પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓની આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજના 1 જૂન, 2020ના રોજ કોવિડ –19 દ્વારા અસરગ્રસ્ત, ગરીબ શેરી વિક્રેતાઓને આજીવિકા પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આજદિન સુધીમાં આ યોજના હેઠળ કુલ 24 લાખથી વધુ અરજીઓ મળી છે, જેમાંથી 12 લાખથી વધુ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને 5.35 લાખ જેટલી લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી 6 લાખથી વધુ અરજીઓ નોંધવામાં આવી છે. જેમાંથી લગભગ 3.27 લાખને મંજૂરી આપવામાં આવી છે અને 1.87 લાખ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઉત્તરપ્રદેશમાંથી યોજનાના તમામ લાભાર્થીઓ આ સંવાદના સાક્ષી બનશે. તેનું ડીડી ન્યૂઝ ઉપર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ઓગસ્ટ 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi