PM to launch expansion of health coverage to all senior citizens aged 70 years and above under Ayushman Bharat PM-JAY
In a major boost to healthcare infrastructure, PM to inaugurate and lay foundation stone of multiple healthcare institutions
PM to inaugurate Phase-II of India’s First All India Institute of Ayurveda
Enhancing the innovative usage of technology in healthcare sector, PM to launch drone services at 11 Tertiary Healthcare Institutions
In a boost to digital initiatives to further improve healthcare facilities, PM to launch U-WIN portal that digitalises vaccination process benefiting pregnant women and infants
In line with the vision of Make in India, PM to inaugurate five projects under the PLI scheme for medical devices and bulk drugs
PM to also launch multiple initiatives to strengthen the R&D and testing infrastructure in healthcare sector

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

મુખ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય)માં મોટા વધારા સ્વરૂપે પ્રધાનમંત્રી 70 વર્ષ કે તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સ્વાસ્થ્ય કવચનો શુભારંભ કરાવશે. આ તમામ વરિષ્ઠ નાગરિકોને તેમની આવકને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય કવચ પ્રદાન કરવામાં મદદ કરશે.

સમગ્ર દેશમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવાનો પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે. હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું પ્રોત્સાહન આપવાના ભાગરૂપે પ્રધાનમંત્રી વિવિધ હેલ્થકેર સંસ્થાઓનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે.

પ્રધાનમંત્રી ભારતની પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના બીજા તબક્કાનું ઉદઘાટન કરશે. તેમાં પંચકર્મ હોસ્પિટલ, દવા ઉત્પાદન માટે આયુર્વેદિક ફાર્મસી, સ્પોર્ટ્સ મેડિસિન યુનિટ, સેન્ટ્રલ લાઇબ્રેરી, આઇટી અને સ્ટાર્ટ-અપ્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને 500 સીટનું ઓડિટોરિયમ સામેલ છે. તેઓ મધ્ય પ્રદેશમાં મંદસૌર, નીમચ અને સિઓનીમાં ત્રણ મેડિકલ કોલેજોનું ઉદઘાટન પણ કરશે. ઉપરાંત તેઓ હિમાચલ પ્રદેશમાં બિલાસપુર, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી, બિહારમાં પટના, ઉત્તરપ્રદેશમાં ગોરખપુર, મધ્યપ્રદેશમાં ભોપાલ, આસામમાં ગુવાહાટી અને નવી દિલ્હીમાં વિવિધ એઇમ્સમાં સુવિધા અને સેવાનાં વિસ્તરણનું ઉદઘાટન કરશે, જેમાં જન ઔષધિ કેન્દ્ર પણ સામેલ હશે. પ્રધાનમંત્રી છત્તીસગઢમાં બિલાસપુરમાં સરકારી મેડિકલ કોલેજમાં સુપર સ્પેશિયાલિટી બ્લોક અને ઓડિશાનાં બારગઢમાં ક્રિટિકલ કેર બ્લોકનું ઉદઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં શિવપુરી, રતલામ, ખંડવા, રાજગઢ અને મંદસૌરમાં પાંચ નર્સિંગ કોલેજોનો શિલાન્યાસ પણ કરશે. આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (પીએમ-એએપીઆઈએમ) અંતર્ગત હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મણિપુર, તમિલનાડુ અને રાજસ્થાનમાં 21 ક્રિટિકલ કેર બ્લોક્સ તથા નવી દિલ્હીમાં અને બિલાસપુર, હિમાચલ પ્રદેશમાં એમ્સમાં કેટલીક સુવિધાઓ અને સેવાનાં વિસ્તરણમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે ઇએસઆઇસી હોસ્પિટલનું ઉદઘાટન પણ કરશે અને હરિયાણામાં ફરીદાબાદ, કર્ણાટકમાં બોમ્માસન્દ્ર અને નરસાપુર, મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉત્તરપ્રદેશમાં મેરઠ અને આંધ્રપ્રદેશમાં અતુતાપુરમમાં ઇએસઆઇસીની હોસ્પિટલોનું શિલારોપણ કરશે. આ યોજનાઓથી આશરે 55 લાખ ઇએસઆઈ લાભાર્થીઓને સ્વાસ્થ્ય સંબંધિત લાભ મળશે.

પ્રધાનમંત્રી તમામ ક્ષેત્રોમાં સેવા પ્રદાન કરવા ટેકનોલોજીનાં ઉપયોગને વિસ્તારવાનાં મજબૂત હિમાયતી રહ્યાં છે. હેલ્થકેરને વધારે સુલભ બનાવવા માટે સર્વિસ ડિલિવરી વધારવા માટે ડ્રોન ટેકનોલોજીના નવીન ઉપયોગના ભાગરૂપે પ્રધાનમંત્રી 11 તૃતીયક સ્વાસ્થ્ય સેવા સંસ્થાઓમાં ડ્રોન સેવાઓનો શુભારંભ કરશે. ઉત્તરાખંડમાં એઇમ્સ ઋષિકેશ, તેલંગાણામાં એઇમ્સ બીબીનગર, આસામમાં એઇમ્સ ગુવાહાટી, મધ્યપ્રદેશમાં એઇમ્સ ભોપાલ, રાજસ્થાનમાં એઇમ્સ જોધપુર, બિહારમાં એઇમ્સ પટના, હિમાચલ પ્રદેશમાં એઇમ્સ બિલાસપુર, ઉત્તરપ્રદેશમાં એઇમ્સ રાયબરેલી, છત્તીસગઢમાં એઇમ્સ રાયપુર, આંધ્રપ્રદેશમાં એઇમ્સ મંગલગિરી અને મણિપુરમાં રિમ્સ ઇમ્ફાલ સામેલ છે. તેઓ એઈમ્સ ઋષિકેશમાં હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસનો પણ શુભારંભ કરાવશે, જે ઝડપથી તબીબી સારવાર પૂરી પાડવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રી યુ-વિન પોર્ટલ લોંચ કરશે. તેનાથી રસીકરણ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે ડિજિટલ કરીને ગર્ભવતી મહિલાઓ અને શિશુઓને ફાયદો થશે. તે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને (જન્મથી 16 વર્ષ સુધી) 12 રસી-અટકાવી શકાય તેવા રોગો સામે જીવન રક્ષક રસીઓ સમયસર આપવાની ખાતરી કરશે. ઉપરાંત પ્રધાનમંત્રી સહયોગી અને આરોગ્ય સેવા વ્યવસાયિકો અને સંસ્થાઓ માટે એક પોર્ટલનો પણ શુભારંભ કરાવશે. તે હાલના આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો અને સંસ્થાઓના કેન્દ્રિય ડેટાબેઝ તરીકે કાર્ય કરશે.

પ્રધાનમંત્રી દેશમાં હેલ્થકેર ઇકોસિસ્ટમને સુધારવા માટે સંશોધન અને વિકાસ અને પરીક્ષણ માળખાને મજબૂત કરવા માટે કેટલીક પહેલો પણ શરૂ કરશે. પ્રધાનમંત્રી ઓડિશાનાં ભુવનેશ્વરમાં ગોથાપટ્ટનમાં સેન્ટ્રલ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરીનું ઉદઘાટન કરશે.

તેઓ ઓડિશાના ખોરધા અને છત્તીસગઢના રાયપુર ખાતે યોગ અને નેચરોપેથીમાં બે કેન્દ્રીય સંશોધન સંસ્થાઓનો શિલાન્યાસ કરશે. તેઓ ચિકિત્સા ઉપકરણો માટે ગુજરાતમાં નાઇપર અમદાવાદ, જથ્થાબંધ દવાઓ માટે તેલંગાણામાં નાઇપર હૈદરાબાદ, ફાયટોફાર્માસ્યુટિકલ્સ માટે આસામમાં નાઇપર ગુવાહાટી અને એન્ટિ-બેક્ટેરિયલ એન્ટિ-વાયરલ ડ્રગ શોધ અને વિકાસ માટે પંજાબમાં નાઇપર મોહાલી ખાતે ચાર સેન્ટર્સ ઓફ એક્સલન્સનું શિલારોપણ પણ કરશે.

