શેર
 
Comments
PM Modi lays foundation stone for new office complex for Vanijya Bhawan
We are breaking silos within the working of the Government; we are moving from silos to solutions: PM Modi
It is our collective responsibility to fulfil the aspirations of our youth: PM Modi
India is now playing an important role in the global economy, says PM Modi
Efforts must be made to raise domestic manufacturing output, to reduce imports: PM Modi

મંત્રીમંડળના મારા સાથીદાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી સુરેશ પ્રભુજી, આવાસ અને શહેરી વિકાસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીજી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સી. આર ચૌધરીજી, વાણિજ્ય મંત્રાલય અને સંબંધિત વિભાગોનો અધિકારીઓ તથા અહિં ઉપસ્થિત અન્ય મહાનુભવો.

સૌથી પહેલાં તો હું આપ સૌને વાણિજ્ય ભવનના શિલાન્યાસ થવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. આજે આ કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે રીતે મંચ ઉપરથી જણાવવામાં આવ્યું તે રીતે હવે પછીના વર્ષે ડિસેમ્બર સુધીમાં બાંધકામની કામગીરી પૂરી થઈ જશે. મને આશા છે કે સમય મર્યાદામાં રહીને વાણિજ્ય ભવન બનશે અને ખૂબ જલ્દી તેનો લાભ લોકોને પણ મળવા લાગશે.

સાથીઓ, હું સૌથી પહેલાં સમયની વાત એટલા માટે કરૂં છું કે આ સરકારના શાસન દરમિયાન જેટલા પણ ભવનોનો શિલાન્યાસ અથવા તો ઉદઘાટન કરવાની મને તક મળી છે તેમાં તેમાંના મોટા ભાગના ભવનોમાં એક વાત સામાન્ય હતી અને એ બાબત એ હતી કે ઈમારતોના બાંધકામમાં પણ સરકારોની કામ કરવાની પદ્ધતિઓનું પ્રતિબિંબ પડતું હોય છે. નવા ભારત તરફ આગળ વધતો દેશ અને જૂની પુરાણી વ્યવસ્થાઓ વચ્ચે જે તફાવત છે તેનો આ રીતે ખ્યાલ આવે છે.

સાથીઓ, હું તમને કેટલાંક ઉદાહરણો આપવા માંગુ છું. મને યાદ છે કે જ્યારે વર્ષ 2016માં પ્રવાસી ભારતીય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે એ સમયે એવી વાત સામે આવી કે તે કેન્દ્રની જાહેરાત અટલ બિહારી વાજપેયીજીના સમયમાં કરવામાં આવી હતી. પછીથી એ યોજનાને સાકાર થતાં 12 વર્ષ લાગી ગયા.

 

ગયા વર્ષે ડિસેમ્બરમાં જે ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેના બાંધકામનો નિર્ણય પણ 1992માં લેવામાં આવ્યો હતો, પરંતુ તેનો શિલાન્યાસ વર્ષ 2015માં થયો. મેં કહ્યું કે ક્યાં વર્ષ 1992 અને ક્યાં વર્ષ 2015, તેનું લોકાર્પણ 2017માં થયું. એટલે કે નિર્ણય કરાયા પછી 23-24 વર્ષ જેટલો સમય માત્ર એક કેન્દ્ર બનવામાં લાગ્યો.

સાથીઓ, આ વર્ષે માર્ચ મહિનામાં મેં સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (સીઆઈસી)નું નવું ભવન દેશને સમર્પિત કર્યું હતું. સીઆઈસી માટે નવા ભવનની માંગ પણ છેલ્લા 12 વર્ષથી થઈ રહી હતી, પરંતુ તેનું કામ એનડીએની હાલની સરકારે શરૂ કરાવ્યું અને નિર્ધારિત સમયમાં તેને પૂરૂ પણ કર્યું.

બીજુ એક ઉદાહરણ છે અલીપુર રોડ પર બનેલા આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું. બે મહિના પહેલાં જ તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સ્મારક માટે પણ વર્ષો સુધી ચર્ચા થઈ. અટલજીના સમયમાં કામમાં ઝડપ પણ આવી, પરંતુ તે પછીના 10-12 વર્ષ સુધી આ કામ ઠપ્પ થઈ ગયું હતું.

દિલ્હીની આ ચાર અલગ-અલગ ઈમારતો એ બાબતની પ્રતિક છે કે સરકાર ટૂકડાઓમાં કામ કરતી હોતી નથી, જ્યારે તમામ વિભાગ, મંત્રાલય, ટૂકડાઓમાંથી બહાર નિકળીને ઉપાય શોધવા માટે એક લક્ષ્ય હાંસલ કરવા માટે સાથે મળીને કામ કરે છે ત્યારે કેટલું સારૂં અને કેટલું જલ્દી પરિણામ પ્રાપ્ત થાય છે. દરેક કામને અટકાવવાની-ભટકાવવાની અને લટકાવવાની પ્રવૃત્તિમાંથી દેશ હવે ઘણો આગળ નિકળી ચૂક્યો છે.

મને એ બાબતનો આનંદ છે કે આજે આ યાદીમાં પાંચમું પ્રતિક જોડાવાની શરૂઆત થઈ ગઈ છે. આ વાણિજ્ય ભવનમાં એક છતની નીચે વાણિજ્ય ક્ષેત્રના દરેક ક્ષેત્રના ટૂકડાઓને ખતમ કરવાનું કાર્ય વધુ સારી પદ્ધતિથી કરવામાં આવશે એવી મારી શુભેચ્છા છે. મને વિશ્વાસ છે કે આ કામગીરી પણ પૂર્ણ થશે.

સાથીઓ, આજે ભારત સમયના ખૂબ જ મહત્વના વળાંક પર આવીને ઉભુ છે. આપણું વસતિ વિષયક વિભાજન કોઈપણ દેશ માટે ઈર્ષાનો વિષય બની શકે છે. આપણી લોકશાહી કે જે આપણાં નવ યુવાનોને ઊર્જા આપે છે એ નવયુવાનો 21મી સદીના ભારતનો આધાર છે. તેમની આશાઓ અને આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવી તે માત્ર કેટલાંક મંત્રાલયોની જવાબદારી નથી, પણ આપણાં સૌની સામુહિક જવાબદારી છે.

ભારત વિતેલી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિનો લાભ લેવાનું ચૂકી ગયો છે. તે સમયે આ સ્થિતિ માટે અનેક કારણો હતા, પરંતુ આજે એટલા જ કારણો છે, જેને કારણે ભારત હવે આ સદીની ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરનાર દેશોમાંનો એક દેશ બની શકે તેમ છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કે જે ફોર્થ ઈન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો મુખ્ય આધાર ડિજિટલ ટેકનોલોજી છે અને આ ક્ષેત્રમાં ચોક્કસપણે ભારત દુનિયાના ઘણાં દેશોની તુલનામાં ખૂબ આગળ છે.

આજે તમે વાણિજ્ય મંત્રાલયોના જેટલા પણ લક્ષ્યો તરફ નજર નાખશો, જેટલા પણ કાર્યોને જોશો તો તેમાં તમને ડિજિટલ ટેકનોલોજીની અગ્રતા નજરે પડશે.

આ વાણિજ્ય ભવનનો જ દાખલો લો. જે જમીન પર આ ઈમારત બનવાની છે તે જમીન અગાઉ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સપ્લાઈ એન્ડ ડિસ્પોઝલના તાબામાં હતી. 100 કરતાં પણ વધુ જૂનો આ વિભાગ હવે બંધ થઈ ચૂક્યો છે અને તેની જગ્યા ડિજિટલ ટેકનોલોજી પર આધારિત ગવર્નમેન્ટ- ઈ-માર્કેટ પ્લેસ-GeM દ્વારા લેવામાં આવી છે. જે રીતે સરકાર પોતાની જરૂરિયાતના સામાનની ખરીદી કરે છે તે વ્યવસ્થાને GeM દ્વારા સંપૂર્ણ રીતે બદલી નાંખવામાં આવી છે.

આજની તારીખે 1,17,000 થી વધુ નાના મોટા વિક્રેતા, કંપનીઓ તેની સાથે જોડાઈ ચૂકી છે. આ વેચાણ કરનાર સમુદાયના 5લાખથી વધુ ઓર્ડર્સ GeMના માધ્યમથી આપવામાં આવ્યા છે. ખૂબ જ થોડાક સમયમાં GeM પર રૂ. 8700 કરોડનો સામાન ખરીદવામાં આવ્યો છે.

જે રીતે GeM દ્વારા દેશના દૂર-દૂરના ખૂણે બેઠેલા નાના-નાના વેપારીઓને પોતાના ઉત્પાદનોને સીધા સરકારને વેચવાની તક પ્રાપ્ત થઈ છે. તેના માટે વ્યાપાર મંત્રાલયની કામગીરી પ્રશંસાપાત્ર છે, પરંતુ તમારા લોકો માટે હું તેને એક લાંબી યાત્રાની શરૂઆત જ માનું છું.

GeMનું વિસ્તરણ કેવી રીતે આગળ ધપાવવામાં આવે, કેવી રીતે આ દેશના એમએસએમઈ ક્ષેત્ર, નાના વેપારીઓ વગેરેને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય તરફ લઈ જવાય તે બાબતે ઘણું બધું કરવાનું હજુ બાકી છે. આજે દેશમાં સ્માર્ટ ફોન, ઈન્ટરનેટ વાપરનાર વર્ગની સંખ્યા 40 કરોડથી વધુ છે. સસ્તો ડેટા તમારા કાર્યોને વધુ આસાન બનાવી રહ્યો છે.

સાથીઓ, આપણે ત્યાં કહેવામાં આવે છે કે समर्थानाम् किम् दूरव्यवसायिनाम् જેનો અર્થ એ થાય છે કે જે વ્યક્તિ શક્તિશાળી હોય છે તેને માટે કોઈપણ બાબત મુશ્કેલ હોતી નથી. એવી જ રીતે વ્યવસાય કરનાર વ્યક્તિ માટે કોઈ જગ્યા દૂર નથી હોતી. આજે ટેકનોલોજીના કારણે વ્યાપાર કરવો એટલો સરળ બની ગયો છે કે અંતર રોજે-રોજ ઓછુ થતું જાય છે. આ ટેકનોલોજી દેશની વ્યવસાય સંસ્કૃતિમાં જેટલી વધશે તેટલો ફાયદો જ થવાનો છે.

આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે એક વર્ષથી પણ ઓછા સમયમાં જીએસટી દ્વારા દેશમાં વ્યાપાર કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. જો ટેકનોલોજી ન હોત તો શું આ શક્ય બન્યું હોત? આજે જીએસટીના કારણે જ દેશમાં અપ્રત્યક્ષ કરવેરા અને તેની સાથે જોડાયેલા લોકોનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

સ્વતંત્રતા પછી આપણાં દેશમાં આડકતરા વેરાની પદ્ધતિ સાથે માત્ર 60 લાખ લોકો જોડાયેલા હતા. તે પછી જીએસટી આવ્યા પછી 11 મહિનાના સમય દરમિયાન 54 લાખથી વધુ લોકોએ નોંધણી માટે અરજી કરી છે અને તેમાંથી 47 લાખથી વધુ લોકો નોંધાઈ ચૂક્યા છે. આ રીતે નોંધાયેલા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં એક કરોડથી વધુ થઈ ચૂકી છે.

આ બાબતને કારણે કહી શકાય કે પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે લઘુતમ સરકાર, મહત્તમ શાસન (Minimum Government, Maximum Governance) ના માર્ગે ચાલવાથી જે પરિણામો મળ્યા છે તે જોતાં વધુને વધુ લોકો વિકાસની મુખ્ય ધારા સાથે જોડાવા માટે કદમ મિલાવી રહ્યા છે.

સાથીઓ, તમે સારી રીતે જાણો છો કે વિતેલા ચાર વર્ષમાં સરકારે લોકલક્ષી, વિકાસલક્ષી અને મૂડી રોકાણલક્ષી વાતાવરણ ઉભુ કરવા માટે નિરંતર પ્રયાસ કર્યો છે. તમામ વૈશ્વિક પડકારો હોવા છતાં પણ ભારતના સુક્ષ્મ-આર્થિક નિર્દેશકો સ્થિર રહ્યા છે. ફૂગાવો હોય, નાણાંકિય ખાધ હોય કે પછી ચાલુ ખાતાની જમા રકમ હોય. આ બધામાં અગાઉની સરકારોની તુલનામાં સુધારો થયો છે.

આજે ભારત દુનિયાની અર્થ વ્યવસ્થાને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા બજાવી રહ્યું છે. હજુ છેલ્લા ત્રિમાસિક ગાળામાં દેશનો વિકાસ દર 7.7 ટકાના આંકડાને સ્પર્શી ચૂક્યો છે. છેલ્લા 4 વર્ષમાં થયેલું વિદેશી રોકાણ, વિદેશી ચલણની સ્થિતિ ખુદ એક વિક્રમ સમાન છે.

આજે ભારત સીધા વિદેશી મૂડી રોકાણના વિશ્વસનિયતા સુચકાંકની દ્રષ્ટિએ ટોચના બે ઉભરતા બજારોમાંનું એક ગણાય છે. વ્યાપાર-વાણિજ્યની સરળતાના ક્રમાંકમાં 142થી આગળ નીકળીને 100 સુધી પહોંચ્યું છે. લોજીસ્ટીક પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં 19 આંકડાનો સુધારો નોંધાયો છે, વૈશ્વિક સ્પર્ધાત્મક ઈન્ડેક્સમાં 71નું રેંકીંગ સુધરીને 39 સુધી પહોંચ્યું છે. વૈશ્વિક નવીનીકરણ સુચકાંકમાં 21આંકડાનો ઉછાળો આવવો તે આ દૃષ્ટિકોણનું પરિણામ છે. ચોક્કસપણે તમારી જાણકારીમાં હશે કે હજુ હમણાં જ ભારતે દુનિયાના ટોચના 5 આર્થિક તકનીકિ ક્ષેત્રમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

પરંતુ, આ હકારાત્મક નિર્દેશકોની સાથે ખૂબ મોટો સવાલ એ પણ છે કે હવે આગળ શું? સાથીઓ, 7 ટકા, 8 ટકાના વિકાસ દરથી આગળ વધીને આપણે હવે બે આંકડાનો વિકાસ દર પ્રાપ્ત કરવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા છીએ. દુનિયાની નજરમાં આજે ભારતને એ દ્રષ્ટિએ પણ જોવામાં આવે છે કે ભારત કેટલા વર્ષોમાં 5 ટ્રિલિયન ડોલરની ક્લબમાં સામેલ થવાનું છે.

હું માનું છું કે આપ સૌ વાણિજ્ય મંત્રાલયના જવાબદાર અધિકારીઓનો સમૂહ આ ધ્યેયોને એક પડકાર તરીકે ઉપાડી લેશે. આર્થિક મોરચે આપણે જે પ્રગતિ સિદ્ધ કરી છે તે પ્રગતિ સીધે સીધી દેશના સામાન્ય નાગરિકના જીવન સાથે જોડાયેલી છે.

એટલા માટે તમે પણ જોયું હશે કે જ્યારે પણ હું વેપારમાં સરળતા, વ્યવસાય કરવામાં આસાની વગેરની વાત કરતો હોઉં છું ત્યારે સાથે-સાથે જીવન જીવવાની સરળતાનો વિષય પણ હંમેશા ઉઠાવતો હોઉં છું. એક બીજા સાથે જોડાયેલી આજની દુનિયામાં આ બાબતો પણ એક બીજા સાથે જોડાયેલી છે.

જ્યારે વિજળીનું જોડાણ લેવાનું સરળ હોય છે, બાંધકામ કરવાની મંજૂરી જલ્દી મળી જતી હોય છે ત્યારે ઉદ્યોગોએ અને કંપનીઓએ વિવિધ પ્રક્રિયાઓમાં ગૂંચવાવું પડતું નથી હોતું. તેનો લાભ સામાન્ય માણસો સુધી પણ પહોંચે છે. આ રીતે તમારા લોકો માટે પણ આ એક પડકાર છે કે આજે હજુ પણ અલગ-અલગ ક્ષેત્રોમાં જે સમસ્યાઓ રહેલી છે. જ્યાં-જ્યાં પણ ટૂકડાઓમાં કામ કરવામાં આવે છે ત્યાં આ બધી બાબતોને જેટલી જલ્દી દૂર કરી શકાય તેટલું જલ્દી દૂર કરવી જોઈએ.

ખાસ કરીને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં જે મુશ્કેલીઓ પડે છે તેમાં ઊંચો વ્યવહારિક ખર્ચ (high Transaction cost) થતો હોય છે. ઉત્પાદનને આગળ વધારવામાં તે અવરોધો પેદા કરે છે. સેવા ક્ષેત્રનું અપૂરતું વૈવિધ્યકરણ કરે છે. તેને અટકાવવાનું અને સુધારો કરવાનું ખૂબ જ આવશ્યક છે.

મને એ બાબતનો આનંદ છે કે હજુ હમણાં જ વાણિજ્ય મંત્રાલયે દેશના માલપરિવહન ક્ષેત્રનો સુસંકલિત વિકાસ કરવાનો પડકાર ઉપાડી લીધો છે. આ પહેલ દેશમાં વેપાર માટેનું વાતાવરણ સુધારવામાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવવાનું છે.

સાથીઓ, સુસંકલિત મલપરિવહન કાર્ય યોજના એ આજના સમયની માંગ છે અને ન્યૂ ઈન્ડિયાની જરૂરિયાત પણ છે. નીતિમાં ફેરફાર કરીને જો હાલની પ્રક્રિયાઓમાં સુધારાઓ કરીને, આજની આધુનિક ટેકનિકનો ઉપયોગ વધારીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તેમ છે.

મને જણાવવામાં આવ્યું છે કે વાણિજ્ય મંત્રાલયનું એક ઓનલાઈન પોર્ટલ પણ આ દિશામાં કામ કરી રહ્યું છે. વૈશ્વિક વેપારમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવવા માટે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે તમામ મંત્રાલયો અને તમામ રાજ્યો એક સાથે મળીને કામ કરે તે ખૂબ જ આવશ્યક છે. આપણે જેને 'સમગ્રલક્ષી સરકારી અભિગમ' તરીકે ઓળખીએ છીએ તે અપનાવવાની જરૂર છે.

વ્યાપાર વિકાસ અને સંવર્ધન પરિષદ, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર આગળ વધે તેવું વાતાવરણ ઉભું કરવાનું કામ કરી રહ્યા છે. ભારતની નિકાસને વધારવી હશે તો રાજ્યોને સક્રિય ભાગીદાર બનાવીને જ આગળ વધી શકાશે.

મારી એવી સમજ છે કે રાજ્યોમાં, રાજ્ય સ્તરની નિકાસ વ્યૂહરચનાનું નિર્માણ કરીને તેને રાષ્ટ્રીય વેપાર નીતિની સાથે તાલમેલ સાધી શકાય તે રીતે, આર્થિક સહાયતા કરતાં રહીને, તેના જેટલા પણ સહયોગીઓ છે તે તમામને સાથે લઈને આ દિશામાં જેટલી ઝડપથી આગળ વધીશું તેટલો દેશને જ લાભ થવાનો છે.

સાથીઓ, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની હાજરી વિસ્તારવા માટે આપણા પરંપરાગત ઉત્પાદનો અને બજારો છે તેમને જાળવી રાખીને નવા ઉત્પાદનો અને નવા બજારો તરફ ધ્યાન આપવાનું પણ ખૂબ જ આવશ્યક બની રહે છે. આપણે દેશની અંદરના પડકારોની સાથે-સાથે દેશની બહારની પરિસ્થિતિઓ માટે પણ આપણી જાતને ખૂબ જ મજબૂત બનાવવાની રહેશે.

