પ્રધાનમંત્રી તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે
અદિલાબાદમાં હાથ ધરવામાં આવેલા અનેક પ્રોજેક્ટ્સ દ્વારા પાવર સેક્ટરને જબરદસ્ત પ્રોત્સાહન મળશે
પ્રધાનમંત્રી તેલંગાણાના સાંગારેડીમાં રૂ.6,800 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
સાંગારેડીમાં હાથ ધરાયેલા પ્રોજેક્ટ્સમાં રોડ, રેલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા અનેક મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે
પ્રધાનમંત્રી હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા (CARO) રાષ્ટ્રને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી તામિલનાડુના કલ્પક્કમ ખાતે ભારતના સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરના કોર લોડિંગની શરૂઆતના સાક્ષી બનશે
આ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે
પ્રધાનમંત્રી ઓડિશામાં ચંદીખોલ ખાતે રૂ.19,600 કરોડથી વધુના બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી કોલકાતામાં રૂ.15,400 કરોડના બહુવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી બેતિયામાં રૂ. 8,700 કરોડની કિંમતના વિવિધ માળખાકીય સુવિધાઓનો શિલાન્યાસ, સમર્પિત અને ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી મુઝફ્ફરપુર - મોતિહારી LPG પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરશે અને મોતીહારી ખાતે ઇન્ડિયન ઓઇલના LPG બોટલિંગ પ્લાન્ટ અને સ્ટોરેજ ટર્મિનલને સમર્પિત કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4-6મી માર્ચ, 2024ના રોજ તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4-6મી માર્ચ, 2024ના રોજ તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે.

4થી માર્ચે, સવારે 10:30 વાગ્યે, પ્રધાનમંત્રી તેલંગાણાના આદિલાબાદમાં રૂ. 56,000 કરોડ કરતાં વધુના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:30 કલાકે પ્રધાનમંત્રી તમિલનાડુના કલ્પક્કમમાં ભાવિનીની મુલાકાત લેશે.

5મી માર્ચે, સવારે 10 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા (CARO) સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે. સવારે 11 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી તેલંગાણાના સાંગારેડીમાં રૂ.6,800 કરોડના બહુવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 3:30 ઓડિશામાં ચંદીખોલ, જાજપુર ખાતે રૂ.19,600 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે.

6ઠ્ઠી માર્ચે, સવારે લગભગ 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી કોલકાતામાં રૂ.15,400 કરોડના બહુવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ, લગભગ 3:30 PM પર, પ્રધાનમંત્રી બિહારના બેતિયામાં લગભગ રૂ. 8,700ની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, સમર્પિત અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી આદિલાબાદમાં

તેલંગાણાના આદિલાબાદમાં જાહેર કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રને સમર્પિત કરશે અને રૂ. 56,000 કરોડથી વધુની કિંમતના પાવર, રેલ અને રોડ ક્ષેત્ર સાથે સંબંધિત બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રોજેક્ટ્સમાં મુખ્ય ફોકસ પાવર સેક્ટર હશે.

પ્રધાનમંત્રી સમગ્ર દેશમાં પાવર સેક્ટર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી તેલંગાણાના પેડ્ડાપલ્લીમાં NTPCના 800 મેગાવોટ (યુનિટ-2) તેલંગાણા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટને સમર્પિત કરશે. અલ્ટ્રા-સુપરક્રિટિકલ ટેક્નોલોજી પર આધારિત, આ પ્રોજેક્ટ તેલંગાણાને 85% પાવર સપ્લાય કરશે અને ભારતમાં NTPCના તમામ પાવર સ્ટેશનોમાં લગભગ 42%ની સૌથી વધુ વીજ ઉત્પાદન કાર્યક્ષમતા ધરાવશે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીએ કર્યો હતો.

પ્રધાનમંત્રી ઝારખંડના ચત્રામાં ઉત્તર કરણપુરા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટનો 660 મેગાવોટ (યુનિટ-2) પણ સમર્પિત કરશે. આ દેશનો સૌપ્રથમ સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ છે જે આટલા મોટા કદના એર કૂલ્ડ કન્ડેન્સર (ACC) સાથે કલ્પના કરવામાં આવ્યો છે જે પરંપરાગત વોટર-કૂલ્ડ કન્ડેન્સર્સની સરખામણીમાં પાણીનો વપરાશ 1/3 જેટલો ઘટાડે છે. આ પ્રોજેકટના કામના પ્રારંભ સમયે લીલી ઝંડી પ્રધાનમંત્રીએ આપી હતી.

પ્રધાનમંત્રી છત્તીસગઢમાં સિપત, બિલાસપુર ખાતે ફ્લાય એશ આધારિત લાઇટ વેઇટ એગ્રીગેટ પ્લાન્ટને પણ સમર્પિત કરશે; ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટને એસટીપી પાણી આપશે.

વધુમાં, પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સિંગરૌલી સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ, સ્ટેજ-III (2x800 મેગાવોટ)નો શિલાન્યાસ કરશે; છત્તીસગઢના લારા, રાયગઢ ખાતે ફ્લુ ગેસ CO2થી 4G ઇથેનોલ પ્લાન્ટ; આંધ્ર પ્રદેશમાં વિશાખાપટ્ટનમના સિંહાદ્રી ખાતે દરિયાઈ પાણીથી ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ; અને છત્તીસગઢના કોરબા ખાતે ફ્લાય એશ આધારિત FALG એગ્રીગેટ પ્લાન્ટ.

પ્રધાનમંત્રી સાત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સ નેશનલ ગ્રીડને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પ્રધાનમંત્રી રાજસ્થાનના જેસલમેર ખાતે નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NHPC)ના 380 મેગાવોટ સોલર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટમાંથી દર વર્ષે લગભગ 792 મિલિયન યુનિટ ગ્રીન પાવર ઉત્પન્ન થશે.

પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના જાલૌનમાં બુંદેલખંડ સૌર ઊર્જા લિમિટેડ (BSUL’s) 1200 મેગાવોટના જાલૌન અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાવર પાર્કનો શિલાન્યાસ કરશે. આ પાર્ક દર વર્ષે લગભગ 2400 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે.

પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના જાલૌન અને કાનપુર દેહાતમાં સતલજ જલ વિદ્યુત નિગમ (SJVN)ના ત્રણ સૌર ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સની કુલ ક્ષમતા 200 મેગાવોટ છે. આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રીએ કર્યો હતો. પ્રધાનમંત્રી ઉત્તરકાશી, ઉત્તરાખંડમાં સંકળાયેલ ટ્રાન્સમિશન લાઇન સાથે નૈટવર મોરી હાઇડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશના બિલાસપુર અને ધુબરી, આસામમાં SJVNના બે સૌર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે; અને હિમાચલ પ્રદેશમાં 382 મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પણ.

ul -Jogbani.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rabi acreage tops normal levels for most crops till January 9, shows data

Media Coverage

Rabi acreage tops normal levels for most crops till January 9, shows data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi shares a Sanskrit Subhashitam urging citizens to to “Arise, Awake” for Higher Purpose
January 13, 2026

The Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam urging citizens to embrace the spirit of awakening. Success is achieved when one perseveres along life’s challenging path with courage and clarity.

In a post on X, Shri Modi wrote:

“उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।

क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥”