QuoteThe Rajya Sabha gives an opportunity to those away from electoral politics to contribute to the nation and its development: PM
QuoteWhenever it has been about national good, the Rajya Sabha has risen to the occasion and made a strong contribution: PM
QuoteOur Constitution inspires us to work for a Welfare State. It also motivates us to work for the welfare of states: PM Modi

માનનીય સભાપતિજી અને સન્માનનીય ગૃહ. હું તમારા માધ્યમથી આ 250માં સત્ર પ્રસંગે અહિંયા હાજર તમામ સાંસદોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, પરંતુ આ 250 સત્ર દરમ્યાન જે યાત્રા ચાલી છે, અત્યાર સુધીમાં જે-જે લોકોએ યોગદાન આપ્યું છે તે બધા લોકો અભિનંદનના અધિકારી છે. હું તેમને આદર પૂર્વક યાદ કરૂ છું.

સભાપતિજી, તમે જ્યારે બે અલગ-અલગ ઘટનાઓને એક સાથે જોડીને અહિંયા રજૂ કરી રહ્યા હતા, મને ચોક્કસ લાગે છે કે દેશમાં જે લોકો લખવાના શોખીન છે તે લોકો ચોક્કસપણે આ વાત પર ધ્યાન આપશે અને લખશે આ 250માં સત્રનો સમય પોતાની જાતે વિત્યો છે તેવું નથી. એક વિચારયાત્રા પણ ચાલતી રહી છે. જે રીતે તમે કહ્યું કે ક્યારેક-ક્યારેક એક વિધેયક એવું આવે છે અને તે જતાં જતાં તેનાથી બિલકુલ અલગ પ્રકારનું વિધેયક આવે છે. સમય બદલાતો ગયો છે, પરિસ્થિતિ પણ બદલાઈ છે અને આ ગૃહે બદલાયેલી પરિસ્થિતિને આત્મસાત કરતાં રહીને પોતાને એમાં ઢાળવાનો પ્રયાસ કર્યો છે. હું સમજું છું કે આ એક ખૂબ મોટી બાબત છે અને તેના માટે ગૃહના તમામ સભ્યો કે જેમણે અત્યાર સુધી કામ કર્યું છે તે બધા અભિનંદનને પાત્ર છે, અહીં કોઈને એવું લાગી શકે કે 20 વર્ષ પહેલાં મેં જે વલણ લીધું હતું તે હું કેવી રીતે બદલી શકું, પરંતુ તમે જે રીતે આ બાબતને ગોઠવીને અહીં વાત રજૂ કરી છે તે આપણી વિચારયાત્રાનું પ્રતિબિંબ છે. ભારતની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે અને વૈશ્વિક પરિવેશમાં ભારત કેવી કેવી રીતે નવી-નવી વાતોને આગળ રાખીને સામર્થ્ય દાખવે છે તેનું તેમાં પ્રતિબિંબ પડે છે અને આ કામ ગૃહમાં થયું છે, એટલા માટે જ ગૃહ પોતે ગૌરવ અનુભવે છે.

મારા માટે એ ગૌરવની બાબત છે કે મને આ મહત્વના પ્રસંગના સાક્ષી બનવાની અને તેમાં સામેલ થવાની તક મળી છે. આપણે સ્પષ્ટપણે કહી શકીએ તેમ છીએ કે બંધારણના ઘડનારા વચ્ચે ગૃહ એક હોય કે બે, પરંતુ અનુભવ દર્શાવે છે કે બંધારણનું નિર્માણ કરનારા લોકોએ જે વ્યવસ્થા આપી છે તે એટલી યોગ્ય નિવડી રહી છે કે કેટલું ઉત્તમ યોગદાન પ્રાપ્ત થયું છે. જો નીચલું ગૃહ જમીન સાથે જોડાયેલું રહ્યુ છે તો ઉપલું ગૃહ દૂર-દૂર સુધી જોઈ શકે છે અને એ રીતે ભારતની વિકાસયાત્રામાં નીચલા ગૃહે જમીન સાથે જોડાયેલી જે તે સમયની બાબતોનું પ્રતિનિધિત્વ વ્યક્ત કર્યું છે. અહિંયા બેઠેલા મહાનુભાવોને કહીશ કે તે ઉપર છે, અને ઉપર રહેનારા લોકો દૂર સુધી જોઈ શકતા હોય છે અને દૂર દૃષ્ટિનો અનુભવ કરી શકતા હોય છે. આ બંનેનો સમન્વય એ આપણા બંને ગૃહોને જોવાથી આપણને મળી રહે છે.

આ ગૃહે ઘણી ઐતિહાસિક ક્ષણો જોઈએ છે. ઈતિહાસનું નિર્માણ પણ કર્યું છે અને ઈતિહાસને રચાતો પણ જોયો છે અને જ્યારે જરૂર પડી ત્યારે ઈતિહાસને વળાંક આપવામાં પણ આ ગૃહે ઘણી મોટી સફળતા હાંસલ કરી છે. એ રીતે આ દેશના લોકપ્રિય દિગ્ગજ મહાપુરૂષોએ આ ગૃહનું નેતૃત્વ કર્યું છે. આ ગૃહમાં સહયોગી બન્યા છે અને તેના કારણે આપણા દેશની આ વિકાસ યાત્રાને અને આઝાદી પછીની ઘણી બધી વસ્તુઓનું ઘડતર થયું છે. હવે તો 50 થી 60 વર્ષ પછી ઘણી બધી વસ્તુઓએ આકાર લઈ લીધો છે, પરંતુ તે શરૂઆતના સમયમાં આપણે અજાણ્યા ભય વચ્ચે પસાર થવું પડતું હતું. એ સમયે જે પાકટતા સાથે સૌએ નેતૃત્વ કર્યું છે, નેતૃત્વ આપ્યું છે તે સ્વયં પણ એક મોટી બાબત છે.

આદરણીય સભાપતિજી, આ ગૃહની મોટી વિશેષતા એ છે કે તેના બે ખાસ પાસાં છે. એક તો તેનું સ્થાયીપણું કાયમી છે તેમ કહીએ અથવા તો શાશ્વત છે તેમ કહી શકાય. બીજી બાબત તેની વિવિધતા છે. સ્થાયીપણું એટલા માટે છે, શાશ્વત એટલા માટે છે કે, લોકસભાનો ભંગ થઈ શકે છે, પરંતુ તેનો જન્મ થયો તે પછી અત્યાર સુધી નથી તેનો ભંગ થયો કે નથી થવાનો. એટલા માટે જ તે અનંત છે. લોકો આવશે, લોકો જશે, પરંતુ વ્યવસ્થા અનંતકાળ સુધી ચાલુ રહેશે. તે આપણી અને તેની એક વિશેષતા છે અને બીજી બાબત એટલે કે વિવિધતા છે. કારણ કે અહિંયા રાજ્યોના પ્રતિનિધિત્વને પ્રાથમિકતા અપાય છે. એક રીતે કહીએ તો ભારતના ફેડરલ માળખાનો આત્મા અહિંયા આપણને દરેક પળે પ્રેરણા આપી રહ્યો છે. ભારતની વિવિધતા, ભારતની અનેકતામાં એકતાનું જે સૂત્ર છે તેની સૌથી મોટી તાકાત આપણને આ ગૃહમાં નજરે પડે છે અને તે અલગ-અલગ સમયે પ્રતિબિંબિત થતી રહે છે અને આ રીતે આ વિવિધતાઓની સાથે આપણે લોકો આગળ વધી રહ્યા છીએ ત્યારે આ ગૃહનો એક અન્ય લાભ એ છે કે દરેક વ્યક્તિ માટે ચૂંટણીનો અખાડો પાર કરવા જવો ખૂબ આસાન નથી હોતો, પરંતુ દેશના હિતમાં તેની ઉપયોગિતા જરાય ઓછી નથી. તેનો અનુભવ, તેનું સામર્થ્ય એટલું જ મૂલ્યવાન બની રહે છે. એટલે કે આ એક એવી જગ્યા છે કે જ્યાં આ પ્રકારે સામર્થ્ય ધરાવતા મહાનુભવો, અલગ-અલગ ક્ષેત્રમાંથી આવતા અનુભવી લોકો તેમનો લાભ દેશના રાજનીતિક જીવનને, દેશના નીતિ ઘડતરમાં પણ તેમનો ખૂબ મોટો લાભ મળ્યો છે અને સમયે સમયે મળતો રહ્યો છે. વૈજ્ઞાનિક હોય કે રમતની દુનિયાની વ્યક્તિ હોય કે પછી કલા જગતની વ્યક્તિ હોય. કલમથી સમૃદ્ધ વ્યક્તિ હોય. આવા અનેક મહાનુભવોનો લાભ જેમના માટે ચૂંટણીના અખાડામાંથી નિકળીને આવવાનું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ આ વ્યવસ્થાના કારણે આપણી આ બૌદ્ધિક સંપત્તિની એક સમૃદ્ધિ પણ તેના વડે આપણને પ્રાપ્ત થઈ છે.

અને આ 250 સત્રમાં, હું માનું છે કે તેનું સૌથી મોટું ઉદાહરણ બાબા સાહેબ આંબેડકર પોતે છે. કોઈને કોઈ કારણથી તેમને લોકસભા સુધી પહોંચવા દેવામાં આવ્યા નહોતા, પરંતુ આ એ જ રાજ્યસભા હતી કે જ્યાં બાબા સાહેબ આંબેડકરને કારણે દેશને ઘણો લાભ થયો છે અને એટલા માટે આપણે એ બાબતનું ગૌરવ કરીએ છીએ કે આ એ જ ગૃહ છે કે જ્યાં દેશને બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરૂષોનો આપણને ખૂબ-ખૂબ લાભ મળ્યો છે. એવું પણ જોવામાં આવ્યું છે કે એક લાંબા સમય ગાળા સુધી જ્યારે વિપક્ષ જેવું ખાસ કશું હતું નહીં. વિરોધ ભાવ પણ ખૂબ ઓછો વ્યક્ત થતો હતો. આવો એક ખૂબ મોટો સમય ખંડ વિત્યો છે અને એ સમયે જે લોકો શાસન વ્યવસ્થામાં બેઠા હતા તેમને એક એવી તક મળી કે, તેમને જે તક પ્રાપ્ત થઈ તે આજે નથી થતી. આજે પગલે-પગલે સંઘર્ષ રહેતો હોય છે, પગલે-પગલે વિરોધ વ્યક્ત થતો રહે છે, પરંતુ એ સમયે કે જ્યારે વિરોધ પક્ષ નહીં હોવા જેવો હતો ત્યારે આ ગૃહમાં એવા ઘણાં જ અનુભવી અને વિદ્વાન લોકો બેઠા હતા કે જેમણે ક્યારેય પણ શાસન વ્યવસ્થામાં નિરંકુશપણું આવવા દીધું નહોતું. શાસનમાં બેઠેલા લોકોને સાચી દિશામાં જવા માટે પ્રેરણા આપવાનું કઠણ કામ પણ આ ગૃહમાં થયું છે. આ એક કેટલી મોટી સેવા થઈ છે તેનો આપણે ગર્વ લઈ શકીએ તેમ છીએ અને આ બાબત આપણા સૌ માટે યાદગાર છે.

આદરણીય સભાપતિજી, આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિજી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજીએ આ ગૃહ બાબતે જે વાત કરી છે તે વાત હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. ડૉ. રાધાકૃષ્ણજીએ કહ્યું હતું કે, આ ખુરશી પર બેસીને તેમણે કહ્યું હતું, તે આજે એટલું જ પ્રાસંગિક રહ્યું છે. આપ આદરણીય પ્રણવ મુખર્જીની વાતનો ઉલ્લેખ કરતા હો કે ખુદ પોતાના દર્દને વ્યક્ત કરતાં હો, તો તે સમગ્ર બાબત તેમાં આવે છે અને એ સમયે ડૉ. રાધાકૃષ્ણજીએ કહ્યું હતું કે આપણા વિચાર, આપણા વ્યવહાર અને આપણી વિચારધારા જ બે ગૃહવાળી આપણી સંસદિય પ્રણાલિનું ઔચિત્ય સાબિત કરશે. બંધારણનો એક ભાગ બની ચૂકેલી આ બે ગૃહની વ્યવસ્થા આપણા કાર્યોથી થશે. આપણે પ્રથમ વખત પોતાની સંસદિય પ્રણાલિમાં બે ગૃહોની શરૂઆત કરી હતી. આપણો એ પ્રયત્ન રહેવો જોઈએ કે પોતાની વિચારધારા, સામર્થ્ય અને સમજની સાથે-સાથે આ વ્યવસ્થાનું ઔચિત્ય સાબિત કરીએ.

