આંતરરાષ્ટ્રીય સિંધી સંમેલન

Published By : Admin | December 16, 2011 | 15:29 IST

૧૬ ડિસેમ્બર, ૨૦૧૧

મારા સૌનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું એ મને ગમ્યું. મિત્રો, હું મનથી તમારા લોકોનો ખૂબ આદર કરું છું, તમારા લોકોનું ખૂબ સન્માન કરું છું અને મનોમન મારા મનમાં, મારા દિલમાં તમારા લોકો માટે એક પૂજ્યભાવ છે. અને તે એટલા માટે નથી કે હું મુખ્યમંત્રી છું એટલા માટે એવું કહેવું પડતું હોય છે, એવું નથી. એની પાછળ એક તર્ક છે, એક હકીકત છે. આખી માનવજાતની સાંસ્કૃતિક વિકાસયાત્રા તરફ જ્યારે નજર કરીએ છીએ અને તેના મૂળ તરફ જ્યારે જઇએ છીએ તો એક જગ્યાએ આવીને અટકી જઇએ છીએ, કે જ્યાંથી માનવ સંસ્કૃતિના વિકાસની યાત્રાનો પ્રારંભ થયો હતો. તે સ્થળ એ છે કે જ્યાં તમારા પૂર્વજોએ પરાક્રમ કર્યાં હતાં. તમે એ મહાન વારસાના અંશ છો. તમારા પૂર્વજોએ તે મહાન કાર્યો કર્યાં છે અને એના કારણે મારા દિલમાં એ પરંપરા પ્રત્યે પૂજ્યભાવ છે અને તમે તેના પ્રતિનિધિ છો તો સ્વાભાવિક રીતે જ એનું પ્રકટીકરણ તમારા તરફ થાય છે.

સિંધુ અને સરસ્વતીના કિનારા પર આખી માનવજાતના કલ્યાણ માટે હંમેશા હંમેશા વિચારાયું છે. હું જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં ધોળાવીરા જોવા ગયો હતો. હડપ્પા સંસ્કૃતિ, મોંહે-જો-દડો... અને ત્યાંની બારીકીઓને ત્યાંના લોકો મને સમજાવી રહ્યા હતા, તો મનમાં એટલો બધો ગર્વ થયો હતો કે આપણા પૂર્વજો કેટલું દૂરનું વિચારતા હતા. ત્યાંની એક એક ઈંટ, એક એક પથ્થર આ સિંધુ સંસ્કૃતિની પરંપરાના તે મહાન સપૂતોના પરાક્રમની કથા કહે છે. આજે દુનિયામાં ઓલિમ્પિક રમતોની ચર્ચા થાય છે અને મોટાં મોટાં રમતનાં મેદાનો, મોટાં મોટાં સ્ટૅડિયમોની ચર્ચા થાય છે. તમારામાંથી અહીં બેઠેલા એવા ઘણા લોકો હશે, જેમને કદાચ તમારા જ પૂર્વજોના તે પરાક્રમની તરફ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયું હોય. જો તમે ધોળાવીરા જશો તો ત્યાં જોવામાં આવશે કે ત્યાં ૫૦૦૦ વર્ષ પહેલાં કેટલું મોટું સ્ટેડિયમ હતું અને ખેલકૂદના કેટલા મોટા સમારંભ થતા હતા, તની બધી જ નિશાનીઓ આજે પણ ત્યાં મોજૂદ છે. એટલે કે એને કેટલી વિશાળતાથી જોતા હશે..! આજે આખી દુનિયામાં સાઇનેજની કલ્પના છે ભાઈ, ગલી આ તરફ જતી હોય તો ત્યાં ગલીનું નામ લખ્યું હોય છે, એરો કરીને લખ્યું હોય છે, સાઇનેજીસ હોય છે. અને સાઇનેજીસની શેના માટે જરૂર હોય છે? તમે કોઇ નાના ગામમાં જાઓ, તો ત્યાં સાઇનેજીસ નથી હોતી કે ભાઈ, અહીં જાઓ તો અહીં પટેલ વાસ છે, અહીં વાણિયા વાડ છે... એવું કાંઈ લખેલું નથી હોતું. કારણકે ગામ નાનું હોય છે, બધાને ખબર હોય છે કે ક્યાં શું છે, એટલા માટે કોઈ બોર્ડ લગાવવાની જરૂર નથી પડતી. ૫૦૦૦ વર્ષ પહેલાં ધોળાવીરા દુનિયાનું પહેલું શહેર હતું કે જ્યાં સાઇનેજીસ હતા, આજે પણ મોજૂદ છે. શું કારણ હશે? કારણ બે હશે. એક, એ ખૂબ મોટું શહેર હશે અને બીજું, ત્યાં દેશ-વિદેશના લોકો આવતા-જતા હશે, અને એટલા માટે જ તો આ વસ્તુની જરૂર પડી હશે. ૫૦૦૦ વર્ષ પહેલાં આવો વારસો, આપ કલ્પના કરી શકો છો, ભાઈઓ. શું ક્યારેય તમને ફીલ થાય છે? અને હું ઇચ્છીશ કે જ્યારે આપણે આ પ્રકારનો સમારંભ કરી રહ્યા છીએ અને આ મહાન પરંપરાનું ગૌરવગાન ગાવા માટે આપણે એકઠા થયા છીએ, તો આપણી નવી પેઢીને એના ઇતિહાસ અને સંસ્કૃતિનો પરિચય કરાવવા માટે કોઇ કાર્યક્રમ હોય તો કદાચ નવી પેઢી સુધી એ વાત પહોંચશે.

મિત્રો, મારો અહીં મુખ્યમંત્રીના સંબંધે ઓછો, તમારા પોતાના એક સાથીના સંબંધે વાત કરવાનો મને મૂડ થાય છે. મને ઘણીવાર લાગે છે કે કેમ કે હું... કારણકે અહીં અમદાવાદમાં અડધાથી વધારે સિંધી પરિવાર હશે જેના ઘરમાં હું જમ્યો હોઇશ. કારણકે ૩૫ વર્ષ સુધી એ જ પ્રકારનું જીવન જીવતો હતો, અનેક પરિવારોમાં મારું જવું અને તેમની સાથે જ જમવું, એ મારું... અને એટલે મેં ખૂબ નજીકથી આ બધી વસ્તુઓને જોઇ છે. પરંતુ આજે કોઇવાર સિંધી પરિવારમાં જાઉં છું તો બાળકો પાસ્તા અને પિઝાની આજુબાજુ ફરતા હોય છે તો મારા મનમાં થાય કે મીઠા લોલ્લા, તીખા લોલ્લા, પકવાન કોણ ખવડાવશે? આપ વિચારો, આ બધું હવે જતું જાય છે. મારા સિંધી પરિવારોમાંથી આ બધી વસ્તુઓ નષ્ટ થઈ રહી છે. શું એ આપણી જવાબદારી નથી કે આપણે એ વારસાને બચાવીએ? હું ઘણીવાર મારા મિત્રોને કહું છું કે ભાઈ, અમદાવાદમાં ક્યારેક તો સિંધી ફૂડ ફેસ્ટિવલ કરો. આ નરેન્દ્ર આખી દુનિયાને ખવડાવે છે પણ તે સિંધી ખાણું નથી ખવડાવતા. મેં કહ્યું ને કે મુખ્યમંત્રીની હેસિયતથી નહીં, પોતીકાંઓના સંબંધે તમારી વચ્ચે વાત કરી રહ્યો છું. કારણકે હું એટલો બધો હળીમળીને તમારા લોકો વચ્ચે મોટો થયો છું, એટલા માટે મને ખબર છે. તમે યુવા પેઢીને જઇને કહો, એમને પૂછો કે સિંધીઓનો પરંપરાગત પહેરવેશ કયો હતો? શું પહેરતા હતા? દુનિયા બદલાઈ છે, ઘણું વેસ્ટર્નાઇઝેશન તમારી અંદર ઘૂસી ગયું છે, મને ક્ષમા કરજો. સિંધી ભાષા બોલવાવાળા પરિવારો ઓછા થતા જાય છે. માં-દીકરો પણ અંગ્રેજીમાં વાતચીત કરે છે. મિત્રો, દુનિયામાં પોતાની માતૃભાષા, પોતાની રહેણી-કરણી, પોતાનો પહેરવેશ, એને જે સંભાળે છે, તેઓ એનામાં ફરી એકવાર પ્રાણ ફૂંકવાની તાકાત ધરાવે છે. અને એક સમાજના નાતે જો તમે ભટકી ગયા હો, તો મારી એક પ્રાર્થના છે કે એકવાર સંકલ્પ કરીને જાઓ કે આપણા ઘરમાં આપણે સિંધી કેમ ના બોલીએ. આપણે અમેરિકામાં હોઇએ, આપણે હોંગકોંગમાં રહેતા હોઇએ, આપણે ચીન ગયા હોઇએ, ક્યાંય પણ ગયા હોઇએ... કેમ ન બોલીએ? અને સિંધી ભાષાની, પોતાની ભાષાની એક તાકાત હોય છે. મને અડવાણીજી એકવાર કહેતા હતા, બેનઝિર ભુટ્ટો અહીં આવી હતી, તો એમની ફૉર્મલ મીટિંગ હતી, બધું પ્રોટોકૉલ મુજબ હોય છે, પરંતુ જેવા અડવાણીજીને જોયા, બેનઝિર સિંધીમાં ચાલુ પડી ગઈ અને આખા માહોલમાં એ બંને વચ્ચે એટલી આત્મીયતા હતી, એટલી મોકળાશથી વાતો થઈ રહી હતી... હવે જુઓ, આ ભાષાની કેટલી તાકાત હોય છે, જો આપણે એને ગુમાવી દઇશું તો... વ્યવસાય માટે અંગ્રેજીની જરૂરિયાત હોય તો ચોક્કસ ઉપયોગ કરો, બીજી દસ ભાષાઓ શીખો, કોણ ના પાડે છે? શીખવી પણ જોઇએ, આ અમારા સુરેશજીની સાથે તમે બેસો, તેઓ ગુજરાતી બોલશે તો ખબર પણ નહીં પડે કે તેઓ સિંધી ભાષા પણ જાણતા હશે, એટલું ઉત્તમ ગુજરાતી બોલે છે. ખૂબ જ સરસ ગુજરાતી બોલે છે તેઓ, એક શબ્દ આમથી આમ નહીં થાય. હું ખુશ છું એ વાતથી. પરંતુ આ મારા મનમાં છે, અહીં જુઓ આ સિંધી સંમેલન છે, કોઇના શરીર પર સિંધી કપડાં નથી. આને તમે ટીકા ના સમજતા, ભાઈ, આને તમે નિંદા ન સમજતા. આ તમારો વારસો છે, તમારી તાકાત છે, તમે એને કેમ ખોઇ રહ્યા છો? મને દુ:ખ થાય છે. અને એટલા માટે હું કહું છું કે ક્યારેક તો એવું હોય કે બધા સિંધી પહેરવેશમાં આવો. જુઓ, આજે મોરેશિયસમાં ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં આપણા લોકો ગયા હતા. મજૂર તરીકે ગયા હતા, મજૂર પણ નહીં ગુલામ તરીકે ગયા હતા. તેમને હાથકડીઓ પહેરાવીને જહાજોમાં નાખી નાખીને લઈ ગયા હતા. પરંતુ તેઓ જતી વખતે તેમની સાથે રામાયણ લઈ ગયા, તુલસીકૃત રામાયણ, બીજું એમની પાસે કશું હતું નહીં. મોરેશિયસ ગયા, દુનિયાના ઘણા દેશો એવા છે જ્યાં તેઓ ગયા, આ એક સહારો હતો એમની પાસે. આજે ૨૦૦ વર્ષ પછી પણ આપ જાવ, ઘણી વસ્તુઓમાં બદલાવ આવ્યો હશે તો પણ એક પેલું રામાયણ એમની પાસે હોવાના કારણે આ માટીની સાથેનો એમનો સંબંધ એવોને એવો જ રહ્યો છે. એમણે પોતાનાં નામ નથી બદલ્યાં, એમણે રામાયણની ચોપાઈ ગાવાનું સતત ચાલુ રાખ્યું છે અને એના જ કારણે એમનો સંબંધ... નહીંતો ૨૦૦ વર્ષમાં કેટલી પેઢીઓ બદલાઈ જાય છે. અહીં તો એ લોકો હાજર છે જેઓએ પેલી સિંધુ સંસ્કૃતિને પણ જોઇ છે અને પછીથી પેલા ખરાબ દિવસો પણ જોયા છે અને ત્યારબાદ હિંદુસ્તાનમાં આવીને પોતાનું નસીબ અજમાવ્યું, આખી પેઢી હાજર છે. પરંતુ, ૫૦ વર્ષ પછી કોણ હશે? કોણ કહેશે કે તમારા પૂર્વજોનાં પરાક્રમો ત્યાં થતાં હતાં, કોણ કહેશે? અને એટલે જ ભાઈઓ-બહેનો, મારું માનવું છે કે એ સમાજ, એ જાતિ, એ દેશ જે ઇતિહાસ ભૂલી જાય છે, એ ક્યારેય પણ ઇતિહાસનું નિર્માણ નથી કરી શકતો. ઇતિહાસ એ જ બનાવી શકે છે જે ઇતિહાસને જીવી જાણે છે. જે ઇતિહાસને દફનાવી દે છે, તેઓ ફક્ત ચાદર ઓઢાડવાથી વધારે જીંદગીમાં કંઈ જ કરી શકતા નથી. અને એટલા માટે એક એવો મહાન વારસો કે જેના તમે સંતાન છો, એને બચાવો, એને પ્રેમ કરો. અને જો આપણે આપણા વારસાને પ્રેમ નહીં કરીએ તો આપણે કેવી રીતે આશા રાખીએ કે આપણા પડોશી આપણા વારસાને પ્રેમ કરે? અને આ લાગણી કોઇની વિરુદ્ધ નથી હોતી. આપણે આપણી સારપ ઉપર ગર્વ લઇએ એનો મતલબ કોઇ માટે દુ:ખ થવાનું અને કોઇનું ખરાબ દેખાડવાનું કોઇ કારણ નથી હોતું. આપણને ગર્વ હોવો જોઇએ, કેટલો ઉજ્જવળ ઇતિહાસ છે..!

મને લોકોને કચ્છમાં જવાની તક મળે તો જરૂર જજો. તમે આ વાત સાંભળી હશે, કચ્છની અંદર ૪૦૦ વર્ષ પહેલાં એક મેકણદાદા કરીને હતા. હિંગળાજ માતાના દર્શને જે લોકો જતા હતા અને રણની અંદર પાણીના અભાવને કારણે કોઇ કોઇવાર રણમાં જ મરી જતા હતા. અને યાત્રીઓ પણ ખૂબ જ કષ્ટ વેઠીને રણને ઓળંગીને હિંગળાજ માતાના દર્શન કરવા માટે સિંધ તરફ જતા હતા. તો એ પોતાની પાસે એક ગધેડો અને એક કૂતરો રાખતા હતા અને એ એવા ટ્રેઇન કરેલા હતા કે તે રણમાં જુવે કે કોઇ મનુષ્ય હેરાન તો નથી ને. એ ગધેડો અને કૂતરો રણમાં જઇને પાણી પહોંચાડતા હતા અને જરૂર પડે એમને ઉઠાવીને ત્યાં લઈ આવતા હતા. અને તેઓ નસીબદાર હતા કે તે રેગિસ્તાનના કિનારે એમની પાસે એક કૂવો હતો જેમાં શુદ્ધ મીઠું પાણી રહેતું હતું, આજે પણ ત્યાં મોજૂદ છે, ક્યારેક જો તમે જાવ તો. ભૂકંપમાં એ જગ્યા નષ્ટ થઈ ગઈ હતી, આપણે ફરીથી એને બીજીવાર બનાવી છે, બીજીવાર બનાવી છે એને. ૪૦૦ વર્ષ પહેલાં મેકણદાદાએ જે લખ્યું હતું એ આજે પણ અસ્તિત્વમાં છે, તેમણે એક વાત લખી હતી કે એક દિવસ એવો આવશે... એક માણસ ૪૦૦ વર્ષ પહેલાં લખીને ગયો છે, સિંધ અને ગુજરાતની સીમા પર બેઠેલા ચોકીદાર હતા, એ મેકણદાદા લખીને ગયા છે કે એક દિવસ એવો આવશે જ્યારે સિંધુ, સરસ્વતી અને નર્મદા ત્રણે એક હશે. ત્યારે કોણે વિચાર્યું હશે કે નર્મદા પર સરદાર સરોવર ડૅમ બનશે અને સરદાર સરોવરથી નર્મદાનું પાણી સિંધના કિનારા સુધી પહોંચશે, કોણે વિચાર્યું હશે? અને તમને લોકોને ખબર હશે, સિંધુ નદીમાં જ્યારે પૂર આવે છે તો પાકિસ્તાનના એ તરફના કિનારા પર સમુદ્રની પહેલાં એક ડૅમ બનેલો છે, તો સિંધુનું પાણી ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લો થાય છે તો વધુમાં વધુ પાણી આપણા રેગિસ્તાનમાં, હિંદુસ્તાનમાં ગુજરાત તરફ આવે છે. અને તે જગ્યા આપ જુઓ તો માઇલો પહોળો પટ છે, જ્યાં આ પાણી આવે છે પરંતુ કમનસીબી એ છે કે તે ખારું, મીઠાનું એકદમ સમુદ્રના પાણી જેવું થઈ જાય છે, કામમાં નથી આવતું. પરંતુ હું રણમાં જ્યાં એ પાણી આવે છે, તે જગ્યા જોવા માટે ગયો હતો અને પાછળથી મેં ભારત સરકારને પત્ર લખ્યો હતો કે શું પાકિસ્તાન સાથે વાત ના થઈ શકે? કે આ જે ફ્લડ વોટર છે, જે સમુદ્રમાં જાય છે તેને જો કેનાલ દ્વારા આ બાજુ વાળી દઇએ તો મારા મેકણદાદાનું જે સપનું હતું, સિંધુ, સરસ્વતી અને નર્મદાને એક કરવી, તે આપણે કરી બતાવશું. મિત્રો, આ એવો વારસો છે જેના માટે આપણને ગર્વ હોવો જોઇએ, અને આપણે એની સાથે જોડાવું જોઇએ.

ભાઈઓ-બહેનો, હું આ સમાજનો આદર કરું છું એનું બીજું પણ એક કારણ છે. આપ કલ્પના કરી શકો છો કે ૧૯૪૭ ના એ દિવસો કેવા હશે, જ્યારે દેશનું વિભાજન થયું હતું, બધું જ બરબાદ થઈ ગયું હતું, બધું જ પાયમાલ થઈ ગયું હતું અને ઇશ્વરના ભરોસે તમે અહીં આવ્યા હતા. કેમ આવ્યા હતા? આપ અહીં કેમ આવ્યા હતા, મિત્રો? કંઈ લેવા માટે, કંઈ મેળવવા માટે? શું નહોતું તમારી પાસે? તમે એટલા માટે આવ્યા હતા કે આ ભૂમિને તમે પ્રેમ કરતા હતા, આ મહાન વારસાને તમે પ્રેમ કરતા હતા. તમે તમારા પૂર્વજોની આ મહાન સંસ્કૃતિ છોડવા માટે તૈયાર નહોતા, એટલા માટે તમે કષ્ટ વેઠ્યું છે. શું આ સ્પિરિટ તમારા બાળકોમાં પરકોલેટ થઈ રહેલ છે? જો ના, તો ખામી આપણા પૂર્વજોની નથી, ખામી આપણી વર્તમાન પેઢીની છે અને એટલા માટે ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. મિત્રો, હું બાળપણમાં, મારા ગામમાં એક સિંધી સજ્જનને કાયમ જોતો હતો. તે સમયે એમની ઉંમરમાં તો નાનો હતો, તે સમયે એમની ઉંમર લગભગ ૬૦-૬૫ વર્ષ હશે. આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી એમની... આખો ચહેરો મને આજે પણ બરાબર યાદ છે. એકદમ દૂબળું-પાતળું શરીર, કપડાનું કંઈ ઠેકાણું નહીં, તેઓ બસ સ્ટેશન પર હમેશાં દેખાતા હતા અને પોતાના હાથમાં પાપડ કે ચોકલેટ કે બિસ્કિટ પૅસેન્જરને એક ટ્રે જેવું રાખતા હતા અને વેચતા હતા. હું જ્યાં સુધી મારા ગામમાં રહ્યો ત્યાં સુધી તો તેઓ જીવતા હતા અને મેં હમેશાં એમને આ કામ કરતા જોયેલ. તે એક દ્રશ્ય મારા મનને આજે પણ સ્પર્શે છે. કેટલી ગરીબી હતી એમની, એટલી કંગાળ અવસ્થામાં જીવન પસાર કરતા હતા, શરીર પણ સાથ નહોતું આપતું. મારું ગામ નાનું હતું, ત્યાં બિસ્કિટ કોણ ખાય? ચોકલેટ કોણ ખાય? કોણ ખર્ચો કરે? પરંતુ તેમ છતાંય પોતાના વ્યાવસાયિક સ્પિરિટની સાથે બસ સ્ટેશન પર જઇને ઉભા રહી જતા હતા, કંઈક વેચીને કંઈક કમાવાની કોશિશ કરતા હતા પરંતુ મેં ક્યારેય એમને ભીખ માંગતા જોયા નહોતા. બહુ ઓછા સમાજ એવા હોય છે જેમાં આ તાકાત હોય છે. અને સિંધી સમાજની અંદર જિનેટિક સિસ્ટમમાં આ તાકાત પડેલી છે, સ્વાભિમાનની. તેઓ કદી ભીખ નથી માંગતા..! તમે એ વારસો ધરાવો છો. આ પરંપરા તમારાં બાળકો સુધી કેવી રીતે પહોંચે, એ લોકોને આપણે કેવી રીતે તૈયાર કરીએ?

મિત્રો, વ્યાવસાયિક ક્ષમતા. અમારા ગોપાલદાસ ભોજવાણી અહીં બેઠા છે, જ્યારે હું નાનો હતો ત્યારે અમે ક્યારેક ક્યારેક એમની દુકાને જઇને બેસતા હતા. તો એક વાત મારા ધ્યાનમાં આવી હતી, આજે એ પરંપરા છે કે નહીં એ મને ખબર નથી. પરંતુ મેં સોશ્યો-ઇકોનૉમીની દ્રષ્ટિથી ઘણા લોકોની સામે મારો આ વિષય મૂકેલ છે, ઘણી જગ્યાએ બોલ્યો છું. હવે એ પરંપરા રહી છે કે નહીં એ મને ખબર નથી, પરંતુ એ સમયે તો મેં મારી આંખોથી જોયેલ છે. કોઇ પણ સિંધી યુવક કે કોઇ વ્યક્તિ પોતાનો નવો વ્યવસાય ચાલુ કરે તો ભાઈબંધો, દોસ્તો, સંબંધીઓ બધા ઉદઘાટન સમયે આવે, એને એક પરબીડિયું આપે. એ પરબીડિયા પર કશું લખ્યું ના હોય, પરંતુ એમાં કંઈ ને કંઈ રકમ હોય, પૈસા હોય. અને જે કોઇ આવે તે એને આપે. મેં જરા ઝીણવટથી પૂછ્યું કે આ શું ચાલે છે? તો મારી જાણમાં આવ્યું કે સમાજની આ પરંપરા છે કે કોઇ પણ આવો નવો વ્યવસાય શરૂ કરે તો સમાજના લોકો મળવા આવે છે તો એને કંઈ ને કંઈ પૈસા આપે છે, જે એને બિઝનેસ કરવા માટે મૂડીના રૂપે કામ આવે છે. અને પછીથી તે ગમે ત્યારે આવો પ્રસંગ હોય ત્યારે પોતે પણ પોતાની રીતે જઇને આપી આવે છે. પરંતુ આપવાવાળાનું નામ નથી હોતું. મિત્રો, આ જે પરંપરા મેં જોઇ છે, પોતાના જ સ્વજનને, પોતાની જ જ્ઞાતિની વ્યક્તિને વ્યાવસાયિક ક્ષેત્રમાં પોતાના પગ પર ઊભો કરવા માટે આટલો સરસ સોશિયલ-ઈકોનોમીનો કૉનસેપ્ટ હતો. આ કદાચ, દુનિયામાં ખૂબ રેરેસ્ટ છે. આપણે ત્યાં લગ્નોમાં હોય છે, કે લગ્નોમાં આ રીતે આપે છે તો લગ્ન વખતે ખર્ચ થતો હોય છે તો ચાલો, તે પરિવારને એટલી મદદ થશે, એમનું કામ નીકળી જશે. પરંતુ વ્યવસાયમાં આ પરંપરા હું જ્યારે સિંધી પરિવારોની દુકાનોના ઉદઘાટનોમાં જતો હતો ત્યારે જોતો હતો. અને એમાં મને લાગે છે કે સોશિયલ-ઇકોનૉમીનો કેટલો ઊંચો વિચાર આપણા પૂર્વજોએ વધારીને આપણને આપ્યો છે..! કોઈપણ, કોઈપણ ડૂબશે નહીં, દરેક જણ એને હાથ પકડીને ઉપર લાવવાની કોશિશ કરશે, એવી મહાન પરંપરા રહેલ છે.

હું હમણાં શ્રીચંદજીને પૂછી રહ્યો હતો કે કોઈ સિંધી ટીવી ચેનલ છે? મને તો ખબર છે, મેં તેમને કેમ પૂછ્યું એની તમને ખબર હોવી જોઇએ ને? મને તો ખબર છે... ના, નાનો-મોટો કાર્યક્રમ હોવો એ અલગ વાત છે, તે આખી ચેનલ નથી, નાના-નાના કાર્યક્રમો આવે છે. ના, મેં યોગ્ય જગ્યાએ જ સવાલ પૂછી લીધો હતો. હવે એ કહે છે કે જમીન આપો. તે વેપારી માણસ છે, આમ અમારું ડીવૅલ્યુએશન શું કામ કરી રહ્યા છો, હિંદુજાજી? આખું ગુજરાત તમારા હવાલે છે, મોજ કરો..! પરંતુ મુંબઈના આપણા કેટલાક ભાઈઓ, કદાચ અહીં આવ્યા હશે, નારાયણ સરોવર પાસે એક આવું જ સિંધુ સંસ્કૃતિની પરંપરાનું કલ્ચરલ સેન્ટર બનાવવા માટે મુંબઈના જ આપણા કેટલાક મિત્રો આગળ આવ્યા છે અને તેમને અમે જમીન આપી છે, ખૂબ વિશાળ માત્રામાં. અને નારાયણ સરોવર, એટલે એક પ્રકારે આજના ભારતનો એક છેડો છે અને પાકિસ્તાનની સીમાની પાસે પડે છે, ત્યાં એક ખૂબ સરસ કલ્ચરલ સેન્ટર બનશે, તે દિશામાં કામ ચાલી રહ્યું છે, એનો લાભ થશે, બહુ મોટું કામ તેના કારણે થવાનું છે. હા, બેઠા છે અહીંયાં... તે કામ ઘણું સરસ થશે, મને વિશ્વાસ છે.

મે લોકો ગુજરાતના વિશે સારી રીતે જાણો છો કે ગુજરાતે ઘણી તરક્કી કરી છે, પ્રગતિ કરી છે. બધાંને ભોજન કરવું હશે ને, કે ગુજરાતની કથા સંભળાવું..? અવાજ નથી આવતો. હા, સિંધીઓ બહુ મોડા જમે છે, હું પણ કોઇવાર જ્યારે આખો દિવસ કામ કરતો અને મોડું થઈ જાય તો તમારે ત્યાં જ જમતો હતો, હું સિંધી ઘરમાં જતો, કાંઇકનું કાંઇક મળી રહેતું હતું. ના, આજની તારીખમાં તો જરૂર ખાઈ લેજો. જુઓ, બાય ઍન્ડ લાર્જ ગુજરાતની છબી એવી રહી છે કે આપણે એક ટ્રેડર્સ સ્ટેટ હતા અને ટ્રેડર્સ સ્ટેટ હોવાના કારણે આપણે લોકો શું કરતા હતા? એક જગ્યાએથી માલ લેતા હતા, બીજી જગ્યા પર આપી દેતા હતા, અને વચ્ચે મલાઈ કાઢી લેતા હતા. આમ જ હતું, વેપારી લોકો શું કરે? એમાંથી તેનું ટ્રાન્સફૉર્મેશન થયું. આજે ગુજરાત ઇન્ડસ્ટ્રિઅલ સ્ટેટ બન્યું છે. અને આ એકવીસમી સદીના પહેલા દસકામાં ગુજરાતે જે પ્રગતિની ઊંચાઈઓને પાર કરી છે, જો કોઇ ગુજરાતને એક સૅમ્પલના રૂપમાં જુએ તો એને વિશ્વાસ થઈ જશે કે જો ગુજરાતમાં થઈ શકે છે તો આખા હિંદુસ્તાનમાં પણ થઈ શકે છે અને આપણો દેશ મહાન બની શકે છે. કારણકે આપણે એ જ લોકો છીએ, હિંદુસ્તાનના ખૂણે ખૂણામાં આપણે એક જ પ્રકારના લોકો છીએ. એ જ કાનૂન છે, એ જ વ્યવસ્થા છે. વિકાસ થઈ શકે છે અને પ્રગતિ કરી શકીએ છીએ, એનું ગુજરાતે ઉદાહરણ આપ્યું છે.

ક સમય હતો, આપણા ૧૬૦૦ કિ.મી. ના દરિયા કિનારાને આપણે બોજ માનતા હતા. આપણે માનતા હતા કે અરે ભાઈ, અહીં શું થશે? આ પાણી, આ ખારું પાણી, પીવા માટે પાણી નહીં... ગામ છોડી છોડીને, કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો ગામ છોડી છોડીને જતા રહેતા હતા. ગામનાં ગામ ખાલી થઈ જતાં હતાં. આપણે એને બોજો માન્યો હતો. મિત્રો, આપણે આજે એ સમુદ્રને ઑપોર્ચ્યૂનિટિમાં કન્વર્ટ કરી દીધેલ છે. ક્યારેક જે બોજ લાગતો હતો તેને આપણે અવસરમાં બદલી નાખ્યો અને ૧૬૦૦ કિ.મી. ના સમુદ્ર કિનારા પર ૪૦ થી વધુ બંદર, એક આખું નેટવર્ક ઊભું કર્યું છે. અને આખા હિંદુસ્તાનનો ટોટલ જે કાર્ગો છે, પ્રાઇવેટ કાર્ગો, તેના ૮૫% કાર્ગોનું હેન્ડલીંગ ગુજરાતના સમુદ્ર કિનારે થાય છે.

ચ્છ. ૨૦૦૧ માં ભયંકર ભૂકંપ આવ્યો, એવું લાગતું હતું કે હવે ગુજરાત ખતમ થઈ જશે. અને તે ભીષણ ભૂકંપ હતો, ૧૩,૦૦૦ થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા, લાખો મકાનો ધ્વસ્ત થઈ ગયાં હતાં, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું હતું. સ્કૂલ, કૉલેજ કશું જ નહીં, હોસ્પિટલો સુધ્ધાં નહોતી બચી. ઇશ્વર એવો રુઠ્યો હતો કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. એક રીતે ગુજરાત મોતની ચાદર ઓઢીને સૂતું હતું અને આખો દેશ માનતો હતો કે હવે ગુજરાત ઊભું નહીં થાય. મિત્રો, વર્લ્ડ બેંકનો રેકોર્ડ કહે છે કે સમૃદ્ધ દેશને પણ ભૂકંપ જેવી આપત્તિમાંથી બહાર આવતાં ૭ વર્ષ લાગી જાય છે, મિનિમમ ૭ વર્ષ. મિત્રો, ગુજરાત ૩ વર્ષની અંદર અંદર દોડવા લાગ્યું. એક સમય હતો જ્યારે કચ્છનો ગ્રોથ નેગેટિવ હતો, પૉપ્યુલેશન પણ. લોકો બહાર જતા રહેતા હતા, વસ્તી ઓછી થતી જતી હતી. આજે કચ્છ જે ૨૦૦૧ માં મોતની ચાદર ઓઢીને સૂતું હતું, એ આજે હિંદુસ્તાનનો ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ જિલ્લો છે, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ. આ દસ વર્ષમાં કચ્છની અંદર ૨૦ કિ.મી. ના રેડિયસમાં, મુંદ્રાની આજુબાજુ ૨૦ કિ.મી.ના રેડિયસમાં, ૮૦૦૦ મેગાવોટ વીજળીના ઉત્પાદનનું કામ શરૂ થઈ ગયું છે, એટલે કે વીજળી પેદા થવી શરૂ થઈ ગઈ છે. વિધિન ૨૦ કિ.મી. રેડિયસ. હિંદુસ્તાનનાં કેટલાંય રાજ્યો હશે કે આખાં રાજ્ય પાસે ૮૦૦૦ મેગાવોટ વીજળી નહીં હોય. અહીં ૨૦ કિ.મી. ની રેડિયસમાં ૮૦૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન..! અંજારની પાસે ૧૫ કિ.મી. રેડિયસમાં સ્ટીલ પાઇપનું ઉત્પાદન થાય છે અને દુનિયાનું સૌથી વધારે સ્ટીલ પાઇપનું મેન્યુફેક્ચરીંગ આ ૧૫ કિ.મી. રેડિયસમાં અંજારમાં થશે.

મિત્રો, ગુજરાત એક એવો પ્રદેશ છે જેની પાસે રૉ મટિરિયલ નથી, માઇન્સ અને મિનરલ્સ આપણી પાસે નથી, આયર્ન ઓર આપણી પાસે નથી... પરંતુ સ્ટીલનું સૌથી વધારે ઉત્પાદન આપણે કરીએ છીએ. આપણી પાસે ડાયમંડની ખાણો નથી, પરંતુ દુનિયાની અંદર ૧૦ માંથી ૯ ડાયમંડ આપણે ત્યાં તૈયાર થાય છે. દુનિયાની કોઇ અભિનેત્રી એવી નહીં હોય કે જેના શરીર પર ડાયમંડ હોય અને મારા ગુજરાતીનો હાથ ન લાગ્યો હોય. ઈશ્વરે આપણને નથી આપ્યું, આપણને એ સૌભાગ્ય નથી મળ્યું, આપણી પાસે નથી. આપણી પાસે કોલસો નથી, આપણી પાસે પાણી નથી, તેમ છતાં પણ હિંદુસ્તાનમાં ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જે ૨૪ કલાક, ૨૪x૭ વીજળી ઘરે ઘરે પહોંચાડે છે, ૨૪ કલાક વીજળી મળે છે. મારે ત્યાં ક્યારેક ૫ મિનિટ પણ વીજળી જતી રહે ને, તો બહુ મોટા સમાચાર બની જાય છે કે મોદીના રાજમાં ૫ મિનિટ માટે અંધારું થઈ ગયું..! હિંદુસ્તાનનાં બીજાં કેટલાંક રાજ્યો એવાં છે કે જ્યાં વીજળી આવે તો સમાચાર બને છે કે મંગળવારે વીજળી આવી હતી..! મિત્રો, વિકાસના પરિમાણમાં આટલો મોટો ફરક છે.

ફાર્માસ્યૂટિકલની દુનિયામાં, લગભગ ૪૫% દવાઓનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દુનિયાના દરેક દેશમાં આપણે તેને એક્સ્પૉર્ટ કરીએ છીએ. હવે આપણે કેમિકલની દુનિયામાં હતા, તમને લોકોને ક્યારેક દહેજ જવાનો મોકો મળે, હિંદુસ્તાનનું એકમાત્ર લિક્વિડ કેમિકલ માટેનું પૉર્ટ છે આપણી પાસે અને એક નવું એસ.આઈ.આર. જ્યાં બન્યું છે આપણું, દહેજમાં. શાંઘાઈની બરાબરી કરી રહ્યું છે, એની તુલના થાય છે, શાંઘાઈ જેવાં દહેજનાં કેમિકલ પૉર્ટ છે આપણી પાસે અને હવે ત્યાં એસ.આઈ.આર. બની રહ્યું છે. તો આપણા ગુજરાતની ઓળખ મોટા ભાગે કેમિકલના પ્રોડક્શનની દુનિયામાં હતી, હવે તેમાંથી આપણે એન્જિનિયરિંગ ફીલ્ડમાં ગયા છીએ. અને જ્યારે ‘નેનો’ અહીં આવી ત્યારે દુનિયાને પહેલીવાર જાણ થઈ કે ગુજરાત નામની પણ કોઇ જગ્યા છે, નહીંતર કોઇ જાણતું નહોતું. અને મિત્રો, નેનો તો હજી હમણાં આવી છે અને પરિણામ એ આવ્યું છે કે કદાચ ગાડીઓની કંપનીનાં જેટલાં પ્રખ્યાત નામો છે, તે તમામે તમામ ગુજરાતમાં આવી રહી છે. આવનારા દિવસોમાં આપણે ૫ મિલિયન કાર બનાવીશું ગુજરાતમાં, ૫ મિલિયન કાર. આપ કલ્પના કરી શકો છો કે ઇકોનૉમી કયા પ્રકારે કામ કરતી હશે, કેટલી ઝડપથી આપણે લોકો આગળ વધી રહ્યા હોઇશું..! ઔદ્યોગિક વિકાસની અંદર આપણે એક વધારે ક્ષેત્રમાં પદાર્પણ કરેલ છે.

ખુ વિશ્વ ગ્લોબલ વૉર્મિંગની ચર્ચા કરી રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જની ચર્ચા કરી રહ્યું છે. દુનિયામાં ચાર જ સરકાર એવી છે કે જેમને પોતાનું ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હોય અને સરકાર એ મુજબ કામ કરતી હોય. આખા વિશ્વમાં ચાર, એ ચારમાં એક સરકાર છે, ગુજરાતની સરકાર. આપણું અલગ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે અને આપણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ પર ભાર આપીએ છીએ, કારણકે આપણે જાણીએ છીએ કે ગુજરાત જે રીતે વિકાસ કરી રહ્યું છે, તો માનવજીવનનું પણ રક્ષણ થવું જોઇએ અને બંનેનો મેળ હોવો જોઇએ. અને તેમાં આપણે ઇનિશિયેટીવ લીધું છે, સોલાર એનર્જીનું. મિત્રો, હું ખૂબ ગર્વ સાથે કહું છું કે આજે ગુજરાત દુનિયાનું સોલાર કૅપિટલ’ બની ગયું છે, વી આર ધી વર્લ્ડ કૅપિટલ ઑફ સોલાર એનર્જી. આવનારા દિવસોમાં સોલાર એનર્જીના ક્ષેત્રમાં, સોલાર એનર્જી ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરીંગના ક્ષેત્રમાં, આપણો દબદબો રહેવાનો છે અને ભવિષ્યમાં આપણે એને હજી વધારે આગળ વધારવાના છીએ. રૂફ ટોપ સોલાર સિસ્ટમ માટે આપણે પોલિસી લાવી રહ્યા છીએ. જે પણ મકાન બનાવશે, તેની છત પર સોલાર સિસ્ટમ હશે, સરકાર એની પાસેથી વીજળી ખરીદવાનું  નક્કી કરશે કારણકે દુનિયામાં જે પ્રકારે પેટ્રોલિયમની કિંમત અને કોલસાની કિંમત વધી રહી છે, તો વીજળીનું ખૂબ મોટું સંકટ પેદા થઈ શકે છે. અને મિત્રો, હું વિશ્વાસપૂર્વક કહું છું, ગમે તેટલું સંકટ કેમ ના આવે, ગુજરાત તે સંકટમાંથી બચી જશે. અને એનર્જી વગર વિકાસ રોકાઈ જશે, જ્યાં પણ આ સંકટ હશે, વિકાસ રોકાઈ જશે. પણ આપણે એના માટે ઘણું વિચારીને કામ કર્યું છે. આપણે હમણાં બાયોફ્યુઅલમાં ખૂબ કમ કરી રહ્યા છીએ. અને મિત્રો, બાયોફ્યુઅલમાં કામ કરીએ છીએ તો એક દિવસ એવો આવશે કે આજે આપણે ખાડીના તેલ પર જીંદગી પસાર કરીએ છીએ, એક દિવસ એવો આવશે કે ઝાડીના તેલથી આપણું કામ ચાલી જશે. બાયોફ્યુઅલ હશે તો ખેતરમાં તેલ પેદા થશે. આપણે એ દિશામાં ખૂબ મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છીએ અને એક મંત્ર લઈને ચાલી રહ્યા છીએ કે હવે ખાડીનું તેલ નહીં, ઝાડીનું તેલ જોઇએ. એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ, તેનાથી ખૂબ મોટો બદલાવ આવવાનો છે, એવી સ્થિતિ બનવાની છે.

મિત્રો, એક જમાનો એવો હતો કે આપણાં ૪૦૦૦ ગામડાં એવાં હતાં કે જ્યાં ફેબ્રુઆરી મહિના પછી લગભગ ૬ મહિના સુધી ટૅન્કરથી પાણી જતું હતું. જ્યાં સુધી ટૅન્કર ગામમાં ના આવે, પીવાનું પાણી મળતું નહીં. આ હાલત ગુજરાતની આ એકવીસમી સદીમાં ૨૦૦૧-૦૨ માં હતી. આપણે નર્મદા યોજનાની પાઇપ લાઇનથી પીવાનું પાણી ગામડાંઓમાં પહોંચાડવા માટેની યોજના બનાવી અને ૧૪૦૦ કિ.મી. પાઇપલાઇન આપણે ૭૦૦ દિવસમાં લગાવી દીધી, ૭૦૦ દિવસમાં ૧૪૦૦ કિ.મી. પાઇપલાઇન. આપણા દેશમાં આદત એવી છે કે કોઈ એક શહેરમાં ૨ ઇંચની પાઇપ લગાવે તો પણ ૩-૪ વર્ષ સુધી કામ ચાલે અને ખાડા એવાને એવા હોય છે. કેમ? તો કહે કે પાણીની પાઇપલાઇન લગાવવાની છે. આપણે ૭૦૦ દિવસમાં ૧૪૦૦ કિ.મી. પાઇપલાઇન લગાવી અને પાઇપની સાઇઝ એવી છે કે તમે પરિવાર સાથે મારુતિ કારમાં બેસીને એ પાઇપમાંથી પસાર થઈ શકો, એ સાઈઝની પાઇપ છે. ૭૦૦ દિવસમાં ૧૪૦૦ કિ.મી.ની પાઇપલાઇન. ગુજરાત એકલું એવું રાજ્ય છે દેશમાં કે જ્યાં ૨૨૦૦ કિ.મી.ની ગેસ ગ્રિડ છે. મારે ત્યાં ઘરોમાં, કિચનમાં ટેપથી ગેસ મળે છે, બોટલ-સિલિન્ડરની જરૂર નથી પડતી. કેટલાંય શહેરોમાં થયું છે, હજી બીજાં ઘણાં શહેરોમાં કામ આગળ વધવાનું છે. એટલે કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા રૂપને પકડ્યું છે. પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રૂપ એવું હતું કે કોઇ રોડ બની જાય, બસ સ્ટોપ બની જાય, ધીરે ધીરે આવ્યું કે એક રેલવે સ્ટેશન થઈ જાય, થોડા આગળ વધ્યા તો એરપૉર્ટ બની જાય... આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિચાર ૨૧મી સદીને ધ્યાનમાં રાખીને ગેસ ગ્રિડ, પાણીની ગ્રિડ... એ દિશામાં છે. અને બીજું એક કામ આપણે જે કર્યું છે, તે છે ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક. આપણે દુનિયામાં ઑપ્ટિકલ ફાઇબર નેટવર્કની લેન્થના સંબંધમાં દુનિયામાં નં. ૧ પર છીએ. અને મિત્રો, માનવ સંસ્કૃતિની વિકાસયાત્રા જે થઈ રહી છે તેમાં ખૂબ મોટું પરિવર્તન આવેલ છે. એક જમાનો હતો, જ્યાં નદી હોય, ત્યાં માનવ સંસ્કૃતિનો વિકાસ થતો. પછી એક એવું પરિવર્તન આવ્યું, જ્યાંથી હાઇવે પસાર થતા હોય એની આજુબાજુમાં માનવ સંસ્કૃતિ વિકાસ કરવા લાગી જતી હતી. હવે તો લોકો મંદિરો પણ બનાવે છે તો હાઈવેની પાસે બનાવે છે, જેથી ‘ગ્રાહક’ને તકલીફ ન પડે. પરંતુ સમય બદલાઈ રહ્યો છે મિત્રો, હવે જ્યાંથી ઑપ્ટિકલ ફાઇબર પસાર થતા હશે, ત્યાં માનવ વસ્તી રહેવાની છે. અને ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં દુનિયામાં લેન્થ વાઇઝ સૌથી મોટું ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે. છેલ્લા બજેટમાં, ૨૦૧૧-૧૨ ના બજેટમાં, ભારત સરકારે પોતાના બજેટમાં કહ્યું કે તેઓ હિંદુસ્તાનમાં ૩૦૦૦ ગામમાં બ્રોડ-બેન્ડ કનેક્ટિવીટીનો પાઇલટ પ્રોજેક્ટ કરશે. આ દિલ્હીની ભારત સરકાર હતી, અહીં કોઈ એકે પક્ષ સાથે જોડાયેલ મિત્ર હોય તો મને માફ કરજો, હું કોઇ પક્ષની નિંદા નથી કરતો. પરંતુ ભારત સરકારે બજેટ સમયે આ ઘોષણા કરી હતી કે ૩૦૦૦ ગામમાં બ્રોડ-બેન્ડ કનેક્ટિવીટીનો પાઇલટ પ્રોજેક્ટ કરીશું. ભાઈઓ-બહેનો, તમને એ જાણીને આનંદ થશે કે ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામડામાં ત્રણ વર્ષથી બ્રોડ-બેન્ડ કનેક્ટિવીટી છે અને તેના કારણે આજે હું મારા ગાંધીનગરથી કોઈપણ ગામમાં વિડિઓ કૉન્ફરન્સથી વાત કરી શકું છું, આપણે અંતરિયાળ ગામની સ્કૂલોની અંદર લૉંગ ડિસ્ટન્સ એજ્યુકેશનથી ભણાવી શકીએ છીએ, એક સારા ટીચર ગાંધીનગરમાં બેસીને ૫૦૦ કિ.મી. દૂર આવેલ ગામની શાળાનાં બાળકોને ભણાવી શકે છે, આ નેટવર્ક ગુજરાતમાં છે..!