જ્યારે આપણે વિકાસના ટૂંકા ગાળાના લાભ અને લાંબા સમય સુધી ટકી રહેવાની બાબત વચ્ચે સમતુલા સાધીને ચાલીશું તો તેના પરિણામો પણ દેખાવા માંડશે.

ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં વિદેશ વ્યાપાર નીતિ સાથે જોડાયેલી મધ્ય સત્ર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બાબતને પણ હું ખૂબ જ હકારાત્મક પહેલ માનું છું. પ્રોત્સાહનો વધારીને એમએસએમઈ ક્ષેત્રની આંગળી પકડીને નિકાસ વધારવા માટે જે દરેક ફેરફારો કરાયા છે તે પ્રશંસાપાત્ર છે. આ બાબત સીધે સીધી દેશના રોજગારની જરૂરિયાતો સાથે પણ જોડાયેલી છે.

બીજો એક મહત્વનો વિષય છે- ઉત્પાદનની ગુણવત્તા. આ જ કારણે વર્ષ 2014માં મેં 15 ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પરથી ઝીરો ડિફેક્ટ, ઝીરો ઈફેક્ટ માટે અનુરોધ કર્યો હતો. ઉદ્યોગ નાનો હોય કે મોટો, દરેક ઉત્પાદકને એ બાબતની પ્રેરણા આપવી જોઈએ કે એવી ચીજોનું ઉત્પાદન કરે કે જેમાં ઝીરો ડિફેક્ટ હોય, કોઈ આપણાં નિકાસ કરેલા માલ-સામાનને પાછો ન મોકલે તેવી સ્થિતિ થવી જોઈએ. તેની સાથે-સાથે મેં ઝીરો ઈફેક્ટની પણ વાત કરી હતી. આનો અર્થ એ થાય કે ઉત્પાદનોની પર્યાવરણ પણ કોઈ નકારાત્મક અસર ન થાય તે બાબતનું ધ્યાન રાખે. ઉત્પાદનની ગુણવત્તા બાબતે જાગૃતિ મેક ઈન ઈન્ડિયા ની ચમક વધારવામાં અને નવા ભારતની ઓળખ મજબૂત બનાવવાનું કામ કરશે.

તમે અત્યારે જોતાં હશો કે જ્યારે 2014માં આપણા દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન માત્ર બે જ કંપનીઓ કરતી હતી તે હવે વધીને 120 કંપનીઓ થઈ ગઈ છે. ખૂબ જ ઓછી કિંમતે વિશ્વ સ્તરના ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો આ કંપનીઓ બનાવી રહી છે તે બાબત પણ આપણને ગૌરવ થાય તેવી સ્થિતિ પેદા કરે છે.

સાથીઓ, વર્તમાન સમયનો એ સંકલ્પ છે કે આપણે પડકારોને ઉપાડી લેવા જોઈએ. શું વાણિજ્ય વિભાગ એવો પડકાર ઉપાડી લેશે કે વિશ્વની કુલ નિકાસમાં હાલમાં ભારતનું જે યોગદાન છે તે વધારીને બે ગણું કરવામાં આવે. હાલના 1.6 ટકા કરતાં વધારીને તેને ઓછામાં ઓછું તેને વધારીને 3.4 ટકા સુધી લઈ જવામાં આવે. વિશ્વના અર્થતંત્રમાં આવી કામગીરી ભારતની જીડીપીનું યોગદાન વધારવા સમકક્ષ ગણાશે. તેનાથી દેશમાં રોજગારીની નવી તકો પેદા થશે. આપણી માથાદીઠ આવકમાં પણ વૃદ્ધિ થશે.

