Every Indian is proud of our armed forces and brave soldiers, says PM Modi #MannKiBaat
Blue helmet-wearing Indian soldiers have been contributing to world peace since decades: PM Modi #MannKiBaat
Every Indian, irrespective of what his region, caste, religion or language; is always ready to support our soldiers and express joy towards their success: PM #MannKiBaat
India can say with pride that the army derives its strength not only from men but also from women. Today, the Women are empowered, and also armed: PM Modi #MannKiBaat
The Indian Air Force is at the forefront of relief and rescue work during times of disasters, says PM Modi #MannKiBaat
India to celebrate Mahatma Gandhi's 150th birth anniversary for two years: PM Modi #MannKiBaat
Bapu gave an inspirational mantra to all of us which is known as Gandhi Ji’s Talisman. This Mantra is extremely relevant today: PM during #MannKiBaat
The strong personality of Pt. Lal Bahadur Shastri is identified with his slogan of 'Jai Jawan, Jai Kisan': PM Modi #MannKiBaat
Shastri ji’s gentle persona will always continue to fill us with immense pride, says PM Modi #MannKiBaat
#MannKiBaat PM Modi congratulates the people of India on the success of the 'Swachhata Hi Seva' movement
Come and let's 'Run for Unity' on 31st October, so that citizens from every class of society could join together and strengthen our efforts for a united India, says PM Modi #MannKiBaat
#MannKiBaat Sardar Patel always worked for the unity of the country throughout his lifetime, says PM Modi
NHRC, which is set to celebrate its 25th anniversary, has promoted Indian Vedic Values of Sarve Bhavantu Sukhinah: PM Modi #MannKiBaat

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેને આપણા સશસ્ત્ર દળો પર, આપણી સેનાના જવાનો પર ગર્વ ન હોય. પ્રત્યેક ભારતીય, ચાહે તે કોઈ પણ ક્ષેત્ર, જાતિ, ધર્મ, પંથ કે ભાષાનો કેમ ન હોય- આપણા સૈનિકો પ્રત્યે પોતાની ખુશી અભિવ્યક્ત કરવા અને સમર્થન દેખાડવા માટે હંમેશાં તત્પર રહે છે. ગઇકાલે ભારતના સવા સો કરોડ દેશવાસીઓએ “પરાક્રમ પર્વ” મનાવ્યું હતું. આપણે 2016માં થયેલી, તે સર્જિકલ સ્ટ્રાઇકને યાદ કરી, જ્યારે આપણા સૈનિકોએ આપણા રાષ્ટ્ર પર ત્રાસવાદની આડમાં પ્રૉક્સી વૉરની ધૃષ્ટતા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. દેશમાં અલગ-અલગ સ્થાનો પર આપણાં સશસ્ત્ર દળોએ પ્રદર્શનો આયોજિત કર્યાં જેથી દેશના વધુમાં વધુ નાગરિકો, ખાસ કરીને યુવા પેઢી એ જાણી શકે કે આપણી તાકાત શું છે, આપણે કેટલા સક્ષમ છીએ અને આપણા સૈનિકો કેવી રીતે પોતાનો જાન જોખમમાં મૂકીને આપણા દેશવાસીઓની રક્ષા કરે છે. પરાક્રમ પર્વ જેવો દિવસ યુવાઓને આપણી સશસ્ત્ર સેનાના ગૌરવપૂર્ણ વારસાની યાદ અપાવે છે. અને દેશની એકતા અને અખંડતા સુનિશ્ચિત કરવા માટે આપણને પ્રેરિત કરે છે. મેં પણ વીરોની ભૂમિ રાજસ્થાનના જોધપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો, હવે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે કે આપણા સૈનિકો એ બધાને જડબાતોડ જવાબ આપશે જે આપણા રાષ્ટ્રમાં, શાંતિ અને ઉન્નતિના વાતાવરણને નષ્ટ કરવાનો પ્રયાસ કરશે. આપણે શાંતિમાં વિશ્વાસ રાખીએ છીએ અને તેને ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ સન્માન સાથે સમજૂતી કરીને અને તે પણ રાષ્ટ્રની સંપ્રભુતાની કિંમત પર, તો બિલકુલ નહીં. ભારત હંમેશાં શાંતિ પ્રત્યે વચનબદ્ધ અને સમર્પિત રહ્યો છે. 20મી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં આપણા એક લાખથી વધુ સૈનિકોએ શાંતિ પ્રત્યે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું અને તે ત્યારે, જ્યારે આપણો તે યુદ્ધ સાથે કોઈ સંબંધ નહોતો. આપણી નજર ક્યારેય બીજી કોઈ ધરતી પર ક્યારેય નહોતી. તે તો શાંતિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા હતી. કેટલાક દિવસ પહેલાં જ 23 સપ્ટેમ્બરે આપણે ઇઝરાયેલમાં હૈફા (Haifa)ની લડાઈનાં સો વર્ષ પૂરાં થવાં પર મૈસૂર, હૈદરાબાદ અને જોધપુર લેન્સર્સ (Lanceras)ના આપણા વીર સૈનિકોને યાદ કર્યા જેમણે આક્રાંતાઓથી હૈફાને મુક્તિ અપાવી હતી. તે પણ શાંતિની દિશામાં આપણા સૈનિકો દ્વારા કરવામાં આવેલું એક પરાક્રમ હતું. આજે પણ સંયુક્ત રાષ્ટ્રોના અલગ-અલગ શાંતિ રક્ષક દળોમાં ભારત સૌથી વધુ સૈનિકો મોકલનારા દેશોમાંથી એક છે. દાયકાઓથી આપણા બહાદુર સૈનિકોએ બ્લ્યુ હૅલ્મેટ પહેરીને વિશ્વમાં શાંતિ જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મારા પ્રિય દેશવાસીઓ, આકાશની વાતો તો નિરાળી હોય જ છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આકાશમાં પોતાની શક્તિનો પરિચય આપીને ભારતીય વાયુ સેનાએ દરેક દેશવાસીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આપણને સુરક્ષાની અનુભૂતિ કરાવી છે. ગણતંત્ર દિવસ સમારોહ દરમિયાન લોકોને પરેડના જે હિસ્સાની ખૂબ જ આતુરતાથી રાહ હોય છે તેમાંની એક છે, “ફ્લાય પાસ્ટ” (Fly Past) જેમાં આપણી વાયુ સેના અજબગજબ કારનામાંઓની સાથે પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે. 8 ઑક્ટોબરે આપણે ‘વાયુ સેના દિવસ’ મનાવીએ છીએ. 1932માં 6 પાઇલૉટ અને 19 વાયુ સૈનિકોની સાથે એક નાનકડી શરૂઆતથી આગળ વધતાં આપણી વાયુ સેના આજે 21મી સદીની સૌથી સાહસિક અને શક્તિશાળી વાયુ સેનામાં સમાવિષ્ટ થઈ ચૂકી છે. તે પોતાની રીતે એક યાદગાર યાત્રા છે. દેશ માટે પોતાની સેવા આપનારા બધા હવાઈ યૌદ્ધાઓ (Air Warriors) અને તેમના પરિવારને હું અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું. 1947માં જ્યારે પાકિસ્તાનના હુમલાખોરોએ એક અભૂતપૂર્વ હુમલો શરૂ કર્યો તો તે વખતે વાયુ સેના જ હતી જેણે શ્રીનગરને હુમલાખોરોથી બચાવવા માટે તે સુનિશ્ચિત કર્યું કે ભારતીય સૈનિક અને ઉપકરણ યુદ્ધના મેદાન સુધી સમયસર પહોંચી જાય. વાયુ સેનાએ 1965માં પણ દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો હતો. 1971માં બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈ કોણ નથી જાણતું? 1999માં કારગિલને ઘૂસણખોરોના કબજાથી મુક્ત કરાવવામાં વાયુ સેનાની પણ ભૂમિકા મહત્ત્વની રહી છે. ટાઇગર હિલમાં દુશ્મનોનાં સ્થાનો પર રાતદિવસ બૉમ્બમારો કરીને વાયુ સેનાએ તેમને ધૂળ ચાટતા કરી દીધા. રાહત અને બચાવ કાર્ય હોય કે પછી આપત્તિ પ્રબંધન, આપણા હવાઈ યૌદ્ધાઓના પ્રશંસનીય કાર્ય માટે દેશ તેમના પ્રતિ કૃતજ્ઞ છે. તોફાન, વાવાઝોડું, પૂરથી લઈને જંગલની આગ સુધી પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવા માટે અને દેશવાસીઓની મદદ કરવા માટે તેમનું મનોબળ અદભૂત રહ્યું છે. દેશમાં gender equality એટલે કે સ્ત્રી-પુરુષની સમાનતા સુનિશ્ચિત કરવામાં વાયુ સેનાએ ઉદાહરણ સ્થાપ્યું છે અને પોતાના પ્રત્યેક વિભાગનાં દ્વાર દેશની દીકરીઓ માટે ખોલી દીધાં છે. હવે તો વાયુ સેના મહિલાઓને શૉર્ટ સર્વિસ કમિશનની સાથે પરમેનન્ટ કમિશનનો વિકલ્પ પણ આપી રહી છે જેની ઘોષણા આ વર્ષે 15 ઑગસ્ટે મેં લાલ કિલ્લા પરથી કરી હતી. ભારત ગર્વથી કહી શકે છે કે ભારતની સેનામાં સશસ્ત્ર દળોમાં પુરુષ શક્તિ જ નહીં, સ્ત્રીશક્તિનું પણ એટલું જ યોગદાન બનતું જઈ રહ્યું છે. નારી સશક્ત તો છે જ, પરંતુ હવે સશસ્ત્ર પણ બની રહી છે.