સામાન્ય રીતે રાજ્યો કેન્દ્ર સરકારથી કંઈને કંઈ માંગતા રહેતાં હોય છે. હમેશાં છાપામાં આવતું હોય છે કે, ફલાણાએ રોડ માટે માગણી કરી, ફલાણા માટે માગણી કરી, હોસ્પિટલ માટે પૈસા માગ્યા, ઘઉં વધારે માગ્યા, ક્યાંક વળી આવે કે અમને મીઠું આપો, એવું પણ આવે છે... તો, આવું છે આપણા દેશમાં. પરંતુ ગુજરાત શું માગે છે? ગુજરાતની માગણીનું સ્વરૂપ જ કંઈક અલગ છે. મેં એક વર્ષ પહેલાં વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. મેં કહ્યું કે સાહેબ, આપણા આટલા સૅટેલાઇટ્સ છે, મને એ સૅટેલાઇટનો ઉપયોગ કરવા માટેનો અધિકાર આપો, આવો કાગળ લખ્યો હતો મેં. કારણકે મારે ત્યાં ટેક્નોલૉજીનો એટલો ઉપયોગ થાય છે કે મારે આ નેટવર્કની જરૂર છે. અને મિત્રો, મને ખુશી છે કે ત્રણ દિવસ પહેલાં ભારત સરકારે આપણને સૅટેલાઇટમાંથી એક ટ્રાન્સપોન્ડર, એટલે કે ૩૬ મેગા હર્ટ્ઝ, એટલી યુટિલિટિનો આપણને અધિકાર આપ્યો છે. આજે મારે ત્યાં લૉંગ ડિસ્ટન્સ માટે એક ચેનલ ચલાવી શકું છું, હવે હું ચૌદ ચેનલ ચલાવી શકીશ, ચૌદ. આપ કલ્પના કરી શકો છો કે વિકાસને કઈ ઊંચાઈઓ પર અને કઈ હદે હું લઈ જઈ રહ્યો છું..! આપણે ત્યાં કેટલા મોટા કેન્વાસ પર કામ થઈ રહ્યું છે. મેં થોડીક જ બાબતોની તમને જરા ઝલક આપી છે.

મિત્રો, આપણે કેટલાંક કામો એવાં કરીએ છીએ કે જે સાંભળીને તમને નવાઈ લાગશે. આ દસ વર્ષમાં ગુજરાતમાં મિલ્ક પ્રોડ્ક્શનમાં ૬૦% ગ્રોથ છે, કેન યૂ ઇમેજિન? ૬૦% ગ્રોથ છે. અને એની પાછળ જે મહેનત કરી છે તેનું પરિણામ આવ્યું છે. આપણે ત્યાં પશુ આરોગ્ય મેળા આપણે કરીએ છીએ. અને કોઇ પશુને ૩ કિ.મી. થી વધારે જવું ના પડે, કારણકે બીમાર પશુને તેનાથી વધારે દૂર લઈ જવાં તે ક્રાઇમ છે, ઇશ્વરનો અપરાધ છે. તો આપણે લગભગ ૩૦૦૦-૩૫૦૦ કેટલ કૅમ્પ લગાવીએ છીએ, એમના હેલ્થ ચેક-અપ માટે. અને આ આપણે લગાતાર કરીએ છીએ છેલ્લાં સાત વર્ષથી. અને વેક્સિનેશન, દવાઓ, એમની સંભાળ... એનું પરિણામ એ આવ્યું છે કે સામાન્ય રીતે જેમ ઠંડી વધુ હોય તો આપણને શરદી થઈ જાય છે, વરસાદ વધુ હોય તો આપણને શરદી થઈ જાય છે, તેવું જ પશુઓને પણ થાય છે. કેટલાંક ડિઝીઝ એવાં હોય છે કે વેધરમાં થોડો ચેન્જ આવે તો પણ પશુને થઈ જાય. પરંતુ નિયમિત દેખભાળના કારણે મારા રાજ્યમાંથી ૧૧૨ ડિઝીઝ એવાં હતાં, જે આજે ટોટલી ઇરૅડિકેટ થઈ ગયાં, દૂર થઈ ગયાં મારા રાજ્યમાંથી અને તેની પશુઓની હેલ્થ પર ખૂબ અસર પડી. એટલું જ નહીં, આપણે પશુઓની કેર કેવી કરીએ છીએ? આપણે ત્યાં મોતિયાનું ઓપરેશન થાય છે, કૅટરૅક્ટનું ઓપરેશન થાય છે અને કેટલાક ગરીબ વિસ્તારોમાં તો ચેરિટી ખાતર નેત્રયજ્ઞ થતા હોય છે અને ગરીબ લોકોને મફતમાં નેત્રમણિ લગાવવાનું કામ કરતા હોય છે. આપણે બધાએ સાંભળ્યું છે કૅટરૅક્ટના ઓપરેશન વિશે, નેત્રબિંદુના ઓપરેશન વિશે, નેત્રમણિના ઓપરેશન વિશે... આજે પહેલી વાર હું તમને સંભળાવું છું કે આખા વિશ્વની અંદર ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં કેટલનાં કૅટરૅક્ટનાં ઓપરેશન કરું છું. પશુના નેત્રમણિનાં ઓપરેશન મારા રાજ્યમાં થાય છે, મારા રાજ્યમાં પશુઓની ડેન્ટલ ટ્રીટમેન્ટ થાય છે, આટલી બારીકાઈથી કેર કરવાના કારણે આજે મિલ્ક પ્રોડક્શનમાં આપણે અહીં પહોંચ્યા છીએ. અને મિત્રો, જે અહીં સિંગાપુરથી આવ્યા હશે તેમને હું ખાતરીપૂર્વક કહું છું કે આજે જો તમે સિંગાપુરમાં ઇન્ડિયન સ્ટાઇલની ચા પીતા હશો, તો લખી રાખજો, દૂધ મારા ગુજરાતનું હશે. મિત્રો, આપણે એગ્રિકલ્ચર સેક્ટરમાં જે કામ કર્યું છે, આજે દુનિયાના કોઇ પણ દેશમાં જો ભીંડાનું શાક ખાવ છો, તો લખી રાખજો, એ ભીંડા મારા બારડોલીથી આવ્યા હશે. મિત્રો, એક જમાનો હતો જ્યારે ગીરની કેસર પ્રસિદ્ધ હતી. આજે કચ્છની કેસર, કચ્છ જે રણ હતું... કચ્છની અંદર મેંગોનું ઉત્પાદન થાય છે અને આજે મારી કચ્છની કેસર દુનિયાભરના દેશોમાં એક્સ્પૉર્ટ થાય છે.

મિત્રો, દસ વર્ષના ગાળામાં શું કરી શકાય છે તેનું ફક્ત એક નાનાકડું સૅમ્પલ મેં બતાવ્યું છે તમને, આખી ફિલ્મ જોવી હોય તો આખા મહિનાની કથા બેસાડવી પડે. તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે અને વિકાસ એ જ તો એક મંત્ર છે. અને ભાઈઓ-બહેનો, બધી જ સમસ્યાઓનું સમાધાન વિકાસ છે, બધાં સંકટોનું સમાધાન વિકાસ છે, આ જ એક મંત્રને લઈને આપણે ચાલી રહ્યા છીએ.

ને તમારા બધાની વચ્ચે આવવાનો મોકો મળ્યો, હું આપનો આભારી છું. શરૂઆતમાં મેં જે વાતો કહી હતી, તે ફક્ત તમારા પ્રત્યે અતિશય પ્રેમ હોવાના કારણે, તમારા પ્રત્યે મારા મનમાં અંદરથી આદરભાવ છે તેના કારણે મારી તમને સૌને ફરી એકવાર વિનંતી છે, આ મહાન પરંપરાને નષ્ટ ન થવા દેશો, આ સંસ્કૃતિને નષ્ટ ન થવા દેશો. તમે બાળકોમાં આ ભાષા, આ સંસ્કાર, આ ખાણી-પીણી, એને જીવંત રાખવા માટેની કોઈક યોજના બની જાય તો હું માનું છું કે આ દેશની ખૂબ મોટી સેવા થશે.

 

ખૂબ ખૂબ આભાર..!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets

Media Coverage

PM Modi Praises Farmers For Taking India's Rich Mango Heritage To Global Markets
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
In the National Senior Athletics Federation Competition held in Ranchi, Jharkhand, four national records were broken in four different events: PM Modi
My dear countrymen, it is very hot in most parts of the country right now. Strong sun, hot winds, it is very important to take care of yourself in such weather: PM Modi
Sattu sherbet in Bihar, Jharkhand and Eastern Uttar Pradesh is simply amazing – it fills the stomach and provides strength: PM Modi
Service doesn't require vast resources - what's needed is a good intent and consistent effort: PM Modi
In a special ceremony held in the Netherlands, ancient copper plates from the Chola period were returned to India: PM Modi
Astronomy has aroused curiosity in every generation in our country. It has inspired exploration; a lot of enthusiasm is visible in today’s youth: PM Modi
Dolphin rescue ambulance has been designed like a mobile hospital. It has arrangements for keeping the dolphin safe: PM Modi
Friends, when we save the Gangetic dolphin, we don't just save a species; we save the biodiversity of the Ganga: PM Modi
Girija Amma ji’s patriotic spirit inspires every Indian. Inspired by 'Mann Ki Baat', she pledged to contribute to many soldiers in the country: PM Modi

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર,

મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં, સમાજહિતમાં અદભૂત કાર્યો કરી રહ્યા છે. જ્યારે તેમના વિશે સાંભળીએ છીએ તો, આપણને એક નવી પ્રેરણા મળે છે. આજે કાર્યક્રમની શરૂઆત હું રમતગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ. થોડા દિવસ પહેલાં જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઇ. તેમાં લગભગ આઠસો ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન ચાર અલગ અલગ સ્પર્ધામાં ચાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપક કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ,

એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઇ રહી છે – તે છે 100 મીટરની દોડ. માત્ર બે દિવસમાં જ પુરૂષો માટેની 100 મીટર દોડમાં ત્રણ વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે બે ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે, તે છે ગુરિંદરવીર સિંહ અને અનિમેષ કૂજૂર. મે વિચાર્યું કે, આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે

(ફોન કોલ)

પ્રધાનમંત્રીઃ- અનિમેષજી નમસ્કાર, ગુરિંદરવીર આપને પણ નમસ્કાર, સતશ્રી અકાલ.