તેના માટે સરકારના તમામ વિભાગો અને અહિંયા હાજર રહેલા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલોના તમામ લોકોએ સાથે મળીને પ્રયાસ કરવાનો રહેશે. આ ઉપરાંત વધુ એક સંકલ્પ પણ લઈ શકાય તેમ છે અને તે આયાત બાબતે છે. શું આપણે કેટલાક પસંદ કરેલા ક્ષેત્રોમાં આયાત પરના આપણાં અવલંબનને ઓછું કરી શકીએ ખરા? ભલે તે ઊર્જાની આયાત હોય કે ઈલેક્ટ્રોનિક્સ માલ સામાનની આયાત હોય. સંરક્ષણ ક્ષેત્ર માટે ઉત્પાદન હોય કે મેડિકલ ઉપકરણોનું ક્ષેત્ર હોય. મેક ઈન ઈન્ડિયા દ્વારા આ બધું શક્ય છે.

સ્થાનિક ઉત્પાદન દ્વારા આયાતમાં 10 ટકા જેટલો પણ ઘટાડો કરી શકાય તો દેશની સાડા ત્રણ લાખ કરોડની આવક વધારી શકાય તેમ છે. આ બાબત દેશની જીડીપીમાં વૃદ્ધિને બે આંકડા સુધી લઈ જવા માટે એક અસરકારક સાધન બની શકે તેમ છે.

હું તમને ઈલેક્ટ્રોનિક માલસામાનના ઉત્પાદનનું જ ઉદાહરણ આપવા માંગુ છું. શું આપણાં સૌ લોકો માટે એક પડકારરૂપ બાબત નથી કે આપણી ઈલેક્ટ્રોનિક માલસામાનની કુલ માંગનો 65 ટકા હિસ્સો આપણે બહારથી ખરીદવો પડે છે. જે રીતે મોબાઈલ ફોનના ક્ષેત્રમાં બન્યું છે તે રીતે શું તમે આ પડકાર ઉપાડી લઈને દેશને ઈલેક્ટ્રોનિક માલ સામાનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવી શકો તેમ છો?

સાથીઓ, તમને એ બાબતે જાણકારી હશે જ કે આયાત પરનું અવલંબન ઘટાડવાની દિશામાં એક ખૂબ જ મહત્વનું કદમ આપણે ગયા વર્ષે ઉઠાવ્યું હતું. જાહેર ખરીદી (પસંદગીમાં મેક ઈન ઈન્ડિયાને અગ્રતા) ના આદેશ દ્વારા સરકારે તમામ વિભાગો અને સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવી રહેલી વસ્તુઓ અને સેવાઓ સ્થાનિક સ્રોત મારફતે ખરીદવા પર ભાર મૂક્યો હતો. આ આદેશને પૂરી ગંભીરતા સાથે લાગુ કરવાનો પ્રયાસ થતો રહેવો જોઈએ. તેના માટે આપ સૌ લોકોએ સરકારના તમામ એકમોની પોતાની મોનિટરીંગ વ્યવસ્થાને આ આદેશનું પાલન કરવા માટે અને તેને સુદ્રઢ કરવામાં યોગદાન આપવાનું રહેશે.

સ્થાનિક ઉત્પાદન વધારવા માટે સરકારે કેટલાક મહત્વના નિર્ણયો પણ કર્યા છે. નિયમો માટેનું માળખું હોય કે પછી નિયમોના માળખામાં સરળતા લાવવાની વાત હોય. મૂડી રોકાણલક્ષી નીતિ હોય કે માળખાગત સુવિધાઓ અને માલપરિવહન પર ભાર મૂકવાનો હોય. આ બધુ એટલા માટે કરવામાં આવે છે કે ભારત આત્મનિર્ભર બની શકે. 21મી સદીની ઔદ્યગિક ક્રાંતિમાં એક ડગલું પણ પાછળ ન રહી જાય. મેક ઈન ઈન્ડિયાની સાથે આગળ વધવાનું આ ગૌરવ, નવા બનનારા વાણિજ્ય ભવનનું પણ ગૌરવ વધારે તેવી મારી શુભેચ્છા છે.

