શેર
 
Comments
New National Education Policy focuses on learning instead of studying and goes ahead of the curriculum to focus on critical thinking: PM
National Education Policy stresses on passion, practicality and performance: PM Modi
Education policy and education system are important means of fulfilling the aspirations of the country: PM Modi

નમસ્તે !

આદરણીય રાષ્ટ્રપતિજી, મંત્રીમંડળના મારા સહયોગી રમેશ પોખરિયાલ નિશંકજી, સંજય ધોત્રેજી, આ સંમેલનમાં ભાગ લઈ રહેલા તમામ માનનીય રાજ્યપાલ, ઉપરાજ્યપાલ, રાજ્યોના શિક્ષણમંત્રી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં મુખ્ય ભૂમિકા નિભાવનારા ડૉક્ટર કસ્તૂરીરંગનજી અને તેમની ટીમ, અલગ-અલગ યુનિવર્સિટીના કુલપતિ, શિક્ષણવિદ્, મહિલાઓ અને સજ્જનો !

સૌપહેલાં, હું માનનીય રાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં, આ આયોજન ખૂબ જ પ્રાસંગિક છે, ખૂબ મહત્ત્વપૂર્ણ છે. શિક્ષણ જગતનો અનેક વર્ષોનો અનુભવ, અહીં એકસાથે એકત્ર થયો છે. હું તમામનું સ્વાગત કરું છું, શુભેચ્છા પાઠવું છું.

મહાનુભાવ,

દેશની આકાંક્ષાઓને પૂરી કરવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ માધ્યમ શિક્ષણ નીતિ અને શિક્ષણ વ્યવસ્થા હોય છે. શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી સાથે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક એકમ, તમામ જોડાયેલા હોય છે. પરંતુ એ વાત સાચી છે કે શિક્ષણ નીતિમાં સરકાર, તેની દરમિયાનગીરી, તેનો પ્રભાવ ઓછામાં ઓછો હોવો જોઈએ. શિક્ષણ નીતિ સાથે જેટલા શિક્ષકો જોડાયેલા રહેશે, વાલીઓ જોડાયેલા રહેશે, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાયેલા રહેશે, એટલી જ પ્રાસંગિકતા અને વ્યાપકતા, બંને વધે છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઉપર ચાર-પાંચ વર્ષ અગાઉ કામ શરૂ થયું હતું. દેશના લાખો લોકોએ, શહેરમાં રહેતા લોકોએ, ગામડાંમાં રહેતા લોકોએ, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી લોકોએ, આ માટે પોતાના પ્રતિભાવો આપ્યા હતા, પોતાનાં સૂચન આપ્યાં હતાં. શિક્ષણ નીતિનો જે ડ્રાફ્ટ તૈયાર થયો હતો, તેના માટે અલગ-અલગ પોઈન્ટ્સ પર પણ બે લાખથી વધુ લોકોએ પોતાનાં સૂચન આપ્યાં હતાં. એટલે કે વાલી, વિદ્યાર્થી-વિદ્યાર્થીની, શિક્ષણવિદ્, શિક્ષક, શિક્ષણ વ્યવસ્થાપક, પ્રોફેશનલ્સ, તમામે તેના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. આટલા ગાઢ, આટલા વ્યાપક, આટલા વિવિધતાઓથી ભરેલા મંથન પછી હવે જે અમૃત નીકળ્યું છે, એટલે જ હવે બધેથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું સ્વાગત થઈ રહ્યું છે.

ગામમાં કોઈ શિક્ષક હોય કે પછી મોટા-મોટા શિક્ષણવિદ્, તમામને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પોતાની શિક્ષણ નીતિ લાગી રહી છે. તમામના મનમાં એક ભાવના છે કે, અગાઉની શિક્ષણ નીતિમાં આ જ સુધારા તો હું જોવા માગતો હતો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્વીકાર્યતાનું આ એક મોટું કારણ છે, સ્વીકારનું મૂળ કારણ આ જ છે.

શિક્ષણ નીતિ શું હોય, કેવી હોય, તેનું સ્વરૂપ શું હોય, આ નક્કી કર્યા પછી હવે દેશ એક કદમ આગળ વધ્યો છે. હવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે, તેના અમલ માટે વ્યાપક વિચાર-વિમર્શ થઈ રહ્યો છે, વાતચીત થઈ રહી છે. આ વ્યાપક વિચાર-વિમર્શ એટલા માટે જરૂરી છે, કેમકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – નેશનલ એજ્યુકેશન પોલિસી, ફક્ત લખવા-વાંચવાની પદ્ધતિમાં જ ફેરફાર લાવવા માટે નથી. આ પોલિસી 21મી સદીના ભારતના સામાજિક અને આર્થિક જીવનને નવી દિશા આપનારી છે.

આ પોલિસી આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને સામર્થ્યને ઘડનારી છે. સ્વાભાવિક છે, આ મહાન સંકલ્પ માટે આપણી તૈયારીઓ, આપણી જાગૃતિ પણ એટલી જ વધુ હોવી જોઈએ. તમારામાંથી મોટા ભાગના મહાનુભાવો રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વિશિષ્ટતાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે. પરંતુ આટલા મોટા સુધારાની વિશિષ્ટતાઓ, તેના લક્ષ્ય ઉપર સતત વાત કરવી અત્યારે એટલું જ જરૂરી છે. તમામ શંકાઓ અને સવાલોને ઉકેલતા ઉકેલતા જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળતાપૂર્વક અમલી બનાવી શકાશે.

મહાનુભાવ,

આજે દુનિયા ભવિષ્યમાં ઝડપભેર બદલાઈ રહેલા રોજગાર, કામની પ્રકૃતિ વિશે ચર્ચા કરી રહી છે. આ નીતિ દેશના યુવાનોને ભવિષ્યની આવશ્યકતાઓ મુજબ નોલેજ અને સ્કિલ્સ, બંને મોરચે તૈયાર કરશે. નવી શિક્ષણ નીતિ, સ્ટડીને બદલે લર્નિંગ ઉપર ફોકસ કરે છે અને અભ્યાસક્રમથી વધુ આગળ વધીને જટિલ વિચાર ઉપર ભાર આપે છે. આ નીતિમાં પ્રોસેસથી વધુ પેશન, પ્રેક્ટિકાલિટી અને પર્ફોર્મન્સ (ધગશ, વ્યવહારુતા અને કામગીરી) ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં પાયાના શિક્ષણ અને ભાષાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. તેમાં શિક્ષણનાં પરિણામો તેમજ શિક્ષકની તાલીમ ઉપર પણ ધ્યાન અપાયું છે. તેમાં પહોંચ અને મૂલ્યાંકન માટે પણ વ્યાપક સુધારા કરવામાં આવ્યા છે. તેમાં પ્રત્યેક વિદ્યાર્થીને સશક્ત બનાવવાનો માર્ગ ચીંધાયો છે.

એક રીતે જોઈએ તો, સહુને બંધ બેસે તેવું એક કદ (વન સાઈઝ ફિટ્સ ઑલ)ના અભિગમથી આપણી શિક્ષણ વ્યવસ્થાને બહાર કાઢવાનો આ એક મજબૂત પ્રયાસ છે. અને તમે સહુ, અગ્રણીઓ પણ એ અનુભવો છો કે આ પ્રયાસ અસામાન્ય છે, સામાન્ય નથી. વીતેલા દાયકાઓમાં આપણી શિક્ષણ વ્યવસ્થામાં જે પણ ઉણપો આપણે જોઈ હતી, જે પણ સમસ્યાઓ આપણને લાગતી હતી, તેને ઉકેલવા માટે આ નીતિમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. હવે જ્યારે ઘણા સમયથી આ વાતો થઈ રહી છે કે આપણાં બાળકો બેગ અને બોર્ડ એક્ઝામના બોજ તળે, પરિવાર અને સમાજના દબાવ હેઠળ રોજેરોજ દબાતાં જઈ રહ્યાં છે. આ નીતિમાં આ સમસ્યાને અસરકારક રીતે ધ્યાન ઉપર લેવામાં આવી છે. આપણે ત્યાં કહેવાય પણ છે કે, સા વિદ્યા યા વિમુક્તયે. એટલે કે જ્ઞાન એ જ છે, જે આપણા મનને મુક્ત કરે.

