પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમણે માત્ર શિક્ષણને પ્રોત્સાહન આપવામાં જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને સમૃદ્ધ બનાવવામાં પણ અપ્રતિમ યોગદાન આપ્યું છે. "સામાજિક સુધારણા માટેના તેમના પ્રયાસો દેશના લોકો માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપતા રહેશે," એમ શ્રી મોદીએ ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"ભારત માતાને પોતાનું જીવન સમર્પિત કરનાર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે શિક્ષણને પ્રોત્સાહન તેમજ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધનમાં અજોડ યોગદાન આપ્યું. સામાજિક સુધારણા માટેના તેમના પ્રયાસો દેશવાસીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બની રહેશે."
मां भारती की सेवा में आजीवन समर्पित रहे महर्षि दयानंद सरस्वती जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने शिक्षा को बढ़ावा देने के साथ-साथ भारतीय संस्कृति और परंपरा की समृद्धि के लिए अतुलनीय योगदान दिया। सामाजिक सुधार के उनके प्रयास देशवासियों के लिए प्रेरणापुंज बने…
— Narendra Modi (@narendramodi) February 12, 2026


