પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 માર્ચ 2026ના રોજ સવારે 10:15 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “સબકા સાથ સબકા વિકાસ - લોકોની આકાંક્ષાઓની પૂર્તિ” વિષય પર બજેટ પછીના (Post Budget) વેબિનારને સંબોધશે.

આ થીમ હેઠળ, શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્ય અને આયુષ, પર્યટન અને આતિથ્ય (હોસ્પિટાલિટી) સહિતના વિવિધ ક્ષેત્રોમાં બહુવિધ બ્રેકઆઉટ સત્રોનું આયોજન કરવામાં આવશે. આ ચર્ચાઓમાં શિક્ષણ-થી-રોજગારના માર્ગોને મજબૂત કરવા, એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) કન્ટેન્ટ ક્રિએટર લેબ્સનો વિકાસ, સંલગ્ન આરોગ્ય વ્યાવસાયિકો અને કેરગિવર (સંભાળ રાખનાર) તાલીમનો વિસ્તાર, પ્રાદેશિક મેડિકલ હબ અને નવી આયુષ સંસ્થાઓની રચના, તેમજ પર્યટન પહેલો જેવી કે હોસ્પિટાલિટી કૌશલ્ય વિકાસ, ટકાઉ પ્રવાસન માર્ગો, ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં બૌદ્ધ સર્કિટ અને હેરિટેજ ટૂરિઝમ પ્રમોશન જેવી પહેલો આવરી લેવામાં આવશે.

બજેટ પછીનો આ વેબિનાર સરકાર, ઉદ્યોગ અને વિષય નિષ્ણાતો વચ્ચે સહયોગી જોડાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે જેથી બજેટમાં દર્શાવેલ નીતિ વિષયક વિઝનને કાર્યક્ષમ વ્યૂહરચનાઓમાં રૂપાંતરિત કરી શકાય. આ ચર્ચાઓ દ્વારા વ્યવહારુ ભલામણો મળવાની અપેક્ષા છે જે અસરકારક અમલીકરણની સુવિધા આપશે અને સર્વસમાવેશક વૃદ્ધિ અને વિકાસ તરફની પ્રગતિને વેગ આપવામાં મદદ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war

Media Coverage

West Asia conflict: 59 India-bound vessels transited Hormuz since war
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 જુલાઈ 2026
July 22, 2026

From Scholarships to Homes to High-Speed Rail: Inclusive Growth Under PM Modi’s Leadership