જ્યારે ફાઉન્ડેશનલ સ્ટેજ (પાયાના તબક્કે) જ બાળકોને તેમની સંસ્કૃતિ, ભાષા, પરંપરા સાથે જોડવામાં આવશે, તો શિક્ષણ આપોઆપ જ અસરકારક બનશે, સહજ બનશે અને બાળમન તેની સાથે પોતાની મેળે જ જોડાયેલું અનુભવશે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સાચી રીતે દબાણ વિના, અભાવ વિના અને પ્રભાવ વિનાથી શિક્ષણનાં લોકશાહી મૂલ્યોને આપણી શિક્ષણ વ્યવસ્થાનો હિસ્સો બનાવાયો છે. જે રીતે સ્ટ્રીમ્સ અંગે બાળકો ઉપર જે દબાણ રહેતું હતું, તે હવે હટાવી લેવાયું છે.

હવે આપણા યુવાનો પોતાના રસ, પોતાની અભિરૂચિ મુજબ અભ્યાસ કરી શકશે. નહીં તો પહેલા એવું થતું હતું કે દબાણને કારણે વિદ્યાર્થી પોતાની ક્ષમતા ન હોય તેવી કોઈ બીજી જ સ્ટ્રીમ પસંદ કરી લેતા હતા અને જ્યારે તેમને રિયલાઈઝ થતું હતું ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ચૂક્યું હોય. પરિણામ એવું આવતું કે કાં તો વિદ્યાર્થી થાકી-હારીને ડ્રોપ લઈ લેતા હતા અથવા તો જેમ તેમ કરીને તે ડિગ્રીનો અભ્યાસ પૂરો કરતા હતા. એનાથી આપણા દેશમાં કેટકેટલી પ્રકારની સમસ્યાઓ સર્જાઈ છે, આ બાબત કેટલી બધી સમસ્યાઓના મૂળમાં છે, હું માનું છું કે તે વિશે મારા કરતાં તમે વધુ જાણો છો, સારી રીતે જાણો છો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આવી સમસ્યાઓના ઉકેલ તો છે જ, સાથે-સાથે એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટથી પણ વિદ્યાર્થીઓને ખૂબ લાભ થશે.

મહાનુભાવ,

આત્મનિર્ભર ભારત બનાવવા માટે યુવાનો કૌશલ્યપૂર્ણ હોય તે ખૂબ જ જરૂરી છે. નાની વયથી જ વોકેશનલ એક્સપોઝર મળવાથી આપણા યુવાનો ભવિષ્ય માટે વધુ સારી રીતે સજ્જ બનશે. પ્રેક્ટિકલ લર્નિંગથી આપણા યુવાન સાથીઓની રોજગારક્ષમતા દેશમાં તો વધશે જ, સાથે-સાથે વૈશ્વિક રોજગાર બજારમાં પણ આપણો હિસ્સો વધશે. આપણે ત્યાં કહેવાયું છે કે  નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ. એટલે કે સારા વિચાર જે કોઈ દિશામાંથી આવે, તેને અપનાવવા જોઈએ. ભારત તો પ્રાચીન કાળથી જ્ઞાનનું એક વૈશ્વિક કેન્દ્ર રહ્યું છે. 21મી સદીમાં પણ ભારતને આપણે જ્ઞાનની અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રયાસશીલ છીએ. નવી શિક્ષણ નીતિ આ સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં ઘણું મોટું પગલું છે.”

નવી શિક્ષણ નીતિમાં બ્રેઇન ડ્રેઇનની સમસ્યા દૂર કરવા માટે સાધારણમાં સાધારણ પરિવારના યુવાનો માટે પણ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સંસ્થાનોના કેમ્પસ ભારતમાં સ્થાપવાનો માર્ગ ખોલ્યો છે. જ્યારે દેશમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરના ટોચનાં કેમ્પસ આવશે, તો અભ્યાસ માટે વિદેશ જવાની પ્રવૃત્તિ પણ ઘટશે અને આપણી પોતાની યુનિવર્સિટી, કોલેજ પણ વધુ સ્પર્ધાત્મક બની શકશે. તેનું વધુ એક પાસું ઓનલાઈન એજ્યુકેશન પણ છે, જેમાં અભ્યાસ માટે સ્થાનિક હોય કે આંતરરાષ્ટ્રીય, તમામ સરહદો સમાપ્ત થઈ જાય છે.

માનનીય,

જ્યારે કોઈ પણ સિસ્ટમમાં આટલા વ્યાપક ફેરફાર થાય છે, જ્યારે એક નવી વ્યવસ્થા બનાવવા તરફ આપણે આગળ વધીએ છીએ, ત્યારે કેટલીક શંકા-કુશંકા સ્વાભાવિક જ છે. માતા-પિતાને લાગે છે કે બાળકોને જો આટલી સ્વતંત્રતા મળશે, જો સ્ટ્રીમ સમાપ્ત થઈ જશે તો આગળ, કોલેજમાં તેમને પ્રવેશ કેવી રીતે મળશે, તેમનાં બાળકોના કરિયરનું શું થશે ? પ્રોફેસર્સ, ટીચર્સના મનમાં સવાલ હશે કે તેઓ પોતે આ ફેરફાર માટે કેવી રીતે સજ્જ બની શકશે ? આ પ્રકારનો અભ્યાસ ક્રમ કેવી રીતે મેનેજ થઈ શકશે ?

તમને બધાને પણ અનેક સવાલો હશે, જેના ઉપર તમે ચર્ચા પણ કરી રહ્યા છો. આ સવાલ અમલીકરણ સાથે જોડાયેલા છે. જેમકે, તેમાં અભ્યાસક્રમ કેવી રીતે નક્કી કરી શકાશે ? સ્થાનિક ભાષાઓમાં અભ્યાસક્રમ અને કન્ટેન્ટ કેવી રીતે તૈયાર થઈ શકશે ? પુસ્તકાલયો વિશે, ડિજિટલ અને ઓનલાઈન કન્ટેન્ટ અને શિક્ષણ માટે જે વાતો તેમાં કરવામાં આવી છે, તેના માટે કેવી રીતે કામ થશે ? ક્યાંય સાધન-સંસાધનના અભાવે આપણે આપણાં લક્ષ્યો ચૂકી તો નહીં જઈએ ને ? એડમિનિસ્ટ્રેશન માટે પણ અનેક પ્રકારના સવાલ તમારા બધાના મનમાં સ્વાભાવિક રીતે જ હશે. આ તમામ સવાલ મહત્ત્વપૂર્ણ પણ છે.

દરેક સવાલના ઉકેલ માટે આપણે સહુ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. શિક્ષણ મંત્રાલય તરફથી પણ સતત વાતચીત ચાલુ છે. રાજ્યોમાં પણ પ્રત્યેક હિતધારકની સમગ્ર વાત, પ્રત્યેક મંતવ્યને, ફીડબેકને, ખુલ્લા મને સાંભળવામાં આવી રહ્યા છે. છેવટે, આપણે બધાએ સાથે મળીને જ તમામ શંકા અને કુશંકાઓનો ઉકેલ લાવવાનો છે. જે રીતની લવચિકતાનું વિઝન રાખીને આ પોલિસી આવી છે, તે રીતે મહત્તમ લવચિકતા અમલીકરણ માટે પણ આપણે સહુએ દર્શાવવાની છે.

આ શિક્ષણ નીતિ, સરકારની શિક્ષણ નીતિ નથી. આ દેશની શિક્ષણ નીતિ છે. જે રીતે વિદેશ નીતિ કોઈ સરકારની નથી, દેશની વિદેશ નીતિ હોય છે, સંરક્ષણ નીતિ કોઈ સરકારની નહીં, દેશની સંરક્ષણ નીતિ હોય છે, તે જ રીતે શિક્ષણ નીતિ પણ કઈ સરકાર છે, કોની સરકાર છે, કોણ બેઠું છે, કોણ નથી બેઠું, એના આધારે નથી ચાલતી, શિક્ષણ નીતિ દેશની જ નીતિ છે. અને એટલે જ 30 વર્ષ બાદ, તેમાં કેટલીયે સરકાર આવી, કેમકે તે સરકારના બંધનોમાં જકડાયેલી નથી, તે દેશની આકાંક્ષા સાથે જોડાયેલી છે.

માનનીય,

ઝડપભેર બદલાતા જતા સમયને જોઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને વ્યાપક જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ-જેમ ટેકનોલોજીનો વિસ્તાર ગામેગામ પહોંચી રહ્યો છે, દેશના ગરીબથી ગરીબ, પ્રત્યેક વંચિત, પછાત, આદિવાસી સુધી આધુનિક ટેકનોલોજી પહુંચી રહી છે, તેમ-તેમ માહિતી અને જ્ઞાન સુધી તેમની પહોંચ પણ વધી રહી છે.