250 સત્રની યાત્રા બાદ, અનુભવ આટલો સંપૂર્ણ થયા બાદ વર્તમાન તરફ આવનારી પેઢીઓની જવાબદારી વધારે વધી જાય છે કે ડૉક્ટર રાધાકૃષ્ણનજીએ જે અપેક્ષા સેવી હતી, ક્યાંક આપણે તેનાથી નીચે તો નથી જઈ રહ્યા ને, શું આપણે તે અપેક્ષાઓને પૂર્ણ કરી રહ્યા છીએ, કે પછી બદલાતા યુગમાં આપણે તે અપેક્ષાઓમાં વધારે મૂલ્ય ઉમેરી રહ્યા છીએ, તે વિચારવાનો સમય છે અને મને વિશ્વાસ છે કે સદનની વર્તમાન પેઢી પણ અને આવનારી પેઢી પણ ડૉક્ટર રાધાકૃષ્ણનજીની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે સતત પ્રયાસ કરતી રહેશે અને તેને આવનારા દિવસોમાં દેશને…

જો અત્યારે, જેમ કે હમણાં આદરણીય સભાપતિજીએ કહ્યું, જો આપણે પાછલા 250 સત્રોનું મૂલ્યાંકન કરીએ તો અનેક મહત્વપૂર્ણ ઐતિહાસિક બિલ અહીં પસાર થયા છે જે એક રીતે દેશના કાયદા બન્યા, દેશના જીવનને ચલાવવાના આધાર બન્યા છે અને હું પણ જો પાછલા પાંચ વર્ષનો હિસાબ-કિતાબ જોઉં તો મારા માટે સૌભાગ્યની વાત છે કે આવી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના સાક્ષી બનવાનો અવસર મને પણ મળ્યો છે. વિદ્વત્તાપૂર્ણ પ્રત્યેક વ્યક્તિના વિચારો સાંભળવાનું મને સૌભાગ્ય મળ્યું છે અને અનેક વાતોને નવી દૃષ્ટિએ જોવાનો અવસર આ જ સદનમાં મળ્યો છે અને તેના માટે હું પોતે લાભાન્વિત થયો છું અને બધાનો આભારી છું અને આ જો આપણે વસ્તુઓને શીખીએ, સમજીએ તો ઘણું બધું મળે તેમ છે અને મેં તેનો અનુભવ અહીં કર્યો છે. તો મારા માટે આપ સૌની વચ્ચે ક્યારેક-ક્યારેક આવીને સાંભળવાનો અવસર મળે છે, તે પોતાનામાં જ એક સૌભાગ્ય છે.

જો આપણે પાછલા પાંચ વર્ષ તરફ જોઈએ, આ જ સદન છે જેણે ત્રણ તલાકનો કાયદો થશે કે નહીં થાય, દરેકને લાગતું હતું કે અહીં જ અટકી જશે, પરંતુ આ જ સદનની પરિપક્વતા છે કે તેણે એક બહુ મોટુ મહત્વપૂર્ણ મહિલા સશક્તીકરણનું કામ આ જ સદનમાં કરવામાં આવ્યું. આપણા દેશમાં અનામતનો વિરોધ કરીને પ્રત્યેક પળે સંઘર્ષના બિજ વાવવામાં આવ્યા છે. તેમાંથી તણાવ ઉત્પન્ન કરવાના ભરપૂર પ્રયાસ પણ કરવામાં આવ્યા છે. પરંતુ તે ગર્વની વાત છે કે આ જ સદને સામાન્ય વર્ગના ગરીબ પરિવારને દસ ટકા અનામતનો નિર્ણય કર્યો, પરંતુ દેશમાં ક્યાંય તણાવ ઉત્પન્ન ન થયો, વિરોધ ભાવ ઉત્પન્ન નથી થયો, સહમતીનો ભાવ બન્યો, આ પણ આ જ સદનના કારણે શક્ય બન્યું છે.

એ જ રીતે આપણે જાણીએ છીએ જીએસટી- લાંબા ગાળાથી જે પણ, શાસનમાં જેની જવાબદારી છે, દરેકે મહેનત કરી. ખામીઓ છે, નથી, સુધરવી જોઈએ – ન સુધરવી જોઈએ – આ બધી જ ચર્ચા ચાલતી રહી પરંતુ એક રાષ્ટ્ર એક કરની વ્યવસ્થા તરફ આ જ સદને સર્વસંમતિ સાધીને દેશને દિશા આપવાનું કામ કર્યું છે અને તેના જ કારણે એક નવા વિશ્વાસની સાથે વિશ્વમાં આપણે આપણી વાત રજૂ કરી શકીએ છીએ.

દેશની એકતા અને અખંડતા – આ જ સદનમાં 1964માં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા કે એક વર્ષની અંદર અંદર આ કામને કરી નાખવામાં આવશે, જે નહોતું થઇ શક્યું; તે કલમ 370 અને 35 (એ) આ જ સદનમાં અને દેશને દિશા આપવાનું કામ આ જ સદનમાં પહેલા કરવામાં આવ્યું, પછીથી લોકસભામાં કરવામાં આવ્યું છે અને એટલા માટે આ સદન પોતાનામાં જ દેશની એકતા, અખંડતાની માટે આટલા મહત્વપૂર્ણ નિર્ણયની અંદર આટલી જે ભૂમિકા નિભાવી છે, તે પોતાનામાં જ વિશેષ છે… અને તે પણ એક વિશેષતા છે કે આ સદન, આ વાત માટે જેને યાદ કરશે કે, બંધારણમાં કલમ 370 આવી, તેને દાખલ કરનારા શ્રીમાન એન. ગોપાલસ્વામી આ સદનના સૌપ્રથમ નેતા હતા, આ કલમ તેમણે મૂકી હતી અને આ જ સદને તેને કાઢવાનું કામ પણ ખૂબ ગૌરવ સાથે કર્યું – તે ઘટના હવે એક ઈતિહાસ બની ગઈ છે, એ કામ અહીં જ થયું છે.

આપણા બંધારણના નિર્માતાઓએ આપણને જે જવાબદારી સોંપી છે, આપણી પ્રાથમિકતા છે કલ્યાણકારી રાજ્ય, પરંતુ તેની સાથે એક જવાબદારી છે – રાજ્યોનું કલ્યાણ. આપણે કલ્યાણકારી રાજ્યના રૂપમાં કામ કરીએ પરંતુ સાથે-સાથે બીજી બાજુ આપણા લોકોની જવાબદારી છે, રાજ્યોનું પણ કલ્યાણ થાય અને આ બંને મળીને, રાજ્યો અને કેન્દ્ર સાથે મળીને જ દેશને આગળ વધારી શકે છે અને એ કામ કરવામાં આ સદન મહત્વનું છે, કારણ કે આ સદન રાજ્યોનું પ્રતિનિધિત્વ સંપૂર્ણ તાકાત સાથે કરતું હોય છે, ખૂબ મોટી ભૂમિકા અદા કરી છે અને આપણી બંધારણીય સંસ્થાઓને તાકાત આપવાનું પણ કામ કર્યું છે. આપણું સંઘીય માળખું, આપણા દેશના વિકાસ માટે મહત્વની શરત છે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારો સાથે મળીને કામ કરે, ત્યારે જ પ્રગતિ શક્ય બને છે.

રાજ્યસભા આ વાતને સુનિશ્ચિત કરે છે કે દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો એકબીજાના પ્રતિદ્વંદ્વી નથી. પરંતુ આપણે પ્રતિભાગી બનીને, સહભાગી બનીને દેશને આગળ લઇ જવાનું કામકરીએ છીએ. અહીં જે વિચારોનું આદાન-પ્રદાન થાય છે, તેનો જે અર્ક છે, જે અહિંયાના પ્રતિનિધિ પોતાના રાજ્યમાં લઇ જાય છે, પોતાના રાજ્યની સરકારોને કહે છે. રાજ્યની સરકારોને તેની સાથે જોડાવા માટે પ્રેરિત કરવાનું કામ જાણે અજાણે પણ સતર્ક રૂપમાં આપણે કરવાની જરૂરિયાત રહે છે.

દેશનો વિકાસ અને રાજ્યોનો વિકાસ – આ બંને અલગ વસ્તુઓ નથી. રાજ્યના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી અને દેશના વિકાસનો નકશો રાજ્યોના વિકાસને વિપરીત હશે, તો પણ રાજ્ય વિકાસ નહીં કરી શકે અને આ વાતોને આ સદન સૌથી વધુ પ્રતિબિંબિત કરે છે, જીવંતતાની સાથે પ્રતિબિંબિત કરે છે. ઘણી બધી નીતિઓ કેન્દ્ર સરકાર બનાવે છે. તે નીતિઓમાં રાજ્યોની અપેક્ષાઓ, રાજ્યોની સ્થિતિ, રાજ્યોનો અનુભવ, રાજ્યની રોજબરોજની તકલીફો – તે વાતોને સરકારના નીતિ નિર્ધારણમાં ખૂબ સચોટ રીતે કોઈ લાવી શકે છે તો આ સદન લાવી શકે છે, આ સદનના સભ્યો લાવે છે અને તેનો જ લાભ સમવાય તંત્રને પણ મળે છે. બધાનું કામ એક સાથે થવાનું નથી, કેટલુંક કામ આ પાંચ વર્ષમાં થશે તો કેટલાક આગામી પાંચ વર્ષમાં થશે પરંતુ દિશા નક્કી હોય છે અને તે કામ અહિંયાથી થઇ રહ્યું છે, તે પોતાનામાં જ…

આદરણીય સભાપતિજી, 2003માં જ્યારે આ સદનને 200 વર્ષ થયા હતા, ત્યારે પણ એક સમાંરભ થયો હતો અને ત્યારે પણ સરકાર એનડીએની હતી અને અટલ બિહારી વાજપેયીજી પ્રધાનમંત્રી હતા. તો તે 200મા સત્રના સમયે આદરણીય અટલજીનું જે ભાષણ હતું, ખૂબ રસપ્રદ હતું. તેમની વાત કરવાની એક પોતાની જ શૈલી હતી. તેમણે કહ્યું હતું કે આપણા સંસદીય લોકશાહીની શક્તિ વધારવા માટે સેકન્ડ ચેમ્બર ઉપલબ્ધ છે અને તેમણે એ પણ ચેતવણી આપી હતી કે બીજા ગૃહ (second house)ને કોઈ ગૌણ ગૃહ (secondary house) બનાવવાનો પ્રયાસ ન કરે. આ ચેતવણી અટલજીએ આપી હતી કે બીજા ગૃહને ક્યારેય પણ ગૌણ ગૃહ બનાવવાની ભૂલ ન કરવામાં આવે.

અટલજીની તે વાતોને જ્યારે હું વાંચી રહ્યો હતો તો મને પણ લાગ્યું કે આને આજના સંબંધમાં કેટલીક નવી પદ્ધતિએ જો રજૂ કરવામાં આવે તો હું કહીશ કે રાજ્યસભા બીજું ગૃહ છે, ગૌણ ગૃહ ક્યારેય નથી અને ભારતના વિકાસની માટે આને સહાયક ગૃહ બનીને રહેવું જોઈએ.

જ્યારે આપણી સંસદીય પ્રણાલીના 50 વર્ષ થયા ત્યારે અટલજીનું એક ભાષણ થયું હતું, સંસદીય પ્રણાલીના 50 વર્ષ પર અને તે ભાષણમાં ખૂબ કવિ ભાવથી તેમણે એક વાત કહી હતી. તેમણે કહ્યું હતું – એક નદીનો પ્રવાહ ત્યાં સુધી જ સારો રહે છે જ્યાં સુધી તેના કિનારા મજબૂત રહે છે અને તેમણે કહ્યું હતું કે ભારતનો સંસદીય જે પ્રવાહ છે તે આપણી લોકશાહીની પ્રક્રિયા છે, એક કિનારો લોકસભા છે, બીજો કિનારો રાજ્યસભા છે. તે બંને મજબૂત રહેશે, તો જ લોકશાહીની પરંપરાઓનો પ્રવાહ ખૂબ જ સચોટપણે આગળ વધશે. આ વાત આદરણીય અટલજીએ તે સમયે કહી હતી.

આએક વાત નક્કી છે કે ભારત સમવાય તંત્ર છે, વિવિધતાઓથી ભરેલું છે, ત્યારે એ પણ અનિવાર્ય શરત છે કે આપણે રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી દૂર નથી જવાનું. રાષ્ટ્રીય દૃષ્ટિકોણને આપણે હંમેશા કેન્દ્રવર્તી રાખવું જ પડશે. પરંતુ આપણે રાષ્ટ્રીય દૃષ્ટિકોણની સાથે ક્ષેત્રીય જે હિતો છે તેનું સંતુલન પણ ખૂબ સચોટપણે જાળવવું પડશે, તો જ આપણે તે ભાવને, તે સંતુલનના માધ્યમથી આગળ વધી શકીશું. અને આ કામ સૌથી સારી રીતે ક્યાંય થઇ શકે તેમ છે તો આ સદનમાં જ થઇ શકે છે, અહિયાંના આદરણીય સભ્યો દ્વારા થઇ શકે છે અને મને વિશ્વાસ છે કે તે કામ કરવામાં આપણે સતત પ્રયાસરત છીએ.

રાજ્યસભા એક રીતે ચેક એન્ડ બેલેન્સનો વિચાર તેના મૂળ સિદ્ધાંતોની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ચેકિંગ અને ક્લોગીંગ, તેની વચ્ચે અંતર બનાવી રાખવું ખૂબ જરૂરી હોય છે. સંતુલન અને અવરોધ, તેની વચ્ચે પણ આપણે સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી હોય છે. એક રીતે આપણા અનેક મહાનુભવો એ વાત વારંવાર કહે છે કે ભાઈ સદન ચર્ચા માટે હોવું જોઈએ, સંવાદ માટે હોવું જોઈએ, વિચાર-વિમર્શ માટે હોવું જોઈએ. તીખામાં તીખામાં સ્વરમાં વિવાદ થાય, તેનાથી કોઈ નુકસાન થવાનું નથી, પરંતુ જરૂરી છે કે અડચણોને બદલે આપણે સંવાદનો માર્ગ પસંદ કરીએ.

હું આજે, બની શકે છે કે હું જેનો ઉલ્લેખ કરી રહ્યો છું, તે સિવાય પણ લોકો હશે, પરંતુ હું બે પક્ષોનો આજે ઉલ્લેખ કરવા માંગીશ – એક એનસીપી અને અને બીજો બીજેડી. બીજા કોઈનું નામ રહી જાય તો મને ક્ષમા કરી દેજો, પરંતુ હું આ બેનો ઉલ્લેખ કરી રહ્યો છું. આ બંને દળોની વિશેષતા જુઓ, તેમણે પોતે જ એક શિસ્ત નક્કી કર્યું છે કે આપણે વેલમાં નહીં જઈએ અને હું જોઈ રહ્યો છું કે એક વખત પણ તેમના એક પણ સભ્યએ નિયમને તોડ્યો નથી. આપણે સૌ રાજનૈતિક દળોએ શીખવું પડશે કે, મારા પક્ષ સહિત. આપણે સૌએ શીખવું પડશે કેઆ નિયમનું પાલન કરવા છતાં પણ ન તો એનસીપીની રાજનૈતિક વિકાસ યાત્રામાં કોઈ અડચણ આવી છે અને ન તો બીજેડીની રાજનૈતિક વિકાસ યાત્રામાં અડચણ આવી છે. અર્થાત વેલમાં ન જઈને પણ લોકોના હૃદય જીતી શકાય છે, લોકોનો વિશ્વાસ જીતી શકાય તેમ છે. આ અને એટલા માટે હું સમજુ છું, ટ્રેઝરી બેંચ સહિત, આપણે લોકોએ આવી જે ઉચ્ચ પરંપરાઓ જેમણે નિર્માણ કરી છે, તેમનું કોઈ રાજનૈતિક નુકસાન નથી થયું, તો શા માટે આપણે તેમની પાસેથી ન શીખીએ. આપણી સામે તેઓ પ્રસ્તુત છે અને હું ઈચ્છીશ કે આપણે પણ ત્યાં બેસીએ તો આપણે પણ તે કામ કર્યું છે અને એટલા માટે આ સમગ્ર સદનની માટે કહી રહ્યો છું કે આપણે એનસીપી, બીજેડી – બંનેએ આ જે ખૂબ શ્રેષ્ઠ રીતે આ વસ્તુની શિસ્તનું પાલન કર્યું છે, આ જેની ક્યારેક ને ક્યારેક તેની ચર્ચા પણ થવી જોઈએ, તેમનો આભાર પ્રગટ કરવો જોઈએ અને હું માનું છું કે આજે જ્યારે 250મું સત્ર કરી રહ્યા છીએ તો આવી ઉત્તમ ઘટનાઓ જે છે, તેમનો ઉલ્લેખ થવો જોઈએ અને લોકોના ધ્યાનમાં લાવવી જોઈએ.