મારા પ્રિય દેશવાસીઓ, ગત દિવસો નૌ સેનાના આપણા એક અધિકારી અભિલાષ ટૉમી પોતાના જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા. સમગ્ર દેશ ચિંતિત હતો કે ટૉમીને કેવી રીતે બચાવી શકાય. તમને ખબર છે કે અભિલાષ ટૉમી એક ખૂબ જ સાહસી-વીર અધિકારી છે. તેઓ એકલા જ કોઈ પણ આધુનિક ટૅક્નૉલૉજી વગર એક નાનકડી હોડી લઈને વિશ્વ ભ્રમણ કરનારા પહેલા ભારતીય હતા. ગત 80 દિવસોથી, તેઓ દક્ષિણ હિન્દ મહાસાગરમાં ગૉલ્ડન ગ્લૉબ રૅસ (golden globe race)માં ભાગ લેવા માટે સમુદ્રમાં પોતાની ગતિને જાળવી રાખીને આગળ વધી રહ્યા હતા પરંતુ ભયાનક સમુદ્રી તોફાને તેમના માટે મુસીબત પેદા કરી દીધી પરંતુ ભારતની નૌ સેનાના આ વીર, સમુદ્ર વચ્ચે અનેક દિવસો સુધી જઝૂમતા રહ્યા, જંગ કરતા રહ્યા. તેઓ પાણીમાં ખાધાપીધા વગર લડતા રહ્યા. જિંદગીથી હાર ન માની. સાહસ, સંકલ્પશક્તિ, પરાક્રમનું એક અદભૂત ઉદાહરણ બન્યા- કેટલાક દિવસો પહેલાં મેં જ્યારે અભિલાષને સમુદ્રથી બચાવીને બહાર લઈ અવાયા, તો ટેલિફૉન પર તેમની સાથે વાત કરી. હું પહેલાં પણ ટૉમીને મળી ચૂક્યો હતો. આટલા સંકટથી બહાર આવ્યા પછી પણ તેમની જે હિંમત હતી, તેમનું દૃઢ મનોબળ હતું અને ફરી એક વાર આવું જ કંઈક પરાક્રમ કરવાનો જે સંકલ્પ તેમણે મને જણાવ્યો તે દેશની યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. હું અભિલાષ ટૉમીના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું અને તેમનું આ સાહસ, તેમનું પરાક્રમ, તેમની સંકલ્પશક્તિ, જઝૂમવાની અને જીતવાની તાકાત આપણા દેશની યુવા પેઢીને જરૂર પ્રેરણા આપશે.

મારા પ્રિય દેશવાસીઓ, 2 ઑક્ટોબરનું આપણા રાષ્ટ્ર માટે શું મહત્વ છે, તે દરેક બાળક પણ જાણે છે. આ વર્ષની 2 ઑક્ટોબરનું એક વિશેષ મહત્ત્વ છે. આજથી બે વર્ષ માટે આપણે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે વિશ્વભરમાં અનેક વિવિધ કાર્યક્રમો કરવાના છીએ. મહાત્મા ગાંધીના વિચારોએ પૂરી દુનિયાને પ્રેરિત કર્યા છે. ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે પછી નેલ્સન મંડેલા જેવી મહાન વિભૂતિઓ, દરેકે ગાંધીજીના વિચારોમાંથી શક્તિ મેળવી અને પોતાના લોકોને સમાનતા અને સન્માનનો હક અપાવવા માટે તેઓ લાંબી લડાઈ લડી શક્યા. આજની ‘મન કી બાત’માં હું, તમારી સાથે પૂજ્ય બાપુના એક બીજા મહત્ત્વપૂર્ણ કાર્યની ચર્ચા કરવા માગું છું, જેને વધુમાં વધુ દેશવાસીઓએ જાણવું જોઈએ. 1941માં મહાત્મા ગાંધીએ કન્સ્ટ્રક્ટિવ પ્રૉગ્રામ (Constructive Programme) એટલે કે રચનાત્મક કાર્યક્રમના રૂપમાં કેટલાક વિચારોને લખવાનું શરૂ કર્યું. પછી 1945માં જ્યારે સ્વતંત્રતા સંગ્રામે વેગ પકડ્યો ત્યારે તેમણે તે વિચારોની સુધારેલી નકલ તૈયાર કરી. પૂજ્ય બાપુએ ખેડૂતો, ગામડાંઓ, શ્રમિકોના અધિકારોની રક્ષા, સ્વચ્છતા, શિક્ષણનો પ્રસાર જેવા અનેક વિષયો પર પોતાના વિચારોને દેશવાસીઓ સમક્ષ રાખ્યા છે. તેને ગાંધી ચાર્ટર (Gandhi Charter) પણ કહે છે. પૂજ્ય બાપુ લોક સંગ્રાહક હતા. લોકો સાથે જોડાઈ જવું અને તેમને પોતાની સાથે જોડી લેવા તે બાપુની વિશેષતા હતી. તે તેમના સ્વભાવમાં હતું. આ તેમના વ્યક્તિત્વની સૌથી અનોખી વિશેષતાના રૂપમાં દરેકે અનુભવ કર્યો છે. તેમણે પ્રત્યેક વ્યક્તિને એ અનુભવ કરાવ્યો કે તે દેશ માટે સૌથી મહત્ત્વપૂર્ણ અને નિતાંત આવશ્યક છે. સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું સૌથી મોટું યોગદાન એ રહ્યું કે તેમણે તેને વ્યાપક જન આંદોલન બનાવી દીધું. સ્વતંત્રતા સંગ્રામના આંદોલનમાં મહાત્મા ગાંધીના આહવાન પર સમાજના દરેક ક્ષેત્ર, દરેક વર્ગના લોકોએ સ્વયંને સમર્પિત કરી દીધા. બાપુએ આપણને બધાને એક પ્રેરણાદાયક મંત્ર આપ્યો હતો જેને ઘણી વાર “ગાંધીજીના તલિસ્માન”ના નામે ઓળખવામાં આવે છે. તેમાં ગાંધીજીએ કહ્યું હતું, “હું તમને એક જન્તર આપું છું, જ્યારે પણ તમને સંદેહ હોય કે તમારો અહં તમારા પર સવાર થવા લાગે તો આ કસોટી અજમાવો, જે સૌથી ગરીબ અને નબળો માણસ તમે જોયો હોય તેનો ચહેરો યાદ કરો અને પોતાના હૃદયને પૂછો કે જે પગલું ભરવાનો તમે વિચાર કરી રહ્યા છો તે પગલું તે માણસ માટે કેટલું ઉપયોગી નિવડશે? શું તેનાથી તેને કોઈ લાભ થશે? શું તેનાથી તે પોતાના જ જીવન અને ભાગ્ય પર કંઈક કાબૂ રાખી શકશે? એટલે કે શું તેનાથી તે કરોડો લોકોને સ્વરાજ મળી શકશે જેઓ પેટ ભૂખ્યા છે અને આત્મા અતૃપ્ત છે? ત્યારે તમે જોશો કે તમારો સંદેહ મટી રહ્યો છે અને અહં સમાપ્ત થઈ રહ્યો છે.”

મારા પ્રિય દેશવાસીઓ, ગાંધીજીનો એક જંતર આજે પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. આજે દેશમાં વધતો મધ્યમ વર્ગ, તેની વધતી જતી આર્થિક શક્તિ, વધતી જતી ખરીદ શક્તિ, શું આપણે કોઈ પણ ખરીદી કરવા જઈએ તો પળ ભર માટે પૂજ્ય બાપુનું સ્મરણ કરી શકીએ? પૂજ્ય બાપુના એ જંતરનું સ્મરણ કરી શકીએ? શું આપણે ખરીદી કરતી વખતે વિચારી શકીએ કે હું જે ચીજ ખરીદી રહ્યો છું કે ખરીદી રહી છું તેનાથી મારા દેશના કયા નાગરિકનું ભલું થશે? કોના ચહેરા પર ખુશી આવશે? કયો ભાગ્યશાળી હશે જેને સીધી કે આડકતરી રીતે તમારી ખરીદીથી લાભ થશે? અને ગરીબથી ગરીબને લાભ થશે તો મારી ખુશી અધિકથી અધિક હશે. ગાંધીજીના આ જંતરને યાદ કરીને આવનારા દિવસોમાં આપણે જ્યારે પણ કંઈક ખરીદીએ, ગાંધીજીની 150મી જયંતીને મનાવીએ છીએ ત્યારે આપણે જરૂર વિચારીએ કે આપણી દરેક ખરીદીથી કોઈ ને કોઈ દેશવાસીનું ભલું જરૂર થાય અને તેમાં પણ જેણે પોતાનો પરસેવો વહાવ્યો છે, જેણે પોતાના પૈસા લગાવ્યા છે, જેણે પોતાની પ્રતિભાને સમર્પિત કરી દીધી છે, તેવા બધાને કોઈ ને કોઈ લાભ થવો જોઈએ. આ જ તો ગાંધીનો જંતર છે, આ જ તો ગાંધીનો સંદેશ છે અને મને વિશ્વાસ છે કે સૌથી ગરીબ અને નબળો માણસ, તેના જીવનમાં તમારું એક નાનકડું પગલું બહુ મોટું પરિણામ લાવી શકે છે.