આજે હું જોઉં છું કે વિડિયો બ્લોગ્સના માધ્યમથી, વિડિયો સ્ટ્રીમિંગ સાઈટ્સ ઉપર અનેક યુવા મિત્રો એવી-એવી ચેનલ્સ ચલાવી રહ્યા છે, દરેક વિષયનું એવું શ્રેષ્ઠ કોચિંગ ઉપલબ્ધ કરાવી રહ્યા છે, જે વિશે અગાઉ ગરીબ ઘરનું બાળક વિચારી પણ શકતું ન હતું. ટેકનોલોજી સુધીની આ પહોંચથી પ્રાદેશિક અને સામાજિક અસંતુલનની જે ઘણી મોટી સમસ્યા છે, તે ઝડપભેર ઘટી રહી છે. આપણી જવાબદારી છે કે આપણે પ્રત્યેક યુનિવર્સિટી, પ્રત્યેક કોલેજમાં ટેકનોલોજિકલ સોલ્યુશન્સને વધુ પ્રોત્સાહન આપીએ.

મહાનુભાવ,

કોઈ પણ વ્યવસ્થા, એટલી જ અસરકારક અને સમાવેશી હોઈ શકે છે, જેટલું શ્રેષ્ઠ તેનું શાસન તંત્ર હોય છે. આ જ વિચાર શિક્ષણ સાથે જોડાયેલા શાસન માટે પણ આ પોલિસી પ્રતિબિંબિત કરે છે. એવી કોશિષ કરવામાં આવી રહી છે કે ઉચ્ચ અભ્યાસના પ્રત્યેક પાસાં, પછી તે શૈક્ષણિક હોય કે ટેકનિકલ હોય, કે વોકેશનલ હોય, દરેક પ્રકારના શિક્ષણને ભંડાકિયામાંથી બહાર કાઢવું. વહીવટી સ્તરો ઓછામાં ઓછાં રાખવામાં આવે, તેમાં વધુ સમન્વય હોય, આ પ્રયાસ પણ આ પોલિસીના માધ્યમથી કરવામાં આવ્યો છે. ઉચ્ચ શિક્ષણના નિયમનોને પણ આ પોલિસી મારફતે વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવામાં આવશે.

ગ્રેડેડ ઓટોનોમીના અભિગમ પાછળ પણ એવો પ્રયાસ છે કે, દરેક કોલેજ, દરેક યુનિવર્સિટી વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન અપાય અને જે સંસ્થા વધુ સારો દેખાવ કરે તેને પુરસ્કૃત કરવામાં આવે. હવે આપણા સહુની એ સામુહિક જવાબદારી છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી (એનઈપી-2020)ની આ ભાવનાને આપણે તેના ખરા આશયને અનુસરીને ખરા હૃદયથી સંનિષ્ઠ રીતે અમલી બનાવી શકીએ. મારો તમને સહુને ભારપૂર્વક આગ્રહ છે કે 25મી સપ્ટેમ્બર પહેલાં પોતાના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોની યુનિવર્સિટીઓમાં આ પ્રકારની વધુને વધુ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરો. એ જ પ્રયાસ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી માટેની સમજણ આપણે સતત કેળવતા રહીએ, આપણી સમજણ વધુ સ્પષ્ટ બની શકે તે માટેના પ્રયત્નો થાય. ફરી એકવાર તમારા સહુનો તમારો સમય ફાળવવા માટે ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું.

હું આદરણીય રાષ્ટ્રપતિજીનો ફરી આભાર વ્યક્ત કરું છું. આપ સહુને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Business optimism in India at near 8-year high: Report

Media Coverage

Business optimism in India at near 8-year high: Report
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સંસદના શિયાળુ સત્ર 2021 પહેલા મીડિયાને પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
November 29, 2021
શેર
 
Comments

નમસ્તે મિત્રો,

સંસદનું આ સત્ર ઘણું મહત્વનું છે. દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. ભારતમાં ચારેય દિશામાંથી આઝાદીના અમૃત ઉત્સવના ઉદ્દેશ્યથી રચનાત્મક, સકારાત્મક, જનહિત માટે, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો અનેક કાર્યક્રમો કરી રહ્યા છે, પગલાં લઈ રહ્યા છે, અને સપના સાકાર કરી રહ્યા છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ સપનું જોયું હતું, જેને સાકાર કરવા સામાન્ય નાગરિક પણ આ દેશની કોઈને કોઈ જવાબદારી નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર પોતે જ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સારા સંકેત છે.

અમે ગઈકાલે જોયું. તાજેતરમાં બંધારણ દિવસે પણ સમગ્ર દેશે એક નવા ઠરાવ સાથે બંધારણની ભાવનાને પરિપૂર્ણ કરવાની દરેકની જવાબદારીનો ઠરાવ કર્યો છે. ભારતની સંસદનું આ સત્ર અને આવનારું સત્ર પણ દેશપ્રેમીઓની ભાવનાનું હતું. આઝાદી, આઝાદીના અમૃત પર્વની ભાવના, તે ભાવના પ્રમાણે સંસદમાં પણ દેશના હિતમાં, દેશની પ્રગતિ માટે ચર્ચા કરવી જોઈએ. દેશની પ્રગતિ માટે માર્ગો શોધો, નવા માર્ગો શોધો અને આ માટે આ સત્ર વિચારોથી સમૃદ્ધ હોવું જોઈએ, દૂરોગામી અસર સાથે હકારાત્મક નિર્ણય લેવો જોઈએ. હું આશા રાખું છું કે ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવવામાં આવે છે, યોગદાનને તે માપદંડ પર કેટલી સારી રીતે તોલવામાં આવે છે, તે નહીં કે કોણે બળથી સંસદનું સત્ર અટકાવ્યું છે, આ માપદંડ ન હોઈ શકે. સંસદે કેટલા કલાક કામ કર્યું, કેટલું સકારાત્મક કામ થયું તેનો માપદંડ હશે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છે, ખુલ્લી ચર્ચા કરવા તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે અને આઝાદીના અમૃત પર્વમાં અમે પણ ઈચ્છીએ છીએ કે સંસદમાં પ્રશ્ન થાય, સંસદમાં શાંતિ રહે.

અમે ઈચ્છીએ છીએ કે સંસદમાં સરકારની નીતિઓ વિરુદ્ધ અવાજ તેટલો જ બુલંદ હોવો જોઈએ, પરંતુ સંસદની ગરિમા, સ્પીકરની ગરિમા, ખુરશીની ગરિમાને ધ્યાનમાં રાખીને આપણે તે જ કરવું જોઈએ જે આવનારા દિવસોમાં દેશની યુવા પેઢીને કામ આવે. છેલ્લી સત્ર બાદ, કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ, દેશે કોરોના રસીના 100 કરોડથી વધુ ડોઝ આપ્યા છે અને હવે આપણે 150 કરોડ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. નવા વેરિઅન્ટના સમાચાર પણ આપણને વધુ સતર્ક અને સજાગ બનાવે છે. હું સંસદના તમામ સભ્યોને પણ સતર્ક રહેવા વિનંતી કરું છું. હું આપ સૌ મિત્રોને પણ સતર્ક રહેવા વિનંતી કરું છું. કારણ કે સંકટની આ ઘડીમાં આપ સૌનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય, દેશવાસીઓનું શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.

આ કોરોના કાળના સંકટમાં દેશના 80 કરોડથી વધુ નાગરિકોને વધુ તકલીફ ન પડે, તેથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા મફતમાં અનાજ આપવાની યોજના ચાલી રહી છે. હવે તે માર્ચ 2022 સુધી આગળ વધારવામાં આવી છે. લગભગ બે લાખ 60 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 80 કરોડથી વધુ દેશવાસીઓ ગરીબોના ઘરનો ચૂલો સળગતા રહેવાની ચિંતા રાખવામાં આવી છે. હું આશા રાખું છું કે આ સત્રમાં આપણે દેશના હિતમાં ઝડપથી નિર્ણયો લઈએ અને સાથે મળીને કરીએ. જેઓ સામાન્ય માણસની ઈચ્છાઓ અને અપેક્ષાઓ પૂરી કરે તેવા નિર્ણયો કરીએ. એવી મારી અપેક્ષા છે. તમારો ખૂબ ખૂબ આભાર.