, પણ તમને ઘણું બધું આપી રહ્યા છે તે બાબતનું તમે ગૌરવ ગાન કરો.

સાથીઓ,

મેં બાબતો અંગે ઉલ્લેખ કર્યો છે, પરંતુ એવી ઘણી બાબતો છે, કૃષિ ક્ષેત્રમાં પણ હું જોઈ રહ્યો છું કે આપણા દેશનો ખેડૂત આધુનિકતા તરફ જઈ રહ્યો છે. કદાચ તેની સંખ્યા ઓછી હશે, પણ મારી બારીક દ્રષ્ટિમાં, મારી નજરમાં શું તે ત્યાં સ્થિર થયો છે?

જો સાથીઓ, આપણે આવી ચીજો કરી હોત તો, હું સમજું છું કે ઘણું મોટું પરિવર્તન આવ્યું હોત. વધુ એક વાત હું તમને કહેવા માગું છું. ઘણી વખત મેં જોયું છે કે માત્ર રમવું તે ઘણાં બધા લોકોના સ્વભાવનો હિસ્સો બની રહે છે. અરે છોડો યાર, ચલો ભાઈ, આપણે અહીં કેટલા દિવસ રહેવું છે. એક જિલ્લામાં બેથી ત્રણ વર્ષ બહુ થઈ ગયા, આગળ ચાલ્યા જઈશું. હું કોઈને દોષ દેતો નથી, પણ જ્યારે એક ખાત્રીપૂર્વકની વ્યવસ્થા મળી રહે છે ત્યારે જીવનમાં સુરક્ષા મજબૂત બની જાય છે. ક્યારેક ક્યારેક સ્પર્ધાનો ભાવ પણ રહેતો નથી. એવું લાગે છે કે હવે તો યાર ઘણું બધું છે, નવી આફત ક્યાં ઊભી કરવી. જીંદગી તો વિતી જવાની છે. બાળકો મોટા થઈ જશે અને ક્યાંકને ક્યાંક તક મળી જશે, આપણે શું કરવાનું છે. અને આ રીતે પોતાની જાત પ્રત્યે ઉદાસીન બની જતા હોઈએ છીએ. વ્યવસ્થાની વાત ના કરો, લોકો પોતાના માટે પણ ઉદાસીન બની જાય છે. જીંદગી જીવવાની આ પધ્ધતિ નથી. મિત્રો, પોતાની જાત પ્રત્યે ક્યારેય પણ ઉદાસીન થવું જોઈએ નહીં. મન ભરીને જીવી લેવાનો આનંદ મેળવતાં રહેવું જોઈએ અને કશુંક કરી ચૂકવાનું અને દરેક પળે હિસાબ લેતાં રહેવું જોઈએ. આવું થશે તો જીંદગી જીવવાની મજા આવશે. વિતેલી પળમાં હું શું કરી શક્યો? વિતેલી પળમાં મેં શું કર્યું તેના લેખાં- જોખા કરવાનો જો સ્વભાવ ના હોય તો જીંદગી ધીરે ધીરે પોતાની જ જાતને  ઉદાસ બનાવી દેતી હોય છે અને પછી જીંદગી જીવવાનો કોઈ અર્થ રહેતો નથી.