મારા પ્રિય દેશવાસીઓ, જ્યારે ગાંધીજીએ કહ્યું હતું કે સફાઈ કરશો તો સ્વતંત્રતા મળશે ત્યારે તેમને કદાચ એ ખબર નહીં હોય કે તે કેવી રીતે થશે- પરંતુ તે થયું, ભારતને સ્વતંત્રતા મળી. આ જ રીતે આજે આપણને પણ લાગી શકે છે કે મારા આ નાનકડા કાર્યથી પણ મારા દેશની આર્થિક પ્રગતિમાં, આર્થિક સશક્તિકરણમાં, ગરીબને ગરીબી વિરુદ્ધ લડાઈ લડવાની તાકાત દેવામાં મારો બહુ મોટો ફાળો હોઈ શકે છે અને હું માનું છું કે આજના યુગની આ જ સાચી દેશભક્તિ છે, આ જ પૂજ્ય બાપુને કાર્યાંજલી છે. જેમ કે, વિશેષ અવસરો પર ખાદી અને હૅન્ડલૂમનાં ઉત્પાદનો ખરીદવા વિશે વિચારીએ તો તેનાથી અનેક વણકરોને મદદ મળશે. કહે છે કે લાલબહાદુર શાસ્ત્રીજી ખાદીના જૂના કે ફાટેલાં વસ્ત્રોને પણ એટલા માટે સાચવીને રાખતાં હતાં, કારણકે તેમાં કોઈનો પરિશ્રમ છુપાયેલો હોય છે. તેઓ કહેતા હતા કે આ બધાં ખાદીનાં કપડાં ખૂબ જ મહેનતથી બનાવાયેલાં છે- તેનો એક એક તાંતણો કામમાં આવવો જોઈએ. દેશ સાથે લગાવ અને દેશવાસીઓ પ્રત્યે પ્રેમની આ ભાવના નાના કદકાઠીવાળા તે મહામાનવની રગેરગમાં વસેલી હતી. બે દિવસ પછી પૂજ્ય બાપુની સાથે જ આપણે શાસ્ત્રીજીની જયંતી પણ મનાવીશું. શાસ્ત્રીજીનું નામ આવતાં જ આપણે ભારતવાસીઓના મનમાં અસીમ શ્રદ્ધાનો ભાવ ઉમટી આવે છે. તેમનું સૌમ્ય વ્યક્તિત્વ દરેક દેશવાસીઓને હંમેશાં ગર્વથી ભરી દે છે.

લાલબહાદુર શાસ્ત્રીજીની એ વિશેષતા હતી કે બહારથી તેઓ અત્યાધિક વિનમ્ર દેખાતા હતા પરંતુ અંદરથી પહાડની જેમ તેઓ દૃઢ નિશ્ચયી હતા. ‘જય જવાન જય કિસાન’નું તેમનું સૂત્ર તેમના આ વિરાટ વ્યક્તિત્વની ઓળખ છે. રાષ્ટ્ર પ્રત્યે તેમની નિ:સ્વાર્થ તપસ્યાનું જ ફળ હતું કે તેમના દોઢ વર્ષના સંક્ષિપ્ત કાર્યકાળમાં તેઓ દેશના જવાનો અને ખેડૂતોને સફળતાના શિખર પર પહોંચાડવાના મંત્રો આપી ગયા.

મારા પ્રિય દેશવાસીઓ, આજે જ્યારે આપણે પૂજ્ય બાપુનું સ્મરણ કરી રહ્યા છીએ તો બહુ સ્વાભાવિક છે કે સ્વચ્છતાની વાત કર્યા વગર ન રહી શકીએ. 15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા જ સેવા’ નામનું એક અભિયાન શરૂ થયું. કરોડો લોકો આ અભિયાન સાથે જોડાયા અને મને પણ સૌભાગ્ય મળ્યું કે હું દિલ્લીની આંબેડકર સ્કૂલમાં બાળકો સાથે સ્વચ્છતા શ્રમદાન કરું. હું તે સ્કૂલમાં ગયો જેનો પાયો સ્વયં પૂજ્ય બાબાસાહેબે નાખ્યો હતો. દેશભરમાં દરેક વર્ગના લોકો આ 15 તારીખે આ શ્રમદાન સાથે જોડાયા. સંસ્થાઓએ પણ તેમાં રંગેચંગે પોતાનું યોગદાન આપ્યું. સ્કૂલના વિદ્યાર્થીઓ, કૉલેજના છાત્રો, એનસીસી(NCC), એનએસએસ(NSS), યુવાં સંગઠનો, Media Groups, કૉર્પોરેટ જગત, બધાએ, બધાએ મોટા સ્તર પર સ્વચ્છતા શ્રમદાન કર્યું. હું તે માટે આ બધા સ્વચ્છતાપ્રેમી દેશવાસીઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવો સાંભળીએ એક ફૉન કૉલ-

“નમસ્કાર! મારું નામ શૈતાનસિંહ, જિલ્લો બિકાનેર, તાલુકો – પૂગલ, રાજસ્થાનથી બોલું છું. હું પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છું. મને બંને આંખોથી દેખાતું નથી. હું સંપૂર્ણ અંધ વ્યક્તિ છું તો હું એમ કહેવા માગું છું ‘મન કી બાત’માં, જે સ્વચ્છ ભારતનું મોદીજીએ પગલું ભર્યું હતું તે ઘણું સુંદર છે. અમે અંધજનો શૌચ માટે જવામાં પરેશાન થતા હતા. હવે શું છે કે દરેક ઘરમાં શૌચાલય બની ગયું છે તો અમારો ઘણો સારો ફાયદો થયો છે તેમાં. આ પગલું ઘણું જ સુંદર ઉઠાવ્યું હતું અને આગળ પણ આ કામ ચાલતું રહેવું જોઈએ.”

ખૂબ-ખૂબ ધન્યવાદ! તમે ઘણી મોટી વાત કહી. દરેકના જીવનમાં સ્વચ્છતાનું પોતાનું મહત્ત્વ છે અને ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ તમારા ઘરમાં શૌચાલય બન્યું અને તેનાથી હવે તમને સુવિધા થઈ રહી છે તેનાથી વધુ ખુશીની વાત આપણા બધા માટે બીજી કઈ હોઈ શકે! અને કદાચ આ અભિયાન સાથે જોડાયેલા લોકોને અંદાજ પણ નહીં હોય કે એક પ્રજ્ઞાચક્ષુ હોવાના લીધે તમે જોઈ શકતા નથી, પરંતુ શૌચાલય નહોતું ત્યારે તમારે કેટલી તકલીફો સાથે જીવન ગુજારવું પડતું હશે અને શૌચાલય બન્યા બાદ તમારા માટે તે કેટલું મોટું વરદાન બની ગયું! કદાચ તમે પણ આ પાસાને જોડતી વાત કરવા માટે ફૉન ન કર્યો હોત તો કદાચ સ્વચ્છતાના આ અભિયાન સાથે જોડાયેલા લોકોના ધ્યાનમાં પણ આ સંવેદનશીલ પાસું ન આવત. હું તમારા ફૉન માટે વિશેષ રીતે તમારો ધન્યવાદ કરું છું.

મારા પ્રિય દેશવાસીઓ, ‘સ્વચ્છ ભારત મિશન’ માત્ર દેશમાં જ નહીં, પરંતુ પૂરી દુનિયામાં એક સફળ કહાની બની ગયું છે જેના વિશે બધા જ વાતો કરી રહ્યા છે. આ વખતે ભારત ઇતિહાસમાં દુનિયાનું સૌથી મોટું સ્વચ્છતા સંમેલન આયોજિત કરી રહ્યું છે. ‘મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલન’ એટલે કે ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન’ (Mahatma Gandhi International Sanitation Convention) દુનિયાભરના સેનિટેશન મિનિસ્ટર્સ (Sanitation Ministers) અને આ ક્ષેત્રના વિશેષજ્ઞો એક સાથે આવીને સ્વચ્છતા સાથે સંબંધિત પોતાના પ્રયોગો અને અનુભવ જણાવી રહ્યા છે. ‘મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન’ (Mahatma Gandhi International Sanitation Convention)નું સમાપન 2 ઑક્ટોબર 2018ના રોજ બાપુની 150મી જયંતી સમારોહના શુભારંભ સાથે થશે.

મારા પ્રિય દેશવાસીઓ, સંસ્કૃતની એક ઉક્તિ છે- “न्यायमूलंन्यायमूलं स्वराज्यं स्यात्स्यात्” અર્થાત્ સ્વરાજના મૂળમાં ન્યાય હોય છે. જ્યારે ન્યાયની ચર્ચા થાય છે તો માનવ અધિકારનો ભાવ તેમાં પૂરી રીતે સમાહિત હોય છે. શોષિત, પીડિત અને વંચિતજનોની સ્વતંત્રતા, શાંતિ અને તેમને ન્યાય સુનિશ્ચિત કરાવવા માટે તે વિશેષ રીતે અનિવાર્ય છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા અપાયેલા સંવિધાનમાં ગરીબોના મૂળ અધિકારોની રક્ષા માટે અનેક જોગવાઈઓ આપવામાં આવી છે. તેમના જ વિઝન(vision)થી પ્રેરિત થઈને 12 ઑક્ટોબર 1993ના રોજ ‘રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ’ અર્થાત્ (National Human Rights Commission–NHRC)ની રચના કરવામાં આવી હતી. કેટલાક દિવસો પછી NHRCને ૨૫ વર્ષ પૂરાં થવાનાં છે. NHRCએ ન માત્ર માનવ અધિકારોની રક્ષા કરી, પરંતુ માનવીય ગરીમાને પણ વધારવાનું કામ કર્યું છે. આપણા પ્રાણપ્રિય નેતા આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમાન અટલબિહારી વાજપેયીજીએ સ્પષ્ટ રૂપે કહ્યું હતું કે માનવ અધિકાર આપણા માટે કોઈ પારકી અવધારણા નથી. આપણા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રતીક ચિહ્નમાં વૈદિક કાળનું આદર્શ સૂત્ર “न्यायमूसर्वे भवन्तु सुखिनः” અંકિત છે. એનએચઆરસીએ માનવ અધિકારો માટે વ્યાપક જાગૃતિ પેદા કરી છે, સાથે જ તેના દુરુપયોગને રોકવામાં પણ પ્રશંસનીય ભૂમિકા નિભાવી છે. 25 વર્ષની આ યાત્રામાં તેણે દેશવાસીઓમાં એક આશા, એક વિશ્વાસનું વાતાવરણ પેદા કર્યું છે. એક સ્વસ્થ સમાજ માટે, ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યો માટે હું સમજું છું કે આ એક બહુ મોટી આશાસ્પદ ઘટના છે. આજે રાષ્ટ્રીય સ્તર પર માનવ અધિકારના કામની સાથે-સાથે 26 રાજ્ય માનવ અધિકાર આયોગની પણ રચના કરવામાં આવી છે. એક સમાજના રૂપમાં આપણે માનવ અધિકારોનું મહત્વ સમજવાની અને આચરણમાં લાવવાની જરૂર છે- તે જ “સૌનો સાથ, સૌનો વિકાસ”નો આધાર છે.

મારા પ્રિય દેશવાસીઓ, ઑક્ટોબર મહિનો હોય, જયપ્રકાશ નારાયણની જન્મજયંતી હોય, રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મ શતાબ્દિ વર્ષનો પ્રારંભ હોય- આ બધાં જ મહાપુરુષો આપણને બધાને પ્રેરણા આપતા રહ્યા છે, તેમને આપણે નમન કરીએ છીએ અને 31 ઑક્ટોબરે સરદાર સાહેબની જયંતી છે, હું આગામી ‘મન કી બાત’માં વિસ્તારથી વાત કરીશ, પરંતુ આજે હું જરૂર એટલા માટે ઉલ્લેખ કરવા માગું છું કે કેટલાંક વર્ષોથી સરદાર સાહેબની જન્મજયંતી પર 31 ઑક્ટોબરે ’Run for Unity’ હિન્દુસ્તાનના દરેક નાના-મોટા શહેરમાં, નગરમાં, ગામડામાં, ‘એકતા માટે દોડ’ તેનું આયોજન થાય છે. આ વર્ષે પણ આપણે પ્રયત્નપૂર્વક પોતાના ગામમાં, નગરમાં, શહેરમાં, મહાનગરમાં ’Run for Unity’ને organize કરીએ. ‘એકતા માટે દોડ’ આ જ તો સરદાર સાહેબનું, તેમનું સ્મરણ કરવાનો ઉત્તમ માર્ગ છે કારણકે તેમણે જીવનભર દેશની એકતા માટે કામ કર્યું. હું તમને બધાને અનુરોધ કરું છું કે 31 ઑક્ટોબરે ’Run for Unity’ના દ્વારા સમાજના દરેક વર્ગને, દેશના દરેક એકમને એકતાના સૂત્રમાં બાંધવાના અમારા પ્રયાસોને આપણે બળવત્તર બનાવીએ અને તે જ તેમના માટે સારી શ્રદ્ધાંજલી હશે.