સાથીઓ, અહીં આવતાં પહેલાં વધુ એક શુભ કાર્ય તમે લોકોએ મારી પાસે કરાવ્યું છે. આ સંકુલમાં મૌલશ્રી અથવા બકુલના છોડ રોપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. મૌલશ્રીની એક ખૂબ પુરાણી માન્યતા છે કે તેનામાં ઘણાં ઔષધિય ગુણ રહેલા છે અને આ વૃક્ષ વર્ષો સુધી છાંયડો પણ આપતું રહે છે. મને કહેવામાં આવ્યું છે કે આ સિવાય પણ અહિંયા લગભગ 1000 જેટલા વૃક્ષોના વાવેતરની પણ યોજના છે.

નવા બનનારા વાણિજ્ય ભવનનો પ્રકૃતિની સાથે આ સંવાદ, તેમાં કામ કરનાર લોકોને સ્ફૂર્તિમાં રાખશે અને તેમને રાહત પણ પૂરી પાડશે.

પર્યાવરણ માટે અનુકૂળ હોય, પરંતુ આધુનિક ટેકનિક માટે યોગ્ય વાતાવરણ પણ ધરાવતું હોય તે બાબત તમામ પ્રકારે નવા ભારત માટે અત્યંત શ્રેષ્ઠ બની રહેશે. આથી તમારૂં સૌથી શ્રેષ્ઠ પ્રદાન કરો, ઉત્તમ પ્રયાસો કરો. આ શુભેચ્છાની સાથે હું મારી વાત અહિંયા સમાપ્ત કરૂં છું. વધુ એકવાર આપ સૌને વાણિજ્ય ભવનનું નિર્માણ કરવાનું કામ શરૂ કરવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

ધન્યવાદ…!!!

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
How India is building ties with nations that share Buddhist heritage

Media Coverage

How India is building ties with nations that share Buddhist heritage
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM interacts with CEOs and Experts of Global Oil and Gas Sector
October 20, 2021
શેર
 
Comments
Our goal is to make India Aatmanirbhar in the oil & gas sector: PM
PM invites CEOs to partner with India in exploration and development of the oil & gas sector in India
Industry leaders praise steps taken by the government towards improving energy access, energy affordability and energy security

Prime Minister Shri Narendra Modi interacted with the CEOs and Experts of the global oil and gas sector earlier today, via video conferencing.

Prime Minister discussed in detail the reforms undertaken in the oil and gas sector in the last seven years, including the ones in exploration and licensing policy, gas marketing, policies on coal bed methane, coal gasification, and the recent reform in Indian Gas Exchange, adding that such reforms will continue with the goal to make India ‘Aatmanirbhar in the oil & gas sector’.

Talking about the oil sector, he said that the focus has shifted from ‘revenue’ to ‘production’ maximization. He also spoke about the need to enhance  storage facilities for crude oil.  He further talked about the rapidly growing natural gas demand in the country. He talked about the current and potential gas infrastructure development including pipelines, city gas distribution and LNG regasification terminals.

Prime Minister recounted that since 2016, the suggestions provided in these meetings have been immensely useful in understanding the challenges faced by the oil and gas sector. He said that India is a land of openness, optimism and opportunities and is brimming with new ideas, perspectives and innovation. He invited the CEOs and experts to partner with India in exploration and development of the oil and gas sector in India. 

The interaction was attended by industry leaders from across the world, including Dr. Igor Sechin, Chairman & CEO, Rosneft; Mr. Amin Nasser, President & CEO, Saudi Aramco; Mr. Bernard Looney, CEO, British Petroleum; Dr. Daniel Yergin, Vice Chairman, IHS Markit; Mr. Olivier Le Peuch, CEO, Schlumberger Limited; Mr. Mukesh Ambani, Chairman & Managing Director, Reliance Industries Limited; Mr Anil Agarwal, Chairman, Vedanta Limited, among others.

They praised several recent achievements of the government towards improving energy access, energy affordability and energy security. They appreciated the leadership of the Prime Minister towards the transition to cleaner energy in India, through visionary and ambitious goals. They said that India is adapting fast to newer forms of clean energy technology, and can play a significant role in shaping global energy supply chains. They talked about ensuring sustainable and equitable energy transition, and also gave their inputs and suggestions about further promotion of clean growth and sustainability.