મને વિશ્વાસ છે કે સદનની ગરિમાની દિશામાં જે પણ જરૂરી છે તેને કરવામાં તમામ સભ્યો પોત-પોતાની ભૂમિકા નિભાવતા રહે છે. તમારી વેદના, વ્યથા પ્રગટ થતી રહે છે. આપણે સૌ પ્રયત્ન કરીશું, આ 250માં સત્ર પર આપણે સૌ સંકલ્પ લઈએ, ખાસ કરીને આપણે લોકો પણ લઈશું જેથી કરીને તમને ઓછામાં ઓછી તકલીફ પહોંચે, તમારી ભાવનાઓનો આદર થાય અને તમે જેવું ઈચ્છો છો તેવું જ આ સદન ચલાવવામાં અમે તમારા સાથી બનીને બધી જ શિસ્તનું પાલન કરતા રહેવાનો પ્રયાસ કરીએ.

આ સંકલ્પની સાથે હું ફરી એકવાર આ મહત્વપૂર્ણ પડાવ પર સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને જેમણે અહિંયા સુધી પહોંચાડ્યા છે, તે સૌનો આભાર માનીને મારી વાણીને વિરામ આપું છું.

ખૂબ ખૂબ આભાર!

  • Reena chaurasia August 29, 2024

    बीजेपी
  • Shyam Mohan Singh Chauhan mandal adhayksh January 31, 2024

    जय हो
  • SAPNA SARASWAT January 16, 2024

    jai shree ram
  • Babla sengupta December 30, 2023

    Babla sengupta Hearing
  • शिवकुमार गुप्ता February 02, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 02, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 02, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता February 02, 2022

    जय श्री राम
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
PM Modi’s August 15 charter isn’t about headlines — it’s for India of 2047

Media Coverage

PM Modi’s August 15 charter isn’t about headlines — it’s for India of 2047
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
IFS Officer Trainees of 2024 Batch call on PM
August 19, 2025
QuotePM discusses India’s role as a Vishwabandhu and cites instances of how India has emerged as a first responder for countries in need
QuotePM discusses the significance of Officer Trainees in their role as future diplomats as the country moves ahead towards the aim of becoming developed by 2047
QuotePM emphasises on the role of communication in a technology driven world
QuotePM urges the trainees to create curiosity about India among youngsters in various countries through quizzes and debates
QuoteDiscussing the emerging opportunities for private players globally, PM says India has the the potential to fill this space in the space sector

The Officer Trainees of the 2024 Batch of Indian Foreign Service (IFS) called on Prime Minister Shri Narendra Modi at his residence at 7, Lok Kalyan Marg earlier today. There are 33 IFS Officer Trainees in the 2024 batch from different States and UTs.

Prime Minister discussed the current multipolar world and India’s unique role as a Vishwabandhu, ensuring friendship with everyone. He cited instances of how India has emerged as a first responder for countries in need. He also underlined the capacity building efforts and other endeavours undertaken by India to lend a helping hand to the Global South. Prime Minister discussed the evolving sphere of foreign policy and it’s significance in the global fora. He spoke about the key role that the diplomats are playing in the evolution of the country as a Vishwabandhu on the global stage. He underscored the significance of the Officer Trainees in their role as future diplomats as the country moves ahead towards the aim of becoming developed by 2047.

Prime Minister engaged in a wide-ranging interaction with the Officer Trainees and asked them about their experience so far, after joining the government service. The officer trainees shared their experiences from their training and research tasks undertaken by them, which included topics such as Maritime diplomacy, AI & Semiconductor, Ayurveda, Cultural connect, Food and Soft Power, among others.

Prime Minister said that we must create curiosity amongst youngsters in various countries about India with Know Your Bharat quizzes and debates. He also said that questions of these quizzes should be regularly updated and include contemporary topics from India such as Mahakumbh, Celebration of completion of 1000 years of Gangaikonda Cholapuram Temple and so on.

Prime Minister emphasised on the important role of communication in a technology driven world. He urged the officer trainees to work on exploring all the websites of the Missions and try to find out what can be done to improve these websites for effective communication with the Indian diaspora.

Discussing the opening up of the space sector for private players, PM emphasized on exploring opportunities in other countries for expanding the scope of Indian startups coming up in this sector. PM said that India has the potential to fill this space in the space sector.