મારા પ્રિય દેશવાસો, નવરાત્રિ હોય, દુર્ગાપૂજા હોય, વિજયાદશમી હોય, આ પવિત્ર પર્વો માટે હું તમને બધાને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ! 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Great To See How He Supports Art': 'Fauda' Star Lior Raz On Meeting PM Modi In Israel

Media Coverage

Great To See How He Supports Art': 'Fauda' Star Lior Raz On Meeting PM Modi In Israel
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The HPV vaccination campaign, launched from Ajmer, marks a significant step towards empowering the nation’s Nari Shakti: PM Modi in Rajasthan
February 28, 2026
Our government is committed to all-round development: PM
Today, I had the privilege of launching the nationwide HPV vaccination campaign from Ajmer, inaugurating and laying foundation stones for multiple projects and distributing appointment letters to the youth: PM
The HPV vaccination campaign has commenced from Ajmer, this campaign is a significant step towards empowering the Nari Shakti of the country: PM
The double-engine government is moving forward by taking both Rajasthan’s heritage and development together: PM
The campaign to link rivers started by our government will significantly benefit Rajasthan: PM
There is no shortage of sunlight in Rajasthan, this very sunshine is becoming a source of savings and income for the common man: PM
A very significant role is being played by the PM Surya Ghar Free Electricity Scheme, this scheme has the power to change Rajasthan's destiny: PM

भारत माता की जय।

भारत माता की जय।

भारत माता की जय।

तीर्थराज पुष्कर और माता सावित्री की इस पावन भूमि पर, आज मुझे आप सबके बीच आने का, आपके आशीर्वाद प्राप्त करने का अवसर मिला है। इस मंच से मैं सुरसुरा के तेजाजी धाम को, पृथ्वीराज की भूमि अजमेर को प्रणाम करता हूं।

मेरे साथ बोलिए –

तीर्थराज पुष्कर की जय।

तीर्थराज पुष्कर की जय।

वीर तेजाजी महाराज की जय।

वीर तेजाजी महाराज की जय।

भगवान देव नारायण की जय।

भगवान देव नारायण की जय।

वरूण अवतार भगवान झूलेलाल जी की जय।

भगवान झूलेलाल जी की जय।

मंच पर विराजमान राजस्थान के राज्यपाल हरिभाउ बागडे जी, राज्य के लोकप्रिय मुख्यमंत्री श्री भजनलाल शर्मा जी, पूर्व मुख्यमंत्री बहन वसुंधरा जी, केंद्रीय मंत्रिमंडल में मेरे साथी भगीरथ चौधरी जी, उपमुख्यमंत्री प्रेमचंद भैरवा जी, दिया कुमारी जी, संसद में मेरे साथी, भाजपा के प्रदेश अध्यक्ष मदन राठौर जी, उपस्थित अन्य मंत्रिगण, अन्य महानुभाव और राजस्थान के मेरे प्यारे भाई और बहनों। मैं पूज्य संतों का बहुत आभारी हूं, कि हमें आशीर्वाद देने के लिए इतनी बड़ी संख्या में पूज्य संतगण यहां मौजूद हैं।

साथियों,

अजमेर आस्था और शौर्य की धरती है। यहां तीर्थ भी है और क्रांतिवीरों के पदचिन्ह भी हैं। अभी कल ही मैं इजराइल की यात्रा को पूरा करके भारत लौटा हूं। राजस्थान के सपूत मेजर दलपत सिंह के शौर्य को इजराइल के लोग आज भी गौरव से याद करते हैं। मुझे भी इजराइल की संसद में, मेजर दलपत सिंह जी के शौर्य को नमन करने का सौभाग्य मिला। राजस्थान के वीर बाकुरों की, इजराइल के हाइफा शहर को आजाद कराने में जो भूमिका थी, मुझे उसका गौरवगान करने का अवसर मिला है।

साथियों,

कुछ समय पहले ही, राजस्थान में भाजपा की डबल इंजर सरकार को दो साल पूरे हुए हैं, मुझे संतोष है कि आज राजस्थान विकास के नए पथ पर अग्रसर है। विकास के जिन वायदों के साथ भाजपा सरकार आपकी सेवा में आई थी, उन्हें तेजी के साथ पूरा कर रही है। और आज का दिन, विकास के इसी अभियान को तेज करने का दिवस है। थोड़ी देर पहले यहां राजस्थान के विकास से जुड़ी करबी 17 हजार करोड़ रूपयों की परियोजनाओं का शिलान्यास और लोकार्पण हुआ है। सड़क, बिजली, पानी, स्वास्थ्य, शिक्षा, हर क्षेत्र में नई शक्ति जुड़ रही है। ये सारे प्रोजेक्टस राजस्थान की जनता की सुविधा बढ़ाएंगे और राजस्थान के युवाओं के लिए, रोजगार के भी अवसर पैदा करेंगे।

साथियों,

भाजपा की डबल इंजर सरकार लगातार युवा शक्ति को सशक्त कर रही है। दो साल पहले तक राजस्थान से भर्तियों में भ्रष्टाचार और पेपर लीक की ही खबरें चमकती रहती थीं, आती रहती थीं। अब राजस्थान में पेपर लीक पर लगाम लगी है, दोषियों पर सख्त कार्रवाई हो रही है। आज यहां इसी मंच से राजस्थान के 21 हजार से अधिक युवाओं को नियुक्ति पत्र भी सौंपे गए हैं। ये बहुत बड़ा बदलाव आया है। मैं इस बदलाव के लिए, नई नौकरियों के लिए, विकास के सभी कामों के लिए, राजस्थान के आप सभी लोगों को बहुत-बहुत बधाई देता हूं।

साथियों,

आज वीरांगनाओं की इस धरती से, मुझे देशभर की बेटियों के लिए एक अहम अभियान शुरू करने का अवसर मिला है। यहां अजमेर से HPV वैक्सीनेशन अभियान शुरू हुआ है। ये अभियान, देश की नारीशक्ति को सशक्त करने की दिशा में अहम कदम है।

साथियों,

हम सब जानते हैं कि परिवार में जब मां बीमार होती है, तो घर बिखर सा जाता है। अगर मां स्वस्थ है, तो परिवार हर संकट का सामना करने में सक्षम रहता है। इसी भाव से, भाजपा सरकार ने महिलाओं को संबल देने वाली अनेक योजनाएं चलाई हैं।

साथियों,

हमने 2014 से पहले का वो दौर देखा है, जिसमें शौचालय के अभाव में बहनों-बेटियों को कितनी पीड़ा, कितना अपमान झेलना पड़ता था। बच्चियां स्कूल छोड़ देती थीं, क्योंकि वहां अलग टॉयलेट की सुविधा नहीं होती थी। गरीब बेटियां सेनिटरी पैड्स नहीं ले पाती थीं। पहले जो सत्ता में रहे, उनके लिए ये छोटी बातें थीं। इसलिए इन समस्याओं की चर्चा तक नहीं होती थी। लेकिन हमारे लिए ये बहनों-बेटियों को बीमार करने वाला, उनके अपमान से जुड़ा संवेदनशील मसला था। इसलिए, हमने इनका मिशन मोड पर समाधान किया।

साथियों,

गर्भावस्था के दौरान कुपोषण माताओं के जीवन के लिए बहुत बड़ा खतरा होता था। हमने सुरक्षित मातृत्व के लिए योजना चलाई, मां को पोषक आहार मिले, इसके लिए पांच हज़ार रुपए बहनों के खाते में जमा करने की योजना शुरु की। मां धुएं में खांसती रहती थी, लेकिन उफ्फ तक नहीं करती थी। हमने कहा ये नहीं चलेगा। और इसलिए उज्जवला गैस योजना बनाई गई। ये सब इसलिए संभव हुआ, क्योंकि भाजपा सरकार, सत्ता भाव से नहीं, संवेदनशीलता के साथ काम करती है।

साथियों,

21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। आज का समय राजस्थान के विकास के लिए बड़ा महत्वपूर्ण है। भाजपा की डबल इंजन सरकार, राजस्थान की विरासत और विकास, दोनों को साथ लेकर चल रही है। हम सब जानते हैं, अच्छी सड़क, अच्छी रेल और हवाई सुविधा सिर्फ सफर आसान नहीं करती, वो पूरे इलाके की किस्मत बदल देती है। जब गांव-गांव तक अच्छी सड़क पहुँचती है, तो किसान अपनी फसल सही दाम पर बेच पाता है। व्यापारी आसानी से अपना सामान बाहर भेज पाते हैं। और हमारा अजमेर-पुष्कर तो, उसकी पर्यटन की ताकत कौन नहीं जानता। अच्छी कनेक्टिविटी का पर्यटन पर सबसे अच्छा असर पड़ता है। जब सफर आसान होता है, तो ज्यादा लोग घूमने आते हैं।

और साथियों,

जब पर्यटक आते हैं तो स्वाभाविक है होटल चलते हैं, ढाबे चलते हैं, कचौड़ी और दाल बाटी ज्यादा बिकती है, यहां राजस्थान के कारीगरों का बनाया सामान बिकता है, टैक्सी चलती है, गाइड को काम मिलता है। यानी एक पर्यटक कई परिवारों की रोज़ी-रोटी बन जाता है। इसी सोच के साथ हमारी सरकार, राजस्थान में आधुनिक कनेक्टिविटी पर बहुत बल दे रही है।

साथियों,

जैसे-जैसे राजस्थान में कनेक्टिविटी का विस्तार हो रहा है, वैसे-वैसे यहां निवेश के लिए भी अवसर लगातार बढ़ते जा रहे हैं। दिल्ली-मुंबई इंडस्ट्रियल कॉरिडोर के इर्द-गिर्द उद्योगों के लिए एक बहुत ही शानदार इंफ्रास्ट्रक्चर बनाया जा रहा है। यानी राजस्थान को अवसरों की भूमि बनाने के लिए, डबल इंजन सरकार हर संभव, अनेक विध काम कर रही है।

साथियों,

राजस्थान की माताएं अपने बच्चों को पालने में ही, राष्ट्र भक्ति का संस्कार देती हैं। राजस्थान की ये धरा जानती है कि देश का सम्मान क्या होता है, और इसीलिए आज राजस्थान की इस धरा पर, मैं आप लोगों से एक और बात कहने आया हूं।

साथियों,

हाल में ही, दिल्ली में, दुनिया का सबसे बड़ा AI सम्मेलन हुआ, Artificial Intelligence इसमें दुनिया के अनेक देशों के प्रधानमंत्री, अनेक देशों के राष्ट्रपति, अनेक देशों के मंत्रि, उस कार्यक्रम में आए थे। दुनिया की बड़ी-बड़ी कंपनियां, उन कंपनियों के कर्ता-धर्ता वो भी एक छत के नीचे इकट्ठे हुए थे। सबने भारत की खुले मन से प्रशंसा की। मैं जरा राजस्थान के मेरे भाई-बहनों से पूछना चाहता हूं। जब दुनिया के इतने सारे लोग, भारत की प्रशंसा करते हैं, ये सुनकर के आपको गर्व होता है की नहीं होता है? आपको गर्व होता है कि नहीं होता है? आपको अभिमान होता है कि नहीं होता है? आपका माथा ऊंचा हुआ या नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ?

साथियों,

आपको गर्व हुआ, लेकिन हताशा निराशा में डूबी, लगातार पराजय के कारण थक चुकी कांग्रेस ने क्या किया, ये आपने देखा है। दुनियाभर के मेहमानों के सामने, कांग्रेस ने देश को बदनाम करने की कोशिश की। इन्होंने विदेशी मेहमानों के सामने देश को बेइज्जत करने के लिए पूरा ड्रामा किया।

साथियों,

कांग्रेस, पूरे देश में ल्रगातार हार रही है, और गुस्से में वो इसका बदला, वो भारत को बदनाम करके ले रही है। कभी कांग्रेस, INC यानी इंडियन नेशनल कांग्रेस थी, लेकिन अब INC नहीं बची है, इंडियन नेशनल कांग्रेस नहीं बची है, आज वो INC के बजाय MMC, MMC बन गई है। MMC यानी मुस्लिम लीगी माओवादी कांग्रेस हो चुकी है।

राजस्थान के मेरे वीरों,

इतिहास गवाह है, मुस्लिम लीग भारत से नफरत करती थी, और इसलिए मुस्लिम लीग ने देश बांट दिया। आज कांग्रेस भी वही कर रही है। माओवादी भी, भारत की समृद्धि, हमारे संविधान और हमारे सफल लोकतंत्र से नफरत करते हैं, ये घात लगाकर हमला करते हैं, कांग्रेस भी घात लगाकर, देश को बदनाम करने के लिए कहीं भी घुस जाती है। कांग्रेस के ऐसे कुकर्मों को देश कभी माफ नहीं करेगा।

साथियों,

देश को बदनाम करना, देश की सेनाओं को कमजोर करना, ये कांग्रेस की पुरानी आदत रही है। आप याद कीजिए, यही कांग्रेस है, जिसने हमारी सेना के जवानों को हथियारों और वर्दी तक के लिए तरसा कर रखा था। ये वही कांग्रेस है, जिसने सालों तक हमारे सैनिक परिवारों को वन रैंक वन पेंशन से वंचित रखा था। ये वही कांग्रेस है, जिसके जमाने में विदेशों से होने वाले रक्षा सौदों में बड़े-बड़े घोटाले होते थे।

साथियों,

बीते 11 वर्षों में भारत की सेना ने हर मोर्चे पर आतंकियों पर, देश के दुश्मनों पर करारा प्रहार किया। हमारी सेना, हर मिशन, हर मोर्चे में विजयी रही। सर्जिकल स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक, वीरता का लोहा मनवाया, लेकिन कांग्रेस के नेताओं ने इसमें भी दुश्मनों के झूठ को ही आगे बढ़ाया। देश के लिए जो भी शुभ है, जो भी अच्छा है, जो भी देशवासियों का भला करने वाला है, कांग्रेस उस सबका विरोध करती है। इसलिए, देश आज कांग्रेस को सबक सिखा रहा है।

साथियों,

राजस्थान में तो आपने कांग्रेस के कुशासन को करीब से अनुभव किया है। यहां जितने दिन कांग्रेस की सरकार रही, वो भ्रष्टाचार करने और आपसी लड़ाई-झगड़े में ही उलझी रही। कांग्रेस ने हमारे किसानों को भी हमेशा धोखा दिया है। आप याद कीजिए, कांग्रेस ने दशकों तक सिंचाई की परियोजनाओं को कैसे लटकाए रखा। इसका राजस्थान के किसानों को बहुत अधिक नुकसान हुआ है। ERCP परियोजना को कांग्रेस की सरकारों ने केवल फाइलों और घोषणाओं में उलझाकर रखा। हमारी सरकार ने आते ही इस स्कीम को फाइलों से निकालकर धरातल पर उतारने का प्रयास किया है।

साथियों,

हमारी सरकार ने नदियों को जोड़ने का जो अभियान शुरु किया है, उसका बहुत अधिक फायदा राजस्थान को मिलना तय है। संशोधित पार्वती-कालीसिंध-चंबल लिंक परियोजना हो, यमुना-राजस्थान लिंक प्रोजेक्ट हो, डबल इंजन सरकार ऐसी अनेक सिंचाई परियोजनाओं का लाभ किसानों तक पहुंचाने के लिए प्रतिबद्ध है। आज भी झालावाड़, बारां, कोटा और बूंदी जिले के लिए पानी की अनेक परियोजनाओं पर काम शुरु हुआ है। हमारा प्रयास है, कि राजस्थान में भूजल का स्तर भी ऊपर उठे।

साथियों,

भाजपा सरकार, राजस्थान के सामर्थ्य को समझते हुए, योजनाएं बना रही है, उन्हें लागू कर रही है। मुझे खुशी है कि राजस्थान अब, सूरज की ताकत से समृद्धि कमाने वाली धरती बन गया है। हम सब जानते हैं, हमारे राजस्थान में धूप की कोई कमी नहीं। अब यही धूप, सामान्य मानवी के घर की बचत और कमाई का साधन बन रही है। और इसमें बहुत बड़ी भूमिका है, प्रधानमंत्री सूर्यघर मुफ्त बिजली योजना की। इस योजना में राजस्थान का भाग्य बदलने की ताकत है। इस योजना में भाजपा सरकार लोगों को अपनी छत पर सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए की सहायता देती है। सरकार सीधे आपके बैंक खाते में पैसे भेजती है। आजादी के बाज सब बजट, सब योजनाएं देख लीजिए, जिसमें मध्यम वर्ग को सबसे ज्यादा लाभ होने वाला है, ऐेसी योजना कभी नजर नहीं आएगी, आज इन परिवारों को सोलर पैनल लगाने के लिए 78 हजार रुपए सीधा सरकार देती है। सबसे अधिक लाभ मध्यम वर्ग के लोग ले रहे हैं। और जिससे घर पर एक छोटा सा बिजली घर तैयार हो जाता है। दिन में सूरज की रोशनी से बिजली बनती है, घर में वही बिजली काम आती है और जो ज्यादा बिजली बनती है, वो बिजली ग्रिड में जाती है। और जिस घर में बिजली बनी होती है, उसे भी इसका लाभ मिलता है।

साथियों,

आज राजस्थान में सवा लाख से अधिक परिवार इस योजना से जुड़ चुके हैं। और इस योजना की वजह से, कई घरों का बिजली बिल लगभग जीरो आ रहा है। यानी खर्च कम हुआ है, बचत ज़्यादा हुई है।

साथियों,

विकसित राजस्थान से विकसित भारत के मंत्र पर हम लगातार काम कर रहे हैं। आज जिन योजनाओं पर काम शुरू हुआ है, वो विकसित राजस्थान की नींव को और अधिक मजबूत करेंगे। जब राजस्थान विकसित होगा, तो यहां के हर परिवार का जीवन समृद्ध होगा। आप सभी को एक बार फिर, विकास परियोजनाओं के लिए बहुत-बहुत शुभकामनाएं। मेरे साथ बोलिये-

भारत माता की जय!

भारत माता की जय!

वंदे मातरम के 150 साल देश मना रहा है। मेरे साथ बोलिये-

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

वंदे मातरम।

बहुत-बहुत धन्यवाद।