પ્રધાનમંત્રી ચાર આયુષ સેન્ટર્સ ઑફ એક્સલન્સનો શુભારંભ કરશે, જેનું નામ છે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગાલુરુમાં ડાયાબિટીસ અને મેટાબોલિક ડિસઓર્ડર માટેનાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર; આઇઆઇટી દિલ્હીમાં રસૌષધિઓ માટે અદ્યતન ટેકનોલોજીકલ સોલ્યુશન્સ, સ્ટાર્ટ-અપ સપોર્ટ અને નેટ ઝીરો સસ્ટેઇનેબલ સોલ્યુશન્સ માટે આયુષમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઇન સસ્ટેઇનેબલ આયુષ; સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, લખનઉ ખાતે આયુર્વેદમાં મૂળભૂત અને ટ્રાન્સલેશનલ રિસર્ચ માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર; અને જેએનયૂ, નવી દિલ્હી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ ઓન આયુર્વેદ એન્ડ સિસ્ટમ્સ મેડિસિનનો સમાવેશ થાય છે.

હેલ્થકેર ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા પહેલને મોટું પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રી ગુજરાતમાં વાપી, તેલંગાણામાં હૈદરાબાદ, કર્ણાટકમાં બેંગાલુરુ, આંધ્રપ્રદેશમાં કાકીનાડા અને હિમાચલ પ્રદેશમાં નાલાગઢમાં તબીબી ઉપકરણો અને બલ્ક ડ્રગ્સ માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ પાંચ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. આ એકમો મહત્વપૂર્ણ બલ્ક દવાઓની સાથે બોડી ઇમ્પ્લાન્ટ્સ અને ક્રિટિકલ કેર ઇક્વિપમેન્ટ જેવા હાઇ-એન્ડ મેડિકલ ઉપકરણોનું ઉત્પાદન કરશે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રવ્યાપી અભિયાન "દેશ કા પ્રકૃતિ પરીક્ષા અભિયાન" પણ શરૂ કરશે, જેનો ઉદ્દેશ નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તેઓ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે જળવાયુ પરિવર્તન અને માનવ સ્વાસ્થ્ય પર રાજ્ય વિશિષ્ટ કાર્યયોજનાનો પણ શુભારંભ કરશે, જે આબોહવાને અનુકૂળ હેલ્થકેર સેવાઓ વિકસાવવા માટે અનુકૂલન વ્યૂહરચના તૈયાર કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India attracts $70 billion investment in AI infra, AI Mission 2.0 in 5-6 months: Ashwini Vaishnaw

Media Coverage

India attracts $70 billion investment in AI infra, AI Mission 2.0 in 5-6 months: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Shri Narendra Modi receives a delegation of Arab Foreign Ministers
January 31, 2026
PM highlights the deep and historic people-to-people ties between India and the Arab world.
PM reaffirms India’s commitment to deepen cooperation in trade and investment, energy, technology, healthcare and other areas.
PM reiterates India’s continued support for the people of Palestine and welcomes ongoing peace efforts, including the Gaza peace plan.

Prime Minister Shri Narendra Modi received a delegation of Foreign Ministers of Arab countries, Secretary General of the League of Arab States and Heads of Arab delegations, who are in India for the second India-Arab Foreign Ministers’ Meeting.

Prime Minister highlighted the deep and historic people-to-people ties between India and the Arab world which have continued to inspire and strengthen our relations over the years.

Prime Minister outlined his vision for the India-Arab partnership in the years ahead and reaffirms India’s commitment to further deepen cooperation in trade and investment, energy, technology, healthcare and other priority areas, for the mutual benefit of our peoples.

Prime Minister reiterated India’s continued support for the people of Palestine and welcomed ongoing peace efforts, including the Gaza peace plan. He conveyed his appreciation for the important role played by the Arab League in supporting efforts towards regional peace and stability.