મિત્રો,

હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે સિતારવાદક અને એક ટાઈપીસ્ટ બંનેમાં શું ફર્ક હોય છે? એક કોમ્પ્યુટર ઓપરેટર આંગળીઓનો ખેલ કરતો હોય છે, પણ 45- 50ની ઉંમરે પહોંચતા સુધીમાં તમે તેને મળશો તો તે ઘણી મુશ્કેલીથી ઉપર જોતો હશે. એક- બે વખત બોલાવવા છતાં તે સાંભળતો પણ નથી હોતો. ખૂબ આગ્રહ સાથે વાત કરો તો તે કહેશે કે હા સાહેબ, શું કામ હતું. તે અડધી મરેલી જીંદગી જીવી રહ્યો હોય છે. જીંદગી બોજ બની ગઈ હોય છે. કરવામાં તો આંગળીથી કરવાનું કામ છે. ટાઈપરાઈટર પર આંગળીઓ જ ઘૂમાવવાની હોય છે અને બીજી તરફ એક સિતારવાદક પણ આંગળીઓનો જ ખેલ કરતો હોય છે. તેને 80 વર્ષની ઉંમરે મળશો તો તેના ચહેરા પર ચેતના નજરે પડતી હોય છે. જીંદગી ભરેલી નજરે પડે છે. સપનાં સાથે જીવતી વ્યકિત નજરે પડે છે. મિત્રો, આ બંને લોકો આંગળીઓનો આ ખેલ કરતા હોય છે, પરંતુ એક ચાલતા ચાલતા મરી જતો હોય છે અને બીજો ચાલતા ચાલતા જીવતો ચાલી રહ્યો હોય છે. શું આ પરિવર્તન જીંદગીની અંદર જીવવાનો આપણો સંકલ્પ હોય છે? શું આવી રીતે જીંદગી બદલાતી રહેતી હોય છે?  મિત્રો, આટલા માટે જ હું કહેતો રહું છું કે મારા પ્રવાહમાં દેશના દરેક ખૂણામાં મારા લાખો સાથીઓ છે અને તેમના જીવનમાં ચેતના હોવી જોઈએ, સામર્થ્ય હોવું જોઈએ. કશુંક કરી છૂટવાનો સંકલ્પ હોવો જોઈએ અને આવું થાય ત્યારે જ જીંદગી જીવવાનો આનંદ આવતો હોય છે. મિત્રો, ક્યારેક લોકો મને પૂછે છે કે સાહેબ, તમે થાકતા નથી? કદાચ, આ જ કારણ મને થાકવા દેતું નથી. હું ક્ષણ ક્ષણને જીવવા માગું છું. ક્ષણે ક્ષણ જીવીને અન્ય લોકોના જીવન માટે જીવવા માગું છું.

સાથીઓ,

આનું પરિણામ શું આવ્યું છે? પરિણામ એ આવ્યું છે કે એક ચોકઠું બની ગયું છે. આપણે જ્યાં પણ જઈએ, પોતાની જાતને તે વ્યવસ્થામાં ઢાળી દઈએ છીએ અને તેમાં તો તમારી માસ્ટરી છે. પોતાની જાતને ઢાળી દેવામાં માસ્ટરી છે. કોઈને આ બાબત સારી લાગતી હશે, પણ મને એવું લાગે છે કે કદાચ આ જીંદગી નથી. મિત્રો, જ્યાં જરૂર હોય ત્યાં તો પોતાની જાતને ઢાળી દઈએ, પરંતુ જરૂરિયાત હોય ત્યાં ઢાળ પણ બની જઈએ. જરૂર એ છે કે પરિવર્તન માટે ક્યાંક ઢાળ બનીને પણ કદમ ઉઠાવીએ તો તે પણ જરૂરી બની રહે છે. શું આપણે સહજ પધ્ધતિથી શાસનમાં સુધારા માટેનો સહજ સ્વભાવ પેદા કર્યો છે? નાની નાની બાબતો માટે કમિશન બનાવવા પડે છે. ખર્ચો ઓછો કરો, પંચ બેસાડો, શાસનમાં પરિવર્તન લાવો, પંચ બેસાડો, 6 મહિનામાં કે 12 મહિનામાં અહેવાલ આવે અને એ અહેવાલ જોવા માટે એક કમિટીની રચના કરો. એ કમિટીના અમલીકરણ માટે વધુ એક કમિશન બનાવો. આપણે આ બધું જે કર્યું છે તેમાં મૂળ સ્વભાવ એ છે કે શાસનમાં સુધારા માટે આપણે સમય અનુસાર પરિવર્તન કરવું ખૂબ જ જરૂરી હોય છે. કોઈ સમયે યુધ્ધ થાય છે ત્યારે હાથીઓ હોય છે, હાથીવાળા લોકોએ હાથી છોડીને ઘોડા પકડ્યા અને આજે ના તો હાથી ચાલે છે કે ના તો ઘોડા ચાલે છે. બીજી કશાકની જરૂર ઊભી થાય છે. આવા સુધારા સહજ હોય છે. પરંતુ  યુધ્ધનું દબાણ આપણને સુધારા કરવા માટે મજબૂર કરી દેતું હોય છે. દેશની આશાઓ અને આકાંક્ષાઓ આપણને  મજબૂર કરી દે છે કે મજબૂર નથી કરતી? જયાં સુધી દેશની આશાઓ અને આકાંક્ષાઓને આપણો સમજી શકતા નથી, ત્યાં સુધી આપણે શાસનમાં સુધારા કરી શકતા નથી. શાસનમાં સુધારા એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ, સહજ પ્રક્રિયા હોવી જોઈએ અને તે પ્રયોગશીલ વ્યવસ્થા હોવી જોઈએ. અને જો પ્રયોગ સફળ થાય નહીં તો તેને છોડીને ચાલ્યા જવાનું સાહસ પણ હોવું જોઈએ. પોતે જાતે કરેલી ભૂલોનો સ્વિકાર કરીને પોતાનામાં નવી બાબતનો સ્વિકાર કરવાનું સામર્થ્ય હોવું જોઈએ અને આવું થાય ત્યારે જ પરિવર્તન આવે છે. હવે તમે જુઓ સેંકડો કાયદા એવા હતા કે જે દેશના લોકો માટે બોજારૂપ બની ગયા હતા. પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે મારા પક્ષે મારા નામની પ્રથમ વખત જ્યારે ઘોષણા કરી ત્યારે હું ભાષણ આપી રહ્યો હતો. દિલ્હીના બિઝનેસ સમુદાયે મને આમંત્રણ આપ્યુ હતું. 2014ની ચૂંટણીને હજુ 4 -6 મહિના બાકી હતા. તેમણે મને પૂછયું કે શું કરશો? મેં ક્હયું કે રોજ એક કાયદો રદ કરીશ અને નવા કાયદા બનાવીશ નહીં. આ સાંભળીને તેમનેઅચરજ થયું. અને પહેલાં પાંચ વર્ષમાં મેં 1500 કાયદા રદ કર્યા હતા. મિત્રો, તમે મને કહો કે આવા કાયદા રાખીને આપણે શા માટે જીવીએ છીએ. આજે પણ મારા મત મુજબ એવા ઘણાં કાયદા છે કે જે કારણ વગર ટકી રહયા છે. તમારે કોઈ પ્રયાસ કરીને આવા કાયદા રદ કરવા જોઈએ. ભાઈ, દેશને આ જંજાળમાંથી બહાર કાઢો. નિયમોનો અમલ એવી રીતે કરો કે આપણે જાણતા નથી કે નાગરિકો શું શું માગી રહ્યા હોય છે. મને કેબિનેટ સેક્રેટરીએ કહ્યું કે બાકીની દુનિયાના દેશોમાં કામ હશે, તમે તેની જવાબદારી લો. નિયમપાલનથી દેશને મુક્ત કરો. નાગરિકોને મુક્ત કરો. આઝાદીને 75 વર્ષ થયા, નાગરિકોને શા માટે આ જંજાળમાં ફસાવીને રાખ્યા છે. એક ઓફિસમાં 6 લોકો બેઠા હશે અને દરેક ટેબલવાળા પાસે જાણકારી હશે, પરંતુ તે અલગ અલગ જાણકારી માગશે. બાજુવાળા પાસેથી માહિતી નહીં માગે. આપણા નાગરિકો પાસેથી ઘણી બાબતો વારંવાર માગવામાં આવતી હોય છે. આજે ટેકનોલોજીનો યુગ છે. શું આપણે એવી વ્યવસ્થા વિકસીત ના કરી શકીએ કે આપણે વારંવાર નિયમપાલનના બોજાથી મુક્ત કરી શકીએ. હું તો ખૂબ જ પરેશાન છું. હમણાં આપણા કેબિનેટ સેક્રેટરીએ એક બીડું ઉઠાવ્યું હતું. લાગે છે કે ભાઈ દરેક બાબતમાં જેલ થતી હોય છે. નાગરિકો માટે મેં એવા કાયદા જોયા છે કે જેમાં કારખાનામાં જો 6 માસથી ચૂનો ના લગાવ્યો હોય તો તમને જેલની સજા થાય છે. હવે તમે જ કહો, આપણે દેશને ક્યાં લઈ જવા માગીએ છીએ. હવે આ તમામ બાબતોથી આપણને મુક્તિ મળવી જોઈએ. હવે આ પ્રક્રિયા સહજ હોવી જોઈએ. તેના માટે આપણને કોઈ સર્ક્યુલર બહાર પાડવાની જરૂર નહીં હોવી જોઈએ. તમને ખ્યાલ આવે કે આ રાજ્ય સરકારનું કામ છે, તો રાજ્ય સરકારને જણાવો. જો ભારત સરકારની જવાબદારી હોય તો તેમને બતાવો. સંકોચ રાખશો નહીં. ભાઈઓ, મારો કહેવાનો અર્થ એ છે કે આપણે નાગરિકોને બોજથી જેટલા મુક્ત કરીશું તેટલો જ મારો નાગરિક ખિલી ઉઠશે અને ઘણી તાકાત સાથે ખિલશે. મારી નાની સરખી એવી સમજ છે કે મોટા ઝાડ નીચે ગમે તેટલો સારો ફૂલનો છોડ રાખ્યો હોય, પણ મોટા વૃક્ષની છાયાનું દબાણ એટલું હોય કે એ છોડ ખિલી શકતો નથી. જો આ છોડને આકાશની નીચે ખૂલ્લામાં રાખવામાં આવે તો તે તાકાત સાથે ઊભો રહી જાય છે. તેને આપણે બોજમાંથી બહાર કાઢવાનો છે.

સાથીઓ,

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જેમ ચાલી રહ્યું હોય તેવી જ રીતે વ્યવસ્થાને ઢાળતા રહો. જેમ તેમ સમય પસાર કરવામાં આવે છે. સમય વિતાવવાની કોશિષ થતી રહે છે. આપણે છેલ્લા 7 દાયકાની સમિક્ષા કરીએ તો એક બાબત તમને ચોક્કસ જણાઈ આવશે કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે, કોઈ કુદરતી આફત આવે છે, કોઈ વિશેષ પ્રકારનું દબાણ ઊભું થાય છે ત્યારે આપણે ફેરફાર કરીએ છીએ. કોરોના આવ્યો તો સમગ્ર દુનિયાના લોકોએ ફેરફાર કર્યા અને પોતાના હિત માટે કર્યા, પરંતુ સ્વસ્થ સ્થિતિ શું  છે? મોટું દબાણ આવે ત્યારે જ આપણે ફેરફાર કરતા હોઈએ છીએ. શું આ કોઈ રીત છે?રાજ્ય ના કરે તો આપણે જાતે રસ્તો શોધવાનો રહે છે. એટલા માટે આપણે સંકટના સમયમાં રસ્તો શોધવાનો પ્રયાસ કરીએ છીએ. એક એવો સમય હતો કે જ્યારે આપણે અભાવની વચ્ચે સમય પસાર કરતા હતા. એટલા માટે આપણા જે કોઈ નિયમો બન્યા તેમાં અભાવની વચ્ચે કેવી રીતે જીવવું તેની વાત થતી હતી, પણ હવે આપણે અભાવની વચ્ચેથી બહાર આવી ગયા છીએ તો કાયદાઓને પણ અભાવમાંથી દૂર કરવા જોઈએ. ભાઈ, વિપુલતા બાબતે કઈ રીતે વિચાર કરવો જોઈએ તે અંગે આપણે વિચાર કરવાનો રહેશે. આપણે જો વિપુલતા અંગે વિચાર નહીં કરીએ તો આપણે જે રીતે કૃષિ ક્ષેત્રમાં આગળ ધપી રહ્યા છીએ તે જોતાં ફૂડ પ્રોસેસીંગની વ્યવસ્થા અગાઉથી જ કરી દીધી હોત તો આજે જે રીતે  પરિસ્થિતિ ઘણી વખત ખેડૂતો માટે બોજ બની જાય છે તે સ્થિતિ  કદાચ ન બની હોત. અને હું એટલા માટે આ વાત કહેવા માગું છું કે સંકટમાંથી માર્ગ શોધવાની પધ્ધતિ સરકાર પાસેથી શિખી લેવી જોઈએ, પરંતુ તટસ્થ મનથી વ્યવસ્થાઓને વિકસીત કરવી આપણા લોકોના સ્વભાવમાં નથી. અને આપણે વિઝ્યુલાઈઝ કરવું જોઈએ કે આવી આવી સમસ્યાઓ આવે છે અને આવી સમસ્યાઓને કઈ રીતે દૂર કરી શકાય અને તેના માટે કેવા ઉપાયો શોધી શકાય તે બાબતે કામ કરતાં રહેવું જોઈએ. આવી જ રીતે આપણે પડકારોની પાછળ મજબૂર થઈને ભાગવું પડે છે. આ બાબત ઠીક નથી. આપણે પડકારોને માપી લેવા જોઈએ. જો ટેકનોલોજીથી દુનિયાને બદલી શકાતી હોય તો શાસનમાં તેની સાથે આવનારા પડકારો અંગે મને ખ્યાલ હોવો જોઈએ. હું મારી જાતને કઈ રીતે સજ્જ કરૂં અને એટલા માટે હું આશા રાખું છું કે શાસનમાં સુધારા એ આપણું રોજબરોજની કામ હોવું જોઈએ. આપણે સતત કોશિષ કરતાં રહેવું જોઈએ. અને હું તો એમ પણ કહીશ કે આપણે જ્યારે પણ નિવૃત્ત થઈએ ત્યારે પણ મનમાંથી એક અવાજ નિકળવો જોઈએ કે મારા સમય દરમિયાન મેં શાસનમાં આટલા આટલા સુધારા કર્યા હતા અને તે વ્યવસ્થા વિકસીત થવામાં કદાચ આવનારા 25- 30 વર્ષ સુધી કામમાં આવશે. જો આવા પરિવર્તનો થયા હોત તો પરિવર્તન આસાન બની ગયું  હોત.

સાથીઓ,

વિતેલા 8 વર્ષ દરમિયાન દેશમાં અનેક મોટા કામ થયા છે. તેમાં અનેક અભિયાન એવા છે કે જેના મૂળમાં જ વર્તણુંકલક્ષી પરિવર્તન છે. આ કામ કઠીન હોય છે અને રાજનેતાઓ તેને હાથ અડાડવાની હિંમત પણ કરતા નથી. પણ હું રાજનીતિથી ખૂબ દૂર છું. મિત્રો, લોકશાહીમાં એક વ્યવસ્થા છે. મારે રાજ વ્યવસ્થામાંથી પસાર થઈને આવવું પડે છે તે એક અલગ બાબત છે. હું મૂળભૂત રીતે રાજનીતિનો સ્વભાવ ધરાવતો નથી. હું જનનીતિ સાથે જોડાયેલી વ્યક્તિ છું. સામાન્ય લોકોની જીંદગી સાથે જોડાયેલી વ્યક્તિ છું.

સાથીઓ,

આ જે વર્તણુંકલક્ષી ફેરફાર માટેની મારી જે કોશિષ રહી છે, સમાજની મૂળભૂત ચીજોમાં પરિવર્તન લાવવાના જે  પ્રયાસો થયા છે, સામાન્યમાં સામાન્ય માનવીની જીંદગીમાં પરિવર્તન લાવવાની મારી જે આશાઓ અને આકાંક્ષાઓ છે તેનો તે એક હિસ્સો છે અને જ્યારે હું સમાજની વાત કરતો હોઉં છું ત્યારે

હું માનું છું કે શાસનમાં બેઠેલા લોકો અલગ નથી. એ લોકો કોઈ બીજા ગ્રહમાંથી આવ્યા નથી. તે પણ આ વ્યવસ્થાનો જ એક હિસ્સો છે. શું આપણે જે પરિવર્તનની વાત કરીએ છીએ. ઘણી વખત અધિકારીઓ મને લગ્નનું કાર્ડ આપવા માટે આવતા હોય છે ત્યારે મારો એ સ્વભાવ છે અને એ સ્વભાવ હું છોડી શકતો નથી. એ લોકો મારી પાસે આવે છે ત્યારે ઘણું મોંઘુ કાર્ડ લઈને આવતા નથી, ઘણું સસ્તું કાર્ડ લાવે છે, પરંતુ તેની ઉપર એક પ્લાસ્ટીકનું પારદર્શક કવર હોય છે, ત્યારે હું સહજપણે પૂછતો હોઉં છું કે તમે હજુ પણ સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો? ત્યારે તે બિચારા શરમ અનુભવે છે. મારૂં એ કહેવું છે કે આપણે જ્યારે દેશ પાસે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકનો  ઉપયોગ નહીં કરવાની અપેક્ષા રાખીએ છીએ ત્યારે શું હું મારી જ ઓફિસમાં આ કામ કરૂં છું. શું હું મારા જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છું, મારી વ્યવસ્થાઓમાં ફેરફાર લાવી શક્યો છું, હું ચીજોને અને નાની નાની ચીજોને એટલા માટે હાથ લગાડતો હોઉં છું કે આપણે મોટી ચીજોમાં એટલા ખોવાઈ ગયા હોઈએ છીએ કે નાની ચીજોથી દૂર રહેતા હોઈએ છીએ. અને જ્યારે નાની ચીજોથી દૂર ચાલ્યા જઈએ છીએ ત્યારે નાના લોકો સામે પણ તે દિવાલરૂપ બની જાય છે. મિત્રો, મારે આ દિવાલોને તોડવાની છે. હવે સ્વચ્છતા અભિયાનની વાત કરૂં તો દર 15 દિવસે વિભાગમાં શું ચાલી રહ્યું છે. સ્વચ્છતા બાબતે કશું થઈ રહ્યું છે કે નહીં, આટલા બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ થવા છતાં મિત્રો હવે આપણા વિભાગનો એવો સ્વભાવ બનવો જોઈએ કે નહીં બનવો જોઈએ? જો આવો સ્વભાવ ના બન્યો હોય તો દેશના સામાન્ય નાગરિકનો આવો સ્વભાવ કઈ રીતે બની શકશે તેવી અપેક્ષા રાખવી તે વધુ પડતું બની રહેશે. અને એટલા માટે હું કહેવા માગું છું કે આપણે તેની વ્યવસ્થાનો સ્વિકાર કર્યો છે.

આપણે હવે ડિજિટલ ઈન્ડિયાની વાત કરીએ છીએ. એક ફીનટેકની ચર્ચા કરીએ છીએ. ભારતે ફીનટેકના ક્ષેત્રમાં જે ગતિ હાંસલ કરી છે, ડિજિટલ ચૂકવણીની દુનિયામાં જે કદમ ઉઠાવ્યા છે, જ્યારે હું કાશીમાં હતો ત્યારે કોઈ નવયુવાનને ઈનામ મળે તો આપણા અધિકારીઓને તાળી વગાડવાનું મન તો થતું હતું, કારણ કે લારી- ફેરીવાળા લોકો  ડિજિટલ ચૂકવણીનું કામ કરતાં હોય છે. આપણને આ તસવીરમાં જોઈને સારૂં લાગે છે, પણ મારા સાહેબ ડિજિટલ પેમેન્ટ કરતા નથી. જો મારી વ્યવસ્થામાં બેઠેલી વ્યક્તિ કામ કરતી ના હોય તો તેનો અર્થ એવો થાય કે લોક આંદોલન બનાવવામાં હું અવરોધરૂપ બન્યો છું. સિવિલ સર્વિસ ડે પ્રસંગે આવી વાતો કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ તે બાબતે વિવાદ હોઈ શકે છે. તમે તો અહીં બે દિવસ રોકાવાના છો તો મારી વાતનું ઘણું વિશ્લેષણ કરશો અને મને ખબર છે અને હું સાથીઓને કહેતો રહેતો હોઉં છું કે જે ચીજો સારી લાગતી હોય છે, આપણે સમાજ પાસે જેની અપેક્ષા રાખીએ છે તેની ક્યાંકને ક્યાંક આપણાથી જ શરૂઆત કરવી જોઈએ. આપણે એ માટે કોશિષ કરતા રહેવું જોઈએ. આપણે જો આ બાબતો અંગે કોશિષ કરીશું તો આપણે ઘણું મોટું પરિવર્તન લાવી શકીશું. આપણે કોશિષ કરીએ. શું આપણે વારંવાર સર્ક્યુલર બહાર પાડવો પડશે કે આપણો વિભાગ હવે GeM પોર્ટલ 100 ટકા કઈ રીતે પહોંચી શકે. મિત્રો, આ એક સશક્ત માધ્યમ બનેલું છે. મિત્રો, આપણા યુપીઆઈની દુનિયાભરમાં કદર થઈ રહી છે. શું મારા મોબાઈલ ફોનમાં યુપીઆઈની વ્યવસ્થા છે? શું હું યુપીઆઈની ટેવ પાડી શક્યો છું? મારા પરિવારના સભ્યોમાં આવી ટેવ પાડી છે ખરી? આપણા હાથમાં ઘણું મોટું સામર્થ્ય છે, પરંતુ જો હું મારા યુપીઆઈનો સ્વિકાર કરીશ નહીં અને કહીશ કે ગૂગલ તો બહારનું છે. મિત્રો, જો આપણા દિલમાં યુપીઆઈ અંગે જે ભાવ હોય છે તે યુપીઆઈ પણ ગૂગલથી આગળ નિકળી શકે તેમ છે તેની એટલી તાકાત છે.તે  ફીનટેકની દુનિયામાં નામના મેળવી શકે છે. તે ટેકનોલોજી માટે ફૂલપ્રૂફ સિધ્ધ થઈ ચૂક્યું છે. વિશ્વ બેંક પણ તેની પ્રશંસા કરી રહ્યું છે. શું આપણી પોતાની વ્યવસ્થાનો તે હિસ્સો કેમ બની શકે નહીં. પાછળ પડીએ તો કહેતા હોઈએ છીએ કે મેં જોયું છે કે આપણા જેટલા સૈન્ય દળો છે તેમણે  પોતાની કેન્ટીનની અંદર તેને ફરજીયાત બનાવી દીધું છે. તે લોકો ડિજિટલ પેમેન્ટ જ સ્વિકારે છે, પરંતુ આજે પણ આપણા સચિવાલયની અંદર કેન્ટીન હોય છે ત્યાં આવી વ્યવસ્થા નથી. શું આપણે પરિવર્તન લાવી શકીએ નહીં? આવી બાબતો નાની લાગતી હોય પણ, મિત્રો આપણે જો કોશિષ કરીશું તો ઘણી મોટી વાતો કરી શકીએ છીએ અને આપણે છેલ્લી વ્યક્તિ સુધી યોગ્ય લાભ પહોંચાડવા માટે સતત એક ચોક્કસ અને દૂરગામી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. જેટલા વધુ પ્રમાણમાં આપણે આવી વ્યવસ્થા ઊભી કરીશું તો મારી સમજ છે કે દેશની છેલ્લી વ્યક્તિના સશક્તિકરણ માટેનું આપણું જે મિશન છે તે મિશનને આપણે ખૂબ જ સારી રીતે પૂરૂં કરી શકીએ તેમ છીએ.

સાથીઓ,

મેં તમારો ઘણો સમય લીધો છે. ઘણાં વિષયો અંગે મેં તમારી સાથે વાત કરી છે, પરંતુ હું આશા રાખીશ કે આપણે આ બધી બાબતોને આગળ ધપાવીશું. આ સિવિલ સર્વિસ ડે આપણી અંદર એક નવી ઊર્જા ભરવાનો અવસર બનવો જોઈએ. નવા સંકલ્પ લેવાનો અવસર બનવો જોઈએ. નવા ઉત્સાહ અને ઉમંગ સાથે જે નવા લોકો આપણી વચ્ચે હાજર છે તેમનો હાથ પકડીને આગળ વધીએ. તેમને પણ આ વ્યવસ્થાનો હિસ્સો બનાવવા માટે તેમનામાં ઉમંગ ભરી દઈએ. આપણે ખુદ ઝીંદાદીલ જીંદગી જીવતાં જીવતાં આપણા સાથીઓને આગળ ધપાવીશું એવી એક અપેક્ષા સાથે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
'India on track to attract $100 billion FDI this fiscal: Govt

Media Coverage

'India on track to attract $100 billion FDI this fiscal: Govt
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays homage to Pandit Deen Dayal Upadhyaya on his Jayanti
September 25, 2022
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has paid homage to Pandit Deen Dayal Upadhyaya on his Jayanti.

In a tweet, the Prime Minister said;

"I pay homage to Pandit Deen Dayal Upadhyaya Ji on his Jayanti. His emphasis on Antyodaya and serving the poor keeps inspiring us. He is also widely remembered as an exceptional thinker and intellectual."