અનિમેષ, ગુરિંન્દરવીરઃ- નમસ્કાર સર, નમસ્કાર સર.

પ્રધાનમંત્રીઃ- સરસ ભાઇઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંધી જોઇ હતી. પણ હવે રમતના પડકારમાં ય જુગલબંધી હોય છે. કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે. પછી ત્રીજીવાર પણ કરી  બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઇચ્છું છું કે, મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે. તમે જે પરાક્રમ કર્યું છે તેની માહીતી મળે.

અનિમેષઃ- નમસ્તે સર, મારૂં નામ અનિમેશ કુજૂર. હું બસ્સો મીટર અને ચારસો મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમધારક છું. અને હું છત્તીસગઢનો રહેવાસી છું સર. અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઇ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઇ આવ્યો. અને મે 2021માં એથ્લેટીક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપૂરમાંથી પાસ આઉટ થયો છું. અને... હું પહેલાં ફૂટબોલ રમતો હતો. અને મારા માતાપિતા કોવિડ વખતે મને થોડી છુટ આપતા હતા કે તું બહાર જઇને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે, રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે. તો તેમાં જઇને તું ભાગ લે અને મે એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયો. અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.

પ્રધાનમંત્રીઃ- અને ગુરિંદર વીરજી તમે શું છો ?

ગુરિંદરવીરઃ- નમસ્તે સર. મારૂં નામ ગુરિંદરવીર છે. અને હું ભારતીય નૌકાદળમાં પેટ્ટી ઓફિસર છું. અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મે સો મીટરમાં 10.09 સેકંડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે. અને હું પહેલો ભારતીય છું, જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિષ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરૂં. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે, જ્યારે પણ કોઇ તહેવાર આવે છે, જેમ કે, દિવાળી, નવું વર્ષ વગેરે,. તો આપણે પોતાના ઘરની સાફસફાઇ કરીએ છીએ. એ રીતે જ હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો. તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઇ ટ્રોફી સાફ કરતો હતો. ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે, તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા. કે ભાઇ, હું ક્યાં રમવા ગયો હતો, મે આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો. મે મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા મારે પણ કોઇ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા. એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે, મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઇ જવા લાગ્યા અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા, આમ મારો રસ વધવા લાગ્યો. મે ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો. તો એક મજાની વાત બની. હું ટીવી જોઇ રહ્યો હતો અને મમ્મીએ મારો ટીવી બંઘ કરી દીધો. અને કહ્યું કે, બેટા હવે ભણવાનો સમય થઇ ગયો છે. તો તું ભણવા બેસ. તો મે કહ્યું કે, મમ્મી ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે, તમે મને ટીવીમાં જોશો. અને કહેશો કે, જુઓ મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે તો મને પણ આનંદ થાય છે.

પ્રધાનંમત્રીઃ- વાહ.. વાહ.. વાહ.. તમારે તો બહુ શાનદાર વાત છે.

ગુરિંદર વીરઃ- હા જી. મધ્યમવર્ગીય પરિવાર છે સર, પછી  મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા. પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમતગમત છોડી દીધી. અને તેમનું સપનું અધૂરૂં રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું. કે ભાઇ મારો દિકરો એ સપનું પૂરૂં કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે, મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા. ત્યારે હું એમને કહેતો હતો કે, હું પણ એક દિવસ તમારૂં સપનું પૂરૂં કરીશે. તેઓ કહેતા સપનું એમને એમ પૂરૂં નથી થતું. તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલ્ટીઓ થતી હતી. તડકામાં દોડતા હતા. આખે આખો દિવસ તાલીમ લેતા હતા. અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે, હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે, જ્યારે મે સ્પર્ધા પસંદ કરી સો મીટરની તો બધા મને કહેતા હતા કે, ભાઇ સો મીટર સ્પર્ધા ના લે. સો મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં. ભારતીયોનું શરીર સો મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે, અમે આ સ્પર્ધા પસંદ કરી છે. અને એમાંથી હવે અમે પાછા નહીં હઠીએ. જે લોકો અમને કહેતા હતા કે, અમે આ નહિં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે, તું આ કરીને જ બતાવીશ. મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે, ભાઇ ભારતીય પણ દોડવીર બની શકે છે.

પ્રધાનમંત્રીઃ- જુઓ, તમે બંનેએ બહુ મોટી કમાલ કરી છે. અને માત્ર બે દિવસમાં જ તમે બંનેએ ત્રણવાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. સો મીટરની સ્પર્ધામાં દોડવું જેમ ગુરિંદર વીરે કહ્યું  તેમ લોકો કહે છે કે, ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહિં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું તો તમારા બંને પાસેથી હું એ જાણવા માગું છું, અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માગે છે કે, ક્યું એવું ઝનૂન હતું, કઇ એવી જીદ હતી, શું વિચાર્યું હતું, અને કેવી રીતે આ કરી રહ્યા હતા ? એ કેટલું મુશ્કેલ હોય છે.

ગુરિંદર વીરઃ- જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે, શું હું આ બરાબર કરી રહ્યો છું, મે સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને ? કેમ કે તમે દર વખતે જીતતા નથી. કોઇ કોઇ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો, જ્યારે બરાબર દોડી નહોતો શકતો, કોઇ ઇજા થઇ જતી હતી. ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા. કે ભાઇ, કંઇ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયું. તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઇ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ. તો બીજું કોઇ નહીં કરી શકે. તો  રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહીત કરે છે. અને અમારૂં પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.

પ્રધાનમંત્રીઃ- અને અનિમેષજી તમે.

અનિમેષઃ- સર. જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે, જો આ નવું ક્ષેત્ર છે. તું કરી શકીશ કે નહિં, તો મે તેમને કહેલું કે, હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘુસ્યો છું તો કરીશ જ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘુસ્યો છે તો ક્યારેય પાછું વાળીને ના જોઇશ. કારણ કે, વિચારે તો બધા જ છે કે, આમ કરવું છે, તેમ કરવું છે. પણ બહુ ઓછા કરીને બતાવે છે. તું જ્યારે  ક્ષેત્રમાં ઘુસ્યો છે તો તેમાં અડગ રહેજે, તારે આગળ વધવાનું છે. તમે બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું, કુટુંબનો ટેકો, નાણાંકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર. અને ભારતને બતાવ કે, ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે, આ મને પણ લોકો કહેતા હતા કે, 10 સેકંડ કે, 10.1 સેકંડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે, ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઇ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે. અને જેમ જેમ અને તાલીમ લઇ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ. અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે, ભારતીયો પણ આ કરી શકે છે. અને અમે વધુ સારૂં કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઇ છે. તો ત્યાં, આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારૂં પ્રદર્શન કરીશું.

પ્રધાનમંત્રીઃ- ભાઇ મારા મનમાં પણ એક કૂતૂહલ છે, અને લોકોને પણ એ કૂતૂહલ હશે, મે સાંભળ્યું છે કે, તમે બંને સારા દોસ્ત પણ છો. અને તમે બંનેએ નક્કી કરી રાખ્યું હતું કે, તે મારો વિક્રમ તોડ્યો છે. તો હું તારો વિક્રમ તોડી નાંખીશ ? અનિમેષ તમે કહો.

અનિમેષઃ- સર જી. પહેલો વિક્રમ 10.18 નો હતો. જે મારો જ હતો. અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાંખ્યો. 10.17 કરીને. અને મે ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાંખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઇ ત્યારે અને બંનેય ખુશ હતા કે, ચલો સારૂં થયું. આજે વિક્રમ તૂટ્યો અને અમે બંનેએ તોડ્યો. કેમ કે, તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઇ હતી, પરંતુ અમે બંનેએ અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે. તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા. અને ત્યાં પણ વાત કરતા હતા કે, ભારતમાં દોડ સ્પર્ધાની આગળ લઇ જવાની છે. અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ જ બાકીના લોકોને પ્રોત્સાહીત કરશે.

પ્રધાનમંત્રીઃ- ગુરિંદર વીર તમે શું કહેવા માંગો છો ? 

ગુરિંદરવીરઃ- અમે બંનેએ નક્કી કર્યું હતું કે, અને બંને સારૂં દોડીશું. તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે, હમણાં વિક્રમ સ્થાપતા પહેલાં જ્યારે મે વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેષે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મઓપ કરી રહ્યા હતા. ત્યારે હું અનિમેષને કહેતો હતો કે, અનિમેષ પેલો બ્લોક બરાબર છે. તેના પર જઇને બેસ. ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મઅપ અહીં કરીશું, અહિંયાંથી વોર્મઅપ બરાબર રહેશે અને આમ, એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધારો કરી શકે છે. અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર. દોસ્તી પણ જોઇએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ, તો અને દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં જઇએ છીએ. તો એકબીજાના હરીફ બની જઇએ છીએ. અને એવું બને છે કે, હું તેનાથી ઝડપી દોડીશ તો, તે એમ કહે છે કે, હું તારાથી સારૂં દોડીશ.

પ્રધાનમંત્રીઃ- જુઓ. તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી. પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે. અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે, તમારી આજે ખેલભાવના છે, ખેલસ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે. અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો. તે અદભૂત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે, તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે, આ રીતે મહેનત કરતા રહેશો. ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ગુરિંદર/અનિમેષઃ- આભાર સર. આભાર સર.

પ્રધાનમંત્રીઃ- ખૂબ ખૂબ ધન્યવાદ.

#################

મારા વ્હાલા દેશવાસીઓ,

અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ  જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદાજુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહિં.

સાથીઓ,

આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે, જેમજેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઇ જાય છે. રસોઇની રીત બદલાઇ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે. તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે. દેશીપીણાનો દૌર. આ દેશીપીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તરભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચીકેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે. મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ, જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તરપ્રદેશમાં સત્તુંનું શરબત. તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલ કઢી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના, તે માત્ર પીણું નથી. ભારતના જુદાજુદા ક્ષેત્રોની પરંપરાનો એક ભાગ છે. અને તેમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે. આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઇ મોટું નામ નથી. પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો.

સાથીઓ,

ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઇ જાય છે. અને તે છે, કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ જ કોઇ એવું ઘર હશે કે, જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ-આલ્ફોન્સો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પ્રાણ છે. ઉત્તરપ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો જો કે, લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે, પાક્યા પછી પણ તેનો રંગ મોટેભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ જેની સોડમ દૂરથી ઓળખાઇ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નિલમ, મલગોવા, બંગાળની હીમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુર્વણરેખા. એટલે કે, સ્થળ બદલાય છે તો, કેરીના રૂપરંગ અને તેનો સ્વાદ પણ બદલાઇ જાય છે. અને સાથીઓ, કેરીની આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઇઓ-બહેનોની પ્રસંશા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો.

સાથીઓ,

ગરમીના આ દિવસોમાં આમ તો, શાળાઓમાં રજા હોય છે. પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે. યુવાનો પણ આવે છે, અને વડીલો પણ, ત્યાં કોઇ ફી ના હોય, કોઇ મોટી ઇમારત ન હોય, કોઇ વર્ગખંડ પણ ના હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય.

સાથીઓ,

આ કોઇ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામા સાજી વલાશેરિલ જી એવી જ એક સ્વીમીંગ કલબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ લોકો અહિં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતાં શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઇ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતાં આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત- બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન.

સાથીઓ,

સાજી વલાશેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધન જરૂરી નથી હોતા. જરૂરી હોય છે એક શુભ ઇરાદો. અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

પાછલા દિવસોમાં મને યુરોપના નેઘરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટીંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરનેલન્ડમાં આયોજીત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત હતા. આ તામ્રપત્રોને લઇને મને દેશવિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યકત કરી રહ્યા છે. ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે.  

સાથીઓ,

આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જીજ્ઞાસા પણ છે. તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઇચ્છું છું. તેમાં એકવીસ મોટા અને ત્રણ નાના તામ્રપત્રો છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજા રાજરાજા ચોલાના એકવચનને પૂરૂં કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનયમંગલમ ગામને એક બૌદ્ધવિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલાવંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજયની સમુદ્રીશક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે.

ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં “જ્ઞાનભારતમ અભિયાન” અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી ત્રણ દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, આ લખાણો છઠ્ઠી સાતમી સદીના છે. એટલે કે, ચૌદસો, પંદરસો વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લીપી અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસનવ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે.

સાથીઓ,

આપણે ભારતીયોમાં ખગોળવિજ્ઞાન એટલે કે, એસ્ટ્રોનોમી વિષે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેધશાળાઓ આવેલી છે. અહીં અદભૂત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશાવિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળવિદ્યાએ દરેક પેઢીમાં કૂતૂહલ જગાવેલું છે. તેના ઉંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે. અને આજના યુવાનોમાં પણ તેને લઇને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે, દેશભરમાં ખગોળશાસ્ત્રીય કલબો ઝડપથી લોકપ્રિય થઇ રહી છે. મોટા શહેરોથી લઇને નાના ગામો સુધી, શાળાઓથી લઇને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગલોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશદર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. “ખગોળ મંડળ” નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતા સભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે.

સાથીઓ,

રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદભૂત અનુભવ હોય છે. એસ્ટ્રોકેરાલા નામની એક સંસ્થા રાત્રીઆકાશદર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દુરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બીગ બેંગ એસ્ટ્રોનોમી કબલે ગીરના જંગલોથી લઇને કચ્છના રણ સુધી અનેક આકાશદર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. “જયોતિર્વિદ્યા પરિસંસ્થા” પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશદર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇઝેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે. જે ખગોળશાસ્ત્ર અને ખગોળભૌતિક કબલને પરસ્પર જોડે છે.

સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઇક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરૂં છું કે, તેઓ કોઇને કોઇ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઇ તારાગ્રહને પણ જરૂર જોવા જાય.

સાથીઓ,

મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઇ રહ્યા છે તેમને હું કહીશ કે, એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વિતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગાનદીમાં એક ડોલ્ફીનને બચાવવાની કોશિષ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફીન બચી ગઇ.

સાથીઓ,

તેમાં બહુ મોટી ભૂમિકા રહી. ભારતની પહેલી ગંગા ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તરપ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફીન નહેરમાં ફસાઇ ગઇ હતી. આ સમયે “નમામી ગંગે અભિયાન” અંતર્ગત બનાવવામાં આવેલી આ એમબ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફીનને બહાર કાઢવામાં આવી. તેની તપાસ કરવામાં આવી, તેનો ઇલાજ કરવામાં આવ્યો. અને ત્યારપછી તેને સલામત રીતે રાપ્તિ નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો, એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું.

સાથીઓ,

આ ડોલ્ફીન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતીફરતી હોસ્પીટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફીનને સલામત રાખવાની વ્યવસ્થા છે. ઓકસીજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવના સાધનો છે એટલે કે, જો કોઇ ડોલ્ફીન ઘાયલ થાય, નહેરમાં ફસાઇ જાય અથવા નદીથી દૂર થઇ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે.

સાથીઓ,

આપણે જ્યારે ગંગા ડોલ્ફીનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા પણ આપણે ગંગાની જૈવવિવિધતાને બચાવીએ છીએ. નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ. અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ.

મારા વ્હાલા દેશવાસીઓ,

તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઇને તળાવમાં તરવાનું યાદ હશે, કોઇને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું તો કોઇને તે માટીની મહેંક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે.

સાથીઓ,

એવી જ યાદોને બચાવવાની એક પ્રેરકગાથા ઉત્તરપ્રદેશના બસ્સી જીલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઇને બહુ દુઃખી થતા હતા. કેમ કે, જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઇ હતી, તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટીક એકઠું થવા લાગ્યું હતું. ગંદકી વધતી જઇ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે, ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરશું. ફરિયાદ નહિં પણ શરૂઆત મંત્ર બની ગયો. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી- કંઇક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા. જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટીક અને કચરો બહાર લાવતા હતા. કેટલીયે વાર એક દિવસમાં 50 – 60 કીલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરેધીરે મનોરમામ નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી.

સાથીઓ,

એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ ઐય્યાજી નિવૃત્ત શિક્ષક છે. પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવોને એવો જ છે. તેમને મડ્ડી-તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખાં મારવા પડતા હતા. તેમના માટે આ બહુ મોટી રાહત બની.

સાથીઓ,

ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે. તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઇ. લગભગ ત્રણ દાયકા પહેલા પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું, ગીરીજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા.

સાથીઓ,

ગીરીજા અમ્માજી લગભગ પંદર શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નાઇનું જયગોપાલ ગરોડિયા હિંદુ વિદ્યાલય ખૂબ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઇને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે, તેઓ વીર જવાનો માટે દરરોજ એક રૂપિયાનો ફાળો આપે. એટલે કે, એક વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગીરીજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે, મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નાઇના પહેલા હિંદુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળાસમૂહની ભૂમિકા બહુ પ્રસંશનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રસંશા કરું છું.

સાથીઓ,

ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઇકને કંઇક એવું થઇ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણી વાર, આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી. પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દ્રઢ થાય છે. કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે, તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારૂં કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઇક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઇ સારા કામ સાથે જોડાવ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરકગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઇશ. ખૂબ ખૂબ ધન્યવાદ.. નમસ્કાર...