પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ નફતાલી બેનેટ સાથે ટેલિફોન પર વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ મહામહિમ બેનેટને તેમના COVID-19 નિદાન પછી વહેલા સ્વસ્થ થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઈઝરાયેલમાં તાજેતરના આતંકવાદી હુમલામાં થયેલીજાનહાનિ બદલ શોક પણ વ્યક્ત કર્યો હતો.
નેતાઓએ યુક્રેનની સ્થિતિ સહિત તાજેતરના ભૌગોલિક-રાજકીય વિકાસ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેઓએ ચાલી રહેલી દ્વિપક્ષીય સહકાર પહેલની પણ સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ મહામહિમ બેનેટનું વહેલી તકે ભારતમાં સ્વાગત કરવા માટે તેમની આતુરતા વ્યક્ત કરી હતી.


