પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરી, 2020ના રોજ કોલકાતાની બે દિવસની સતાવાર યાત્રા પર જઈ રહ્યા છે.

પુરાતત્વ ભવનોનું લોકાર્પણ

પ્રધાનમંત્રી શ્રી 11 જાન્યુઆરીના રોજ કોલકાતામાં 4 નવીનીકૃત પુરાતત્વ ભવનોનું લોકાર્પણ કરશે.

જેમાં ઓલ્ડ કરંસી બિલ્ડિંગ, બેલ્વેડિયર હાઉસ, મેકકાફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આ જુની આઈકોનિક ગેલેરીઓનું નવા પ્રદર્શનો સાથે તેનું નવીનીકરણ કરી પુનઃનિર્માણ કર્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસ્કૃતિ મંત્રાલયના નિર્દેશન હેઠળ દેશમાં વિવિધ મેટ્રો શહેરોમાં સાંસ્કૃતિક સ્થળો ની આસપાસ પ્રતિષ્ઠિત ઈમારતોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કોલકાતા, દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારણસી શહેરોથી આ પરિયોજનાઓ શરુકરવામાટે કાર્ય ચાલી રહ્યું છે.

કોલકાતા પોર્ટ ટ્રસ્ટ (કેઓપીટી)નો સેસ્ક્વિસેન્ટેનરી સમારોહ

પ્રધાનમંત્રી શ્રી 11 અને 12 જાન્યુઆરી 2020ના રોજ કોલકાતા પોર્ટ ટ્રસ્ટના ભવ્ય સેસ્ક્વિસેન્ટિનારી સમારોહની ઉજવણીમાં પણ ભાગ લેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના સેવાનિવૃત્ત અને વર્તમાન કર્મચારીઓની પેન્શન ફંડની ખૂટતી રકમ પૂર્ણ કરવા માટે અંતિમ હપતા માટે રૂપિયા 501 કરોડનો ચેક સોંપશે.

આ યાદગાર કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી કોલકાતા પોર્ટ ટ્રસ્ટના બે સૌથીજૂના પેન્શનર શ્રી નગીના ભગત અને શ્રી નરેશ ચંદ્ર ચક્રવર્તી (ક્રમશઃ 105 અને 100 વર્ષ)ને સન્માનિત કરશે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન બંદર પર તૈયાર કરેલ પોર્ટ એનથમનો પણ શુભારંભ કરાવશે.
પ્રધાનમંત્રી શ્રી મૂળ પોર્ટ જેટીઝના સ્થળે 150 વર્ષના સ્મારક સ્થાપનાની તકતીનું અનાવરણ પણ કરશે.
પ્રધાનમંત્રી શ્રી નેતાજી સુભાષ ડ્રાય ડોકમાં કોચીન કોલકાતા શિપ રિપેર યુનિટના અપગ્રેડેડ શિપ રિપેર ફેસિલિટીનું ઉદઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કાર્ગોના આવાગમન માટે કોલકાતા ડૉક સિસ્ટમના અપગ્રેડેડ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુચારુ રીતે ચલાવવા માટે ફુલ રેક હેન્ડલિંગ ફેસિલિટીનું પણ ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી શ્રી કોપીટીના હલ્દીયા ડોક કોમ્પ્લેક્સમાં બર્થ નંબર 3 નું મિકેનીકરણ અને સૂચિત રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ યોજનાનું પણ લોકાર્પણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી કૌશલ વિકાસ કેન્દ્રોની સાથે 200 સુંદરબન આદિવાસી વિદ્યાર્થિનીઓમાટે પ્રીતિલતા છાત્રી આવાસનું લોકાર્પણ કરશે, આ પ્રોજેકટ પુર્વાંચલ કલ્યાણ આશ્રમ,ગોસબા, અખિલભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ સાથે જોડાયેલી સુંદરબન અને KoPTના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે.

 

 

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says

Media Coverage

PM Modi pens heartfelt letter to BJP's new Thiruvananthapuram mayor; says "UDF-LDF fixed match will end soon"
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2026
January 02, 2026

PM Modi’s Leadership Anchors India’s Development Journey